ਸਰਮ ਖੰਡ ਕੀ ਬਾਣੀ ਰੂਪੁ ॥
શ્રમની અવસ્થા ની બનાવટ સુંદર છે આ અવસ્થામાં મન દિવસે દિવસે ખૂબસૂરત બનવાનું શરુ થઇ જાય છે
ਤਿਥੈ ਘਾੜਤਿ ਘੜੀਐ ਬਹੁਤੁ ਅਨੂਪੁ ॥
આ અવસ્થામાં નવા ઘાટને કારણે મન ખુબ જ સુંદર ઘાટ લઈ લે છે
ਤਾ ਕੀਆ ਗਲਾ ਕਥੀਆ ਨਾ ਜਾਹਿ ॥ ਜੇ ਕੋ ਕਹੈ ਪਿਛੈ ਪਛੁਤਾਇ ॥
તે અવસ્થામાં તે અવસ્થા નું બયાન કરી ન શકાય, જો કોઈ મનુષ્ય બયાન કરવા જાય તો પાછળથી પસ્તાય છે કારણ કે તે બયાન કરવામાં અસમર્થ રહે છે
ਤਿਥੈ ਘੜੀਐ ਸੁਰਤਿ ਮਤਿ ਮਨਿ ਬੁਧਿ ॥
તે મહેનતવાળી અવસ્થામાં મનુષ્ય ની બુદ્ધિનો ઘાટ ઘડાય છે ભાવ શ્રુતિ અને મતિ ઊંચી થઈ જાય છે
ਤਿਥੈ ਘੜੀਐ ਸੁਰਾ ਸਿਧਾ ਕੀ ਸੁਧਿ ॥੩੬॥
મનમાં જાગૃતિ પેદા થઈ જાય છે શ્રમ ખંડમાં દેવતાઓ અને સિધ્ધો વાળી બુદ્ધિ મનુષ્યની અંદર થઈ જાય છે ।।૩૬।।
ਕਰਮ ਖੰਡ ਕੀ ਬਾਣੀ ਜੋਰੁ ॥
પરમાત્માની બક્ષિસ કર્મ અવસ્થા ની બનાવટ બળ છે, જ્યારે મનુષ્યની ઉપર અકાલ પુરુષ ની મહેર ની નજર થઈ જાય છે તો તેની અંદર એવું બળ પેદા થઈ જાય છે કે વિષય વિકાર તેના ઉપર પોતાનો પ્રભાવ નથી નાંખી શકતા
ਤਿਥੈ ਹੋਰੁ ਨ ਕੋਈ ਹੋਰੁ ॥
કારણ કે આ અવસ્થામાં મનુષ્યની અંદર અકાલ પુરુષ વગર કોઈ બીજુ રહેતું જ નથી
ਤਿਥੈ ਜੋਧ ਮਹਾਬਲ ਸੂਰ ॥
આ અવસ્થામાં મહાબલી યોદ્ધા અને સૂરમાઓ છે
ਤਿਨ ਮਹਿ ਰਾਮੁ ਰਹਿਆ ਭਰਪੂਰ ॥
જેના રોમ રોમમાં અકાલ પુરખ વસી રહ્યો હોય છે
ਤਿਥੈ ਸੀਤੋ ਸੀਤਾ ਮਹਿਮਾ ਮਾਹਿ ॥
આ અવસ્થામાં પહોંચેલા મનુષ્યનું મન સંપૂર્ણ રીતે અકાલ પુરુષની મહિમા માં પરોવાયેલું રહે છે
ਤਾ ਕੇ ਰੂਪ ਨ ਕਥਨੇ ਜਾਹਿ ॥
તેમના શરીરમાં સોનાની ચમક થઈ જાય છે તેમનું સુંદર રૂપ નું વર્ણન ન થઈ શકે
ਨਾ ਓਹਿ ਮਰਹਿ ਨ ਠਾਗੇ ਜਾਹਿ ॥
આ અવસ્થામાં મનમાં અકાલ પુરુષ જ વસે છે અને તેનું મૃત્યુ નથી થતું અને માયાથી તે ઠગાઈ નથી જતો
ਜਿਨ ਕੈ ਰਾਮੁ ਵਸੈ ਮਨ ਮਾਹਿ ॥
જેના મનમાં રામ વસે છે
ਤਿਥੈ ਭਗਤ ਵਸਹਿ ਕੇ ਲੋਅ ॥
ત્યાં એ લોકમાં ભક્તજન વસે છે
ਕਰਹਿ ਅਨੰਦੁ ਸਚਾ ਮਨਿ ਸੋਇ ॥
તે હંમેશા આનંદમાં રહે છે તેમના મનમાં પરમાત્મા વસે છે
ਸਚ ਖੰਡਿ ਵਸੈ ਨਿਰੰਕਾਰੁ ॥
સત્ય ખંડમાં અકાલ પુરખની સાથે એકરૂપ અવસ્થામાં મનુષ્યની અંદર અકાલ પુરખ સ્વયં નિવાસ કરે છે
ਕਰਿ ਕਰਿ ਵੇਖੈ ਨਦਰਿ ਨਿਹਾਲ ॥
જે સૃષ્ટિના રચનાકાર ની મહેર ની નજરથી તેની સંભાળ કરે છે
ਤਿਥੈ ਖੰਡ ਮੰਡਲ ਵਰਭੰਡ ॥ ਜੇ ਕੋ ਕਥੈ ਤ ਅੰਤ ਨ ਅੰਤ ॥
આ અવસ્થામાં અકાલ પુરખની સાથે એકરૂપ થવાની અવસ્થામાં મનુષ્યને અસંખ્ય ખંડ મંડળ અને અસંખ્ય બ્રહ્માંડ દેખાય છે
ਤਿਥੈ ਲੋਅ ਲੋਅ ਆਕਾਰ ॥
આ અવસ્થામાં અસંખ્ય આકારના ભુવન દેખાવા લાગે છે
ਜਿਵ ਜਿਵ ਹੁਕਮੁ ਤਿਵੈ ਤਿਵ ਕਾਰ ॥
તેવી જ રીતે તેનો કાર્ય અને વ્યવહાર ચાલતો રહે છે જેવી રીતે અકાલ પુરખ નો હુકમ થાય છે
ਵੇਖੈ ਵਿਗਸੈ ਕਰਿ ਵੀਚਾਰੁ ॥
અકાલ પુરખ બધા જીવોને સંભાળ રાખે છે અને ખુશ થાય છે
ਨਾਨਕ ਕਥਨਾ ਕਰੜਾ ਸਾਰੁ ॥੩੭॥
હે નાનક! આ અવસ્થાનું વર્ણન કરવું ખુબ જ મુશ્કિલ છે ।।૩૭।।
ਜਤੁ ਪਾਹਾਰਾ ਧੀਰਜੁ ਸੁਨਿਆਰੁ ॥
જેમ સોની ધૈર્ય પૂર્વક સોના ઉપર હથોડા મારે છે
ਅਹਰਣਿ ਮਤਿ ਵੇਦੁ ਹਥੀਆਰੁ ॥
તેવી રીતે જ્ઞાન, ઇન્દ્રિયોના વિકારો ઉપર હથોડા મારે છે
ਭਉ ਖਲਾ ਅਗਨਿ ਤਪ ਤਾਉ ॥
જો અકાલ પુરુષ નો ડર તુંબડી હોય મહેનત આગ હોય પ્રેમની કોદાળી હોય તો
ਭਾਂਡਾ ਭਾਉ ਅੰਮ੍ਰਿਤੁ ਤਿਤੁ ਢਾਲਿ ॥
તે કોદાળી અકાલ પુરખના અમૃત સાથે ગળાવી નાખો
ਘੜੀਐ ਸਬਦੁ ਸਚੀ ਟਕਸਾਲ ॥
કારણ કે એવી સાચી ટંકશાળમાં ગુરુ ના શબ્દો ના ઘાટ ઘડાય છે
ਜਿਨ ਕਉ ਨਦਰਿ ਕਰਮੁ ਤਿਨ ਕਾਰ ॥
આ કાર્ય વ્યવહાર તે મનુષ્યના છે જેના ઉપર મહેર છે
ਨਾਨਕ ਨਦਰੀ ਨਦਰਿ ਨਿਹਾਲ ॥੩੮॥
હે નાનક! તે મનુષ્ય અકાલ પુરખ ની કૃપાદ્રષ્ટિ થી નિહાલ થઈ જાય છે ।।૩૮।।
ਸਲੋਕੁ ॥
શ્લોક
ਪਵਣੁ ਗੁਰੂ ਪਾਣੀ ਪਿਤਾ ਮਾਤਾ ਧਰਤਿ ਮਹਤੁ ॥
પ્રાણ શરીરમાં એવી રીતે છે જેવી રીતે ગુરુ જીવાત્મા માટે છે પાણી બધા જીવોના બાપ છે અને ધરતી બધા જીવોની માં છે
ਦਿਵਸੁ ਰਾਤਿ ਦੁਇ ਦਾਈ ਦਾਇਆ ਖੇਲੈ ਸਗਲ ਜਗਤੁ ॥
દિવસ અને રાત બંને રમત રમવાડવા વાળા છે અને આખો સંસાર રમત રમી રહ્યો છે સંસારના બધાં જ જીવોરાત્રે સુવામાં અને દિવસે કાર્ય વ્યવહાર કરવામાં પારખવામાં આવે છે
ਚੰਗਿਆਈਆ ਬੁਰਿਆਈਆ ਵਾਚੈ ਧਰਮੁ ਹਦੂਰਿ ॥
ધર્મરાજ અકાલ પુરુષ ની જી હજુરી માં કરેલા સાચાં કામો નો વિચાર કરે છે
ਕਰਮੀ ਆਪੋ ਆਪਣੀ ਕੇ ਨੇੜੈ ਕੇ ਦੂਰਿ ॥
પોત-પોતાના કરેલા કર્મોનેઅનુસાર જીવ અકાલ પુરુષ ની નજીક થઈ જાય છે અને ઘણાં અકાલ પુરુષ થી દૂર થઈ જાય છે
ਜਿਨੀ ਨਾਮੁ ਧਿਆਇਆ ਗਏ ਮਸਕਤਿ ਘਾਲਿ ॥
જે મનુષ્ય એ એમનું ધ્યાન ધર્યું એ મેહનત થી સફળ થઇ ગયા
ਨਾਨਕ ਤੇ ਮੁਖ ਉਜਲੇ ਕੇਤੀ ਛੁਟੀ ਨਾਲਿ ॥੧॥
હે નાનક! જે મનુષ્યે અકાલ પુરુષ ના નામનું સ્મરણ કર્યું છે તે પોતાની મહેનત સફળ કરી ગયા છે ।।૧।।
ਸੋ ਦਰੁ ਰਾਗੁ ਆਸਾ ਮਹਲਾ ੧
આશા રાગ દરવાજો, મહેલ ૧
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
અકાલ પુરુષ એક છે જેનું નામ ‘અસ્તિત્વ વાળો’ છે
ਸੋ ਦਰੁ ਤੇਰਾ ਕੇਹਾ ਸੋ ਘਰੁ ਕੇਹਾ ਜਿਤੁ ਬਹਿ ਸਰਬ ਸਮਾਲੇ ॥
હે પ્રભુ! તારું તે ઘર અને તે ઘરનો તે દરવાજો ઘણો જ આશ્ચર્યજનક છે જ્યાં બેસીને તું બધાં જ જીવો ની સંભાળ કરી રહ્યો છે
ਵਾਜੇ ਤੇਰੇ ਨਾਦ ਅਨੇਕ ਅਸੰਖਾ ਕੇਤੇ ਤੇਰੇ ਵਾਵਣਹਾਰੇ ॥
તારી આ રચેલી કુદરતમાં કેટલાંય વાજિંત્ર છે અને કેટલાંય વગાડનાર છે
ਕੇਤੇ ਤੇਰੇ ਰਾਗ ਪਰੀ ਸਿਉ ਕਹੀਅਹਿ ਕੇਤੇ ਤੇਰੇ ਗਾਵਣਹਾਰੇ ॥
કેટલાંય તારા રાગ રાગિણી કેટલાંય તારા ગુણગાન ગાવા વાળા
ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਪਵਣੁ ਪਾਣੀ ਬੈਸੰਤਰੁ ਗਾਵੈ ਰਾਜਾ ਧਰਮੁ ਦੁਆਰੇ ॥
હે નિરંકાર! પવન પાણી અગ્નિ આ બધાં તત્વો તારા ગુણગાન કરી રહ્યા છે તારી મરજી માં ચાલી રહ્યા છે ધર્મરાજ તારાં દરવાજા ઉપર ઊભા રહીને તારી સ્તુતિ કરી રહ્યા છે
ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਚਿਤੁ ਗੁਪਤੁ ਲਿਖਿ ਜਾਣਨਿ ਲਿਖਿ ਲਿਖਿ ਧਰਮੁ ਬੀਚਾਰੇ ॥
ચિત્રગુપ્ત પણ જીવનના સારા-ખરાબ કર્મો લખીને જાણે છે અનેતેમનું લખેલું ધર્મરાજ વિચારે છે નેતે તારી મહત્તાના ગુણગાન કરી રહ્યા છે
ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਈਸਰੁ ਬ੍ਰਹਮਾ ਦੇਵੀ ਸੋਹਨਿ ਤੇਰੇ ਸਦਾ ਸਵਾਰੇ ॥
હે અકાલ પુરખ! અનેક દેવીઓ, શિવ અને બ્રહ્મા જેને તે સજાવ્યા છે તે હંમેશા તારા દરવાજા ઉપર શોભાયમાન થઈ ને તારા ગીત ગાઈ રહ્યા છે તારા ગુણ ગાન કરી રહ્યા છે
ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਇੰਦ੍ਰ ਇੰਦ੍ਰਾਸਣਿ ਬੈਠੇ ਦੇਵਤਿਆ ਦਰਿ ਨਾਲੇ ॥
ઈન્દ્રદેવ ઇન્દ્રાસન ઉપર દેવતાઓની સભામાં બેસી ને તારા ગુણગાન ગાઈ રહ્યા છે
ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਸਿਧ ਸਮਾਧੀ ਅੰਦਰਿ ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਸਾਧ ਬੀਚਾਰੇ ॥
સિદ્ધપુરુષો સમાધિ લગાડીને તારા ગુણગાન ગાઈ રહ્યા છે અને સાધુ તે સાંભળીને વિચારમાં પડી ગયા છે.