ਜੀਇ ਸਮਾਲੀ ਤਾ ਸਭੁ ਦੁਖੁ ਲਥਾ ॥
તેની કૃપાથી જ્યારે હું પરમાત્માનું નામ પોતાના હદયમાં વસાવું છું તો મારા બધા દુઃખ દૂર થઈ જાય છે
ਚਿੰਤਾ ਰੋਗੁ ਗਈ ਹਉ ਪੀੜਾ ਆਪਿ ਕਰੇ ਪ੍ਰਤਿਪਾਲਾ ਜੀਉ ॥੨॥
મારી અંદરથી ચિંતા નો રોગ દૂર થઈ જાય છે, મારુ અહંકાર રૂપી દુઃખ દૂર થઈ જાય છે ચિંતા અહં વગેરેથી પરમાત્મા સ્વયં જ મારી રક્ષા કરે છે ।।૨।।
ਬਾਰਿਕ ਵਾਂਗੀ ਹਉ ਸਭ ਕਿਛੁ ਮੰਗਾ ॥
ગુરુની બુદ્ધિ લઇ ને પરમાત્મા ના ઓટલેથી નાદાન બાળક ની જેમ દરેક વસ્તુ માંગુ છું, તે હંમેશા મને મારી મોં માંગેલી વસ્તુ આપે છે
ਦੇਦੇ ਤੋਟਿ ਨਾਹੀ ਪ੍ਰਭ ਰੰਗਾ ॥
અને પ્રભુ એ આપેલી વસ્તુ થી મને ક્યારેય કોઈ ખોટ નથી આવતી
ਪੈਰੀ ਪੈ ਪੈ ਬਹੁਤੁ ਮਨਾਈ ਦੀਨ ਦਇਆਲ ਗੋਪਾਲਾ ਜੀਉ ॥੩॥
તે પરમાત્મા ગરીબો પર દયા કરવાવાળા છે, સૃષ્ટિ ના જિવોનું પાલન કરવા વાળા છે હું તેના ચરણોમાં પડી પડી ને હંમેશા તેને માનતો રહું છું ।।૩।।
ਹਉ ਬਲਿਹਾਰੀ ਸਤਿਗੁਰ ਪੂਰੇ ॥
હું સંપૂર્ણ સદગુરુથી બલિદાન આપું છું
ਜਿਨਿ ਬੰਧਨ ਕਾਟੇ ਸਗਲੇ ਮੇਰੇ ॥
તેને મારા બધા માયા ના બંધન ને તોડી દીધા છે
ਹਿਰਦੈ ਨਾਮੁ ਦੇ ਨਿਰਮਲ ਕੀਏ ਨਾਨਕ ਰੰਗਿ ਰਸਾਲਾ ਜੀਉ ॥੪॥੮॥੧੫॥
હે નાનક! ગુરુએ જેના હદયમાં પરમાત્માનું નામ દઈને પવિત્ર જીવન વાળો બનાવી દીધો છે, તે પ્રભુના પ્રેમ માં લિન થઈને આધ્યાત્મિક આનંદનું ઘર બની જાય છે।।૪।।૮।।૧૫।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਲਾਲ ਗੋਪਾਲ ਦਇਆਲ ਰੰਗੀਲੇ ॥
હે વ્હાલા પ્રભુ! હે સૃષ્ટિ ના રખવાળા! હે દયાનું ઘર! હે આનંદ ના શ્રોત!
ਗਹਿਰ ਗੰਭੀਰ ਬੇਅੰਤ ਗੋਵਿੰਦੇ ॥
હે ઊંડા અને મોટા જીગરવાળા! હે બે અંત ગોવિંદ!
ਊਚ ਅਥਾਹ ਬੇਅੰਤ ਸੁਆਮੀ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਹਉ ਜੀਵਾਂ ਜੀਉ ॥੧॥
હે બધાથી ઉચ્ચા, તળિયા વગરના અને અંત વગરના પ્રભુ! હે સ્વામી! તારી કૃપાથી તારું નામ યાદ કરી કરીને હું આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરું છું ।।૧।।
ਦੁਖ ਭੰਜਨ ਨਿਧਾਨ ਅਮੋਲੇ ॥
હે જીવો ના દુઃખો ને નાશ કરવાવાળા! હે કિંમતી પદાર્થો ના ખજાના!
ਨਿਰਭਉ ਨਿਰਵੈਰ ਅਥਾਹ ਅਤੋਲੇ ॥
હે નીડર દુશ્મનાવટ વગરના તળિયા વગરના અને તોલ વગરના પ્રભુ!
ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੰਭੌ ਮਨ ਸਿਮਰਤ ਠੰਢਾ ਥੀਵਾਂ ਜੀਉ ॥੨॥
તારી હસ્તી મૃત્યુ રહિત છે, તું યોનિયોમાં નથી આવતો અને પોતાનાથી પ્રગટ થાય છે, તારું નામ મન માં યાદ કરી કરીને હું શાંત મન થઈ જાઉં છું ।।૨।।
ਸਦਾ ਸੰਗੀ ਹਰਿ ਰੰਗ ਗੋਪਾਲਾ ॥
પરમાત્મા પોતાની સૃષ્ટિનું પાલન કરવાવાળા છે, હંમેશા બધા જીવોની આજુ-બાજુ રહે છે અને બધાને સુખ દેવાવાળા છે
ਊਚ ਨੀਚ ਕਰੇ ਪ੍ਰਤਿਪਾਲਾ ॥
જગતમાં ઉચ્ચ કહેવાતા અને નીચ કહેવાતા બધા જીવોનું પાલન કરે છે
ਨਾਮੁ ਰਸਾਇਣੁ ਮਨੁ ਤ੍ਰਿਪਤਾਇਣੁ ਗੁਰਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਵਾਂ ਜੀਉ ॥੩॥
પરમાત્માનું નામ બધા રસોનો શ્રોત છે જીવોના મન ને માયા ની તૃષ્ણાથી તૃપ્ત કરવાવાળું છે, ગુરુની શરણે પડીને આધ્યાત્મિક જીવન દેવાવાળું તે નામ રસ હું પીતો રહું છું ।।૩।।
ਦੁਖਿ ਸੁਖਿ ਪਿਆਰੇ ਤੁਧੁ ਧਿਆਈ ॥
હે વ્હાલા પ્રભુ! દુઃખ માં ફસાયેલો હોય, જાણે સુખમાં વસેલો હોય હું હમેંશા તને જ જોઉં છું, તારું જ ધ્યાન ધરું છું
ਏਹ ਸੁਮਤਿ ਗੁਰੂ ਤੇ ਪਾਈ ॥
આ સારી બુદ્ધિમેં ગુરુથી જ લીધી છે
ਨਾਨਕ ਕੀ ਧਰ ਤੂੰਹੈ ਠਾਕੁਰ ਹਰਿ ਰੰਗਿ ਪਾਰਿ ਪਰੀਵਾਂ ਜੀਉ ॥੪॥੯॥੧੬॥
હે બધાના પાલણહાર! નાનક નો આશરો તું જ છે, હે ભાઈ! પરમાત્મા ના પ્રેમ રંગ માં લિન થઈને હું સંસાર સમુદ્ર પાર કરી શકું છું ।।૪।।૯।।૧૬।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਧੰਨੁ ਸੁ ਵੇਲਾ ਜਿਤੁ ਮੈ ਸਤਿਗੁਰੁ ਮਿਲਿਆ ॥
મારી કિસ્મતથી તે સમય ભાગ્યશાળી સાબિત થયો છે જે સમયે મને સદગુરુ મળી ગયા
ਸਫਲੁ ਦਰਸਨੁ ਨੇਤ੍ਰ ਪੇਖਤ ਤਰਿਆ ॥
ગુરુના દર્શન મારા માટે કારણ કે આ આંખોથી ગુરુના દર્શન કરતા જ હું વિકારો ના સમુદ્ર ને પાર કરી શકું છું
ਧੰਨੁ ਮੂਰਤ ਚਸੇ ਪਲ ਘੜੀਆ ਧੰਨਿ ਸੁ ਓਇ ਸੰਜੋਗਾ ਜੀਉ ॥੧॥
તેથી મારા માટે તે મુહૂર્ત, તે સમય, તે ક્ષણ, તે તક- તે ગુરુ મિલન વખતે બધા જ ભાગ્યશાળી છે ।।૧।।
ਉਦਮੁ ਕਰਤ ਮਨੁ ਨਿਰਮਲੁ ਹੋਆ ॥
ગુરુ દ્વારા બતાવેલા કર્મ યાદ કરવા માટે ઉદ્યમ કરીને મારુ મન પવિત્ર થઈ ગયું છે
ਹਰਿ ਮਾਰਗਿ ਚਲਤ ਭ੍ਰਮੁ ਸਗਲਾ ਖੋਇਆ ॥
ગુરુ દ્વારા પ્રભુના રસ્તા પર ચાલીને મારો બધો ભ્રમ દૂર થઈ ગયો છે
ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਸਤਿਗੁਰੂ ਸੁਣਾਇਆ ਮਿਟਿ ਗਏ ਸਗਲੇ ਰੋਗਾ ਜੀਉ ॥੨॥
ગુરુએ મને બધા ગુણોનો ખજાનો પ્રભુનું નામ સંભળાવી દીધું છે તેની કૃપાથી મારા બધા માનસિક રોગ દૂર થઈ ગયા છે ।।૨।।
ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਤੇਰੀ ਬਾਣੀ ॥
આ માટે હવે મને અંદર બહાર બધા જીવો માં તારી જ વાણી સંભળાઈ રહી છે દરેક માં તું જ બોલતો દેખાય છે
ਤੁਧੁ ਆਪਿ ਕਥੀ ਤੈ ਆਪਿ ਵਖਾਣੀ ॥
મને આ દૃઢ થઈ ગયું છે કે દરેક જીવ માં તું પોતે જ વર્ણન કરી રહ્યું છે, તું પોતે જ વ્યાખ્યાન કરી રહ્યો છે
ਗੁਰਿ ਕਹਿਆ ਸਭੁ ਏਕੋ ਏਕੋ ਅਵਰੁ ਨ ਕੋਈ ਹੋਇਗਾ ਜੀਉ ॥੩॥
હે પ્રભુ! ગુરુએ મને કહેલું છે કે બધી જગ્યાએ એક તું જ તું છે, તારા બરાબર બીજું કોઈ નથી ના થયું છે ના કોઈ છે અને ના કોઈ થશે ।।૩।।
ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਹਰਿ ਗੁਰ ਤੇ ਪੀਆ ॥
પરમાત્મા નો નામ રસ નો સ્વાદ મને ગુરુ પાસેથી પ્રાપ્ત થયો છે
ਹਰਿ ਪੈਨਣੁ ਨਾਮੁ ਭੋਜਨੁ ਥੀਆ ॥
હવે પરમાત્માનું નામ જ મારા માટે ખાવું પીવું છે અને તે જ મારુ જીવન છે
ਨਾਮਿ ਰੰਗ ਨਾਮਿ ਚੋਜ ਤਮਾਸੇ ਨਾਉ ਨਾਨਕ ਕੀਨੇ ਭੋਗਾ ਜੀਉ ॥੪॥੧੦॥੧੭॥
હે નાનક! પ્રભુ નામમાં જોડાઈ રહેવું જ મારા માટે દુનિયા ની બધી ખુશી છે, નામમાં જોડાઈ રહેવું જ મારા માટે દુનિયા નો રંગ તમાશો છે, પ્રભુનું નામ જ મારા માટે ભોગ વિલાશ છે ।।૪।।૧૦।।૧૭।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਸਗਲ ਸੰਤਨ ਪਹਿ ਵਸਤੁ ਇਕ ਮਾਂਗਉ ॥
હે પ્રભુ! તારા ભજન કરવાવાળાથી હું તારો નામ પદાર્થ માંગુ છું
ਕਰਉ ਬਿਨੰਤੀ ਮਾਨੁ ਤਿਆਗਉ ॥
અને તેમની પાસે વિનંતી કરું છું કે કોઈ પણ રીતે પોતાની અંદરથી અહંકાર દૂર કરી શકું
ਵਾਰਿ ਵਾਰਿ ਜਾਈ ਲਖ ਵਰੀਆ ਦੇਹੁ ਸੰਤਨ ਕੀ ਧੂਰਾ ਜੀਉ ॥੧॥
હે પ્રભુ! હું લાખો વખત સંતોથી કુરબાન થાઉં છું બલિદાન આપું છુ, મને સંતોની ધૂળ દે ।।૧।।
ਤੁਮ ਦਾਤੇ ਤੁਮ ਪੁਰਖ ਬਿਧਾਤੇ ॥
હે પ્રભુ! તું બધા જીવોને જન્મ દેવાવાળો છે, તું જ બધામાં વ્યાપક છે અને તું જ બધા જીવોને દાન દેવાવાળો છે.
ਤੁਮ ਸਮਰਥ ਸਦਾ ਸੁਖਦਾਤੇ ॥
હે પ્રભુ! તું બધી તાકતો નો માલિક છે, તું જ બધા સુખ દેવાવાળો છે
ਸਭ ਕੋ ਤੁਮ ਹੀ ਤੇ ਵਰਸਾਵੈ ਅਉਸਰੁ ਕਰਹੁ ਹਮਾਰਾ ਪੂਰਾ ਜੀਉ ॥੨॥
બધા જીવ તારાથી જ ઈચ્છા પ્રાપ્ત કરે છે હું પણ તારાથી આ માંગ માંગુ છું કે પોતાના નામનું દાન દઈને મારા મનુષ્ય જન્મનો સમય સફળ કરી દે ।।૨।।
ਦਰਸਨਿ ਤੇਰੈ ਭਵਨ ਪੁਨੀਤਾ ॥
હે પ્રભુ! જે લોકો એ તારા દર્શન ની કૃપાથી પોતાના શરીર રૂપી નગર ને પવિત્ર કરી લીધું છે
ਆਤਮ ਗੜੁ ਬਿਖਮੁ ਤਿਨਾ ਹੀ ਜੀਤਾ ॥
તેમણે આ મુશ્કિલ મન રૂપી કિલ્લા પર વિજય પ્રાપ્ત કર્યો છે
ਤੁਮ ਦਾਤੇ ਤੁਮ ਪੁਰਖ ਬਿਧਾਤੇ ਤੁਧੁ ਜੇਵਡੁ ਅਵਰੁ ਨ ਸੂਰਾ ਜੀਉ ॥੩॥
હે પ્રભુ! તું જ બધા ને દાન દેવાવાળો છે તું જ બધામાં વ્યાપક છે, તું જ બધાને જન્મ દેવાવાળો છે તારી બરાબર બીજો કોઈ બહાદુર નથી ।।૩।।