ਤਾ ਕਉ ਰਾਖਤ ਦੇ ਕਰਿ ਹਾਥ ॥
તેને તે પોતાના આશીર્વાદ આપે છે
ਮਾਨਸ ਜਤਨ ਕਰਤ ਬਹੁ ਭਾਤਿ ॥
મનુષ્ય કેટલાય પ્રકારના પ્રયત્નો કરે છે
ਤਿਸ ਕੇ ਕਰਤਬ ਬਿਰਥੇ ਜਾਤਿ ॥
પણ જો પ્રભુ સહાયતા ન કરે તો તેનું કામ કામ વ્યર્થ જાય છે
ਮਾਰੈ ਨ ਰਾਖੈ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥ ਸਰਬ ਜੀਆ ਕਾ ਰਾਖਾ ਸੋਇ ॥
પ્રભુ વગર જીવોને ન કોઈ મારી શકે છે ન રાખી શકે છે પ્રભુ જેવડું બીજું કોઈ જ નથી બધા જ જીવો ના રક્ષક પ્રભુ પોતે છે
ਕਾਹੇ ਸੋਚ ਕਰਹਿ ਰੇ ਪ੍ਰਾਣੀ ॥
હે પ્રાણી! તું શા માટે દેખભાળ કરે છે?
ਜਪਿ ਨਾਨਕ ਪ੍ਰਭ ਅਲਖ ਵਿਡਾਣੀ ॥੫॥
હે નાનક! અલખ અને આશ્ચર્યજનક પ્રભુને સ્મરણ કર ।।૫।।
ਬਾਰੰ ਬਾਰ ਬਾਰ ਪ੍ਰਭੁ ਜਪੀਐ ॥
હે ભાઈ! ઘડી ઘડી પ્રભુને સ્મરણ કર
ਪੀ ਅੰਮ੍ਰਿਤੁ ਇਹੁ ਮਨੁ ਤਨੁ ਧ੍ਰਪੀਐ ॥
અને નામ રૂપી અમૃત પીને આ મનને અને શારીરિક ઇન્દ્રિયોને તૃપ્ત કરી લે
ਨਾਮ ਰਤਨੁ ਜਿਨਿ ਗੁਰਮੁਖਿ ਪਾਇਆ ॥
ગુરુ ના અનુયાયીઓને નામ રૂપી રત્ન પ્રાપ્ત થઈ ગયું છે
ਤਿਸੁ ਕਿਛੁ ਅਵਰੁ ਨਾਹੀ ਦ੍ਰਿਸਟਾਇਆ ॥
તેને પ્રભુ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી
ਨਾਮੁ ਧਨੁ ਨਾਮੋ ਰੂਪੁ ਰੰਗੁ ॥
તેના માટે,ગુરુનું નામ જ સાચું ધન અને સાચી સુંદરતા છે
ਨਾਮੋ ਸੁਖੁ ਹਰਿ ਨਾਮ ਕਾ ਸੰਗੁ ॥
અને પ્રભુનું નામ તેનો આરામ અને સાથી છે
ਨਾਮ ਰਸਿ ਜੋ ਜਨ ਤ੍ਰਿਪਤਾਨੇ ॥
જે મનુષ્ય નામના સ્વાદમાં તૃપ્ત થઈ ગયો
ਮਨ ਤਨ ਨਾਮਹਿ ਨਾਮਿ ਸਮਾਨੇ ॥
તેના મન અને તન કેવળ પ્રભુ નામ માં જોડાયેલા રહે છે
ਊਠਤ ਬੈਠਤ ਸੋਵਤ ਨਾਮ ॥ ਕਹੁ ਨਾਨਕ ਜਨ ਕੈ ਸਦ ਕਾਮ ॥੬॥
ઊઠતા બેસતાં સુતા જાગતા બધો જ સમય પ્રભુનું નામ સ્મરણ કરે છે, હે નાનક! પ્રભુ ના નામનું સ્મરણ તે સેવકોનો આહાર હોય છે ।।૬।।
ਬੋਲਹੁ ਜਸੁ ਜਿਹਬਾ ਦਿਨੁ ਰਾਤਿ ॥
દિવસ-રાત પોતાની જીભથી પ્રભુના ગુણગાન ગાય
ਪ੍ਰਭਿ ਅਪਨੈ ਜਨ ਕੀਨੀ ਦਾਤਿ ॥
મહિમાની આ બક્ષિસ પ્રભુ એ પોતાના સેવકો પર જ કરેલી છે
ਕਰਹਿ ਭਗਤਿ ਆਤਮ ਕੈ ਚਾਇ ॥
સેવક અંદરથી એક ઉત્સાહથી ભક્તિ કરે છે
ਪ੍ਰਭ ਅਪਨੇ ਸਿਉ ਰਹਹਿ ਸਮਾਇ ॥
અને પોતાના પ્રભુની સાથે જોડાયેલો રહે છે
ਜੋ ਹੋਆ ਹੋਵਤ ਸੋ ਜਾਨੈ ॥ ਪ੍ਰਭ ਅਪਨੇ ਕਾ ਹੁਕਮੁ ਪਛਾਨੈ ॥
અને જે કંઈ થઈ રહ્યું છે તે તેની મરજી જ જાણે છે સેવક પોતાના પ્રભુને ઓળખી લે છે
ਤਿਸ ਕੀ ਮਹਿਮਾ ਕਉਨ ਬਖਾਨਉ ॥
તેવા સેવકની કઈ મહિમા તમને બતાવું?
ਤਿਸ ਕਾ ਗੁਨੁ ਕਹਿ ਏਕ ਨ ਜਾਨਉ ॥
હું તો તે સેવકનો એક પણ ગુણ વર્ણન કરી શકું તેમ નથી
ਆਠ ਪਹਰ ਪ੍ਰਭ ਬਸਹਿ ਹਜੂਰੇ ॥ ਕਹੁ ਨਾਨਕ ਸੇਈ ਜਨ ਪੂਰੇ ॥੭॥
આઠે પહોર પ્રભુની હજૂરી માં જ વસે છે; હે નાનક! તે મનુષ્ય સંપૂર્ણ રીતે પાત્રતા ધરાવે છે. ।।૧૭।।
ਮਨ ਮੇਰੇ ਤਿਨ ਕੀ ਓਟ ਲੇਹਿ ॥
હે મારા મન! જે મનુષ્ય સદાય પ્રભુની હજુરી માં વસે છે
ਮਨੁ ਤਨੁ ਅਪਨਾ ਤਿਨ ਜਨ ਦੇਹਿ ॥
તેમની શરણ પડીને અને પોતાના તન મન તેમને કુરબાન કરી દે
ਜਿਨਿ ਜਨਿ ਅਪਨਾ ਪ੍ਰਭੂ ਪਛਾਤਾ ॥ ਸੋ ਜਨੁ ਸਰਬ ਥੋਕ ਕਾ ਦਾਤਾ ॥
ભગવાનને માન્યતા આપનાર ભક્ત, બધી વસ્તુઓનો સહાયક બને છે.
ਤਿਸ ਕੀ ਸਰਨਿ ਸਰਬ ਸੁਖ ਪਾਵਹਿ ॥
તે મનુષ્ય બધા જ પદાર્થ લેવા માટે સમર્થ થઈ જાય છે
ਤਿਸ ਕੈ ਦਰਸਿ ਸਭ ਪਾਪ ਮਿਟਾਵਹਿ ॥
હે મન! તેની શરણ પડી ને તું બધું જ સુખ પ્રાપ્ત કરી શકીશ
ਅਵਰ ਸਿਆਨਪ ਸਗਲੀ ਛਾਡੁ ॥
તેના દર્શનથી તારાં બધાં જ પાપ દૂર થઈ જશે
ਤਿਸੁ ਜਨ ਕੀ ਤੂ ਸੇਵਾ ਲਾਗੁ ॥
ચતુરાઇ ત્યાગી દે અને તે સેવક ની સેવામાં લાગી જા
ਆਵਨੁ ਜਾਨੁ ਨ ਹੋਵੀ ਤੇਰਾ ॥ ਨਾਨਕ ਤਿਸੁ ਜਨ ਕੇ ਪੂਜਹੁ ਸਦ ਪੈਰਾ ॥੮॥੧੭॥
તે સંત જનોના પગ ની પૂજા સદાય કર; હે નાનક! આવી રીતે વારંવાર જગતમાં તારું આવવાનું અને જવાનું નહીં થાય ।।૮।।૧૭।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਸਤਿ ਪੁਰਖੁ ਜਿਨਿ ਜਾਨਿਆ ਸਤਿਗੁਰੁ ਤਿਸ ਕਾ ਨਾਉ ॥
જેને સદાય સ્થિર અને વ્યાપક પ્રભુ ને ઓળખી લીધા છે તેનું નામ સદગુરુ છે
ਤਿਸ ਕੈ ਸੰਗਿ ਸਿਖੁ ਉਧਰੈ ਨਾਨਕ ਹਰਿ ਗੁਨ ਗਾਉ ॥੧॥
હે નાનક! તેની સંગતમાં રહીને વિકારોથી બચી શકાય છે એટલે તું પણ ગુરુની સંગતમાં રહીને અકાલ પુરખ ના ગુણ ગા ૧।।
ਅਸਟਪਦੀ ॥
અષ્ટપદી ।।
ਸਤਿਗੁਰੁ ਸਿਖ ਕੀ ਕਰੈ ਪ੍ਰਤਿਪਾਲ ॥
સદગુરુ હંમેશા રક્ષા કરે છે
ਸੇਵਕ ਕਉ ਗੁਰੁ ਸਦਾ ਦਇਆਲ ॥
સદગુરૂ પોતાના સેવક ઉપર સદાય દયા કરે છે
ਸਿਖ ਕੀ ਗੁਰੁ ਦੁਰਮਤਿ ਮਲੁ ਹਿਰੈ ॥
સદગુરૂ પોતાના સેવકની ખરાબ બુદ્ધિ ના મેલને દૂર કરી દે છે
ਗੁਰ ਬਚਨੀ ਹਰਿ ਨਾਮੁ ਉਚਰੈ ॥
કારણ કે સેવક પોતાના સદગુરૂના ઉપદેશ દ્વારા પ્રભુનું નામ સ્મરણ કરતો રહે છે
ਸਤਿਗੁਰੁ ਸਿਖ ਕੇ ਬੰਧਨ ਕਾਟੈ ॥
સદગુરૂ પોતાના સેવકની માયાના બંધન કાપી નાખે છે
ਗੁਰ ਕਾ ਸਿਖੁ ਬਿਕਾਰ ਤੇ ਹਾਟੈ ॥
અને ગુરુના સેવકના વિકારો દૂર થઈ જાય છે
ਸਤਿਗੁਰੁ ਸਿਖ ਕਉ ਨਾਮ ਧਨੁ ਦੇਇ ॥
કારણકે સદગુરૂ પોતાના સેવક અને પ્રભુના નામ ધન આપે છે
ਗੁਰ ਕਾ ਸਿਖੁ ਵਡਭਾਗੀ ਹੇ ॥
અને આવી રીતે સદગુરૂ સેવકને ખૂબ જ ભાગ્યશાળી બનાવી દે છે
ਸਤਿਗੁਰੁ ਸਿਖ ਕਾ ਹਲਤੁ ਪਲਤੁ ਸਵਾਰੈ ॥
સદગુરૂ પોતાના સેવકને લોક અને પરલોકમાં સૈર કરાવે છે
ਨਾਨਕ ਸਤਿਗੁਰੁ ਸਿਖ ਕਉ ਜੀਅ ਨਾਲਿ ਸਮਾਰੈ ॥੧॥
હે નાનક! સદગુરૂ પોતાના સેવકને પોતાની જિંદગીમાં યાદ રાખે છે ।।૧।।
ਗੁਰ ਕੈ ਗ੍ਰਿਹਿ ਸੇਵਕੁ ਜੋ ਰਹੈ ॥
જે સેવક શિક્ષા માટે ગુરુના ઘરમાં ગુરુ ના દરબાર માં રહે છે
ਗੁਰ ਕੀ ਆਗਿਆ ਮਨ ਮਹਿ ਸਹੈ ॥
અને ગુરુનો હુકમને મનથી માને છે
ਆਪਸ ਕਉ ਕਰਿ ਕਛੁ ਨ ਜਨਾਵੈ ॥
જે પોતાને મોટો નથી દેખાડતો તે પોતાની મોટાઈ નથી દેખાડતો
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਰਿਦੈ ਸਦ ਧਿਆਵੈ ॥
પ્રભુનું નામ સદાય હૃદયમાં ધ્યાન કરીને રાખે છે
ਮਨੁ ਬੇਚੈ ਸਤਿਗੁਰ ਕੈ ਪਾਸਿ ॥
જે પોતાનું મન સદગુરુ ની સામે વેચી દે છે ગુરુના હવાલે કરી દે છે
ਤਿਸੁ ਸੇਵਕ ਕੇ ਕਾਰਜ ਰਾਸਿ ॥
તે સેવક નાં બધાં જ કામ મોટા થઈ જાય છે
ਸੇਵਾ ਕਰਤ ਹੋਇ ਨਿਹਕਾਮੀ ॥
જે સેવક ગુરુની સેવા કર તો રહે છે અને ફળની ઇચ્છા નથી રાખતો
ਤਿਸ ਕਉ ਹੋਤ ਪਰਾਪਤਿ ਸੁਆਮੀ ॥
તેને માલિક પ્રભુ મળી જાય છે