Gujarati Page 3

ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੯॥
અકાલ પુરખની મહિમા સાંભળવાથી મનુષ્યના દુખ અને પાપોનો નાશ થઈ જાય છે ।।૯।।

ਸੁਣਿਐ ਸਤੁ ਸੰਤੋਖੁ ਗਿਆਨੁ ॥
પ્રેમ અને ભક્તિથી ભગવાનનો શબ્દ સાંભળીને વ્યક્તિ સત્યતા, સંતોષ અને આધ્યાત્મિક જ્ ન મેળવે છે.

ਸੁਣਿਐ ਅਠਸਠਿ ਕਾ ਇਸਨਾਨੁ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી અડસઠ તીર્થોનું સ્નાન જ થઈ જાય છે

ਸੁਣਿਐ ਪੜਿ ਪੜਿ ਪਾਵਹਿ ਮਾਨੁ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી એટલો આદર પ્રાપ્ત થાય છે જેટલો આદર ભણી ભણી ને થાય

ਸੁਣਿਐ ਲਾਗੈ ਸਹਜਿ ਧਿਆਨੁ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી તે અડોલ ચિત્ત થઈ જાય છે અને તેની અંદરસ્થિરતા આવે છે

ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥
હે નાનક! અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી હૃદયમાં સદાય પ્રસન્નતા છવાયેલી રહે છે

ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੧੦॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી દુ:ખ અને પાપોનો નાશ થઈ જાય છે ।।૧૦।।

ਸੁਣਿਐ ਸਰਾ ਗੁਣਾ ਕੇ ਗਾਹ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી સાધારણ મનુષ્યની પણ ગુણોની સમજ અનંત થઈ જાય છે

ਸੁਣਿਐ ਸੇਖ ਪੀਰ ਪਾਤਿਸਾਹ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી શેખ પીર અને બાદશાહ ની પદવી પણ પ્રાપ્ત કરી લે છે

ਸੁਣਿਐ ਅੰਧੇ ਪਾਵਹਿ ਰਾਹੁ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી આંધળા અને જ્ઞાન હીન મનુષ્ય પણ રસ્તો શોધી લે છે

ਸੁਣਿਐ ਹਾਥ ਹੋਵੈ ਅਸਗਾਹੁ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી આ સંસાર સમુદ્ર ની હકીકત સમજાઈ જાય છે

ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥
હે નાનક! અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી હૃદયમાં સદાય પ્રસન્નતા છવાયેલી રહે છે

ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੧੧॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી દુ:ખ અને પાપોનો નાશ થઈ જાય છે ।।૧૧।।

ਮੰਨੇ ਕੀ ਗਤਿ ਕਹੀ ਨ ਜਾਇ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી આત્મિક અવસ્થા ખૂબ જ ઊંચી થઈ જાય છે, તેનું વર્ણન કરી શકાય નહીં તેવું હોય છે

ਜੇ ਕੋ ਕਹੈ ਪਿਛੈ ਪਛੁਤਾਇ ॥
જો કોઈ મનુષ્ય વર્ણન કરે તો પણ તે પાછળથી પસ્તાય છે કે હું પૂર્ણ વર્ણન ન કરી શક્યો

ਕਾਗਦਿ ਕਲਮ ਨ ਲਿਖਣਹਾਰੁ ॥ਮੰਨੇ ਕਾ ਬਹਿ ਕਰਨਿ ਵੀਚਾਰੁ ॥
ઘણાં મનુષ્ય મળીને આ નામ ની અંદર રહેલી આત્મિક અવસ્થાનો અંદાજ લગાડે છે પણ કાગળ અને કલમ થી કોઈ પણ મનુષ્ય તે લખવામાં સમર્થ નથી, મન માં શ્રદ્ધા ધારણ કરનાર પણ એની મહાનતા નો વિચાર કરે છે

ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥ ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੨॥
અકાલ પુરુષ નું નામ ખૂબ જ ઊંચું છે અને માયા ના પ્રભાવથી પર છે, જ્યારે પ્રભુના નામ ની લગની લાગી જાય તો પણ તેને આ ઊંચાઈ સમજમાં નથી આવતી ।।૧૨।।

ਮੰਨੈ ਸੁਰਤਿ ਹੋਵੈ ਮਨਿ ਬੁਧਿ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો તેની બુદ્ધિ ઊંચી થઈ જાય છે મનમાં જાગૃતિ આવી જાય છે

ਮੰਨੈ ਸਗਲ ਭਵਣ ਕੀ ਸੁਧਿ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો તેનામાં બધાં જ ભુવન અને ત્રણેય લોક ની સમજ આવી જાય છે

ਮੰਨੈ ਮੁਹਿ ਚੋਟਾ ਨਾ ਖਾਇ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તોએ મનુષ્યને સંસારના વિકારોના ઘા મોઢા ઉપર નથી લાગતા.

ਮੰਨੈ ਜਮ ਕੈ ਸਾਥਿ ਨ ਜਾਇ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો યમ પણ તેના રસ્તા માં નથી આવતા

ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੩॥
અકાલ પુરુષ નું નામ ખૂબ જ ઊંચું છે અને માયા ના પ્રભાવથી પર છે, જ્યારે પ્રભુના નામ ની લગની લાગી જાય તો પણ તેને આ ઊંચાઈ સમજમાં નથી આવતી ।।૧3।।

ਮੰਨੈ ਮਾਰਗਿ ਠਾਕ ਨ ਪਾਇ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો જિંદગીની સફરમાં વિકારોનો સામનો કરવો પડતો નથી

ਮੰਨੈ ਪਤਿ ਸਿਉ ਪਰਗਟੁ ਜਾਇ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો આદર સાથે પ્રસિદ્ધ થાય છે

ਮੰਨੈ ਮਗੁ ਨ ਚਲੈ ਪੰਥੁ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો તે દુનિયાના અલગ અલગ ધર્મોએબતાવેલા રસ્તા ઉપર નથી ચાલતો

ਮੰਨੈ ਧਰਮ ਸੇਤੀ ਸਨਬੰਧੁ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો તે એક જ ધર્મ ની સાથે ચાલે છે

ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੪॥
અકાલ પુરુષ નું નામ ખૂબ જ ઊંચું છે અને માયા ના પ્રભાવથી પર છે, જ્યારે પ્રભુના નામ ની લગની લાગી જાય તો પણ તેને આ ઊંચાઈ સમજમાં નથી આવતી ।।૧૪।।

ਮੰਨੈ ਪਾਵਹਿ ਮੋਖੁ ਦੁਆਰੁ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો મુક્તિ દ્વાર પ્રાપ્ત કરી લે છે

ਮੰਨੈ ਪਰਵਾਰੈ ਸਾਧਾਰੁ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો મનુષ્ય પોતાના પરિવારને પણ અકાલ પુરુષની સાથે દ્રઢ રીતે જોડી દે છે

ਮੰਨੈ ਤਰੈ ਤਾਰੇ ਗੁਰੁ ਸਿਖ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો સદગુરુ સ્વયં સંસાર સાગર પાર કરાવીને લઈ જાય છે

ਮੰਨੈ ਨਾਨਕ ਭਵਹਿ ਨ ਭਿਖ ॥
હે નાનક! પ્રભુના નામ ની લગની લાગી જાય તો મનુષ્ય દરેક પાસે માંગતો નથી

ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥ ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੫॥
અકાલ પુરુષ નું નામ ખૂબ જ ઊંચું છે અને માયા ના પ્રભાવથી પર છે, જ્યારે પ્રભુના નામ ની લગની લાગી જાય તો પણ તેને આ ઊંચાઈ સમજમાં નથી આવતી ।।૧૫।।

ਪੰਚ ਪਰਵਾਣ ਪੰਚ ਪਰਧਾਨੁ ॥ ਪੰਚੇ ਪਾਵਹਿ ਦਰਗਹਿ ਮਾਨੁ ॥
જે લોકોનું મન પરમાત્માના નામની સાથે જોડાઈ જાય છે તે મનુષ્ય જગતમાં મશહૂર થઈ જાય છે અને બધાંનો નાયક બની જાય છે, જે લોકોનું મન પરમાત્માના નામની સાથે જોડાઈ જાય છે તે અકાલ પુરુષ ના દરબારમાં માન અને સન્માન પ્રાપ્ત કરે છે

ਪੰਚੇ ਸੋਹਹਿ ਦਰਿ ਰਾਜਾਨੁ ॥ ਪੰਚਾ ਕਾ ਗੁਰੁ ਏਕੁ ਧਿਆਨੁ ॥
જે લોકોનું મન પરમાત્માના નામની સાથે જોડાઈ જાય છે રાજ દરબારમાં પણ તેની શોભા થાય છે, જે લોકોનું મન પરમાત્માના નામની સાથે જોડાઈ જાય છે આ બધી શોભા ગુરુ ના ભાવ દ્વારા જ પ્રાપ્ત થાય છે

ਜੇ ਕੋ ਕਹੈ ਕਰੈ ਵੀਚਾਰੁ ॥ ਕਰਤੇ ਕੈ ਕਰਣੈ ਨਾਹੀ ਸੁਮਾਰੁ ॥
ભલે કોઈપણ જોવે અથવા વિચાર કરે, પરંતુ તે અકાલ પુરખની દુનિયાનો કોઈ હિસાબ ના લગાવી શકે

ਧੌਲੁ ਧਰਮੁ ਦਇਆ ਕਾ ਪੂਤੁ ॥
અકાલ પુરુષ નો ધર્મ અટલ નિયમ બળદ જેવો છે જે ધર્મ દયા નો પુત્ર છે

ਸੰਤੋਖੁ ਥਾਪਿ ਰਖਿਆ ਜਿਨਿ ਸੂਤਿ ॥
આ ધર્મ એ પોતાની મર્યાદા અનુસાર સંતોષ ને જન્મ આપ્યો

ਜੇ ਕੋ ਬੁਝੈ ਹੋਵੈ ਸਚਿਆਰੁ ॥ ਧਵਲੈ ਉਪਰਿ ਕੇਤਾ ਭਾਰੁ ॥
જો કોઈ મનુષ્ય સમજી લે તો તે યોગ્ય બની જાય છે, આ બળદ ઉપર ધરતી નો અનંત ભાર છે

ਧਰਤੀ ਹੋਰੁ ਪਰੈ ਹੋਰੁ ਹੋਰੁ ॥ ਤਿਸ ਤੇ ਭਾਰੁ ਤਲੈ ਕਵਣੁ ਜੋਰੁ ॥
એકલો બળદ આ ભાર કેવી રીતે ઉપાડી શકે એટલે તેની નીચે બીજાં બળદ છે અને પછી ફરીથી બીજાં ઘણા બધાં બળદ છે આ બધાં બળદને સહારો આપવા માટે કયો આશરો હશે?

ਜੀਅ ਜਾਤਿ ਰੰਗਾ ਕੇ ਨਾਵ ॥ ਸਭਨਾ ਲਿਖਿਆ ਵੁੜੀ ਕਲਾਮ ॥
આ સૃષ્ટિમાં ઘણી બધી જાતિઓ છે ,ઘણાં પ્રકારના બીજાં જીવો પણ છે, આ બધાંના લેખ અકાલ પુરુષ એક જ કલમથી લખે છે

ਏਹੁ ਲੇਖਾ ਲਿਖਿ ਜਾਣੈ ਕੋਇ ॥ ਲੇਖਾ ਲਿਖਿਆ ਕੇਤਾ ਹੋਇ ॥
પણ કોઈ વિરલા મનુષ્ય આ લેખ લખવાનું જાણે છે, કોઈ આ લેખ લખવા જાય તો તે એટલો લાંબો થઈ જાય કે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે

ਕੇਤਾ ਤਾਣੁ ਸੁਆਲਿਹੁ ਰੂਪੁ ॥ ਕੇਤੀ ਦਾਤਿ ਜਾਣੈ ਕੌਣੁ ਕੂਤੁ ॥
અકાલ પુરખ અનંત બળ રૂપ છે અનંત સુંદર છે, અને અનંત તેનું દાન છે પણ તેનો અંદાજ કોણ લગાડી શકે

ਕੀਤਾ ਪਸਾਉ ਏਕੋ ਕਵਾਉ ॥ਤਿਸ ਤੇ ਹੋਏ ਲਖ ਦਰੀਆਉ ॥
તેના હુકમ અનુસાર જ આખો સંસાર બનાવી દીધો તેના હુકમ થી જ ઘણાં બધાં સમુદ્ર પણ બની ગયા

ਕੁਦਰਤਿ ਕਵਣ ਕਹਾ ਵੀਚਾਰੁ ॥ ਵਾਰਿਆ ਨ ਜਾਵਾ ਏਕ ਵਾਰ ॥
મારી શું તાકાત છે કે કુદરતના વિચાર કરી શકું, હું તો તમારા એક પણ બલિદાન ને લાયક નથી.

ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸਾਈ ਭਲੀ ਕਾਰ ॥ ਤੂ ਸਦਾ ਸਲਾਮਤਿ ਨਿਰੰਕਾਰ ॥੧੬॥
જે તને ગમ્યું તે જ કામ ભલું છે, હે નિરંકાર! તું સદાય અટલ રહેવાવાળો છે ।।૧૬।।

ਅਸੰਖ ਜਪ ਅਸੰਖ ਭਾਉ ॥ ਅਸੰਖ ਪੂਜਾ ਅਸੰਖ ਤਪ ਤਾਉ ॥
અકાલ પુરખની રચનામાં અસંખ્ય જીવો જપ કરે છે અસંખ્ય જીવ પ્રેમ કરે છે, અસંખ્ય જીવો પૂજા કરે છે અસંખ્ય જીવ તપમાં તપે છે

ਅਸੰਖ ਗਰੰਥ ਮੁਖਿ ਵੇਦ ਪਾਠ ॥ ਅਸੰਖ ਜੋਗ ਮਨਿ ਰਹਹਿ ਉਦਾਸ ॥
અસંખ્ય જીવ ગ્રંથોના પાઠ કરે છે, અસંખ્ય જીવ જે યોગ કરે છે તે મનમાં ઉદાસ રહે છે

error: Content is protected !!