ਨਾਨਕ ਤਾ ਕੈ ਲਾਗਉ ਪਾਏ ॥੩॥
હે નાનક! હું તેનું સ્મરણ કરવા વાળા ના પગે લાગું છું ।।૩।।
ਪ੍ਰਭ ਕਾ ਸਿਮਰਨੁ ਸਭ ਤੇ ਊਚਾ ॥
પ્રભુનું સ્મરણ કરવું એ બધી કોશિશ થી મહાન છે
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਉਧਰੇ ਮੂਚਾ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી ઘણા જીવો અવ્યવસ્થા થી બચી જાય છે
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਤ੍ਰਿਸਨਾ ਬੁਝੈ ॥
પ્રભુ સ્મરણ કરવાથી માયાની ભૂખ મટી જાય છે
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਸਭੁ ਕਿਛੁ ਸੁਝੈ ॥
પ્રભુ સ્મરણ કરવાથી માયાની દરેક ચાલની સમજ આવી જાય છે
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਨਾਹੀ ਜਮ ਤ੍ਰਾਸਾ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી યમરાજ નો ડર ખતમ થઇ જાય છે
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਪੂਰਨ ਆਸਾ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી જીવનની આશા પૂર્ણ થઈ જાય છે અને આશાઓથી મન તૃપ્ત થઈ જાય છે
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਮਨ ਕੀ ਮਲੁ ਜਾਇ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી મનના વિકારો નો મેલ દૂર થઈ જાય છે
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਰਿਦ ਮਾਹਿ ਸਮਾਇ ॥
અને મનુષ્યના હૃદયમાં પ્રભુનું અમર નામ ટકી જાય છે
ਪ੍ਰਭ ਜੀ ਬਸਹਿ ਸਾਧ ਕੀ ਰਸਨਾ ॥
પ્રભુજી ગુરુમુખ દ્વારા મનુષ્યની જીભ ઉપર વસી જાય છે
ਨਾਨਕ ਜਨ ਕਾ ਦਾਸਨਿ ਦਸਨਾ ॥੪॥
નાનક કહે છે કે હું ગુરુના મુખના સેવકોનો સેવક બની જાઉં ।।૪।।
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਸੇ ਧਨਵੰਤੇ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તે ધનવાન છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਸੇ ਪਤਿਵੰਤੇ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તે આદરણીય છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਸੇ ਜਨ ਪਰਵਾਨ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તેનું માન સન્માન થાય છે અને પ્રસિદ્ધ થઈ જાય છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਸੇ ਪੁਰਖ ਪ੍ਰਧਾਨ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તે બધાં મનુષ્યોથી સર્વશ્રેષ્ઠ બની જાય છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਸਿ ਬੇਮੁਹਤਾਜੇ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તે કોઈના મોહતાજ નથી રહેતા
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਸਿ ਸਰਬ ਕੇ ਰਾਜੇ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તે તો બધાનો બાદશાહ થઈ જાય છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਸੇ ਸੁਖਵਾਸੀ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તે સુખી થઈ જાય છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਸਦਾ ਅਬਿਨਾਸੀ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તે સદા જન્મ મરણ રહિત થઈ જાય છે
ਸਿਮਰਨ ਤੇ ਲਾਗੇ ਜਿਨ ਆਪਿ ਦਇਆਲਾ ॥
પ્રભુના નામ સ્મરણમાં તે જ મનુષ્ય લાગી પડે છે તેની ઉપર પ્રભુની સ્વયંની મહેરબાની થાય છે
ਨਾਨਕ ਜਨ ਕੀ ਮੰਗੈ ਰਵਾਲਾ ॥੫॥
હે નાનક! કોઈ ભાગ્યશાળી જ ગુરુ મુખની ચરણ ધૂળ માંગે છે ।।૫।।
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਸੇ ਪਰਉਪਕਾਰੀ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તે બીજાં સાથે ભલાઈ કરવાવાળો બની જાય છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਤਿਨ ਸਦ ਬਲਿਹਾਰੀ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તેને હું સદાય કુરબાન જાઉં છું
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਸੇ ਮੁਖ ਸੁਹਾਵੇ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તેમનું મુખ સુંદર લાગે છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਤਿਨ ਸੂਖਿ ਬਿਹਾਵੈ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તેમની ઉંમર સુખમાં વીતે છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਤਿਨ ਆਤਮੁ ਜੀਤਾ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તે પોતે પોતાની જાતને જીતી લે છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਤਿਨ ਨਿਰਮਲ ਰੀਤਾ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તેમનું જીવન વિતાવવાની ની રીત પવિત્ર થઇ જાય છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਤਿਨ ਅਨਦ ਘਨੇਰੇ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે તેમને ખુશીઓ પ્રાપ્ત થાય છે
ਪ੍ਰਭ ਕਉ ਸਿਮਰਹਿ ਬਸਹਿ ਹਰਿ ਨੇਰੇ ॥
જે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે પ્રભુ ની ખુશામત માં રહે છે
ਸੰਤ ਕ੍ਰਿਪਾ ਤੇ ਅਨਦਿਨੁ ਜਾਗਿ ॥
સંતો ની કૃપાથી જ દરેક ક્ષણ પ્રભુની પ્રભુના શરણમાં જાગૃતિ માં વીતાવે છે
ਨਾਨਕ ਸਿਮਰਨੁ ਪੂਰੈ ਭਾਗਿ ॥੬॥
હે નાનક! સ્મરણનું દાન ખૂબ જ કિસ્મતવાળા ને મળે છે ।।૬।।
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਕਾਰਜ ਪੂਰੇ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી મનુષ્યના બધાં કામ પૂરાં થઈ જાય છે
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਕਬਹੁ ਨ ਝੂਰੇ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી મનુષ્ય આવશ્યકતાઓને આધીન નથી રહેતો અને ક્યારેય ચિંતાઓને વશ નથી થતો
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਹਰਿ ਗੁਨ ਬਾਨੀ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી મનુષ્ય અકાલ પુરખ ના ગુણ ઉચ્ચારે છે
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਸਹਜਿ ਸਮਾਨੀ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી મનુષ્યને તેની મહિમા ની આદત પડી જાય છે અને સહજ અવસ્થા માં ટકી રહે છે
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਨਿਹਚਲ ਆਸਨੁ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી મનુષ્યના મનનું આસન ડોલતું નથી
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਕਮਲ ਬਿਗਾਸਨੁ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી તેનું હૃદય કમળ ફૂલની માફક ખીલી જાય છે
ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਅਨਹਦ ਝੁਨਕਾਰ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી મનુષ્યની અંદર એક-રસ સંગીત જેવું થઇ જાય છે
ਸੁਖੁ ਪ੍ਰਭ ਸਿਮਰਨ ਕਾ ਅੰਤੁ ਨ ਪਾਰ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી જે સુખ ઉપજે છે તે ક્યારેય ખતમ નથી થતું
ਸਿਮਰਹਿ ਸੇ ਜਨ ਜਿਨ ਕਉ ਪ੍ਰਭ ਮਇਆ ॥
તે જ મનુષ્ય પ્રભુનું સ્મરણ કરે છે જેની ઉપર પ્રભુ ની મહેર થઇ છે
ਨਾਨਕ ਤਿਨ ਜਨ ਸਰਨੀ ਪਇਆ ॥੭॥
હે નાનક! કોઈ ભાગ્યશાળી તેનું સ્મરણ કરવાવાળા માણસો ની શરણ પડે છે ।।૭।।
ਹਰਿ ਸਿਮਰਨੁ ਕਰਿ ਭਗਤ ਪ੍ਰਗਟਾਏ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી ભક્તો જગતમાં મશહૂર થઈ જાય છે
ਹਰਿ ਸਿਮਰਨਿ ਲਗਿ ਬੇਦ ਉਪਾਏ ॥
પ્રભુ સ્મરણ માં જોડાઈને ઋષિઓએ વેદ વગેરે ધર્મ પુસ્તકો ની રચના કરી
ਹਰਿ ਸਿਮਰਨਿ ਭਏ ਸਿਧ ਜਤੀ ਦਾਤੇ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી જ મનુષ્ય સિદ્ધ બની ગયો જતી બની ગયો દાતા બની ગયો
ਹਰਿ ਸਿਮਰਨਿ ਨੀਚ ਚਹੁ ਕੁੰਟ ਜਾਤੇ ॥
પ્રભુનું સ્મરણ કરવાની મહેરબાનીથી નીચ મનુષ્ય પણ આખા સંસારમાં પ્રગટ થઈ ગયો
ਹਰਿ ਸਿਮਰਨਿ ਧਾਰੀ ਸਭ ਧਰਨਾ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી આખી ધરતી ને આશ્રય મળેલો છે
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਹਰਿ ਕਾਰਨ ਕਰਨਾ ॥
એટલે, એ ભાઈ! જગતના કર્તા પ્રભુને સદા સ્મરણ કર
ਹਰਿ ਸਿਮਰਨਿ ਕੀਓ ਸਗਲ ਅਕਾਰਾ ॥
પ્રભુનું સ્મરણ કરવા માટે જ આ જગત બનાવ્યું છે
ਹਰਿ ਸਿਮਰਨ ਮਹਿ ਆਪਿ ਨਿਰੰਕਾਰਾ ॥
જ્યાં પ્રભુ સ્મરણ છે ત્યાં નિરંકાર સ્વયં વસે છે
ਕਰਿ ਕਿਰਪਾ ਜਿਸੁ ਆਪਿ ਬੁਝਾਇਆ ॥
પ્રભુએ મહેર કરીને જે મનુષ્યને સ્મરણ કરવાની સમજ આપી છે
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਸਿਮਰਨੁ ਤਿਨਿ ਪਾਇਆ ॥੮॥੧॥
હે નાનક! તે મનુષ્ય ગુરુ દ્વારા સ્મરણનું દાન પ્રાપ્ત કરે છે ।।૮।।
ਸਲੋਕੁ ॥
શ્લોક।।
ਦੀਨ ਦਰਦ ਦੁਖ ਭੰਜਨਾ ਘਟਿ ਘਟਿ ਨਾਥ ਅਨਾਥ ॥
દુખિયાનો દર્દ અને દુઃખોનો નાશ કરવાવાળા હે પ્રભુ! હે દરેક શરીરમાં વ્યાપક હરિ! હે અનાથના નાથ!
ਸਰਣਿ ਤੁਮ੍ਹ੍ਹਾਰੀ ਆਇਓ ਨਾਨਕ ਕੇ ਪ੍ਰਭ ਸਾਥ ॥੧॥
હે પ્રભુ ગુરુનાનક નો હાથ પકડ કે હું તારી શરણ આવ્યો છું ।।૧।।