GUJARATI PAGE 189

ਸੰਤ ਪ੍ਰਸਾਦਿ ਜਨਮ ਮਰਣ ਤੇ ਛੋਟ ॥੧॥
ગુરુ સંતની કૃપાથી મનુષ્યને જન્મ મરણના ચક્રથી છુટકારો મળી જાય છે ॥૧॥

ਸੰਤ ਕਾ ਦਰਸੁ ਪੂਰਨ ਇਸਨਾਨੁ
હે ભાઈ! દુરુ સંતના દર્શન જ સંપૂર્ણ તીર્થ સ્નાન છે.

ਸੰਤ ਕ੍ਰਿਪਾ ਤੇ ਜਪੀਐ ਨਾਮੁ ॥੧॥ ਰਹਾਉ
ગુરુ સંતની કૃપાથી પરમાત્માનું નામ જપી શકાય છે ॥૧॥ વિરામ॥

ਸੰਤ ਕੈ ਸੰਗਿ ਮਿਟਿਆ ਅਹੰਕਾਰੁ
હે ભાઈ! ગુરુ સંતની સંગતમાં રહેવાથી અહંકાર દૂર થઇ જાય છે

ਦ੍ਰਿਸਟਿ ਆਵੈ ਸਭੁ ਏਕੰਕਾਰੁ ॥੨॥
ગુરુની સંગતિમાં રહેનાર મનુષ્યને દરેક જગ્યાએ એક પરમાત્મા જ નજર આવે છે ॥૨॥

ਸੰਤ ਸੁਪ੍ਰਸੰਨ ਆਏ ਵਸਿ ਪੰਚਾ
હે ભાઈ! જે મનુષ્ય પર ગુરુ-સંત મહેરબાન થઈ જાય. કામાદિક પાંચેય દૂત તેના વશમાં આવી જાય છે.

ਅੰਮ੍ਰਿਤੁ ਨਾਮੁ ਰਿਦੈ ਲੈ ਸੰਚਾ ॥੩॥
તે મનુષ્ય આધ્યાત્મિક જીવન દેનાર હરિ-નામ પોતાના હૃદયમાં એકત્રિત કરી લે છે ॥૩॥ 

ਕਹੁ ਨਾਨਕ ਜਾ ਕਾ ਪੂਰਾ ਕਰਮ
પરંતુ, નાનક કહે છે. જેના વિશાળ ભાગ્ય હોય

ਤਿਸੁ ਭੇਟੇ ਸਾਧੂ ਕੇ ਚਰਨ ॥੪॥੪੬॥੧੧੫॥
તે મનુષ્યને જ ગુરુના ચરણ સ્પર્શવા મળે છે॥૪॥૪૬॥૧૧૫॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી રાગ મહેલ ૫॥

ਹਰਿ ਗੁਣ ਜਪਤ ਕਮਲੁ ਪਰਗਾਸੈ
હે ભાઈ! પરમાત્માના ગુણ ગાવાથી હૃદય કમળના ફૂલ જેવું ખીલી ઉઠે છે.

ਹਰਿ ਸਿਮਰਤ ਤ੍ਰਾਸ ਸਭ ਨਾਸੈ ॥੧॥
પરમાત્માનું નામ સ્મરણ કરવાથી દરેક પ્રકારના ડર દૂર થઇ જાય છે ॥૧॥

ਸਾ ਮਤਿ ਪੂਰੀ ਜਿਤੁ ਹਰਿ ਗੁਣ ਗਾਵੈ
હે ભાઈ! તે અક્કલ કોઈ ભૂલ કરવાથી બચેલી સમજો, જે અક્કલની કૃપાથી મનુષ્ય પરમાત્માના ગુણ ગાય છે

ਵਡੈ ਭਾਗਿ ਸਾਧੂ ਸੰਗੁ ਪਾਵੈ ॥੧॥ ਰਹਾਉ
પરંતુ આ બુધ્ધિ તે મનુષ્યની અંદર ઉત્પન્ન થાય છે જે સૌભાગ્યથી ગુરુની સંગતિ પ્રાપ્ત કરી લે છે ॥૧॥ વિરામ॥

ਸਾਧਸੰਗਿ ਪਾਈਐ ਨਿਧਿ ਨਾਮਾ
હે ભાઈ! ગુરુની સંગતમાં રહેવાથી પરમાત્માનું નામ ખજાનો મળી જાય છે,

ਸਾਧਸੰਗਿ ਪੂਰਨ ਸਭਿ ਕਾਮਾ ॥੨॥
અને ગુરુની સંગતમાં રહેવાથી બધા જ કામ સફળ થઇ જાય છે ॥૨॥

ਹਰਿ ਕੀ ਭਗਤਿ ਜਨਮੁ ਪਰਵਾਣੁ
પરમાત્માની ભક્તિ કરવાથી મનુષ્ય જન્મ સફળ થઇ જાય છે.

ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਨਾਮੁ ਵਖਾਣੁ ॥੩॥
પરમાત્માની ભક્તિ પરમાત્માનું નામ ઉચ્ચારવું ગુરુની કૃપાથી જ મળે છે ॥૩॥

ਕਹੁ ਨਾਨਕ ਸੋ ਜਨੁ ਪਰਵਾਨੁ
નાનક કહે છે. ફક્ત તે મનુષ્ય પરમાત્માની દરબારમાં સ્વીકાર થાય છે,

ਜਾ ਕੈ ਰਿਦੈ ਵਸੈ ਭਗਵਾਨੁ ॥੪॥੪੭॥੧੧੬॥
જેના હૃદયમાં હંમેશા પરમાત્માનું નામ વસે છે ॥૪॥૪૭॥૧૧૬॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી રાગ મહેલ ૫॥

ਏਕਸੁ ਸਿਉ ਜਾ ਕਾ ਮਨੁ ਰਾਤਾ
ગુરુની કૃપાથી જે મનુષ્યનું મન એક પરમાત્માની સાથે જ રંગાયેલ રહે છે,

ਵਿਸਰੀ ਤਿਸੈ ਪਰਾਈ ਤਾਤਾ ॥੧॥
તેને બીજાની સાથે ઈર્ષા કરવી ભૂલી જાય છે ॥૧॥

ਬਿਨੁ ਗੋਬਿੰਦ ਦੀਸੈ ਕੋਈ
જે મનુષ્ય પર ગુરુની કૃપા હોય છે, તેને ક્યાંય પણ ગોવિંદ વગર બીજું કોઈ દેખાતું નથી.

ਕਰਨ ਕਰਾਵਨ ਕਰਤਾ ਸੋਈ ॥੧॥ ਰਹਾਉ
તેને દરેક જગ્યાએ તે જ કર્તાર દેખાય છે જે બધું જ કરવાના સામર્થ્યવાળો છે ॥૧॥ વિરામ॥

ਮਨਹਿ ਕਮਾਵੈ ਮੁਖਿ ਹਰਿ ਹਰਿ ਬੋਲੈ
ગુરુની કૃપાથી જે મનુષ્ય મન લગાવીને નામ જપવાની કમાણી કરે છે અને મુખથી હંમેશા પરમાત્માનું નામ ઉચ્ચારે છે.

ਸੋ ਜਨੁ ਇਤ ਉਤ ਕਤਹਿ ਡੋਲੈ ॥੨॥
તે મનુષ્ય સ્વચ્છ આધ્યાત્મિક જીવનના સ્તરથી ક્યારેય પણ ડોલતો નથી ન આ લોકમાં ન પરલોકમાં ॥૨॥

ਜਾ ਕੈ ਹਰਿ ਧਨੁ ਸੋ ਸਚ ਸਾਹੁ
ગુરુની કૃપાથી જે મનુષ્યની પાસે પરમાત્માનું નામ-ધન છે, તે એવો શાહુકાર છે. જે હંમેશા જ શાહુકાર ટકેલ રહે છે.

ਗੁਰਿ ਪੂਰੈ ਕਰਿ ਦੀਨੋ ਵਿਸਾਹੁ ॥੩॥
સંપૂર્ણ ગુરુએ પરમાત્માની હાજરીમાં તેની ખ્યાતિ બનાવી દીધી છે ॥૩॥

ਜੀਵਨ ਪੁਰਖੁ ਮਿਲਿਆ ਹਰਿ ਰਾਇਆ
ગુરુની કૃપાથી જે મનુષ્યને સર્વ-વ્યાપક પ્રભુ, બધા જીવોના જીવનનો સહારો પ્રભુ મળી પડે છે

ਕਹੁ ਨਾਨਕ ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ॥੪॥੪੮॥੧੧੭॥
નાનક કહે છે, તેને સૌથી ઊંચો આધ્યાત્મિક દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે ॥૪॥૪૮॥૧૧૭॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી રાગ મહેલ ૫॥

ਨਾਮੁ ਭਗਤ ਕੈ ਪ੍ਰਾਨ ਅਧਾਰੁ
ભક્તિ કરનાર મનુષ્યના હૃદયમાં પરમાત્માનું નામ તેના જીવનનો સહારો છે.

ਨਾਮੋ ਧਨੁ ਨਾਮੋ ਬਿਉਹਾਰੁ ॥੧॥
નામ જ તેના માટે ધન છે અને નામ જ તેના માટે વાસ્તવિક વાણિજ્ય-વ્યાપાર છે ॥૧॥

ਨਾਮ ਵਡਾਈ ਜਨੁ ਸੋਭਾ ਪਾਏ
પરંતુ આ હરિ-નામ તે મનુષ્યને મળે છે જેને કૃપા કરીને પરમાત્મા પોતે ગુરુથી અપાવે છે

ਕਰਿ ਕਿਰਪਾ ਜਿਸੁ ਆਪਿ ਦਿਵਾਏ ॥੧॥ ਰਹਾਉ
હે ભાઈ! જે મનુષ્યના હૃદયમાં પરમાત્માનું નામ છે. તે મનુષ્ય લોક પરલોકમાં આદર પ્રાપ્ત કરે છે. શોભા મેળવે છે.॥૧॥વિરામ॥

ਨਾਮੁ ਭਗਤ ਕੈ ਸੁਖ ਅਸਥਾਨੁ
પરમાત્માનું નામ ભક્તના હૃદયમાં આધ્યાત્મિક આનંદ દેનાર સ્ત્રોત છે.

ਨਾਮ ਰਤੁ ਸੋ ਭਗਤੁ ਪਰਵਾਨੁ ॥੨॥
જે મનુષ્ય પરમાત્માના નામ-રંગમાં રંગાયેલા છે, તે જ ભક્ત છે. તે જ પરમાત્માની હાજરીમાં સ્વીકાર છે ॥૨॥

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਜਨ ਕਉ ਧਾਰੈ
પરમાત્માનું નામ પરમાત્માના સેવકને સહારો દે છે.

ਸਾਸਿ ਸਾਸਿ ਜਨੁ ਨਾਮੁ ਸਮਾਰੈ ॥੩॥
સેવક પોતાના એક-એક શ્વાસની સાથે પરમાત્માનું નામ પોતાના હૃદયમાં સંભાળીને રાખે છે ॥૩॥

ਕਹੁ ਨਾਨਕ ਜਿਸੁ ਪੂਰਾ ਭਾਗੁ
નાનક કહે છે, જે મનુષ્યના વિશાળ ભાગ્ય હોય છે.

ਨਾਮ ਸੰਗਿ ਤਾ ਕਾ ਮਨੁ ਲਾਗੁ ॥੪॥੪੯॥੧੧੮॥
તેનું જ મન પરમાત્માના નામની સાથે પ્રસન્ન હોય છે ॥૪॥૪૯॥૧૧૮॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી રાગ મહેલ ૫॥

ਸੰਤ ਪ੍ਰਸਾਦਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇਆ
હે ભાઈ! જ્યારથી ગુરુ સંતની કૃપાથી હું પરમાત્માનું નામ સ્મરણ કરી રહ્યો છું.

ਤਬ ਤੇ ਧਾਵਤੁ ਮਨੁ ਤ੍ਰਿਪਤਾਇਆ ॥੧॥
ત્યારથી માયા માટે દોડવાવાળું મારુ મન તૃપ્ત થઇ ગયું છે ॥૧॥

ਸੁਖ ਬਿਸ੍ਰਾਮੁ ਪਾਇਆ ਗੁਣ ਗਾਇ
હે ભાઈ! ગુરુની કૃપાથી પરમાત્માના ગુણ ગાઈને મેં તે આધ્યાત્મિક આનંદનો દાતા પરમાત્મા શોધી લીધો છે.

ਸ੍ਰਮੁ ਮਿਟਿਆ ਮੇਰੀ ਹਤੀ ਬਲਾਇ ॥੧॥ ਰਹਾਉ
હવે માયા માટે મારી દોડ-ભાગ મટી ગઈ છે. મારી માયાની તૃષ્ણાની આફત મરી ગઈ છે ॥૧॥વિરામ॥

ਚਰਨ ਕਮਲ ਅਰਾਧਿ ਭਗਵੰਤਾ
હે ભાઈ! ગુરુની કૃપાથી ભગવાનના સુંદર ચરણોનું ધ્યાન ધરીને

ਹਰਿ ਸਿਮਰਨ ਤੇ ਮਿਟੀ ਮੇਰੀ ਚਿੰਤਾ ॥੨॥
પરમાત્માનું નામ સ્મરણ કરવાથી મારી દરેક પ્રકારની ચિંતા મટી ગઈ છે ॥૨॥

ਸਭ ਤਜਿ ਅਨਾਥੁ ਏਕ ਸਰਣਿ ਆਇਓ
હે ભાઈ! જયારે હું અનાથ, બીજા બધા આશરા છોડીને એક પરમાત્માની શરણે આવી ગયો,

ਊਚ ਅਸਥਾਨੁ ਤਬ ਸਹਜੇ ਪਾਇਓ ॥੩॥
ત્યારે આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને મેં તે બધા ઠેકાણાથી ઊંચું ઠેકાણું પ્રાપ્ત કરી લીધું ॥૩॥

ਦੂਖੁ ਦਰਦੁ ਭਰਮੁ ਭਉ ਨਸਿਆ
હવે મારા દરેક પ્રકારના દુ:ખ-દર્દ, ભટકવું તેમજ ડર દૂર થઈ ગયા છે

ਕਰਣਹਾਰੁ ਨਾਨਕ ਮਨਿ ਬਸਿਆ ॥੪॥੫੦॥੧੧੯॥
હે નાનક! ગુરુની કૃપાથી વિધાતા પરમાત્મા મારા મનમાં આવી વસ્યો છે ॥૪॥૫૦॥૧૧૯॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી રાગ મહેલ ૫॥

ਕਰ ਕਰਿ ਟਹਲ ਰਸਨਾ ਗੁਣ ਗਾਵਉ
હે ભાઈ! પોતાના ગુરુની કૃપાથી મળેલો ઉતારો હું પોતાના હાથોથી ગુરુમુખોની સેવા કરું છું અને જીભથી પરમાત્માના ગુણ ગાવ છું.

error: Content is protected !!