ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી મહેલ ૫,
ਭੁਜ ਬਲ ਬੀਰ ਬ੍ਰਹਮ ਸੁਖ ਸਾਗਰ ਗਰਤ ਪਰਤ ਗਹਿ ਲੇਹੁ ਅੰਗੁਰੀਆ ॥੧॥ ਰਹਾਉ ॥
૧હે તાકાતવાન હાથોવાળા શૂરવીર પ્રભુ! હે સુખોના સમુદ્ર પરબ્રહ્મ! સંસાર સમુદ્રના વિકારોના ખાડામાં પડતા મારી આંગળી પકડી લે. ।।૧।। વિરામ।।
ਸ੍ਰਵਨਿ ਨ ਸੁਰਤਿ ਨੈਨ ਸੁੰਦਰ ਨਹੀ ਆਰਤ ਦੁਆਰਿ ਰਟਤ ਪਿੰਗੁਰੀਆ ॥੧॥
૧ હે પ્રભુ! મારા કાનોમાં તારી મહિમા સાંભળવાની સમજણ નથી મારી આંખો એટલી સુંદર નથી કે દરેક જગ્યાએ તારા દર્શન કરી શકે હું તારા સાધુઓની સંગતમાં જવાને લાયક પણ નથી હું પાંગળો થઇ ચુક્યો છું અને દુઃખી થઇ ને તારા દ્વાર પર પોકાર કરું છું કે મને વિકારોના ખાડામાંથી બચાવી લે. ।।૧।।
ਦੀਨਾ ਨਾਥ ਅਨਾਥ ਕਰੁਣਾ ਮੈ ਸਾਜਨ ਮੀਤ ਪਿਤਾ ਮਹਤਰੀਆ ॥
હે ગરીબોના પતિ! હે અનાથો પર તરસ કરવાવાળા હે સજ્જન! હે મિત્ર પ્રભુ! હે મારા પિતા! હે મારી માતા પ્રભુ!,
ਚਰਨ ਕਵਲ ਹਿਰਦੈ ਗਹਿ ਨਾਨਕ ਭੈ ਸਾਗਰ ਸੰਤ ਪਾਰਿ ਉਤਰੀਆ ॥੨॥੨॥੧੧੫॥
૨૨૧૧૫તારા સંતો તારા સુંદર ચરણો રાખીને સંસાર સમુદ્ર પાર લગાવે છે કૃપા કરી મને પણ તારા ચરણોનો પ્રેમ બક્ષ અને મને પણ પાર લગાવી દે. ।।૨।।૨।।૧૧૫।।
ਰਾਗੁ ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੫
રાગ ગૌરી વૈરાગણ મહેલ ૫,
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે.
ਦਯ ਗੁਸਾਈ ਮੀਤੁਲਾ ਤੂੰ ਸੰਗਿ ਹਮਾਰੈ ਬਾਸੁ ਜੀਉ ॥੧॥ ਰਹਾਉ ॥
૧હે તરસ કરનારા! હે સૃષ્ટિના પાલનહાર! તું મારો પ્રેમાળ મિત્ર છે સદાય મારા સાથે વસતો રહે. ।।૧।। વિરામ।।
ਤੁਝ ਬਿਨੁ ਘਰੀ ਨ ਜੀਵਨਾ ਧ੍ਰਿਗੁ ਰਹਣਾ ਸੰਸਾਰਿ ॥
તારા વગર ઘડી ભર પણ આધ્યાત્મિક જીવન થઈ શકતું નથી અને આધ્યાત્મિક જીવન વિના સંસારમાં રહેવું ધિક્કાર યોગ્ય છે,
ਜੀਅ ਪ੍ਰਾਣ ਸੁਖਦਾਤਿਆ ਨਿਮਖ ਨਿਮਖ ਬਲਿਹਾਰਿ ਜੀ ॥੧॥
૧હે જીવન દેનાર! હે પ્રાણ દેનાર! હે સુખ આપવા વાળા પ્રભુ! હું તારા પર પળભર કુરબાન થઈ જાઉ છું. ।।૧।।
ਹਸਤ ਅਲੰਬਨੁ ਦੇਹੁ ਪ੍ਰਭ ਗਰਤਹੁ ਉਧਰੁ ਗੋਪਾਲ ॥
હે પ્રભુ! મને તારા હાથનો સહારો દે હે ગોપાલ! મને વિકારોના ખાડામાંથી કાઢી લે,
ਮੋਹਿ ਨਿਰਗੁਨ ਮਤਿ ਥੋਰੀਆ ਤੂੰ ਸਦ ਹੀ ਦੀਨ ਦਇਆਲ ॥੨॥
૨હું ગુણહીન છું મારી બુદ્ધિ ખરાબ છે તું હંમેશા ગરીબો પર દયા કરનારો છે. ।।૨।।
ਕਿਆ ਸੁਖ ਤੇਰੇ ਸੰਮਲਾ ਕਵਨ ਬਿਧੀ ਬੀਚਾਰ ॥
હું તારા આપેલા ક્યાં ક્યાં સુખો યાદ કરું ને કઈ કઈ રીતે તારા બક્ષેલા સુખોનો વિચાર કરું હું તારા આપેલા અનંત સુખ ગણી નથી શકતો,
ਸਰਣਿ ਸਮਾਈ ਦਾਸ ਹਿਤ ਊਚੇ ਅਗਮ ਅਪਾਰ ॥੩॥
હે ઊંચા! અગમ્ય પ્રભુ! હે અનંત પ્રભુ! હે શરણે આવેલાની સહાયતા કરનાર પ્રભુ! હે પોતાના સેવકોનું હિત કરનારા પ્રભુ! ।।3।।
ਸਗਲ ਪਦਾਰਥ ਅਸਟ ਸਿਧਿ ਨਾਮ ਮਹਾ ਰਸ ਮਾਹਿ ॥
હે ભાઈ! દુનિયાના બધા પદાર્થો યોગીઓની આઠેય સિદ્ધિઓ સર્વશ્રેષ્ઠ રામનામ રસમાં હાજર છે,
ਸੁਪ੍ਰਸੰਨ ਭਏ ਕੇਸਵਾ ਸੇ ਜਨ ਹਰਿ ਗੁਣ ਗਾਹਿ ॥੪॥
હે ભાઈ! જેના પર સુંદર લાંબા વાળ વાળા પ્રભુ પ્રસન્ન થાય છે એ લોકો પ્રભુના ગુણો ગાતા રહે છે. ।।૪।।
ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਬੰਧਪੋ ਤੂੰ ਮੇਰੇ ਪ੍ਰਾਣ ਅਧਾਰ ॥
હે દયા હે ગોસાઈ! હે મારા પ્રાણોના આશરા પ્રભુ! માતા પિતા પુત્ર સગા સંબંધી મારુ બધું તું જ છે,
ਸਾਧਸੰਗਿ ਨਾਨਕੁ ਭਜੈ ਬਿਖੁ ਤਰਿਆ ਸੰਸਾਰੁ ॥੫॥੧॥੧੧੬॥
૫૧૧૧૬તારો દાસ નાનક તારી સાધુ સંગતમાં તારી કૃપાથી તારું ભજન કરે છે જે મનુષ્ય તારું ભજન કરે છે એ વિકારો રૂપી ઝેરથી ભરેલા સંસારમાંથી આધ્યાત્મિક જીવન લઇ સંસાર સમુદ્ર પાર કરી લે છે. ।।૫।।૧।।૧૧૬।।
ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਰਹੋਏ ਕੇ ਛੰਤ ਕੇ ਘਰਿ ਮਃ ੫
ગૌરી રાગ વૈરાગણ રહોઈના છંદનો ઘર મહેલ ૫
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે,
ਹੈ ਕੋਈ ਰਾਮ ਪਿਆਰੋ ਗਾਵੈ ॥
હે ભાઈ! કોઈ દુર્લભ ભાગ્યશાળી મનુષ્ય જ પ્રેમના ગુણ ગાય છે,
ਸਰਬ ਕਲਿਆਣ ਸੂਖ ਸਚੁ ਪਾਵੈ ॥ ਰਹਾਉ ॥
એ બધા સુખો પ્રાપ્ત કરી લે છે સાચો આનંદ પામી લે છે અને હંમેશા સ્થિર પ્રભુને મળી જાય છે.
ਬਨੁ ਬਨੁ ਖੋਜਤ ਫਿਰਤ ਬੈਰਾਗੀ ॥
હે ભાઈ! પ્રભુને શોધવા જે મનુષ્ય ગૃહસ્થથી સંન્યાસ લઈ ને જંગલ જંગલ શોધતો ફરે છે એવી રીતે પ્રભુ નથી મળતા,
ਬਿਰਲੇ ਕਾਹੂ ਏਕ ਲਿਵ ਲਾਗੀ ॥
કોઈ દુર્લભ મનુષ્યની પ્રભુ સાથે એક લગની લાગે છે
ਜਿਨਿ ਹਰਿ ਪਾਇਆ ਸੇ ਵਡਭਾਗੀ ॥੧॥
૧જે જે મનુષ્યએ પ્રભુને ગોતી લીધા એ બધા બહુ ભાગ્યશાળી મનુષ્યો છે. ।।૧।।
ਬ੍ਰਹਮਾਦਿਕ ਸਨਕਾਦਿਕ ਚਾਹੈ ॥
હે ભાઈ! બ્રહ્મા તથા અન્ય મોટા મોટા દેવતાગણો, સનક તથા એના ભાઈઓ સનંદન, સનાતન, સંતકુમાર આમાંથી દરેક પ્રભુ સાથે મેળાપ ઇચ્છે છે.
ਜੋਗੀ ਜਤੀ ਸਿਧ ਹਰਿ ਆਹੈ ॥
જોગી જતી સિદ્ધ આમાંથી દરેક પ્રભુને મળવાની ઈચ્છા રાખે છે,
ਜਿਸਹਿ ਪਰਾਪਤਿ ਸੋ ਹਰਿ ਗੁਣ ਗਾਹੈ ॥੨॥
૨પરંતુ જેને પહેલાથી જ નસીબમાં આ દાન મળ્યું છે એ જ પ્રભુના ગુણ ગાય છે. ।।૨।।
ਤਾ ਕੀ ਸਰਣਿ ਜਿਨ ਬਿਸਰਤ ਨਾਹੀ ॥
હે ભાઈ! એમની શરણમાં જાઓ જેને પ્રભુ કોઈ દિવસ ભુલતા નથી.
ਵਡਭਾਗੀ ਹਰਿ ਸੰਤ ਮਿਲਾਹੀ ॥
પ્રભુના સંતો ને કોઈ ભાગ્યશાળી જ મળી શકે છે.
ਜਨਮ ਮਰਣ ਤਿਹ ਮੂਲੇ ਨਾਹੀ ॥੩॥
એ સંતોને જન્મ મરણના ચક્કર નડતા નથી ।।3।।
ਕਰਿ ਕਿਰਪਾ ਮਿਲੁ ਪ੍ਰੀਤਮ ਪਿਆਰੇ ॥
હે મારા પ્યારા પ્રભુ! મારા પર કૃપા કર અને મને મળ,
ਬਿਨਉ ਸੁਨਹੁ ਪ੍ਰਭ ਊਚ ਅਪਾਰੇ ॥
હે સર્વોચ્ચ અને અનંત પ્રભુ! મારી આ વિનંતી સાંભળ.
ਨਾਨਕੁ ਮਾਂਗਤੁ ਨਾਮੁ ਅਧਾਰੇ ॥੪॥੧॥੧੧੭॥
૪૧૧૧૭ તારો દાસ નાનક તારા પાસેથી તારું નામ જ જીવનનો આસરો માંગે છે ।।૪।।૧।।૧૧૭।।