GUJARATI PAGE 276

ਕਈ ਕੋਟਿ ਦੇਵ ਦਾਨਵ ਇੰਦ੍ਰ ਸਿਰਿ ਛਤ੍ਰ ॥
કરોડો દેવતાઓ અને ઈન્દ્ર છે જેના માથા ઉપર છત્ર છે

ਸਗਲ ਸਮਗ੍ਰੀ ਅਪਨੈ ਸੂਤਿ ਧਾਰੈ ॥
આ બધાં જ જીવ જંતુ અને પદાર્થોપ્રભુએ પોતાના હુકમ સૂત્રની અંદર પરોવેલા છે

ਨਾਨਕ ਜਿਸੁ ਜਿਸੁ ਭਾਵੈ ਤਿਸੁ ਤਿਸੁ ਨਿਸਤਾਰੈ ॥੩॥
હે નાનક! જે પ્રભુનેગમે છે તેને જ પ્રભુ તારી લે છે ।।૩।।

ਕਈ ਕੋਟਿ ਰਾਜਸ ਤਾਮਸ ਸਾਤਕ ॥
કરોડો જીવ માયા ના ત્રણ ગુણ રજસ તમસ અને સત્વમાં જ છે

ਕਈ ਕੋਟਿ ਬੇਦ ਪੁਰਾਨ ਸਿਮ੍ਰਿਤਿ ਅਰੁ ਸਾਸਤ ॥
કરોડો લોકો વેદ પુરાણ શ્રુતિ અને શાસ્ત્ર વાંચવા વાળા છે

ਕਈ ਕੋਟਿ ਕੀਏ ਰਤਨ ਸਮੁਦ ॥
સમુદ્રમાં કરોડો રત્ન પેદા થયેલા છે

ਕਈ ਕੋਟਿ ਨਾਨਾ ਪ੍ਰਕਾਰ ਜੰਤ ॥
અને કેટલાંય પ્રકારના જીવજંતુ બનાવી દીધા છે

ਕਈ ਕੋਟਿ ਕੀਏ ਚਿਰ ਜੀਵੇ ॥
કરોડો જીવ લાંબી ઉંમરવાળા પેદા થયા છે

ਕਈ ਕੋਟਿ ਗਿਰੀ ਮੇਰ ਸੁਵਰਨ ਥੀਵੇ ॥
કરોડો સોનાના મેરુ પર્વત બની ગયા છે

ਕਈ ਕੋਟਿ ਜਖ੍ਯ੍ਯ ਕਿੰਨਰ ਪਿਸਾਚ ॥
કરોડો યક્ષ કિન્નર અને રાક્ષસ છે

ਕਈ ਕੋਟਿ ਭੂਤ ਪ੍ਰੇਤ ਸੂਕਰ ਮ੍ਰਿਗਾਚ ॥
અને કરોડો ભૂતપ્રેત,અને કરોડો ડુક્કર અને સિંહ છે

ਸਭ ਤੇ ਨੇਰੈ ਸਭਹੂ ਤੇ ਦੂਰਿ ॥
પ્રભુ આ બધાંની નજીક પણ છે અને દૂર પણ છે

ਨਾਨਕ ਆਪਿ ਅਲਿਪਤੁ ਰਹਿਆ ਭਰਪੂਰਿ ॥੪॥
હે નાનક! પ્રભુ બધી જગ્યાએ વ્યાપક પણ છે અને નિર્લેપ પણ છે ।।૪।।

ਕਈ ਕੋਟਿ ਪਾਤਾਲ ਕੇ ਵਾਸੀ ॥
કરોડો જીવ પાતાળમાં વસવાવાળા છે

ਕਈ ਕੋਟਿ ਨਰਕ ਸੁਰਗ ਨਿਵਾਸੀ ॥

અને કરોડો નર્ક અને સ્વર્ગમાં વસે છે

ਕਈ ਕੋਟਿ ਜਨਮਹਿ ਜੀਵਹਿ ਮਰਹਿ ॥
કરોડો જીવ પેદા થાય છે અને કરોડો જીવ મરી જાય છે

ਕਈ ਕੋਟਿ ਬਹੁ ਜੋਨੀ ਫਿਰਹਿ ॥
અને કરોડો જીવ કેટલી યોનિઓમાં ભટકી રહ્યા છે

ਕਈ ਕੋਟਿ ਬੈਠਤ ਹੀ ਖਾਹਿ ॥
કરોડો જીવ બેઠાં બેઠાં ખાય છે

ਕਈ ਕੋਟਿ ਘਾਲਹਿ ਥਕਿ ਪਾਹਿ ॥
અને કરોડો એવા છે જે ખાવાને માટે મહેનત કરે છે અને થાકીને તૂટી જાય છે

ਕਈ ਕੋਟਿ ਕੀਏ ਧਨਵੰਤ ॥
કરોડો જીવ પ્રભુ એ ધનવાન બનાવ્યા છે

ਕਈ ਕੋਟਿ ਮਾਇਆ ਮਹਿ ਚਿੰਤ ॥
અને કરોડો એવા છે જેને માયા ની ચિંતા લાગેલી છે

ਜਹ ਜਹ ਭਾਣਾ ਤਹ ਤਹ ਰਾਖੇ ॥
જ્યાં તે ઇચ્છે છે તે જીવો ને ત્યાં રાખે છે

ਨਾਨਕ ਸਭੁ ਕਿਛੁ ਪ੍ਰਭ ਕੈ ਹਾਥੇ ॥੫॥
હે નાનક! દરેક વાત પ્રભુએ પોતાના હાથમાં જ રાખી છે ।।૫।।

ਕਈ ਕੋਟਿ ਭਏ ਬੈਰਾਗੀ ॥
આ રચનામાં કરોડો જીવ વૈરાગી છે

ਰਾਮ ਨਾਮ ਸੰਗਿ ਤਿਨਿ ਲਿਵ ਲਾਗੀ ॥
જે લોકો હંમેશા અકાલ પુરખની સાથે જ જોડાયેલા રહે છે

ਕਈ ਕੋਟਿ ਪ੍ਰਭ ਕਉ ਖੋਜੰਤੇ ॥
કરોડો લોકો પ્રભુને શોધે છે

ਆਤਮ ਮਹਿ ਪਾਰਬ੍ਰਹਮੁ ਲਹੰਤੇ ॥
અને પોતાની અંદર અકાલ પુરખ ને શોધે છે

ਕਈ ਕੋਟਿ ਦਰਸਨ ਪ੍ਰਭ ਪਿਆਸ ॥
કરોડો જીવો ને પ્રભના દર્શનની તમન્ના લાગી રહે છે

ਤਿਨ ਕਉ ਮਿਲਿਓ ਪ੍ਰਭੁ ਅਬਿਨਾਸ ॥
તેમને અવિનાશી પ્રભુ મળી જાય છે

ਕਈ ਕੋਟਿ ਮਾਗਹਿ ਸਤਸੰਗੁ ॥
કરોડો મનુષ્ય સત્સંગ માંગે છે

ਪਾਰਬ੍ਰਹਮ ਤਿਨ ਲਾਗਾ ਰੰਗੁ ॥
તેમને અકાલ પુરખની સાથે પ્રેમ થઈ જાય છે

ਜਿਨ ਕਉ ਹੋਏ ਆਪਿ ਸੁਪ੍ਰਸੰਨ ॥
જેની ઉપર પ્રભુ સ્વયં મહેરબાન થાય છે

ਨਾਨਕ ਤੇ ਜਨ ਸਦਾ ਧਨਿ ਧੰਨਿ ॥੬॥
હે નાનક! તે મનુષ્ય સદા ભાગ્યશાળી છે ।।૬।।

ਕਈ ਕੋਟਿ ਖਾਣੀ ਅਰੁ ਖੰਡ ॥
ધરતીના નવ ખંડ, ચાર ખૂણા થી કરોડો જીવ ઉત્પન્ન થયા છે

ਕਈ ਕੋਟਿ ਅਕਾਸ ਬ੍ਰਹਮੰਡ ॥
બધાં જ આકાશ બ્રહ્માંડમાં કરોડો જીવ છે

ਕਈ ਕੋਟਿ ਹੋਏ ਅਵਤਾਰ ॥
કરોડો પ્રાણી પેદા થઈ રહ્યા છે

ਕਈ ਜੁਗਤਿ ਕੀਨੋ ਬਿਸਥਾਰ ॥
કેટલીય રીતે પ્રભુને જગતની રચના કરી છે

ਕਈ ਬਾਰ ਪਸਰਿਓ ਪਾਸਾਰ ॥
પ્રભુએ કેટલીયે વાર જગતની રચના કરી છે

ਸਦਾ ਸਦਾ ਇਕੁ ਏਕੰਕਾਰ ॥
અને પછી તે સદાય એક સ્વયમ જ થઈ જાય છે

ਕਈ ਕੋਟਿ ਕੀਨੇ ਬਹੁ ਭਾਤਿ ॥
પ્રભુએ કેટલાય પ્રકારના કરોડો જીવનને પેદા કર્યા છે

ਪ੍ਰਭ ਤੇ ਹੋਏ ਪ੍ਰਭ ਮਾਹਿ ਸਮਾਤਿ ॥
જે પ્રભુએ પેદા થઈને પછી પ્રભુમાં લીન થઈ જાય છે

ਤਾ ਕਾ ਅੰਤੁ ਨ ਜਾਨੈ ਕੋਇ ॥
તે પ્રભુનું અંત કોઈ પણ નથી જાણતા

ਆਪੇ ਆਪਿ ਨਾਨਕ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥੭॥
હે નાનક! તે પ્રભુ પોતાના જેવો એક સ્વયમ જ છે ।।૭।।

ਕਈ ਕੋਟਿ ਪਾਰਬ੍ਰਹਮ ਕੇ ਦਾਸ ॥
આ જગતની રચના માં કરોડો જીવ પ્રભુના સેવક છે

ਤਿਨ ਹੋਵਤ ਆਤਮ ਪਰਗਾਸ ॥
તેમની આત્માને પ્રભુ નો પ્રકાશ થઈ જાય છે

ਕਈ ਕੋਟਿ ਤਤ ਕੇ ਬੇਤੇ ॥
કરોડો જીવ જગત ની અસલિયત અકાલ પૂરખ ને માને છે

ਸਦਾ ਨਿਹਾਰਹਿ ਏਕੋ ਨੇਤ੍ਰੇ ॥
જે સદા એક પ્રભુને એક જ રીતેબધી જગ્યાએ જુએ છે

ਕਈ ਕੋਟਿ ਨਾਮ ਰਸੁ ਪੀਵਹਿ ॥
કરોડો લોકો પ્રભુ નામ નો આનંદ લે છે

ਅਮਰ ਭਏ ਸਦ ਸਦ ਹੀ ਜੀਵਹਿ ॥
તે જન્મ મરણ રહિત થઈને સદાય જીવે છે

ਕਈ ਕੋਟਿ ਨਾਮ ਗੁਨ ਗਾਵਹਿ ॥
કરોડો મનુષ્ય પ્રભુનામ ના ગુણ ગાય છે

ਆਤਮ ਰਸਿ ਸੁਖਿ ਸਹਜਿ ਸਮਾਵਹਿ ॥
તે આત્મિક આનંદમાં સુખમાં અડોલ અવસ્થામાં રહે છે

ਅਪੁਨੇ ਜਨ ਕਉ ਸਾਸਿ ਸਾਸਿ ਸਮਾਰੇ ॥
પ્રભુ પોતાના ભક્તોને યાદ રાખે છે

ਨਾਨਕ ਓਇ ਪਰਮੇਸੁਰ ਕੇ ਪਿਆਰੇ ॥੮॥੧੦॥
કારણ કે હે નાનક! તે ભક્ત પ્રભુના પ્યારા હોય છે ।।૮।।૧૦।।

ਸਲੋਕੁ ॥
શ્લોક ।।

ਕਰਣ ਕਾਰਣ ਪ੍ਰਭੁ ਏਕੁ ਹੈ ਦੂਸਰ ਨਾਹੀ ਕੋਇ ॥
આ આખાય જગતનું મૂળ કારણ અકાલ પુરખ જ છે કોઈ બીજું નથી

ਨਾਨਕ ਤਿਸੁ ਬਲਿਹਾਰਣੈ ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਸੋਇ ॥੧॥
હે નાનક! હું તે પ્રભુને કુરબાન જાઉં છું જે જલમાં થલ માં અને ધરતીના તલ ઉપર એટલે કે આકાશમાં હાજર છે ।।૧।।

ਅਸਟਪਦੀ ॥
અષ્ટપદી ।।

ਕਰਨ ਕਰਾਵਨ ਕਰਨੈ ਜੋਗੁ ॥
પ્રભુ બધું જ કરવા માટે સમર્થ છે

ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋਈ ਹੋਗੁ ॥
અને જીવોને કામ કરવા માટે પ્રેરિત કરવામાં પણ સમર્થ છે

ਖਿਨ ਮਹਿ ਥਾਪਿ ਉਥਾਪਨਹਾਰਾ ॥
આંખના પલકારામાં જગતને પેદા કરીને નાશ પણ કરી શકે છે

error: Content is protected !!