GUJARATI PAGE 88

ਸਲੋਕੁ ਮਃ
શ્લોક મહેલ ૩।।

ਸਤਿਗੁਰੁ ਸੇਵੇ ਆਪਣਾ ਸੋ ਸਿਰੁ ਲੇਖੈ ਲਾਇ
જે મનુષ્ય પોતાના સદગુરુએ બતાવેલી સેવા કરે છે, તે મનુષ્ય પોતાનું માથું સફળ કરી લે છે

ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਇ ਕੈ ਰਹਨਿ ਸਚਿ ਲਿਵ ਲਾਇ
આવા મનુષ્ય હૃદયમાંથી અહંકાર દૂર કરીને સાચા નામમાં ધ્યાન જોડેલું રાખે છે

ਸਤਿਗੁਰੁ ਜਿਨੀ ਸੇਵਿਓ ਤਿਨਾ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇ
જેણે સદગુરુએ બતાવેલી સેવા નથી કરી, તેને માનવ જન્મ વ્યર્થ ગુમાવ્યો છે

ਨਾਨਕ ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋ ਕਰੇ ਕਹਣਾ ਕਿਛੂ ਜਾਇ ॥੧॥
પરંતુ, હે નાનક! કંઈ સારું-ખરાબ કહી શકાતું નથી કારણ કે જે તે પ્રભુને યોગ્ય લાગે છે, પોતે કરે છે ।।૧।।

ਮਃ
મહેલ ૩।।

ਮਨੁ ਵੇਕਾਰੀ ਵੇੜਿਆ ਵੇਕਾਰਾ ਕਰਮ ਕਮਾਇ
આ કુદરતની રીત છે કે વિકારોમાં ફસાયેલું મન વિકારોવાળા કર્મ જ કરે છે

ਦੂਜੈ ਭਾਇ ਅਗਿਆਨੀ ਪੂਜਦੇ ਦਰਗਹ ਮਿਲੈ ਸਜਾਇ
આથી માયાના પ્રેમમાં ફસાઈ રહીને જે મનુષ્ય પૂજા કરે છે, આ પૂજાનો તેને કોઈ લાભ મળતો નથી, દરબારમાં સજા જ મળે છે

ਆਤਮ ਦੇਉ ਪੂਜੀਐ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਬੂਝ ਪਾਇ
આત્માને રોશન કરનાર પ્રભુની જ પૂજા કરવી જોઈએ, પરંતુ સદગુરુ વગર સમજમાં આવતું નથી

ਜਪੁ ਤਪੁ ਸੰਜਮੁ ਭਾਣਾ ਸਤਿਗੁਰੂ ਕਾ ਕਰਮੀ ਪਲੈ ਪਾਇ
સદગુરુની મંજુરીને માનવી આ જ જપ તપ અને સંયમ છે, પ્રભુ કૃપા કરે તો આ મંજૂરીને માનવાની સક્ષમતા પ્રાપ્ત થાય છે

ਨਾਨਕ ਸੇਵਾ ਸੁਰਤਿ ਕਮਾਵਣੀ ਜੋ ਹਰਿ ਭਾਵੈ ਸੋ ਥਾਇ ਪਾਇ ॥੨॥
હે નાનક! આમ તો જે સેવા પ્રભુને યોગ્ય લાગે તે જ સ્વીકાર થાય છે, પરંતુ સેવા પણ ધ્યાન દ્વારા જ કરી શકાય છે ।।૨।।

ਪਉੜੀ
પગથિયું।।

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪਹੁ ਮਨ ਮੇਰੇ ਜਿਤੁ ਸਦਾ ਸੁਖੁ ਹੋਵੈ ਦਿਨੁ ਰਾਤੀ
હે મન! હરિના નામનું સ્મરણ કર, જેથી રાત-દિવસ હંમેશા સુખ હોય

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪਹੁ ਮਨ ਮੇਰੇ ਜਿਤੁ ਸਿਮਰਤ ਸਭਿ ਕਿਲਵਿਖ ਪਾਪ ਲਹਾਤੀ
હે મન! હરિ નામનું સ્મરણ કરીને બધા પાપ દુર થઇ જાય છે

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪਹੁ ਮਨ ਮੇਰੇ ਜਿਤੁ ਦਾਲਦੁ ਦੁਖ ਭੁਖ ਸਭ ਲਹਿ ਜਾਤੀ
હે મન! હરિ નામનું સ્મરણ કર, જેથી બધી દરિદ્રતા, દુઃખ અને ભૂખ ઉતરી જાય

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪਹੁ ਮਨ ਮੇਰੇ ਮੁਖਿ ਗੁਰਮੁਖਿ ਪ੍ਰੀਤਿ ਲਗਾਤੀ
હે મન! હરિના નામનું સ્મરણ કર, તેથી સદગુરુની સાથે રહીને તારી અંદર ઉત્તમ પ્રીતિ બની જાય

ਜਿਤੁ ਮੁਖਿ ਭਾਗੁ ਲਿਖਿਆ ਧੁਰਿ ਸਾਚੈ ਹਰਿ ਤਿਤੁ ਮੁਖਿ ਨਾਮੁ ਜਪਾਤੀ ॥੧੩॥
ધૂર સાચા દરબારથી જેના મોં પર ભાગ્ય લખ્યા હોય, પ્રભુ એના મોંથી જ પોતાના નામનું સ્મરણ કરાવે છે ।।૧૩।। 

ਸਲੋਕ ਮਃ :
શ્લોક મહેલ ૩।।

ਸਤਿਗੁਰੁ ਜਿਨੀ ਸੇਵਿਓ ਸਬਦਿ ਕੀਤੋ ਵੀਚਾਰੁ
મનુષ્ય જન્મ મેળવીને પણ જે જીવોએ સદગુરુએ બતાવેલી સેવા નથી કરી અને સદગુરુના શબ્દથી હરિ નામનો વિચાર નથી કર્યો, 

ਅੰਤਰਿ ਗਿਆਨੁ ਆਇਓ ਮਿਰਤਕੁ ਹੈ ਸੰਸਾਰਿ
અને આ રીતે હૃદયમાં સાચો પ્રકાશ નથી થયો, તે જીવ સંસારમાં જીવતો હોવા છતાં પણ મરેલો છે

ਲਖ ਚਉਰਾਸੀਹ ਫੇਰੁ ਪਇਆ ਮਰਿ ਜੰਮੈ ਹੋਇ ਖੁਆਰੁ
ચોર્યાસી લાખ યોનિઓમાં તેને ચક્કર કાપવા પડે છે, વારંવાર પેદા થાય મરે અને ખુવાર થાય છે

ਸਤਿਗੁਰ ਕੀ ਸੇਵਾ ਸੋ ਕਰੇ ਜਿਸ ਨੋ ਆਪਿ ਕਰਾਏ ਸੋਇ
જે જીવને પ્રભુ સ્વયં કરાવે, તે જ સદગુરુએ બતાવેલા કાર્ય કરી શકે છે.

ਸਤਿਗੁਰ ਵਿਚਿ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਹੈ ਕਰਮਿ ਪਰਾਪਤਿ ਹੋਇ
સદગુરુ પાસે ‘નામ’નો ખજાનો છે, જે પ્રભુની કૃપાથી પ્રાપ્ત થઇ શકે છે

ਸਚਿ ਰਤੇ ਗੁਰ ਸਬਦ ਸਿਉ ਤਿਨ ਸਚੀ ਸਦਾ ਲਿਵ ਹੋਇ
જે મનુષ્ય સદગુરુના શબ્દ દ્વારા સાચા નામમાં રંગાયેલા છે, તેના વિચારો હંમેશા એક તાર રહે છે

ਨਾਨਕ ਜਿਸ ਨੋ ਮੇਲੇ ਵਿਛੁੜੈ ਸਹਜਿ ਸਮਾਵੈ ਸੋਇ ॥੧॥
હે નાનક! જેને એક વારી મળી લે છે, તે ક્યારેય અલગ થતો નથી, તે હંમેશા અડોલ સ્થિતિમાં ટકેલો રહે છે ।।૧।।

ਮਃ
મહેલ ૩।।

ਸੋ ਭਗਉਤੀ ਜੋੁ ਭਗਵੰਤੈ ਜਾਣੈ
સાચો ભક્ત તે છે જે પ્રભુને જાણે છે, 

ਗੁਰ ਪਰਸਾਦੀ ਆਪੁ ਪਛਾਣੈ
પ્રભુથી ગાઢ સંધિ નાખે છે

ਧਾਵਤੁ ਰਾਖੈ ਇਕਤੁ ਘਰਿ ਆਣੈ
સદગુરુની કૃપાથી પોતાની જાતને ઓળખે છે ઈચ્છા તરફ દોડતા મનને કાબુમાં રાખે છે,

ਜੀਵਤੁ ਮਰੈ ਹਰਿ ਨਾਮੁ ਵਖਾਣੈ
અને એક ટેકાવમાં લાવે છે અને જીવિત હોવા છતાં પણ માયા તરફથી મરેલો રહે છે

ਐਸਾ ਭਗਉਤੀ ਉਤਮੁ ਹੋਇ
એવો સાચો ભક્ત ઉત્તમ હોય છે,

ਨਾਨਕ ਸਚਿ ਸਮਾਵੈ ਸੋਇ ॥੨॥
હે નાનક! તે હંમેશા સ્થિર પ્રભુમાં લીન થઇ જાય છે અને ફરીથી ક્યારેય અલગ થતો નથી ।।૨।।

ਮਃ
મહેલ ૩।।

ਅੰਤਰਿ ਕਪਟੁ ਭਗਉਤੀ ਕਹਾਏ
જે મનુષ્ય હૃદયમાં ખોટ રાખે પરંતુ પોતાને સાચો ભક્ત કહેવડાવે, 

ਪਾਖੰਡਿ ਪਾਰਬ੍ਰਹਮੁ ਕਦੇ ਪਾਏ
તે આ પાખંડથી પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી

ਪਰ ਨਿੰਦਾ ਕਰੇ ਅੰਤਰਿ ਮਲੁ ਲਾਏ
જીવ બીજાની નિંદા કરીને હૃદય પર ગંદકી ચડાવી રાખે,

ਬਾਹਰਿ ਮਲੁ ਧੋਵੈ ਮਨ ਕੀ ਜੂਠਿ ਜਾਏ
અને બહારથી શરીરની ગંદકી સ્નાન વગેરેથી ધોતો રહે, આ રીતે મનનું અસત્ય દૂર હોતું નથી

ਸਤਸੰਗਤਿ ਸਿਉ ਬਾਦੁ ਰਚਾਏ
જે મનુષ્ય સત્સંગતિ સાથે ટકરાવ રાખે છે તે માયાના પ્રેમમાં રંગાયેલો હંમેશા દુઃખી રહે છે

ਅਨਦਿਨੁ ਦੁਖੀਆ ਦੂਜੈ ਭਾਇ ਰਚਾਏ
હરિ નામનું સ્મરણ છોડીને બીજા ભલે જેટલા કર્મકાંડ કરતો રહે 

ਹਰਿ ਨਾਮੁ ਚੇਤੈ ਬਹੁ ਕਰਮ ਕਮਾਏ
આ રીતે પહેલા કરેલા કર્મોના સારા ખરાબ સંસ્કાર જે મન પર લખેલા છે,

ਪੂਰਬ ਲਿਖਿਆ ਸੁ ਮੇਟਣਾ ਜਾਏ
અને જનમ જનમમાં ભટકતો ફરે છે, મટી શકતો નથી

ਨਾਨਕ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਸੇਵੇ ਮੋਖੁ ਪਾਏ ॥੩॥
હે નાનક! સાચું તો એ છે કે સતગુરૂ દ્વારા બતાવેલા કર્મો કર્યા વીના માયાના મોહમાંથી છુટકારો થઈ જ નથી શકતો ।।૩।।

ਪਉੜੀ
પગથિયું।।

ਸਤਿਗੁਰੁ ਜਿਨੀ ਧਿਆਇਆ ਸੇ ਕੜਿ ਸਵਾਹੀ
જેમને સદગુરુનું ધ્યાન ધર્યું છે, તે નિત્ય નવા દિવસે દુઃખી થતા નથી, 

ਸਤਿਗੁਰੁ ਜਿਨੀ ਧਿਆਇਆ ਸੇ ਤ੍ਰਿਪਤਿ ਅਘਾਹੀ
કારણ કે જેને સદગુરુનું ધ્યાન ધારણ કર્યું છે તે દુન્યવી પદાર્થોની તરફથી સંપૂર્ણ પણે સંતુષ્ટ રહે છે, 

ਸਤਿਗੁਰੁ ਜਿਨੀ ਧਿਆਇਆ ਤਿਨ ਜਮ ਡਰੁ ਨਾਹੀ
કારણ કે જેને સદગુરુનું ધ્યાન ધારણ કર્યું છે  તેમને મૃત્યુનો પણ ડર રહેતો નથી.

error: Content is protected !!