GUJARATI PAGE 268

ਇਆਹੂ ਜੁਗਤਿ ਬਿਹਾਨੇ ਕਈ ਜਨਮ ॥
અને બોલ કે તારી મહેર કરીને આ બધાંને તું બચાવી લે

ਨਾਨਕ ਰਾਖਿ ਲੇਹੁ ਆਪਨ ਕਰਿ ਕਰਮ ॥੭॥
હે નાનક! જીવ આ બિચારા જીવને માટે પ્રભુના દરવાજા ઉપર પ્રાર્થના કર ।।૭।।

ਤੂ ਠਾਕੁਰੁ ਤੁਮ ਪਹਿ ਅਰਦਾਸਿ ॥
હે પ્રભુ! તું માલિક છે અમે જીવો તારી સામે અરજી કરીએ છીએ

ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਤੇਰੀ ਰਾਸਿ ॥
આ જિંદગી અને શરીર તે અમને આપ્યું છે એ બધી તારી જ કૃપા છે

ਤੁਮ ਮਾਤ ਪਿਤਾ ਹਮ ਬਾਰਿਕ ਤੇਰੇ ॥
તું અમારો મા-બાપ છે અમે તારા બાળકો છીએ

ਤੁਮਰੀ ਕ੍ਰਿਪਾ ਮਹਿ ਸੂਖ ਘਨੇਰੇ ॥
તારી મહેર ની નજર માં અનંત સુખ છે

ਕੋਇ ਨ ਜਾਨੈ ਤੁਮਰਾ ਅੰਤੁ ॥
કોઈ તારો અંત પામી નથી શકતા

ਊਚੇ ਤੇ ਊਚਾ ਭਗਵੰਤ ॥
કારણ કે તું સૌથી ઊંચો ભગવાન છે

ਸਗਲ ਸਮਗ੍ਰੀ ਤੁਮਰੈ ਸੂਤ੍ਰਿ ਧਾਰੀ ॥
જગત નાં બધાં જ પદાર્થ તારા જ હુકમમાં ટકેલા છે

ਤੁਮ ਤੇ ਹੋਇ ਸੁ ਆਗਿਆਕਾਰੀ ॥
તારી રચેલી સૃષ્ટિ તારી આજ્ઞામાં જ ચાલી રહી છે

ਤੁਮਰੀ ਗਤਿ ਮਿਤਿ ਤੁਮ ਹੀ ਜਾਨੀ ॥
તું કેવો છે અને કેટલો મોટો છે એ તો તું સ્વયં જ જાણે છે

ਨਾਨਕ ਦਾਸ ਸਦਾ ਕੁਰਬਾਨੀ ॥੮॥੪॥
હે નાનક! તું બોલ હે પ્રભુ! તારો સેવક તારા ઉપર સદાય કુરબાન થાય છે ।।૮।।૪।।

ਸਲੋਕੁ ॥
શ્લોક ।।

ਦੇਨਹਾਰੁ ਪ੍ਰਭ ਛੋਡਿ ਕੈ ਲਾਗਹਿ ਆਨ ਸੁਆਇ ॥
બધાં જ દાન દેવા વાળા પ્રભુ ને છોડીને જીવ અન્ય સ્વાદમાં લાગી પડે છે

ਨਾਨਕ ਕਹੂ ਨ ਸੀਝਈ ਬਿਨੁ ਨਾਵੈ ਪਤਿ ਜਾਇ ॥੧॥
પણ હે નાનક! એવોમનુષ્ય જીવન યાત્રામાં કામયાબ નથી થતો કારણ કે પ્રભુ ના નામવગરઇજ્જત નથી રહેતી ।।૧।।

ਅਸਟਪਦੀ ॥
અષ્ટપદી ।।

ਦਸ ਬਸਤੂ ਲੇ ਪਾਛੈ ਪਾਵੈ ॥
મનુષ્ય પ્રભુ પાસેથી દસ વસ્તુ લઈને સંભાળીને રાખી લે છે

ਏਕ ਬਸਤੁ ਕਾਰਨਿ ਬਿਖੋਟਿ ਗਵਾਵੈ ॥
પણ એક વસ્તુ ને ખાતર પોતાનો વિશ્વાસ ગુમાવી દે છે

ਏਕ ਭੀ ਨ ਦੇਇ ਦਸ ਭੀ ਹਿਰਿ ਲੇਇ ॥
કારણકે મળેલી ચીજોની બદલે ધન્યવાદ તો કરતો નથી અને નથી મળેલી તેના માટે શિકાયત કરતો રહે છે

ਤਉ ਮੂੜਾ ਕਹੁ ਕਹਾ ਕਰੇਇ ॥
તો બતાવો, આ મૂર્ખ શું કરી શકે છે?

ਜਿਸੁ ਠਾਕੁਰ ਸਿਉ ਨਾਹੀ ਚਾਰਾ ॥
જે માલિક ની સામે તમારું કંઈ જ ચાલતું નથીતેની આગળ માથું નમાવવુંજ જોઈએ

ਤਾ ਕਉ ਕੀਜੈ ਸਦ ਨਮਸਕਾਰਾ ॥
જો પ્રભુ એક ચીજ પણ ન આપે દીધેલી વસ્તુ પણ છીનવી લે

ਜਾ ਕੈ ਮਨਿ ਲਾਗਾ ਪ੍ਰਭੁ ਮੀਠਾ ॥
કારણ કે જે મનુષ્ય ના મનમાં પ્રભુ પ્યારા નું નામ લખાય જાય છે

ਸਰਬ ਸੂਖ ਤਾਹੂ ਮਨਿ ਵੂਠਾ ॥
બધાં જ સુખ તેના હૃદયમાં આવીને વસે છે

ਜਿਸੁ ਜਨ ਅਪਨਾ ਹੁਕਮੁ ਮਨਾਇਆ ॥
તે આ દુનિયાના બધાં પદાર્થ પ્રાપ્ત કરી લે છે

ਸਰਬ ਥੋਕ ਨਾਨਕ ਤਿਨਿ ਪਾਇਆ ॥੧॥
હે નાનક! જે મનુષ્યને પ્રભુ પોતાના બનાવી લે છે।।૧।।

ਅਗਨਤ ਸਾਹੁ ਅਪਨੀ ਦੇ ਰਾਸਿ ॥
પ્રભુ શાહ અગણિત પદાર્થોની પૂંજી બંજારા જીવને આપી દે છે

ਖਾਤ ਪੀਤ ਬਰਤੈ ਅਨਦ ਉਲਾਸਿ ॥
જીવ ખાતો પીતો ખુશીથી આ પદાર્થો ને વાપરે છે

ਅਪੁਨੀ ਅਮਾਨ ਕਛੁ ਬਹੁਰਿ ਸਾਹੁ ਲੇਇ ॥
જો શાહ પોતાની કોઈ અમાનત પાછી લઈ લે

ਅਗਿਆਨੀ ਮਨਿ ਰੋਸੁ ਕਰੇਇ ॥
તો અજ્ઞાની માણસ મનમાં ગુસ્સો કરે છે

ਅਪਨੀ ਪਰਤੀਤਿ ਆਪ ਹੀ ਖੋਵੈ ॥
તેવી રીતે પોતાનો વિશ્વાસ સ્વયં જ ખોઈ નાખે છે

ਬਹੁਰਿ ਉਸ ਕਾ ਬਿਸ੍ਵਾਸੁ ਨ ਹੋਵੈ ॥
અને ફરીથી તેના ઉપર વિશ્વાસ નથી કરી શકાતો

ਜਿਸ ਕੀ ਬਸਤੁ ਤਿਸੁ ਆਗੈ ਰਾਖੈ ॥
જો જે પ્રભુ એ ચીજ બક્ષી છે તેની સામે પોતે જ ખુશીથી તેને આપી દે

ਪ੍ਰਭ ਕੀ ਆਗਿਆ ਮਾਨੈ ਮਾਥੈ ॥
અનેકોઈપણ ચીજ છીનવાઈ જવાને પણ તેનો હુકમ જ માની લે

ਉਸ ਤੇ ਚਉਗੁਨ ਕਰੈ ਨਿਹਾਲੁ ॥
તો પ્રભુ તેની સામે ચાર ગણું નિછાવર કરે છે

ਨਾਨਕ ਸਾਹਿਬੁ ਸਦਾ ਦਇਆਲੁ ॥੨॥
હે નાનક! માલિક સદાય મહેર કરવાવાળો છે ।।૨।।

ਅਨਿਕ ਭਾਤਿ ਮਾਇਆ ਕੇ ਹੇਤ ॥ ਸਰਪਰ ਹੋਵਤ ਜਾਨੁ ਅਨੇਤ ॥
માયા નો પ્રેમ અનેક પ્રકારનો છે માયાના અનેક સુંદર રૂપ મનુષ્યના મનને મોહી લે છે પણ આ બધાનો અંત માં નાશ થઈ ગયો સમજો

ਬਿਰਖ ਕੀ ਛਾਇਆ ਸਿਉ ਰੰਗੁ ਲਾਵੈ ॥
જો કોઈ મનુષ્ય વૃક્ષની છાયા ને પ્રેમ કરવા લાગે તો પરિણામ શું આવશે?

ਓਹ ਬਿਨਸੈ ਉਹੁ ਮਨਿ ਪਛੁਤਾਵੈ ॥
તે છાયા તો નાશ થઈ જાય છેઅને તે મનુષ્ય મનમાં પસ્તાય છે

ਜੋ ਦੀਸੈ ਸੋ ਚਾਲਨਹਾਰੁ ॥
આ આખુંય જગત જે દેખાઈ રહ્યું છે તે નાશવાન છે

ਲਪਟਿ ਰਹਿਓ ਤਹ ਅੰਧ ਅੰਧਾਰੁ ॥
આ જગત થી આંધળાઓ ચીપકીને બેઠા છે

ਬਟਾਊ ਸਿਉ ਜੋ ਲਾਵੈ ਨੇਹ ॥
જે કોઈ પણ મનુષ્ય કોઈ રાહગીર ની સાથે પ્રેમમાં પડી જાય

ਤਾ ਕਉ ਹਾਥਿ ਨ ਆਵੈ ਕੇਹ ॥
અંતેતેના હાથમાં કંઈ જ નથી આવતું

ਮਨ ਹਰਿ ਕੇ ਨਾਮ ਕੀ ਪ੍ਰੀਤਿ ਸੁਖਦਾਈ ॥
હે મન! પ્રભુના નામ નો પ્રેમ સુખ આપવા વાળો છે

ਕਰਿ ਕਿਰਪਾ ਨਾਨਕ ਆਪਿ ਲਏ ਲਾਈ ॥੩॥
પણ હે નાનક! આ પ્રેમ તે મનુષ્યને નસીબ માં મળે છે જેની ઉપર પ્રભુ એ પોતે જ મહેર કરી હોય ।।૩।।

ਮਿਥਿਆ ਤਨੁ ਧਨੁ ਕੁਟੰਬੁ ਸਬਾਇਆ ॥
જ્યારે આ શરીર ધન અને આખોય પરિવાર નાશવાન છે

ਮਿਥਿਆ ਹਉਮੈ ਮਮਤਾ ਮਾਇਆ ॥
તો માયા ની મિલકત અને અહંકાર ધન અને પરિવારની પરિવાર ને લીધે મળેલો સન્માન આ બધું પણ જૂઠું છે

ਮਿਥਿਆ ਰਾਜ ਜੋਬਨ ਧਨ ਮਾਲ ॥
રાજ્ય યુવાની અને ધન માલ બધું જ નાશવાન છે

ਮਿਥਿਆ ਕਾਮ ਕ੍ਰੋਧ ਬਿਕਰਾਲ ॥
vતેને કારણે કામ ની લહેર અને ભયાનક ક્રોધ આ પણ વ્યર્થ છે

ਮਿਥਿਆ ਰਥ ਹਸਤੀ ਅਸ੍ਵ ਬਸਤ੍ਰਾ ॥
રથ હાથી-ઘોડા અને સુંદર કપડાં કાયમ માટે રહેવા નથી

ਮਿਥਿਆ ਰੰਗ ਸੰਗਿ ਮਾਇਆ ਪੇਖਿ ਹਸਤਾ ॥
આ બધી માયા ને પ્રેમથી જોઈને જીવ હસે છે પણ આ હસવું એ અને ગુમાન બંને વ્યર્થ છે

ਮਿਥਿਆ ਧ੍ਰੋਹ ਮੋਹ ਅਭਿਮਾਨੁ ॥
દગો મોહ અહંકાર આ બધું જ મનની વ્યર્થ તરંગો છે

ਮਿਥਿਆ ਆਪਸ ਊਪਰਿ ਕਰਤ ਗੁਮਾਨੁ ॥
પોતાની ઉપર ગુમાન કરવું પણ નકલી નશો છે

ਅਸਥਿਰੁ ਭਗਤਿ ਸਾਧ ਕੀ ਸਰਨ ॥
સદાય કાયમ રહેવા વાળી પ્રભુની ભક્તિ જ છે જે ગુરુની શરણમાં જઈ ને કરવી જોઈએ

ਨਾਨਕ ਜਪਿ ਜਪਿ ਜੀਵੈ ਹਰਿ ਕੇ ਚਰਨ ॥੪॥
હે નાનક! પ્રભુના ચરણમાં સદાય જાપ કરીને મનુષ્ય અસલી જીવન જીવે છે ।।૪।।

ਮਿਥਿਆ ਸ੍ਰਵਨ ਪਰ ਨਿੰਦਾ ਸੁਨਹਿ ॥
મનુષ્ય ના કાન વ્યર્થ છે જો તે પરાઈનિંદા સાંભળે છે

ਮਿਥਿਆ ਹਸਤ ਪਰ ਦਰਬ ਕਉ ਹਿਰਹਿ ॥
હાથ પણ વ્યર્થ છે જો તે પરાયું ધન ચોરી કરે છે

error: Content is protected !!