GUJARATI PAGE 46

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ
શ્રી રાગ મહેલ ૫।।

ਮਿਲਿ ਸਤਿਗੁਰ ਸਭੁ ਦੁਖੁ ਗਇਆ ਹਰਿ ਸੁਖੁ ਵਸਿਆ ਮਨਿ ਆਇ
સતગુરુને મળીને મનુષ્ય ના બધા દુ:ખ દૂર થાય છે

ਅੰਤਰਿ ਜੋਤਿ ਪ੍ਰਗਾਸੀਆ ਏਕਸੁ ਸਿਉ ਲਿਵ ਲਾਇ
પરમાત્મા ના ચરણોમાં ધ્યાન જોડવાથી મનુષ્યના મનમાં પરમાત્માની જ્યોતિ નો પ્રકાશ થાય છે

ਮਿਲਿ ਸਾਧੂ ਮੁਖੁ ਊਜਲਾ ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਪਾਇ
ગુરુને મળીને મનુષ્યનો ચહેરો પ્રકાશિત થઈ જાય છે, ચહેરા પર આંતરિક આધ્યાત્મિક જીવનની લાલાશ આવી જાય છે, પહેલા જન્મમાં કરેલી  ઉમદા કમાણીના લખાયેલા લેખો સામે આવે છે

ਗੁਣ ਗੋਵਿੰਦ ਨਿਤ ਗਾਵਣੇ ਨਿਰਮਲ ਸਾਚੈ ਨਾਇ ॥੧॥
હંમેશા સ્થિર પ્રભુ ના પવિત્ર નામ માં જોડાઈને મનુષ્ય હંમેશા ગોવિંદના ગુણો ગાવાની ઉત્સુકતા રાખે છે ।।૧।।

ਮੇਰੇ ਮਨ ਗੁਰ ਸਬਦੀ ਸੁਖੁ ਹੋਇ
હે મન! ગુરુના શબ્દ સાથે જોડાવાથી આધ્યાત્મિક આનંદ મળે છે

ਗੁਰ ਪੂਰੇ ਕੀ ਚਾਕਰੀ ਬਿਰਥਾ ਜਾਇ ਕੋਇ ॥੧॥ ਰਹਾਉ
કોઈપણ મનુષ્ય જે ગુરુની સેવા કરે છે, તે ગુરુના ઓટલેથી ખાલી નથી જતો ।।૧।। વિરામ।।

ਮਨ ਕੀਆ ਇਛਾਂ ਪੂਰੀਆ ਪਾਇਆ ਨਾਮੁ ਨਿਧਾਨੁ
ગુરુના શબ્દ માં જોડાઈને જે મનુષ્ય પરમાત્મા નામ નો ખજાનો શોધો લે છે, તેના મનની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે

ਅੰਤਰਜਾਮੀ ਸਦਾ ਸੰਗਿ ਕਰਣੈਹਾਰੁ ਪਛਾਨੁ
દરેકના હૃદય ને જાણનારો પરમાત્મા તે મનુષ્ય હંમેશા પોતાની સાથે રાખે છે, સર્જક પ્રભુ તેનો મિત્ર લાગે છે

ਗੁਰ ਪਰਸਾਦੀ ਮੁਖੁ ਊਜਲਾ ਜਪਿ ਨਾਮੁ ਦਾਨੁ ਇਸਨਾਨੁ
ગુરુની કૃપાથી પરમાત્માના નામનો જાપ કરીને, અન્ય લોકોની સેવા કરીને, પવિત્ર આચરણ બનાવીને, તેનું મોં ચમકે છે

ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਲੋਭੁ ਬਿਨਸਿਆ ਤਜਿਆ ਸਭੁ ਅਭਿਮਾਨੁ ॥੨॥
તે મનુષ્યની અંદર થી કામ-ક્રોધ-લોભ નાશ પામે છે. તે માનવ અહંકારને સાવ ત્યજી દે છે ।।૨।।

ਪਾਇਆ ਲਾਹਾ ਲਾਭੁ ਨਾਮੁ ਪੂਰਨ ਹੋਏ ਕਾਮ
પ્રભુ કૃપાથી જે મનુષ્ય ને પોતાના ચરણોમાં જોડ્યો છે અને પોતાનું નામ આપ્યું છે, તેણે જ્યારે પરમાત્મા ના નામ ને જીવનના વ્યવસાયમાં એકઠું કરીને નફો મેળવી લીધો, 

ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭਿ ਮੇਲਿਆ ਦੀਆ ਅਪਣਾ ਨਾਮੁ
તો પછી તેનું તમામ કાર્ય સફળ બન્યું, તૃષ્ણા અંતર્ગત દોડ-ભાગ નો અંત આવ્યો

ਆਵਣ ਜਾਣਾ ਰਹਿ ਗਇਆ ਆਪਿ ਹੋਆ ਮਿਹਰਵਾਨੁ
જે મનુષ્ય પર પરમાત્મા પોતે કૃપા કરે છે તેનું જન્મ અને મૃત્યુનું ચક્ર સમાપ્ત થાય છે. ગુરુનો શબ્દ તે મનુષ્ય જીવનશૈલી બની જાય છે.

ਸਚੁ ਮਹਲੁ ਘਰੁ ਪਾਇਆ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਪਛਾਨੁ ॥੩॥
શાશ્વત પ્રભુના ચરણોમાં તેને એવી જગ્યા મળે છે, જેને તે પોતાનું આધ્યાત્મિક ઘર બનાવે છે ।।૩।।

ਭਗਤ ਜਨਾ ਕਉ ਰਾਖਦਾ ਆਪਣੀ ਕਿਰਪਾ ਧਾਰਿ
પોતાની કૃપા થી પરમાત્મા પોતાના ભક્તોને કામ-ક્રોધ-લોભ વગેરે વિકારોથી બચાવીને રાખે છે

ਹਲਤਿ ਪਲਤਿ ਮੁਖ ਊਜਲੇ ਸਾਚੇ ਕੇ ਗੁਣ ਸਾਰਿ
હંમેશા સ્થિર પ્રભુના ગુણો હૃદયમાં સંભાળીને તે ભક્તોના મોં આ લોકમાં અને પરલોકમાં પ્રકાશિત થાય છે

ਆਠ ਪਹਰ ਗੁਣ ਸਾਰਦੇ ਰਤੇ ਰੰਗਿ ਅਪਾਰ
તે ભક્ત બેઅંત પ્રભુના પ્રેમ રંગમાં રંગાયેલા રહે છે અને આઠેય પ્રહર તેના ગુણો પોતાના હૃદયમાં સંભાળે છે

ਪਾਰਬ੍ਰਹਮੁ ਸੁਖ ਸਾਗਰੋ ਨਾਨਕ ਸਦ ਬਲਿਹਾਰ ॥੪॥੧੧॥੮੧॥
હે નાનક! પરબ્રહ્મ પરમાત્મા, તેમના બધા સુખનો સમુદ્ર દેખાય છે, અને તેઓ તેનાથી હંમેશા કુરબાન થાય છે ।।૪।।૧૧।।૮૧।।

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ
શ્રી રાગ મહેલ ૫।।

ਪੂਰਾ ਸਤਿਗੁਰੁ ਜੇ ਮਿਲੈ ਪਾਈਐ ਸਬਦੁ ਨਿਧਾਨੁ
હે મન! જો સંપૂર્ણ ગુરુ મળી જાય તો તેને પરમાત્મા નો મહિમા નો ખજાનો મળે છે

ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਆਪਣੀ ਜਪੀਐ ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ
હે પ્રભુ! પોતાની કૃપા કરીને ગુરુ મેળવી આપ, જેથી આધ્યાત્મિક જીવન આપનાર તારા નામનો અમે જાપ કરી શકીએ

ਜਨਮ ਮਰਣ ਦੁਖੁ ਕਾਟੀਐ ਲਾਗੈ ਸਹਜਿ ਧਿਆਨੁ ॥੧॥
જન્મ મરણના ચક્રમાં પડવાના અમારા દુઃખને અમે દૂર કરી શકીએ અને અમારું ધ્યાન આધ્યાત્મિક અટળતામાં જોડાય જાય ।।૧।।

ਮੇਰੇ ਮਨ ਪ੍ਰਭ ਸਰਣਾਈ ਪਾਇ
હે મન! પ્રભુનું નામ યાદ કર

ਹਰਿ ਬਿਨੁ ਦੂਜਾ ਕੋ ਨਹੀ ਏਕੋ ਨਾਮੁ ਧਿਆਇ ॥੧॥ ਰਹਾਉ
હે મન! પ્રભુ શરણ માં પડ, પ્રભુ સિવાય બીજો કોઈ રક્ષક નથી ।।૧।। વિરામ।।

ਕੀਮਤਿ ਕਹਣੁ ਜਾਈਐ ਸਾਗਰੁ ਗੁਣੀ ਅਥਾਹੁ
પરમાત્મા બધા ગુણોનો સમુદ્ર છે, એવા સમુદ્ર છે જેની ઊંડાઈ ના અંત સુધી પહોંચી શકાતું નથી. તેનું મૂલ્ય વર્ણવી શકાતું નથી

ਵਡਭਾਗੀ ਮਿਲੁ ਸੰਗਤੀ ਸਚਾ ਸਬਦੁ ਵਿਸਾਹੁ
હે ભાગ્યશાળી મન! સાધુ-સંગમાં બેસ અને ત્યાં શાશ્વત પરમાત્માની મહિમાની વાણીનો સોદો ખરીદ

ਕਰਿ ਸੇਵਾ ਸੁਖ ਸਾਗਰੈ ਸਿਰਿ ਸਾਹਾ ਪਾਤਿਸਾਹੁ ॥੨॥
સાધુ-સંગમાં વિધિ, પદ્ધતિ શીખી ને સુખનો સમુદ્ર પ્રભુની ભક્તિ કર. તે પ્રભુ વિશ્વના વડા સમ્રાટ છે ।।૨।।

ਚਰਣ ਕਮਲ ਕਾ ਆਸਰਾ ਦੂਜਾ ਨਾਹੀ ਠਾਉ
હે પરબ્રહ્મ! મને તારા જ સુંદર ચરણોની આશા છે

ਮੈ ਧਰ ਤੇਰੀ ਪਾਰਬ੍ਰਹਮ ਤੇਰੈ ਤਾਣਿ ਰਹਾਉ
તારા વિના મારા માટે બીજું કોઈ સ્થાન નથી, મને તારો જ સહારો છે, હું તારા આપેલા બળથી જ જીવું છું

ਨਿਮਾਣਿਆ ਪ੍ਰਭੁ ਮਾਣੁ ਤੂੰ ਤੇਰੈ ਸੰਗਿ ਸਮਾਉ ॥੩॥
હે પ્રભુ! જેને દુનિયામાં કોઈ માન મળતું નથી, તું તેનો પણ સન્માન નો રસ્તો છે. કૃપા કર હું તારા ચરણોમાં લીન રહું ।।૩।।

ਹਰਿ ਜਪੀਐ ਆਰਾਧੀਐ ਆਠ ਪਹਰ ਗੋਵਿੰਦੁ
હે મન! આઠેય પ્રહર પરમાત્માના નામનો જાપ કરવો જોઈએ. ગોવિંદ ની ઉપાસના કરવી જોઈએ

ਜੀਅ ਪ੍ਰਾਣ ਤਨੁ ਧਨੁ ਰਖੇ ਕਰਿ ਕਿਰਪਾ ਰਾਖੀ ਜਿੰਦੁ
પરમાત્મા શરણમાં આવેલા જીવો ના પ્રાણ ને વિકારોથી બચાવે છે. જ્ઞાન-ઇન્દ્રિયોને વિકારોથી રક્ષણ આપે છે, તેના નામ-પૈસાની રક્ષા કરે છે. શરણમાં આવેલા જીવો ની જીવાત્માને કૃપા કરીને વિકારોથી બચાવે છે

ਨਾਨਕ ਸਗਲੇ ਦੋਖ ਉਤਾਰਿਅਨੁ ਪ੍ਰਭੁ ਪਾਰਬ੍ਰਹਮ ਬਖਸਿੰਦੁ ॥੪॥੧੨॥੮੨॥
હે નાનક! પ્રભુ પરબ્રહ્મ બચાવનાર છે, તે શરણમાં આવેલા લોકોના બધા પાપો દૂર કરે છે ।।૪।।૧૨।।૮૨।।

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ
શ્રી રાગ મહેલ ૫।।

ਪ੍ਰੀਤਿ ਲਗੀ ਤਿਸੁ ਸਚ ਸਿਉ ਮਰੈ ਆਵੈ ਜਾਇ
હે માતા! મારો પ્રેમ હવે શાશ્વત પ્રભુ સાથે છે, જે ક્યારેય મરી શકતો નથી, જે નથી જન્મતો અને નથી મરતો

ਨਾ ਵੇਛੋੜਿਆ ਵਿਛੁੜੈ ਸਭ ਮਹਿ ਰਹਿਆ ਸਮਾਇ
તે જુદા થવાથી જુદા થતો નથી. હે માતા! તે પરમાત્મા બધા જીવ માં સમાયેલ છે

ਦੀਨ ਦਰਦ ਦੁਖ ਭੰਜਨਾ ਸੇਵਕ ਕੈ ਸਤ ਭਾਇ
હે માતા! ગરીબોના વેદનાનો નાશ કરનાર પ્રભુ સેવક ને તેની સદભાવના થી મળે છે. તે પ્રભુનું સુંદર રૂપ છે, તે માયા થી પ્રભાવિત નથી.

ਅਚਰਜ ਰੂਪੁ ਨਿਰੰਜਨੋ ਗੁਰਿ ਮੇਲਾਇਆ ਮਾਇ ॥੧॥
હે માતા! તે પરમાત્મા મને મારા ગુરૂથી મળ્યો છે ।।૧।।

ਭਾਈ ਰੇ ਮੀਤੁ ਕਰਹੁ ਪ੍ਰਭੁ ਸੋਇ
હે ભાઈ! તું પણ એ જ પરમાત્માને પોતાનો મિત્ર બનાવ

error: Content is protected !!