GUJARATI PAGE 175

ਵਡਭਾਗੀ ਮਿਲੁ ਸੰਗਤੀ ਮੇਰੇ ਗੋਵਿੰਦਾ ਜਨ ਨਾਨਕ ਨਾਮ ਸਿਧਿ ਕਾਜੈ ਜੀਉ ॥੪॥੪॥੩੦॥੬੮॥
હે દાસ નાનક! તું પણ સંગતિમાં મળ, હરિ પ્રભુનું નામ જપ, અને ભાગ્યશાળી બન. નામની કૃપાથી જ જીવન હેતુ સફળ થાય છે ॥૪॥૪॥૩૦॥૬૮॥

ਗਉੜੀ ਮਾਝ ਮਹਲਾ
ગૌરી રાગ માઝ મહેલ ૪॥

ਮੈ ਹਰਿ ਨਾਮੈ ਹਰਿ ਬਿਰਹੁ ਲਗਾਈ ਜੀਉ
હે સંત જન! હરિએ મને મારી અંદર હરિ નામનો વિયોગ લગાવી દીધો છે,

ਮੇਰਾ ਹਰਿ ਪ੍ਰਭੁ ਮਿਤੁ ਮਿਲੈ ਸੁਖੁ ਪਾਈ ਜੀਉ
હું હવે ત્યારે જ આનંદનો અનુભવ કરી શકું છું જ્યારે મને મારો મિત્ર હરિ-પ્રભુ મળી જાય.

ਹਰਿ ਪ੍ਰਭੁ ਦੇਖਿ ਜੀਵਾ ਮੇਰੀ ਮਾਈ ਜੀਉ
હે માં! હરિ-પ્રભુને જોઈને મારી અંદર આધ્યાત્મિક જીવન ઉત્પન્ન થાય છે.

ਮੇਰਾ ਨਾਮੁ ਸਖਾ ਹਰਿ ਭਾਈ ਜੀਉ ॥੧॥
મને દ્દઢ થઈ ગયો છે કે હરિ-નામ જ મારો મિત્ર છે મારો ભાઈ છે ॥૧॥

ਗੁਣ ਗਾਵਹੁ ਸੰਤ ਜੀਉ ਮੇਰੇ ਹਰਿ ਪ੍ਰਭ ਕੇਰੇ ਜੀਉ
હે સંત જન! તું મારા હરિ-પ્રભુના ગુણ ગા,

ਜਪਿ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਜੀਉ ਭਾਗ ਵਡੇਰੇ ਜੀਉ
હરિની શરણમાં પડીને હરિનુ નામ જપવાથી નસીબ જાગી જાય છે.

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜੀਉ ਪ੍ਰਾਨ ਹਰਿ ਮੇਰੇ ਜੀਉ
હે સંત જન! હરિનું નામ હવે મારી જીંદગી નો આશરો છે,

ਫਿਰਿ ਬਹੁੜਿ ਭਵਜਲ ਫੇਰੇ ਜੀਉ ॥੨॥
જે મનુષ્ય હરિનું નામ જપે છે એ બીજીવાર સંસાર સમુદ્રના જીવન મરણના ચક્રમાં નથી પડતા ॥૨॥

ਕਿਉ ਹਰਿ ਪ੍ਰਭ ਵੇਖਾ ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਚਾਉ ਜੀਉ
હે સંત જન! મારા મનમાં, મારા હ્રદયમાં ઇચ્છા બની રહે છે કે કેવી રીતે હરિ પ્રભુના દર્શન કરી શકું?

ਹਰਿ ਮੇਲਹੁ ਸੰਤ ਜੀਉ ਮਨਿ ਲਗਾ ਭਾਉ ਜੀਉ
હે સંત જન! મારા મનમાં હરિ પ્રભુના દર્શનની ચાહત બની ગઈ છે,

ਗੁਰ ਸਬਦੀ ਪਾਈਐ ਹਰਿ ਪ੍ਰੀਤਮ ਰਾਉ ਜੀਉ
મને હરિ પ્રભુ મિલાવી દો.

ਵਡਭਾਗੀ ਜਪਿ ਨਾਉ ਜੀਉ ॥੩॥
હે સંત જન! ગુરુના શબ્દ દ્વારા વિશાલ ભાગ્યોથી હરિ નામ જપીને જ હરિ પ્રીતમને મળી શકાય છે ॥૩॥

ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਵਡੜੀ ਗੋਵਿੰਦ ਪ੍ਰਭ ਆਸਾ ਜੀਉ
હે સંત જન! મારા મનમાં, મારા હ્રદયમાં ગોવિંદ પ્રભુના મેળાપની વિશાળ આશા લાગેલી છે.

ਹਰਿ ਮੇਲਹੁ ਸੰਤ ਜੀਉ ਗੋਵਿਦ ਪ੍ਰਭ ਪਾਸਾ ਜੀਉ
હે સંત જન! મને તે ગોવિંદ પ્રભુ મિલાવી દો જે મારી અંદર વસે છે.

ਸਤਿਗੁਰ ਮਤਿ ਨਾਮੁ ਸਦਾ ਪਰਗਾਸਾ ਜੀਉ
હે દાસ નાનક! ગુરુની બુદ્ધિ પર ચાલવાથી હંમેશા જીવની અંદર હરિના નામનો પ્રકાશ થાય છે,

ਜਨ ਨਾਨਕ ਪੂਰਿਅੜੀ ਮਨਿ ਆਸਾ ਜੀਉ ॥੪॥੫॥੩੧॥੬੯॥
જેને ગુરુની બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેના મનમાં ઉત્પન્ન થયેલી પ્રભુ મેળાપની આશા પુરી થઈ જાય છે ॥૪॥૫॥૩૧॥૬૯॥

ਗਉੜੀ ਮਾਝ ਮਹਲਾ
ગૌરી રાગ માઝ મહેલ ૪॥

ਮੇਰਾ ਬਿਰਹੀ ਨਾਮੁ ਮਿਲੈ ਤਾ ਜੀਵਾ ਜੀਉ
હું ત્યારે જ આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરી શકું છું જયારે મને મારાથી અલગ થયેલ મારો હરિ નામ મિત્ર મળી જાય.

ਮਨ ਅੰਦਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਗੁਰਮਤਿ ਹਰਿ ਲੀਵਾ ਜੀਉ
આધ્યાત્મિક જીવન દેનાર નામ જળ મારા મનમાં જ વસે છે, પરંતુ તે હરિ-નામ-અમૃત ગુરુની બુદ્ધિ દ્વારા જ હું લઈ શકું છું.

ਮਨੁ ਹਰਿ ਰੰਗਿ ਰਤੜਾ ਹਰਿ ਰਸੁ ਸਦਾ ਪੀਵਾ ਜੀਉ
જો મારું મન ગુરુની કૃપાથી પરમાત્માથી પ્રેમ-રંગમાં રંગાઈ જાય. તો હું હંમેશા હરિ નામનો રસ પીતો રહું.

ਹਰਿ ਪਾਇਅੜਾ ਮਨਿ ਜੀਵਾ ਜੀਉ ॥੧॥
જ્યારે ગુરુની કૃપાથી મને હરિ મળી જાય તો હું પોતાના મનમાં જીવી પડું છું ॥૧॥

ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਪ੍ਰੇਮੁ ਲਗਾ ਹਰਿ ਬਾਣੁ ਜੀਉ
હે ભાઈ! મારા મનમાં, મારા હ્રદયમાં પરમાત્માનું પ્રેમ-તિર વીંધેલું છે,

ਮੇਰਾ ਪ੍ਰੀਤਮੁ ਮਿਤ੍ਰੁ ਹਰਿ ਪੁਰਖੁ ਸੁਜਾਣੁ ਜੀਉ
મને વિશ્વાસ બની ગયો છે કે સોહામણા હરિ પુરખ જ મારો પ્રીતમ છે, મારો મિત્ર છે.

ਗੁਰੁ ਮੇਲੇ ਸੰਤ ਹਰਿ ਸੁਘੜੁ ਸੁਜਾਣੁ ਜੀਉ
ગુરુ જ તે સંત સોહામણા ચાલાક હરીની સાથે મિલાવે છે,

ਹਉ ਨਾਮ ਵਿਟਹੁ ਕੁਰਬਾਣੁ ਜੀਉ ॥੨॥
અને ત્યારે હું હરિ નામને કુરબાન જાવ છું ॥૨॥

ਹਉ ਹਰਿ ਹਰਿ ਸਜਣੁ ਹਰਿ ਮੀਤੁ ਦਸਾਈ ਜੀਉ
હે સંત જન! હું તને હરિ-સજ્જન હરિ-મિત્રનું ઠેકાણું પૂછું છું.

ਹਰਿ ਦਸਹੁ ਸੰਤਹੁ ਜੀ ਹਰਿ ਖੋਜੁ ਪਵਾਈ ਜੀਉ
હે સંત જન! મને તેનું ઠેકાણું બતાવ હું તે હરિ-સજ્જનને શોધતો ફરું છું.

ਸਤਿਗੁਰੁ ਤੁਠੜਾ ਦਸੇ ਹਰਿ ਪਾਈ ਜੀਉ
હે સંતો! હું ત્યારે જ હરિ પ્રભુને મળી શકું છું જયારે પ્રસન્ન થયેલ સતગુરુ તેનું ઠેકાણું કહે.

ਹਰਿ ਨਾਮੇ ਨਾਮਿ ਸਮਾਈ ਜੀਉ ॥੩॥
ત્યારે જ હું હંમેશા તે હરિ નામમાં લીન થઇ શકું છું ॥૩॥

ਮੈ ਵੇਦਨ ਪ੍ਰੇਮੁ ਹਰਿ ਬਿਰਹੁ ਲਗਾਈ ਜੀਉ
હે સદગુરુ! મારી અંદર પ્રભુથી અલગ થવાની પીડા ઉઠી રહી છે. મારી અંદર પ્રભુનો પ્રેમ જાગી ઉઠ્યો છે. મારી અંદર હરિના મેળાપની આગ ઉત્પન્ન થઈ રહી છે.

ਗੁਰ ਸਰਧਾ ਪੂਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਮੁਖਿ ਪਾਈ ਜੀਉ
હે ગુરુ! મારી શ્રદ્ધા પુરી કરી તેથી હું તેનું નામ-અમૃત પોતાના મુખમાં નાખું.

ਹਰਿ ਹੋਹੁ ਦਇਆਲੁ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਈ ਜੀਉ
દાસ નાનક કહે છે, હે હરિ! મારી પર દયાળુ થાવ. હું તારું હરિ નામ ધરું

ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਰਸੁ ਪਾਈ ਜੀਉ ॥੪॥੬॥੨੦॥੧੮॥੩੨॥੭੦॥
અને હે નાનક! હું તારો હરિ-નામ-રસ પ્રાપ્ત કરું ॥૪॥૬॥૨૦॥૧૮॥૩૨॥૭૦॥

ਮਹਲਾ ਰਾਗੁ ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਚਉਪਦੇ 
મહેલ ૫ રાગ ગૌરી ગુઆરેરી ચાર પદ

ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥

ਕਿਨ ਬਿਧਿ ਕੁਸਲੁ ਹੋਤ ਮੇਰੇ ਭਾਈ
હે વીર! મનુષ્યની અંદર આધ્યાત્મિક આનંદ કઈ રીતથી ઉત્પન્ન થઈ શકે છે? 

ਕਿਉ ਪਾਈਐ ਹਰਿ ਰਾਮ ਸਹਾਈ ॥੧॥ ਰਹਾਉ
વાસ્તવિક મિત્ર હરિ-પરમાત્મા કેવી રીતે મળી શકે છે? ॥૧॥વિરામ॥

ਕੁਸਲੁ ਗ੍ਰਿਹਿ ਮੇਰੀ ਸਭ ਮਾਇਆ
મોહમાં આધ્યાત્મિક સુખ નથી, આ સમજવામાં પણ આધ્યાત્મિક સુખ નથી કે આ બધી માયા મારી છે.

ਊਚੇ ਮੰਦਰ ਸੁੰਦਰ ਛਾਇਆ
ઊંચી મહેલ-મેડીઓ અને સુંદર બગીચાઓનો છાયો ભોગવામાં પણ આનંદ નથી.

ਝੂਠੇ ਲਾਲਚਿ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥੧॥
જે મનુષ્યોએ તેમાં આધ્યાત્મિક સુખ સમજ્યું છે તેને ખોટી લાલચમાં પોતાનો મનુષ્ય જન્મ ગુમાવી દીધો છે ॥૧॥

error: Content is protected !!