ਗਾਵੈ ਕੋ ਵੇਖੈ ਹਾਦਰਾ ਹਦੂਰਿ ॥
કોઈ કહે છે કે નહીં નજીક લાગે છે અને દરેક જગ્યાએ હાજર છે બધાંને તે દેખાઈ રહ્યો છે
ਕਥਨਾ ਕਥੀ ਨ ਆਵੈ ਤੋਟਿ ॥
પણ પરમાત્માનાં ના વર્ણન કરવામાં ક્યારેય કમી નથી આવી શકી
ਕਥਿ ਕਥਿ ਕਥੀ ਕੋਟੀ ਕੋਟਿ ਕੋਟਿ ॥
કરોડો જીવોએ અંતહીન વખત પરમાત્માનું વર્ણન કર્યું છે
ਦੇਦਾ ਦੇ ਲੈਦੇ ਥਕਿ ਪਾਹਿ ॥
દાતાર પરમેશ્વર બધાં જીવોને દેતો જ રહે છે અને જીવ લઈ લઈને થાકી જાય છે
ਜੁਗਾ ਜੁਗੰਤਰਿ ਖਾਹੀ ਖਾਹਿ ॥
જીવ હંમેશા તેનો ઉપયોગ કરતો જ રહે છે
ਹੁਕਮੀ ਹੁਕਮੁ ਚਲਾਏ ਰਾਹੁ ॥
પરમાત્મા નો હુકમ જ સંસારમાં ચાલતો રહ્યો છે
ਨਾਨਕ ਵਿਗਸੈ ਵੇਪਰਵਾਹੁ ॥੩॥
હે નાનક! તે સદાય લાપરવાહ અને પ્રસન્ન છે
ਸਾਚਾ ਸਾਹਿਬੁ ਸਾਚੁ ਨਾਇ ਭਾਖਿਆ ਭਾਉ ਅਪਾਰੁ ॥
અકાલ પુરખ સદા સ્થિર રહેવા વાળો છે તેનો નિયમ સદાય અટલ છે
ਆਖਹਿ ਮੰਗਹਿ ਦੇਹਿ ਦੇਹਿ ਦਾਤਿ ਕਰੇ ਦਾਤਾਰੁ ॥
તેની બોલી પ્રેમ છે અને તે બેઅંત છે આપણે બધાં તેની પાસે માંગતા રહીએ છીએ અને કહીએ છીએ કે હે હરિ! તુ અમને આપ
ਫੇਰਿ ਕਿ ਅਗੈ ਰਖੀਐ ਜਿਤੁ ਦਿਸੈ ਦਰਬਾਰੁ ॥
આપણે શું ભેટ તે અકાલ પુરખ ને સામે રાખીએ જેથી કરીને આપણને તેનો દરબાર દેખાઈ જાય
ਮੁਹੌ ਕਿ ਬੋਲਣੁ ਬੋਲੀਐ ਜਿਤੁ ਸੁਣਿ ਧਰੇ ਪਿਆਰੁ ॥
આપણે મોઢાથી કયા વચન કહીએ કે જે સાંભળીને હરિ આપણને પ્રેમ કરવા લાગે
ਅੰਮ੍ਰਿਤ ਵੇਲਾ ਸਚੁ ਨਾਉ ਵਡਿਆਈ ਵੀਚਾਰੁ ॥
જ્યારે સૂર્ય ઉગવાનો સમય હોય ત્યારે નામ સ્મરણ કરો અને તેની મહિમા ના વિચાર કરો
ਕਰਮੀ ਆਵੈ ਕਪੜਾ ਨਦਰੀ ਮੋਖੁ ਦੁਆਰੁ ॥
પ્રભુ ની મહેર થી પ્રેમનાં પટોળામળે છે તેની કૃપા દ્રષ્ટિ માં જૂઠની દિવાલથી મુક્તિ મળે છે તેમજ ઈશ્વરના દરવાજે જગ્યા મળે છે
ਨਾਨਕ ਏਵੈ ਜਾਣੀਐ ਸਭੁ ਆਪੇ ਸਚਿਆਰੁ ॥੪॥
હે નાનક! આવી રીતે સમજવામાં આવે છે કે અસ્તિત્વનો માલિક કાલ પુરુષ સર્વવ્યાપક છે ।।૪।।
ਥਾਪਿਆ ਨ ਜਾਇ ਕੀਤਾ ਨ ਹੋਇ ॥
તે અકાલ પુરખ માયાના પ્રભાવની બહાર છે કારણ કે તે પૂર્ણ સ્વયમ જ છે
ਆਪੇ ਆਪਿ ਨਿਰੰਜਨੁ ਸੋਇ ॥
તે ન તો પેદા થાય છે અને ના તે આપણાથી બનાવ્યો બનાવી શકાય છે
ਜਿਨਿ ਸੇਵਿਆ ਤਿਨਿ ਪਾਇਆ ਮਾਨੁ ॥
જે મનુષ્ય એ તે અકાલ પુરખનું સ્મરણ કર્યું તેણે આદર-સત્કાર પ્રાપ્ત કરી લીધો
ਨਾਨਕ ਗਾਵੀਐ ਗੁਣੀ ਨਿਧਾਨੁ ॥
હે નાનક! ચાલો આપણે પણ તેના ગુણના ખજાનાની મહિમા કરીએ
ਗਾਵੀਐ ਸੁਣੀਐ ਮਨਿ ਰਖੀਐ ਭਾਉ ॥
ચાલો આપણે તે અકાલ પુરખ ના ગુણગાન ગાઈએ અને સાંભળીએ અને આપણા મનમાં તેના માટે પ્રેમસ્થિર કરીએ
ਦੁਖੁ ਪਰਹਰਿ ਸੁਖੁ ਘਰਿ ਲੈ ਜਾਇ ॥
જે મનુષ્ય તેના પ્રેમનોઆહાર કરે છે તે દુઃખ દૂર કરીને સુખને હૃદયમાં વસાવી લે છે
ਗੁਰਮੁਖਿ ਨਾਦੰ ਗੁਰਮੁਖਿ ਵੇਦੰ ਗੁਰਮੁਖਿ ਰਹਿਆ ਸਮਾਈ ॥
પરમાત્માનું નામ અને જ્ઞાન સદગુરૂ દ્વારા પ્રાપ્ત થાય છે ગુરુ દ્વારા જ આપણને કે પ્રતીતિ થાય છે કે તે સર્વવ્યાપક છે
ਗੁਰੁ ਈਸਰੁ ਗੁਰੁ ਗੋਰਖੁ ਬਰਮਾ ਗੁਰੁ ਪਾਰਬਤੀ ਮਾਈ ॥
સદગુરુ આપણા માટે શિવ છે સદગુરુ જ આપણા માટે ગોરખ અને બ્રહ્મા છે અને સદગુરુ જ આપણા માટે પાર્વતી માં છે
ਜੇ ਹਉ ਜਾਣਾ ਆਖਾ ਨਾਹੀ ਕਹਣਾ ਕਥਨੁ ਨ ਜਾਈ ॥
જો હું અકાલ પુરખ નો હુકમ સમજી પણ લઉં તો પણ તેનું વર્ણન નથી કરી શકતો
ਗੁਰਾ ਇਕ ਦੇਹਿ ਬੁਝਾਈ ॥
અકાલ પુરખના હુકમનું કથન કરી ન શકાય
ਸਭਨਾ ਜੀਆ ਕਾ ਇਕੁ ਦਾਤਾ ਸੋ ਮੈ ਵਿਸਰਿ ਨ ਜਾਈ ॥੫॥
હે સદગુરુ! હું તારી સામે અરદાસ કરું છું કે મને એવી સમજ આપ કે જે બધાં જ જીવો ના દાતા પરમાત્મા પરમેશ્વર ને હું ક્યારેય ન ભૂલું ।।૫।
ਤੀਰਥਿ ਨਾਵਾ ਜੇ ਤਿਸੁ ਭਾਵਾ ਵਿਣੁ ਭਾਣੇ ਕਿ ਨਾਇ ਕਰੀ ॥
હું તીર્થ પર જઈને સ્નાન કરવું અને એમ કરીને પરમાત્માને ખુશ કરી શકું પણ જો આવી રીતે પરમાત્મા ખુશ ન થાય તો હું સ્નાન કરીને શું મેળવી લઈશ?
ਜੇਤੀ ਸਿਰਠਿ ਉਪਾਈ ਵੇਖਾ ਵਿਣੁ ਕਰਮਾ ਕਿ ਮਿਲੈ ਲਈ ॥
ઈશ્વરે જે પેદા કરી છે તે દુનિયા હું જોઉં છું તેમાં પરમાત્માની કૃપા વગર કોઈને કાંઈ જ મળતું નથી કોઈ કાંઈ જ લઈ શકતું નથી
ਮਤਿ ਵਿਚਿ ਰਤਨ ਜਵਾਹਰ ਮਾਣਿਕ ਜੇ ਇਕ ਗੁਰ ਕੀ ਸਿਖ ਸੁਣੀ ॥
જો સદગુરૂ ની એક પણ લીધેલી શીખ સાંભળવામાં આવે તો મનુષ્યની બુદ્ધિ ની અંદર રત્ન જવાહર અને મોતી ઉત્પન્ન થઈજાય છે
ਗੁਰਾ ਇਕ ਦੇਹਿ ਬੁਝਾਈ ॥
હે સદગુરુ! મને એવી સમજ આપો
ਸਭਨਾ ਜੀਆ ਕਾ ਇਕੁ ਦਾਤਾ ਸੋ ਮੈ ਵਿਸਰਿ ਨ ਜਾਈ ॥੬॥
હું તે અકાલ પુરખ ને ક્યારેય ના ભૂલી જાવ ।।૬।।
ਜੇ ਜੁਗ ਚਾਰੇ ਆਰਜਾ ਹੋਰ ਦਸੂਣੀ ਹੋਇ ॥
જો કોઈ મનુષ્ય ની ઉંમર ચાર યુગ જેટલી થઇ જાય ખાલી એટલું જ નહીં પણ તેની ઉંમર બીજી દસ ગણી થઈ જાય
ਨਵਾ ਖੰਡਾ ਵਿਚਿ ਜਾਣੀਐ ਨਾਲਿ ਚਲੈ ਸਭੁ ਕੋਇ ॥
અને આખા સંસારમાં તે પ્રગટ થઈ જાય અને દરેક મનુષ્ય તેની પાછળ ચાલવા લાગે
ਚੰਗਾ ਨਾਉ ਰਖਾਇ ਕੈ ਜਸੁ ਕੀਰਤਿ ਜਗਿ ਲੇਇ ॥
જો કોઈ મનુષ્ય ખૂબ જ નામ કમાઈ ને આખા સંસારમાં શોભાયમાન થઈ જાય
ਜੇ ਤਿਸੁ ਨਦਰਿ ਨ ਆਵਈ ਤ ਵਾਤ ਨ ਪੁਛੈ ਕੇ ॥
પણ અકાલ પુરખ ની મહેર ની નજરમાં ન આવી શક્યો તો તેની વાતને કોઈપણ પૂછતું નથી
ਕੀਟਾ ਅੰਦਰਿ ਕੀਟੁ ਕਰਿ ਦੋਸੀ ਦੋਸੁ ਧਰੇ ॥
એવું મનુષ્ય એક મામૂલી કીડા જેવો છે અને અકાલ પુરખ તેને દોષી કરાર આપે છે અને તેને દોષ લાગે છે
ਨਾਨਕ ਨਿਰਗੁਣਿ ਗੁਣੁ ਕਰੇ ਗੁਣਵੰਤਿਆ ਗੁਣੁ ਦੇ ॥
હે નાનક! તે અકાલ પુરખ ગુણહીન મનુષ્યમાં ગુણ પેદા કરી દે છે અને ગુણવાન જીવ ને ગુણ પણ તે જ આપે છે
ਤੇਹਾ ਕੋਇ ਨ ਸੁਝਈ ਜਿ ਤਿਸੁ ਗੁਣੁ ਕੋਇ ਕਰੇ ॥੭॥
એવું કોઈ બીજું નથી દેખાતું જે નિર્ગુણ જીવો ને ગુણ આપી શકે ।।૭।।
ਸੁਣਿਐ ਸਿਧ ਪੀਰ ਸੁਰਿ ਨਾਥ ॥
અકાલ પુરખના નામ માં ધ્યાન જોડવા વાળા સાધારણ મનુષ્ય પણ સિદ્ધ પીર અને દેવતાઓ અને નાથો વાળી પદવી પ્રાપ્ત કરી લે છે
ਸੁਣਿਐ ਧਰਤਿ ਧਵਲ ਆਕਾਸ ॥
અને તેઓને સમજાઈ જાય છે કે ધરતી અને આકાશ નો આશરો તે પ્રભુ જ છે
ਸੁਣਿਐ ਦੀਪ ਲੋਅ ਪਾਤਾਲ ॥
જે બધાં દ્વીપો ત્રણેય લોક અને પાતાળમાં વ્યાપક છે
ਸੁਣਿਐ ਪੋਹਿ ਨ ਸਕੈ ਕਾਲੁ ॥
એમની મહિમા સાંભળવાથી કાળ પણ ડરાવી શકતો નથી
ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥
હે નાનક! અકાલ પુરખના નામ માં ધ્યાન જોડવા વાળા ભક્ત જનોનુ હૃદય સદાય આનંદમાં રહે છે
ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੮॥
કારણ કે તેની મહિમા સાંભળવાથી મનુષ્યના દુખ અને પાપનો નાશ થાય છે ।।૮।।
ਸੁਣਿਐ ਈਸਰੁ ਬਰਮਾ ਇੰਦੁ ॥
અકાલ પુરખની મહિમા સાંભળવાથી સાધારણ મનુષ્ય શિવ બ્રહ્મા અને ઈન્દ્રની પદવી ને પ્રાપ્ત કરી લે છે
ਸੁਣਿਐ ਮੁਖਿ ਸਾਲਾਹਣ ਮੰਦੁ ॥
ખરાબ મનુષ્ય પણ મોઢેથી અકાલ પુરખની મહિમા કરવા લાગે તો સાધારણ બુદ્ધિવાળો પણ શરીરની અંદર ગહન સત્યના ભેદ જાણી લે છે
ਸੁਣਿਐ ਜੋਗ ਜੁਗਤਿ ਤਨਿ ਭੇਦ ॥
અકાલ પુરખની મહિમા સાંભળવાથી પ્રભુની સાથે મેળ કરવાની યુક્તિ તેને સમજાઈ જાય છે
ਸੁਣਿਐ ਸਾਸਤ ਸਿਮ੍ਰਿਤਿ ਵੇਦ ॥
અકાલ પુરખની મહિમા સાંભળવાથી શાસ્ત્ર શ્રુતિ અને વેદ ની સમજ આવી જાય છે
ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥
હે નાનક! અકાલ પુરખના નામની સાથે પ્રીત કરવાવાળા ભક્તજન ના હૃદય સદાય પ્રસન્ન જ રહે છે