ਆਪਨ ਖੇਲੁ ਆਪਿ ਵਰਤੀਜਾ ॥
જગતરૂપી પોતાનો ખેલ પ્રભુએ સ્વયં બનાવ્યો છે
ਨਾਨਕ ਕਰਨੈਹਾਰੁ ਨ ਦੂਜਾ ॥੧॥
હે નાનક! તેના વિના આ ખેલ ને બનાવવા વાળો બીજો કોઈ જ નથી ।।૧।।
ਜਬ ਹੋਵਤ ਪ੍ਰਭ ਕੇਵਲ ਧਨੀ ॥
જયારે પ્રભુ સ્વયં માલિક માત્ર હતા
ਤਬ ਬੰਧ ਮੁਕਤਿ ਕਹੁ ਕਿਸ ਕਉ ਗਨੀ ॥
ત્યારે કહો, કોને બંધનમાં ફસાયેલો અને કોને મુક્ત સમજવો ?
ਜਬ ਏਕਹਿ ਹਰਿ ਅਗਮ ਅਪਾਰ ॥
જયારે અગણિત અગમ પ્રભુ એક સ્વયં જ હતો
ਤਬ ਨਰਕ ਸੁਰਗ ਕਹੁ ਕਉਨ ਅਉਤਾਰ ॥
ત્યારે કહો નરકો અને સ્વર્ગોમાં આવવાવાળા ક્યા જીવો હતા
ਜਬ ਨਿਰਗੁਨ ਪ੍ਰਭ ਸਹਜ ਸੁਭਾਇ ॥
જયારે સહજ સ્વભાવવાળા પ્રભુ જ નિર્ગુણ હતા
ਤਬ ਸਿਵ ਸਕਤਿ ਕਹਹੁ ਕਿਤੁ ਠਾਇ ॥
ત્યારે કહો ક્યાં હતા જીવો અને ક્યાં હતી માયા?
ਜਬ ਆਪਹਿ ਆਪਿ ਅਪਨੀ ਜੋਤਿ ਧਰੈ ॥
જયારે પ્રભુ જ સ્વયં પોતાની જ્યોત જગાવીને બેઠા હતા
ਤਬ ਕਵਨ ਨਿਡਰੁ ਕਵਨ ਕਤ ਡਰੈ ॥
ત્યારે કોણ નીડર હતું ને કોણ કોનાથી ડરતું હતું?
ਆਪਨ ਚਲਿਤ ਆਪਿ ਕਰਨੈਹਾਰ ॥
એ પોતે જ પોતાની જ રમતમાં ખેલાડી છે
ਨਾਨਕ ਠਾਕੁਰ ਅਗਮ ਅਪਾਰ ॥੨॥
હે નાનક! અનંત પૂર્વજ અગમ અને અગણિત છે. ।।2।।
ਅਬਿਨਾਸੀ ਸੁਖ ਆਪਨ ਆਸਨ ॥
જ્યારે અકાળ પૂર્વજ પોતાની મસ્તીમાં પોતાના સ્વરુપમાં જ ટકીને બેઠા હતા
ਤਹ ਜਨਮ ਮਰਨ ਕਹੁ ਕਹਾ ਬਿਨਾਸਨ ॥
ત્યારે કહો જન્મવું અને મરવું અને મૃત્યુ ક્યાં બેઠું હતું
ਜਬ ਪੂਰਨ ਕਰਤਾ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥
જયારે કરનાર પૂર્ણ પ્રભુ સ્વયં પોતે જ હતા
ਤਬ ਜਮ ਕੀ ਤ੍ਰਾਸ ਕਹਹੁ ਕਿਸੁ ਹੋਇ ॥
ત્યારે કહો મૃત્યુ નો ડર કોને લાગી શકે છે?
ਜਬ ਅਬਿਗਤ ਅਗੋਚਰ ਪ੍ਰਭ ਏਕਾ ॥
જયારે અદ્રશ્ય અને અગોચર પ્રભુ એક સ્વયં પોતે જ હતા
ਤਬ ਚਿਤ੍ਰ ਗੁਪਤ ਕਿਸੁ ਪੂਛਤ ਲੇਖਾ ॥
ત્યારે ચિત્રગુપ્ત કોને લેખનો હિસાબ પૂછી શકતા હતા?
ਜਬ ਨਾਥ ਨਿਰੰਜਨ ਅਗੋਚਰ ਅਗਾਧੇ ॥
જયારે માલિક માયા રહિત અથાગ અગોચર સ્વયં જ હતા
ਤਬ ਕਉਨ ਛੁਟੇ ਕਉਨ ਬੰਧਨ ਬਾਧੇ ॥
તો કોણ માયાના બંધનોમાંથી મુક્ત હતું અને કોણ માયાના બંધનમાં બંધાયેલું હતું?
ਆਪਨ ਆਪ ਆਪ ਹੀ ਅਚਰਜਾ ॥
એ આશ્ચર્યજનકપ્રભુ સ્વયં પોતાના જેવો છે
ਨਾਨਕ ਆਪਨ ਰੂਪ ਆਪ ਹੀ ਉਪਰਜਾ ॥੩॥
હે નાનક પોતાનો આકાર એને સ્વયં ઉતપન્ન કર્યો છે. ।।3।।
ਜਹ ਨਿਰਮਲ ਪੁਰਖੁ ਪੁਰਖ ਪਤਿ ਹੋਤਾ ॥
જે અવસ્થામાં જીવોના માલિક નિર્મલ પ્રભુ સ્વયં જ હતા
ਤਹ ਬਿਨੁ ਮੈਲੁ ਕਹਹੁ ਕਿਆ ਧੋਤਾ ॥
ત્યાં તે મેલ વિનાના હતા તો કહો એને કયો મેલ ધોવાનો હતો?
ਜਹ ਨਿਰੰਜਨ ਨਿਰੰਕਾਰ ਨਿਰਬਾਨ ॥
જ્યાં નિર્મોહી, નિરાકાર અને નિર્વાણ પ્રભુ જ હતા
ਤਹ ਕਉਨ ਕਉ ਮਾਨ ਕਉਨ ਅਭਿਮਾਨ ॥
ત્યાં અહંકાર અને ઘમંડ કોને થવાના હતા?
ਜਹ ਸਰੂਪ ਕੇਵਲ ਜਗਦੀਸ ॥
જ્યાં કેવળ જગતના મલિક પ્રભુનું જ સ્વરૂપ હતું,
ਤਹ ਛਲ ਛਿਦ੍ਰ ਲਗਤ ਕਹੁ ਕੀਸ ॥
ત્યાં કહો લુચ્ચાઈ અને કપટ કોને લાગી શકતા હતા?
ਜਹ ਜੋਤਿ ਸਰੂਪੀ ਜੋਤਿ ਸੰਗਿ ਸਮਾਵੈ ॥
જયારે જ્યોતિરૂપ પ્રભુ પોતે જ જ્યોતિમાં લીન હતા
ਤਹ ਕਿਸਹਿ ਭੂਖ ਕਵਨੁ ਤ੍ਰਿਪਤਾਵੈ ॥
ત્યારે કોને માયાની ભૂખ લાગી શકતી હતી?
ਕਰਨ ਕਰਾਵਨ ਕਰਨੈਹਾਰੁ ॥
કરનાર ખુદ જ બધું કરવાવાળો અને જીવો પાસે કરાવનાર છે
ਨਾਨਕ ਕਰਤੇ ਕਾ ਨਾਹਿ ਸੁਮਾਰੁ ॥੪॥
હે નાનક! કરનારનો અંદાજો લગાવી શકાતો નથી. ।।4।।
ਜਬ ਅਪਨੀ ਸੋਭਾ ਆਪਨ ਸੰਗਿ ਬਨਾਈ ॥
જયારે પ્રભુએ પોતાની શોભા પોતાની સાથે જ બનાવી છે
ਤਬ ਕਵਨ ਮਾਇ ਬਾਪ ਮਿਤ੍ਰ ਸੁਤ ਭਾਈ ॥
તો માતા પિતા મિત્ર પુત્ર કે ભાઈ કોણ હતા?
ਜਹ ਸਰਬ ਕਲਾ ਆਪਹਿ ਪਰਬੀਨ ॥
જયારે અકાળ પૂર્વજ સ્વયં જ બધી તાકાતોમાં સમજદાર હતા
ਤਹ ਬੇਦ ਕਤੇਬ ਕਹਾ ਕੋਊ ਚੀਨ ॥
ત્યારે ક્યાં કોઈ વેદ અને કુરાનોં નું વિચારતા હતા
ਜਬ ਆਪਨ ਆਪੁ ਆਪਿ ਉਰਿ ਧਾਰੈ ॥
જયારે પ્રભુ સ્વયં જ પોતાને ખુદમાં ટકાવીને બેઠા હતા
ਤਉ ਸਗਨ ਅਪਸਗਨ ਕਹਾ ਬੀਚਾਰੈ ॥
ત્યારે શુકન અને અપશુકન વિષે કોણ વિચારતું હતું?
ਜਹ ਆਪਨ ਊਚ ਆਪਨ ਆਪਿ ਨੇਰਾ ॥
જયારે એ સ્વયં ઉચ્ચ આસાન આપીને રહે છે
ਤਹ ਕਉਨ ਠਾਕੁਰੁ ਕਉਨੁ ਕਹੀਐ ਚੇਰਾ ॥
ત્યારે કહો મલિક કોણ હતું અને સેવક કોણ હતું
ਬਿਸਮਨ ਬਿਸਮ ਰਹੇ ਬਿਸਮਾਦ ॥
જીવો તારી ગતિ શોધતા હેરાન થઇ ને આશ્ચર્યચકિત થઇ રહ્યા છે
ਨਾਨਕ ਅਪਨੀ ਗਤਿ ਜਾਨਹੁ ਆਪਿ ॥੫॥
નાનક કહે છે તું પોતાની ગતિ સ્વયં જ જાણે છે. ।।5।।
ਜਹ ਅਛਲ ਅਛੇਦ ਅਭੇਦ ਸਮਾਇਆ ॥
જે અચલ અછેદ અભેદ અવિનાશી પ્રભુ પોતાનામાં ટકી રહ્યા છે
ਊਹਾ ਕਿਸਹਿ ਬਿਆਪਤ ਮਾਇਆ ॥
ત્યાં કોઈને માયા સ્પર્શી શકે છે
ਆਪਸ ਕਉ ਆਪਹਿ ਆਦੇਸੁ ॥
જયારે પ્રભુ સ્વયં પોતાને જ નમસ્કાર કરે છે
ਤਿਹੁ ਗੁਣ ਕਾ ਨਾਹੀ ਪਰਵੇਸੁ ॥
માયાના ત્રણ ગુણોની એના પર કોઈ અસર થતી નથી
ਜਹ ਏਕਹਿ ਏਕ ਏਕ ਭਗਵੰਤਾ ॥
જયારે પ્રભુ સ્વયં પોતે એક જ હતા
ਤਹ ਕਉਨੁ ਅਚਿੰਤੁ ਕਿਸੁ ਲਾਗੈ ਚਿੰਤਾ ॥
ત્યારે કોણ બેફિકર હતું અને કોને કોઈ ચિંતા થતી હતી
ਜਹ ਆਪਨ ਆਪੁ ਆਪਿ ਪਤੀਆਰਾ ॥
જયારે સ્વયં પોતાને જ કહેવાવાળો પ્રભુ પોતે જ હતા
ਤਹ ਕਉਨੁ ਕਥੈ ਕਉਨੁ ਸੁਨਨੈਹਾਰਾ ॥
ત્યારે કોણ બોલતું હતું અને કોણ સાંભળવાવાળું હતું,
ਬਹੁ ਬੇਅੰਤ ਊਚ ਤੇ ਊਚਾ ॥
પ્રભુ બહુ ઉંચા ને અગણિત છે
ਨਾਨਕ ਆਪਸ ਕਉ ਆਪਹਿ ਪਹੂਚਾ ॥੬॥
હે નાનક પોતાના સુધી સ્વયં પોતે જ પહોચવાવાળા છે. ।।6।।
ਜਹ ਆਪਿ ਰਚਿਓ ਪਰਪੰਚੁ ਅਕਾਰੁ ॥
જયારે પ્રભુએ સ્વયં જગતના ખેલની રચના કરી છે
ਤਿਹੁ ਗੁਣ ਮਹਿ ਕੀਨੋ ਬਿਸਥਾਰੁ ॥
અને માયાના ત્રણ ગુણોને આધીન વિશ્વને બનાવ્યું
ਪਾਪੁ ਪੁੰਨੁ ਤਹ ਭਈ ਕਹਾਵਤ ॥
ત્યારે આ વાત ખુબ ચાલી હતી કે આ પાપ છે અને આ પુણ્ય છે