ਤ੍ਰਿਪਤਿ ਨ ਆਵੈ ਮਾਇਆ ਪਾਛੈ ਪਾਵੈ ॥
માયા જમા કરતો જ જાય છે પણ તૃપ્ત નથી થતો
ਅਨਿਕ ਭੋਗ ਬਿਖਿਆ ਕੇ ਕਰੈ ॥
માયાની અનેક મોજ મનાવે છે પણ હૈયે ધર પત નથી થતી
ਨਹ ਤ੍ਰਿਪਤਾਵੈ ਖਪਿ ਖਪਿ ਮਰੈ ॥
ભોગ ની પાછળ દોડે છે અને ખૂબ જ દુઃખી થાય છે
ਬਿਨਾ ਸੰਤੋਖ ਨਹੀ ਕੋਊ ਰਾਜੈ ॥
જો અંદર સંતોષ ન હોય તો કોઈ પણ મનુષ્ય તૃપ્ત ન થઈ શકે
ਸੁਪਨ ਮਨੋਰਥ ਬ੍ਰਿਥੇ ਸਭ ਕਾਜੈ ॥
તેવી રીતે સંતોષ હીન મનુષ્ય બધા જ કામની ઇચ્છાઓ વ્યર્થ છે જેવી રીતે સપનાનો કોઈ લાભ નથી હોતો
ਨਾਮ ਰੰਗਿ ਸਰਬ ਸੁਖੁ ਹੋਇ ॥
પ્રભુના નામ ની મોજ માં જ બધા સુખ છે
ਬਡਭਾਗੀ ਕਿਸੈ ਪਰਾਪਤਿ ਹੋਇ
અને આ સુખ કોઈ પણ મોટા ભાગ્યશાળી ને જ મળે છે
ਕਰਨ ਕਰਾਵਨ ਆਪੇ ਆਪਿ ॥
જે પ્રભુ પોતે જ બધું જ કરે છે અને જીવો પાસે કરાવવા સમર્થ છે
ਸਦਾ ਸਦਾ ਨਾਨਕ ਹਰਿ ਜਾਪਿ ॥੫॥
હે નાનક!તે પ્રભુનું સદા સ્મરણ કર ।।૫।।
ਕਰਨ ਕਰਾਵਨ ਕਰਨੈਹਾਰੁ ॥
પ્રભુ પોતે જ બધું કરવાની યોગ્ય છે અને જીવો પાસે કરાવવા માટે સમર્થ છે
ਇਸ ਕੈ ਹਾਥਿ ਕਹਾ ਬੀਚਾਰੁ ॥
વિચાર કરીને જોઈ લે આ જીવના હાથમાં કંઈ જ નથી
ਜੈਸੀ ਦ੍ਰਿਸਟਿ ਕਰੇ ਤੈਸਾ ਹੋਇ ॥
પ્રભુ જેવી નજર તે મનુષ્ય ઉપર કરે છે તે તેવો જ બની જાય છે
ਆਪੇ ਆਪਿ ਆਪਿ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥
તે પ્રભુ સ્વયં જ છે
ਜੋ ਕਿਛੁ ਕੀਨੋ ਸੁ ਅਪਨੈ ਰੰਗਿ ॥
જે કાંઈ પણ તેને બનાવ્યું છે તે તેને તેણે પોતાની મોજ માં બનાવ્યું છે
ਸਭ ਤੇ ਦੂਰਿ ਸਭਹੂ ਕੈ ਸੰਗਿ ॥
બધાં જીવોના અંગેઅંગમાં તે જ છે અને બધાં થી અલગ પણ તે જ છે
ਬੂਝੈ ਦੇਖੈ ਕਰੈ ਬਿਬੇਕ ॥
તે બધું જ સમજે છે જુએ છે અને ઓળખે છે
ਆਪਹਿ ਏਕ ਆਪਹਿ ਅਨੇਕ ॥
પ્રભુ સ્વયં જ એક છે અને સ્વયં અનેક રૂપ ધારણ કરી રહેલા છે
ਮਰੈ ਨ ਬਿਨਸੈ ਆਵੈ ਨ ਜਾਇ ॥
તે ન તો ક્યારેય મરે છે અને ન તેનો વિનાશ છે તે ન તો પેદા થાય છે
ਨਾਨਕ ਸਦ ਹੀ ਰਹਿਆ ਸਮਾਇ ॥੬॥
હે નાનક! પ્રભુ હંમેશા પોતાની અંદર સ્થિર રહે છે ।।૬।।
ਆਪਿ ਉਪਦੇਸੈ ਸਮਝੈ ਆਪਿ ॥
તે સ્વયં જ શિક્ષા આપે છે અને સ્વયં જ તે શિક્ષણને સમજે છે
ਆਪੇ ਰਚਿਆ ਸਭ ਕੈ ਸਾਥਿ ॥
જગતની દરેક વસ્તુ તેણે બનાવેલી છે
ਆਪਿ ਕੀਨੋ ਆਪਨ ਬਿਸਥਾਰੁ ॥
પોતાનો વિસ્તાર તેણે ખુદ જ બનાવ્યો છે
ਸਭੁ ਕਛੁ ਉਸ ਕਾ ਓਹੁ ਕਰਨੈਹਾਰੁ ॥
આ બધું તેણે જ તો બનાવેલું છે
ਉਸ ਤੇ ਭਿੰਨ ਕਹਹੁ ਕਿਛੁ ਹੋਇ ॥
બતાવો તેનાથી અલગ કાંઈ હોઈ શકે ખરું?
ਥਾਨ ਥਨੰਤਰਿ ਏਕੈ ਸੋਇ ॥
દરેક જગ્યાએ તે પ્રભુ પોતે જ મોજુદ છે
ਅਪੁਨੇ ਚਲਿਤ ਆਪਿ ਕਰਣੈਹਾਰ ॥
અને પોતાનો ખેલ પોતે જ કરવા લાયક છે
ਕਉਤਕ ਕਰੈ ਰੰਗ ਆਪਾਰ ॥
અનંત રંગોના દેખાડો કરે છે
ਮਨ ਮਹਿ ਆਪਿ ਮਨ ਅਪੁਨੇ ਮਾਹਿ ॥
જીવના મનની અંદર સ્વયં વસે છે જીવને પોતાના મનમાં વસાવીને બેઠો છે
ਨਾਨਕ ਕੀਮਤਿ ਕਹਨੁ ਨ ਜਾਇ ॥੭॥
હે નાનક! તેનું મૂલ્ય ક્યારેય ન બતાવી શકાય ।।૭।।
ਸਤਿ ਸਤਿ ਸਤਿ ਪ੍ਰਭੁ ਸੁਆਮੀ ॥
બધાંનો માલિક પ્રભુ હંમેશા કાયમ રહેવા વાળો છે
ਗੁਰ ਪਰਸਾਦਿ ਕਿਨੈ ਵਖਿਆਨੀ ॥
ગુરુની મહેરબાનીથી કોઈ વિરલાએ જ આ વાત કહી છે
ਸਚੁ ਸਚੁ ਸਚੁ ਸਭੁ ਕੀਨਾ ॥
જે કાંઈ પણ તેને બનાવ્યું છે તે સંપૂર્ણ છે અધૂરું નથી
ਕੋਟਿ ਮਧੇ ਕਿਨੈ ਬਿਰਲੈ ਚੀਨਾ ॥
આ વાત કરોડમાંથી કોઈ વિરલા એ જ આ વાત જાણી છે
ਭਲਾ ਭਲਾ ਭਲਾ ਤੇਰਾ ਰੂਪ ॥
હે અત્યંત સુંદર અનંત અને બેમિસાલ પ્રભુ!
ਅਤਿ ਸੁੰਦਰ ਅਪਾਰ ਅਨੂਪ ॥
તારું રૂપ કેટલુ સુંદર, અનંત, અનુપમ છે
ਨਿਰਮਲ ਨਿਰਮਲ ਨਿਰਮਲ ਤੇਰੀ ਬਾਣੀ ॥
તારી બોલી કેટલી શુદ્ધ અને મીઠી છે
ਘਟਿ ਘਟਿ ਸੁਨੀ ਸ੍ਰਵਨ ਬਖ੍ਯ੍ਯਾਣੀ ॥
અને જીભ તેને ઉચ્ચારણ કરી રહી છે; દરેક શરીરના કાનો દ્વારા સાંભળી શકાય છે દરેક શરીરમાં તું ખુદ જ બોલી રહ્યો છે
ਪਵਿਤ੍ਰ ਪਵਿਤ੍ਰ ਪਵਿਤ੍ਰ ਪੁਨੀਤ ॥
તું શુદ્ધ અને પવિત્ર થઈ જઈશ
ਨਾਮੁ ਜਪੈ ਨਾਨਕ ਮਨਿ ਪ੍ਰੀਤਿ ॥੮॥੧੨॥
હે નાનક! એવા પ્રભુ ના નામની પ્રીતિને મનમાં જપતો રહે ।।૮।।૧૨।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਸੰਤ ਸਰਨਿ ਜੋ ਜਨੁ ਪਰੈ ਸੋ ਜਨੁ ਉਧਰਨਹਾਰ ॥
જે મનુષ્ય સંતોની શરણ પડે છે તે માયાના બંધનથી બચી જાય છે
ਸੰਤ ਕੀ ਨਿੰਦਾ ਨਾਨਕਾ ਬਹੁਰਿ ਬਹੁਰਿ ਅਵਤਾਰ ॥੧॥
પણ હે નાનક! સંતોની નિંદા કરવા વાળા ને વારંવાર પેદા થવું પડે છે ।।૧।।
ਅਸਟਪਦੀ ॥
અષ્ટપદી ।।
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਆਰਜਾ ਘਟੈ ॥
સંતની નિંદા કરવાથી મનુષ્યનું જીવન વ્યર્થ જ નીકળી જાય છે
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਜਮ ਤੇ ਨਹੀ ਛੁਟੈ ॥
કારણ કે સંતની નિંદા કરવાથી યમ થી બચી નથી શકતા
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਸੁਖੁ ਸਭੁ ਜਾਇ ॥
સંતની નિંદા કરવાથી બધા જ સુખનો નાશ થઈ જાય છે
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਨਰਕ ਮਹਿ ਪਾਇ ॥
અને મનુષ્ય દુઃખના નરકમાં પડી જાય છે
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਮਤਿ ਹੋਇ ਮਲੀਨ ॥
સંતની નિંદા કરવાથી મનુષ્યની બુદ્ધિ મેલી થઈ જાય છે
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਸੋਭਾ ਤੇ ਹੀਨ ॥
અને જગતમાં મનુષ્ય ની શોભા થી તે વંચિત રહી જાય છે
ਸੰਤ ਕੇ ਹਤੇ ਕਉ ਰਖੈ ਨ ਕੋਇ ॥
સંત જેની ધિક્કારે છે તે મનુષ્ય ની કોઈ પણ મનુષ્ય સહાયતા નથી
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਥਾਨ ਭ੍ਰਸਟੁ ਹੋਇ ॥
કરતા કારણ કે સંતની નિંદા કરવાથી હૃદય ગંદુ થઈ જાય છે
ਸੰਤ ਕ੍ਰਿਪਾਲ ਕ੍ਰਿਪਾ ਜੇ ਕਰੈ ॥
પણ જો કૃપાળુ સંતો પોતે જ કૃપા કરે તો
ਨਾਨਕ ਸੰਤਸੰਗਿ ਨਿੰਦਕੁ ਭੀ ਤਰੈ ॥੧॥
હે નાનક! સંત ની સંગતિ માં નિંદક પણ પાપોથી બચી જાય છે ।।૧।।
ਸੰਤ ਕੇ ਦੂਖਨ ਤੇ ਮੁਖੁ ਭਵੈ ॥
સંતની નિંદા કરવાથી નિંદકનો ચહેરો ભ્રષ્ટ થઈ જાય છે
ਸੰਤਨ ਕੈ ਦੂਖਨਿ ਕਾਗ ਜਿਉ ਲਵੈ ॥
સંતની નિંદા કરવાથી નિંદક બધી જગ્યાએ કાગડાની જેમ કાં કાં કરે છે નિંદાના વચન બોલતો ફરે છે
ਸੰਤਨ ਕੈ ਦੂਖਨਿ ਸਰਪ ਜੋਨਿ ਪਾਇ ॥
સંતની નિંદા કરવાથી ખોટા સ્વભાવવાળો બની જાય છે અને મનુષ્ય સાપ ની યોની માં પડે છે
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਤ੍ਰਿਗਦ ਜੋਨਿ ਕਿਰਮਾਇ ॥
સંતની નિંદા કરવાથી કૃમિ વગેરે નાની યોની માં ભટકતો રહે છે
ਸੰਤਨ ਕੈ ਦੂਖਨਿ ਤ੍ਰਿਸਨਾ ਮਹਿ ਜਲੈ ॥
સંતની નિંદા ને કારણે નિંદક તૃષ્ણાની આગમાંસળગતો રહે છે
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਸਭੁ ਕੋ ਛਲੈ ॥
સંતની નિંદા ને કારણે દરેક મનુષ્ય દરેક ને દગો દેતો ફરે છે
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਤੇਜੁ ਸਭੁ ਜਾਇ ॥
સંતની નિંદા કરવાથી બધું જ તેજ પ્રતાપ નષ્ટ થઇ જાય છે
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਨੀਚੁ ਨੀਚਾਇ ॥
સંતની નિંદા કરવાથી નિંદક મહા નીચ બની જાય છે
ਸੰਤ ਦੋਖੀ ਕਾ ਥਾਉ ਕੋ ਨਾਹਿ ॥
સંતની નિંદા કરવા વાળા ને કોઈ આશરો નથી રહેતો