ਮਾਝ ਮਹਲਾ ੪ ॥
માઝ મહેલ ૪।।
ਹਰਿ ਗੁਣ ਪੜੀਐ ਹਰਿ ਗੁਣ ਗੁਣੀਐ ॥
હે સત્સંગી મિત્ર, આવો મળીને આપણે પરમાત્માના ગુણોવાળી વાણી વાંચીએ અને વિચારીએ
ਹਰਿ ਹਰਿ ਨਾਮ ਕਥਾ ਨਿਤ ਸੁਣੀਐ ॥
પરમાત્માના નામની કથા જ સંભળાવતા અને સાંભળતા રહીએ
ਮਿਲਿ ਸਤਸੰਗਤਿ ਹਰਿ ਗੁਣ ਗਾਏ ਜਗੁ ਭਉਜਲੁ ਦੁਤਰੁ ਤਰੀਐ ਜੀਉ ॥੧॥
સાધુ-સંગમાં મળીને પરમાત્માની મહિમાનાં ગુણ ગાઈને આ જગતથી આ સંસાર-સમુદ્રથી પાર થઇ શકાય છે. મહિમા વિના આનાથી પાર થવું ખુબ જ મુશ્કેલ છે ।।૧।।
ਆਉ ਸਖੀ ਹਰਿ ਮੇਲੁ ਕਰੇਹਾ ॥
હે સત્સંગી મિત્ર! આવો, પરમાત્માની પ્રાપ્તિવાળો સત્સંગ બનાવીએ
ਮੇਰੇ ਪ੍ਰੀਤਮ ਕਾ ਮੈ ਦੇਇ ਸਨੇਹਾ॥
જે ગુરુમુખ મને મારા પ્રીતમનો સંદેશ આપે
ਮੇਰਾ ਮਿਤ੍ਰੁ ਸਖਾ ਸੋ ਪ੍ਰੀਤਮੁ ਭਾਈ ਮੈ ਦਸੇ ਹਰਿ ਨਰਹਰੀਐ ਜੀਉ ॥੨॥
મને પરમતમાંનું સરનામુ ઠેકાણું બતાવે તે જ મારો મિત્ર છે મારો સાથી છે, મારો સજ્જન છે મારો ભાઈ છે ।।૨।।
ਮੇਰੀ ਬੇਦਨ ਹਰਿ ਗੁਰੁ ਪੂਰਾ ਜਾਣੈ ॥
હે સત્સંગી મિત્ર! પરમાત્માનું રૂપ સંપૂર્ણ ગુરુ જ મારી પીડા જાણે છે
ਹਉ ਰਹਿ ਨ ਸਕਾ ਬਿਨੁ ਨਾਮ ਵਖਾਣੇ ॥
પરમાત્માના નામ ઉચ્ચારણ વિના મને ધીરજ નથી આવી શકતી. આ માટે હું ગુરુની આગળ વિનંતી કરું છું અને કહું છું
ਮੈ ਅਉਖਧੁ ਮੰਤ੍ਰੁ ਦੀਜੈ ਗੁਰ ਪੂਰੇ ਮੈ ਹਰਿ ਹਰਿ ਨਾਮਿ ਉਧਰੀਐ ਜੀਉ ॥੩॥
હે સંપૂર્ણ સતગુરુ! મને પોતાનો ઉપદેશ આપ આ જ દવા છે જે મારી વેદના દૂર કરી શકે છે. મને પરમાત્માના નામમાં જોડીને સંસારથી પાર કરાવ ।।૩।।
ਹਮ ਚਾਤ੍ਰਿਕ ਦੀਨ ਸਤਿਗੁਰ ਸਰਣਾਈ ॥
દાસ નાનક કહે છે, અમે બપૈયો છીએ અને ગુરુની શરણે આવ્યા છીએ
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਬੂੰਦ ਮੁਖਿ ਪਾਈ ॥
ગુરુની કૃપાથી અમે પરમાત્માનું નામ મુખમાં નાખી દીધું છે જેમ બપૈયો ટીપું મુખમાં પીવે છે
ਹਰਿ ਜਲਨਿਧਿ ਹਮ ਜਲ ਕੇ ਮੀਨੇ ਜਨ ਨਾਨਕ ਜਲ ਬਿਨੁ ਮਰੀਐ ਜੀਉ ॥੪॥੩॥
પરમાત્મા પાણીનો સમુદ્ર છે, અમે તે પાણીની માછલીઓ છીએ. તે નામ જળ વિના આધ્યાત્મિક મૃત્યુ આવી જાય છે જેમ, માછલી પાણી વિના મરી જાય છે. ।।૪।।૩।।
ਮਾਝ ਮਹਲਾ ੪ ॥
માઝ મહેલ ૪।।
ਹਰਿ ਜਨ ਸੰਤ ਮਿਲਹੁ ਮੇਰੇ ਭਾਈ ॥
હે હરિ જન! હે સંત જન! હે ભાઈઓ! મને મળો.
ਮੇਰਾ ਹਰਿ ਪ੍ਰਭੁ ਦਸਹੁ ਮੈ ਭੁਖ ਲਗਾਈ ॥
મને મારા હરિ પ્રભુ પરમાત્માનું સરનામું બતાવો મને તેના દર્શનની ભુખ લાગેલી છે.
ਮੇਰੀ ਸਰਧਾ ਪੂਰਿ ਜਗਜੀਵਨ ਦਾਤੇ ਮਿਲਿ ਹਰਿ ਦਰਸਨਿ ਮਨੁ ਭੀਜੈ ਜੀਉ ॥੧॥
હે જગતના જીવન પ્રભુ! હે દાતાર! હે હરિ! મારી આ શ્રદ્ધા પુરી કરો કે તારા દર્શનમાં લીન થઈને મારુ મન તારા નામ અમૃતથી છલો છલ થઇ જાય ।।૧।।
ਮਿਲਿ ਸਤਸੰਗਿ ਬੋਲੀ ਹਰਿ ਬਾਣੀ ॥
મારુ મન વિચારે છે કે સાધુ-સંગતમાં મળીને હું પરમાત્માની મહિમાની વાણી ઉચ્ચારુ
ਹਰਿ ਹਰਿ ਕਥਾ ਮੇਰੈ ਮਨਿ ਭਾਣੀ ॥
પરમાત્માની મહિમાની વાતો મારા મનને વ્હાલી લાગી રહી છે
ਹਰਿ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਮਨਿ ਭਾਵੈ ਮਿਲਿ ਸਤਿਗੁਰ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਜੈ ਜੀਉ ॥੨॥
આધ્યાત્મિક જીવન આપનાર પ્રભુનું નામ-જળ મારા મનમાં સારું લાગી રહ્યું છે. આ નામ જળ સદગુરુને મળીને જ પી શકાય છે ।।૨।।
ਵਡਭਾਗੀ ਹਰਿ ਸੰਗਤਿ ਪਾਵਹਿ ॥
ભાગ્યશાળી મનુષ્ય પ્રભુનો મેળાપ કરાવવાવાળી સાધુ-સંગતિ પ્રાપ્ત કરે છે
ਭਾਗਹੀਨ ਭ੍ਰਮਿ ਚੋਟਾ ਖਾਵਹਿ ॥
પરંતુ, અભાગી લોકો ભટકણોમાં પડીને ઇજાઓ ખાય છે, વિકારોની ઇજા સહન કરે છે
ਬਿਨੁ ਭਾਗਾ ਸਤਸੰਗੁ ਨ ਲਭੈ ਬਿਨੁ ਸੰਗਤਿ ਮੈਲੁ ਭਰੀਜੈ ਜੀਉ ॥੩॥
સારી કિસ્મત વગર સાધુ-સંગતિ નથી મળતી. સાધુ-સંગતિ વિના મનુષ્યનું મન વિકારોની ગંદકીથી ભરાઈ જાય છે ।।૩।।
ਮੈ ਆਇ ਮਿਲਹੁ ਜਗਜੀਵਨ ਪਿਆਰੇ ॥
હે જગતને જીવન આપનાર વ્હાલા પ્રભુ! આવીને મને મળ
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਦਇਆ ਮਨਿ ਧਾਰੇ ॥
હે હરિ! પોતાના મનમાં દયા ધરીને મને પોતાનું નામ આપ
ਗੁਰਮਤਿ ਨਾਮੁ ਮੀਠਾ ਮਨਿ ਭਾਇਆ ਜਨ ਨਾਨਕ ਨਾਮਿ ਮਨੁ ਭੀਜੈ ਜੀਉ ॥੪॥੪॥
દાસ નાનક કહે છે, ગુરુની બુદ્ધિની કૃપાથી જે મનુષ્યના મનમાં પરમાત્માનું નામ મીઠું લાગવા લાગે છે, વ્હાલું લાગવા લાગે છે, તેનું મન હંમેશા નામમાં જ પલળેલું રહે છે ।।૪।।૪।।
ਮਾਝ ਮਹਲਾ ੪ ॥
માઝ મહેલ ૪।।
ਹਰਿ ਗੁਰ ਗਿਆਨੁ ਹਰਿ ਰਸੁ ਹਰਿ ਪਾਇਆ ॥
મેં ગુરુએ આપેલી પરમાત્માની સાથે ગાઢ સંધિ પ્રાપ્ત કરી લીધી છે. મને પરમાત્માનો નામ રસ મળી ગયો છે.
ਮਨੁ ਹਰਿ ਰੰਗਿ ਰਾਤਾ ਹਰਿ ਰਸੁ ਪੀਆਇਆ ॥
મારુ મન પરમાત્માના નામ રંગમાં રંગાયેલું છે. મને ગુરુએ પરમાત્માનું નામ રસ પીવડાવી દીધું છે
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਮੁਖਿ ਹਰਿ ਹਰਿ ਬੋਲੀ ਮਨੁ ਹਰਿ ਰਸਿ ਟੁਲਿ ਟੁਲਿ ਪਉਦਾ ਜੀਉ ॥੧॥
હવે હું હંમેશા પરમાત્માનું નામ મોંથી ઉચ્ચારતો રહું છું. પરમાત્માના નામ રસથી મારુ મન ઉછળી ઉછળી પડે છે. ।।૧।।
ਆਵਹੁ ਸੰਤ ਮੈ ਗਲਿ ਮੇਲਾਈਐ ॥
હે સંતો! આવો, મને પોતાના ગળેથી લગાવી લો
ਮੇਰੇ ਪ੍ਰੀਤਮ ਕੀ ਮੈ ਕਥਾ ਸੁਣਾਈਐ ॥
મને મારા પ્રિય પ્રભુની વાતો સંભળાવો
ਹਰਿ ਕੇ ਸੰਤ ਮਿਲਹੁ ਮਨੁ ਦੇਵਾ ਜੋ ਗੁਰਬਾਣੀ ਮੁਖਿ ਚਉਦਾ ਜੀਉ ॥੨॥
હે પ્રભુના સંત જન! મને મળો. જે કોઈ સદગુરુની વાણી મોંથી ઉચ્ચારે છે અને મને સંભળાવે છે, હું મારુ મન તેના હવાલે કરું છું ।।૨।।
ਵਡਭਾਗੀ ਹਰਿ ਸੰਤੁ ਮਿਲਾਇਆ ॥
મારા સારા ભાગ્યોથી પરમાત્માએ મને ગુરુ સાથે મેળવ્યો
ਗੁਰਿ ਪੂਰੈ ਹਰਿ ਰਸੁ ਮੁਖਿ ਪਾਇਆ ॥
તે સંપૂર્ણ ગુરુએ પરમાત્માનું નામ રસ મારા મુખમાં નાખી દીધું
ਭਾਗਹੀਨ ਸਤਿਗੁਰੁ ਨਹੀ ਪਾਇਆ ਮਨਮੁਖੁ ਗਰਭ ਜੂਨੀ ਨਿਤਿ ਪਉਦਾ ਜੀਉ ॥੩॥
અભાગી લોકોને જ સદગુરુ મળતા નથી. જે મનુષ્ય પોતાના મનની પાછળ ચાલતો રહે છે, તે હંમેશા યોનીઓના ચક્કરમાં પડેલો રહે છે ।।૩।।
ਆਪਿ ਦਇਆਲਿ ਦਇਆ ਪ੍ਰਭਿ ਧਾਰੀ ॥
દયાના ઘર પ્રભુએ જે મનુષ્ય પર કૃપા કરી,
ਮਲੁ ਹਉਮੈ ਬਿਖਿਆ ਸਭ ਨਿਵਾਰੀ ॥
તેને પોતાની અંદરથી અહંકારની ગંદકી, માયાની ગંદકી બધી જ દૂર કરી લીધી.?
ਨਾਨਕ ਹਟ ਪਟਣ ਵਿਚਿ ਕਾਂਇਆ ਹਰਿ ਲੈਂਦੇ ਗੁਰਮੁਖਿ ਸਉਦਾ ਜੀਉ ॥੪॥੫॥
હે નાનક! જે મનુષ્ય ગુરુની સામે હોય છે, તે પોતાના શરીરરૂપી દુકાનમાં જ, શરીરરૂપી શહેરમાં જ ટકીને પરમાત્માના નામનો સોદો ખરીદે છે ।।૪।।૫।।
ਮਾਝ ਮਹਲਾ ੪ ॥
માઝ મહેલ ૪।।
ਹਉ ਗੁਣ ਗੋਵਿੰਦ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਈ ॥
મારી પ્રાર્થના છે કે હું ગોવિંદના ગુણ ગાઉં. હું હરિનું નામ સ્મરણ કરું
ਮਿਲਿ ਸੰਗਤਿ ਮਨਿ ਨਾਮੁ ਵਸਾਈ ॥
સાધુ-સંગતમાં મળીને હું પરમાત્માનું નામ પોતાના મનમાં વસાવું
ਹਰਿ ਪ੍ਰਭ ਅਗਮ ਅਗੋਚਰ ਸੁਆਮੀ ਮਿਲਿ ਸਤਿਗੁਰ ਹਰਿ ਰਸੁ ਕੀਚੈ ਜੀਉ ॥੧॥
હે હરિ! હે પ્રભુ! હે અગમ્ય પ્રભુ! હે અગોચર પ્રભુ! હે સ્વામી! જો તારી કૃપા હોય તો સદગુરુને મળીને તારા નામનો આનંદ મેળવી શકાય છે ।।૧।।