ਸਤਿਗੁਰ ਵਾਕਿ ਹਿਰਦੈ ਹਰਿ ਨਿਰਮਲੁ ਨਾ ਜਮ ਕਾਣਿ ਨ ਜਮ ਕੀ ਬਾਕੀ ॥੧॥ ਰਹਾਉ ॥
સદગુરુની વાણી દ્વારા મેં નિર્મળ હરિને પોતાના હૃદયમાં વસાવી લીધા છે હવે મને ના તો યમ ની તાબેદારી છે અને ના તો યમરાજને લખેલ-જોખેલ દેવાનું છે ॥૧॥વિરામ॥
ਹਰਿ ਗੁਣ ਰਸਨ ਰਵਹਿ ਪ੍ਰਭ ਸੰਗੇ ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸਹਜਿ ਹਰੀ ॥
હું પોતાની જીભથી હરિના ગુણગાન કરું છું અને પ્રભુ પણ મારી સાથે રહે છે હરિ સહેલાયથી જ તે બધું કરે છે જે બધું યોગ્ય લાગે છે
ਬਿਨੁ ਹਰਿ ਨਾਮ ਬ੍ਰਿਥਾ ਜਗਿ ਜੀਵਨੁ ਹਰਿ ਬਿਨੁ ਨਿਹਫਲ ਮੇਕ ਘਰੀ ॥੨॥
હરિ નામ વગર આ જગતમાં મનુષ્યનું જીવન વ્યર્થ છે અને હરિ ભજન વગર એક ક્ષણ પણ વ્યતીત કરવું નિષ્ફળ છે ॥૨॥
ਐ ਜੀ ਖੋਟੇ ਠਉਰ ਨਾਹੀ ਘਰਿ ਬਾਹਰਿ ਨਿੰਦਕ ਗਤਿ ਨਹੀ ਕਾਈ ॥
હે માન્યવર! ખોટા લોકો માટે ઘર અને બહાર કોઈ સ્થાન નથી અને નંદકની તો ક્યાંય ગતિ હોતી નથી
ਰੋਸੁ ਕਰੈ ਪ੍ਰਭੁ ਬਖਸ ਨ ਮੇਟੈ ਨਿਤ ਨਿਤ ਚੜੈ ਸਵਾਈ ॥੩॥
ભલે તે રોષ પ્રગટ કરે છે પરંતુ પ્રભુ પોતાની કૃપા બંધ કરતા નથી જે દરરોજ વધતી જ જાય છે ॥૩॥
ਐ ਜੀ ਗੁਰ ਕੀ ਦਾਤਿ ਨ ਮੇਟੈ ਕੋਈ ਮੇਰੈ ਠਾਕੁਰਿ ਆਪਿ ਦਿਵਾਈ ॥
હે માન્યવર! ગુરુની દાનને કોઈ પણ મિટાવી શકતું નથી કારણ કે મારા ઠાકુરે જ આ દાન પોતે જ દેવડાવ્યું હોય છે
ਨਿੰਦਕ ਨਰ ਕਾਲੇ ਮੁਖ ਨਿੰਦਾ ਜਿਨੑ ਗੁਰ ਕੀ ਦਾਤਿ ਨ ਭਾਈ ॥੪॥
જેને ગુરુ નું દાન સારું લાગતું નથી તે નિંદકો નું મુખ કલંકિત જ રહે છે ॥૪॥
ਐ ਜੀ ਸਰਣਿ ਪਰੇ ਪ੍ਰਭੁ ਬਖਸਿ ਮਿਲਾਵੈ ਬਿਲਮ ਨ ਅਧੂਆ ਰਾਈ ॥
હે જિજ્ઞાસુ! જે પ્રભુની શરણમાં આવે છે તે તેને ક્ષમા કરી ને પોતાની સાથે મેળવી લે છે અને થોડી વાર પણ મોડું કરતો નથી
ਆਨਦ ਮੂਲੁ ਨਾਥੁ ਸਿਰਿ ਨਾਥਾ ਸਤਿਗੁਰੁ ਮੇਲਿ ਮਿਲਾਈ ॥੫॥
તે નાથોના નાથ પ્રભુ આનંદનો સ્ત્રોત છે જે સાચા ગુરુના સંપર્કમાં આવવાથી મળી જાય છે ॥૫॥
ਐ ਜੀ ਸਦਾ ਦਇਆਲੁ ਦਇਆ ਕਰਿ ਰਵਿਆ ਗੁਰਮਤਿ ਭ੍ਰਮਨਿ ਚੁਕਾਈ ॥
હે જિજ્ઞાસુ! પ્રભુ હંમેશા દયાળુ છે અને હંમેશા જ પોતાના ભક્તો પર દયા કરતા રહે છે ગુરુ ઉપદેશ દ્વારા બધા ભ્રમ મટી જાય છે
ਪਾਰਸੁ ਭੇਟਿ ਕੰਚਨੁ ਧਾਤੁ ਹੋਈ ਸਤਸੰਗਤਿ ਕੀ ਵਡਿਆਈ ॥੬॥
પારસ રૂપી ગુરુના સ્પર્શથી સાધારણ ધાતુ મનુષ્ય સોનાની જેમ બની જાય છે આવી સત્સંગતિની મહાનતા છે ॥૬॥
ਹਰਿ ਜਲੁ ਨਿਰਮਲੁ ਮਨੁ ਇਸਨਾਨੀ ਮਜਨੁ ਸਤਿਗੁਰੁ ਭਾਈ ॥
હરિનું નામ નિર્મળ જળ છે અને સદ્દગુરુના નિર્મળ મનને એમાં સ્નાન કરાવવું જ ગમે છે
ਪੁਨਰਪਿ ਜਨਮੁ ਨਾਹੀ ਜਨ ਸੰਗਤਿ ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲਾਈ ॥੭॥
હરિના દાસ ની સંગતિ કરવાથી મનુષ્ય બીજી વાર જન્મ લેતો નથી અને તેનો પ્રકાશ પરમ-પ્રકાશમાં બદલાય જાય છે ॥૭॥
ਤੂੰ ਵਡ ਪੁਰਖੁ ਅਗੰਮ ਤਰੋਵਰੁ ਹਮ ਪੰਖੀ ਤੁਝ ਮਾਹੀ ॥
હે સર્વેશ્વર! તું અગમ્ય વૃક્ષ છે અને અમે પક્ષી તારા સંરક્ષણમાં છીએ
ਨਾਨਕ ਨਾਮੁ ਨਿਰੰਜਨ ਦੀਜੈ ਜੁਗਿ ਜੁਗਿ ਸਬਦਿ ਸਲਾਹੀ ॥੮॥੪॥
હે પ્રભુ! નાનકને પોતાનું પોતાનું નિરંજન નામ પ્રદાન કરો તેથી તે બધા યુગમાં શબ્દ દ્વારા તારું સ્તુતિગાન કરતો રહે ॥૮॥૪॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੧ ਘਰੁ ੪
ગુજરી મહેલ ૧ ઘર ૪॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਭਗਤਿ ਪ੍ਰੇਮ ਆਰਾਧਿਤੰ ਸਚੁ ਪਿਆਸ ਪਰਮ ਹਿਤੰ ॥
જે વ્યક્તિ પ્રેમ ભક્તિ દ્વારા સાચા પરમાત્માની આરાધના કરે છે તેને નામ સ્મરણની તરસ લાગી રહે છે અને તે ખુબ પ્રેમથી નામ જપતો રહે છે
ਬਿਲਲਾਪ ਬਿਲਲ ਬਿਨੰਤੀਆ ਸੁਖ ਭਾਇ ਚਿਤ ਹਿਤੰ ॥੧॥
તે દુઃખ ભરી પ્રભુ સામે વિનંતી કરે છે અને પોતાના મન માટે સુખ અને પ્રેમની ઈચ્છા કરતો રહે છે ॥૧॥
ਜਪਿ ਮਨ ਨਾਮੁ ਹਰਿ ਸਰਣੀ ॥
હે મન! પરમાત્માનું નામ જપ તથા તેની શરણ લો
ਸੰਸਾਰ ਸਾਗਰ ਤਾਰਿ ਤਾਰਣ ਰਮ ਨਾਮ ਕਰਿ ਕਰਣੀ ॥੧॥ ਰਹਾਉ ॥
રામનું નામ સંસાર સાગરથી પાર કરવા માટે એક જહાજ છે તેથી એવું જીવન-આચરણ ધારણ કરો ॥૧॥વિરામ॥
ਏ ਮਨ ਮਿਰਤ ਸੁਭ ਚਿੰਤੰ ਗੁਰ ਸਬਦਿ ਹਰਿ ਰਮਣੰ ॥
હે મન! જો હું ગુરુના શબ્દ દ્વારા પ્રભુનું ભજન કરે તો મૃત્યુ પણ શુભ ચિંતક બની જાય છે
ਮਤਿ ਤਤੁ ਗਿਆਨੰ ਕਲਿਆਣ ਨਿਧਾਨੰ ਹਰਿ ਨਾਮ ਮਨਿ ਰਮਣੰ ॥੨॥
મનથી પ્રભુનું સ્મરણ કરવાથી મનુષ્યના હૃદયને જ્ઞાન અને કલ્યાણનો ખજાનો પ્રાપ્ત થઈ જાય છે ॥૨॥
ਚਲ ਚਿਤ ਵਿਤ ਭ੍ਰਮਾ ਭ੍ਰਮੰ ਜਗੁ ਮੋਹ ਮਗਨ ਹਿਤੰ ॥
ચંચળ મન ધન-દોલતની પાછળ ભટકતાં તેમજ દોડતા રહે છે અને જગતના મોહ અને પ્રેમમાં મગ્ન રહે છે
ਥਿਰੁ ਨਾਮੁ ਭਗਤਿ ਦਿੜੰ ਮਤੀ ਗੁਰ ਵਾਕਿ ਸਬਦ ਰਤੰ ॥੩॥
ગુરુની વાણી અને ઉપદેશ માં લીન થઈને પ્રભુનું નામ અને તેની ભક્તિ મનુષ્યના મનમાં દ્રઢતાથી સ્થાપિત થઈ જાય છે ॥૩॥
ਭਰਮਾਤਿ ਭਰਮੁ ਨ ਚੂਕਈ ਜਗੁ ਜਨਮਿ ਬਿਆਧਿ ਖਪੰ ॥
તીર્થ પર રટણ કરવાથી ભ્રમ દૂર થતો નથી અને સંસાર જન્મ-મરણના રોગોથી નષ્ટ થઈ રહ્યું છે
ਅਸਥਾਨੁ ਹਰਿ ਨਿਹਕੇਵਲੰ ਸਤਿ ਮਤੀ ਨਾਮ ਤਪੰ ॥੪॥
હરિ સ્થાન જ આ રોગની મુક્તિ છે હરિ-નામનું તપ જ સાચી બુદ્ધિ છે ॥૪॥
ਇਹੁ ਜਗੁ ਮੋਹ ਹੇਤ ਬਿਆਪਿਤੰ ਦੁਖੁ ਅਧਿਕ ਜਨਮ ਮਰਣੰ ॥
આ જગત મોહ-માયાના જાળમાં ફસાયેલ છે અને જન્મ-મરણનું ખુબ દુઃખ સહે છે
ਭਜੁ ਸਰਣਿ ਸਤਿਗੁਰ ਊਬਰਹਿ ਹਰਿ ਨਾਮੁ ਰਿਦ ਰਮਣੰ ॥੫॥
તેથી પ્રભુ-ભજન કરો તથા સાચા ગુરુના શરણમાં આવી હરિનું નામ હૃદયમાં વસાવાથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે ॥૫॥
ਗੁਰਮਤਿ ਨਿਹਚਲ ਮਨਿ ਮਨੁ ਮਨੰ ਸਹਜ ਬੀਚਾਰੰ ॥
ગુરુના મત અનુસાર પ્રભુનું ચિંતન કરવાથી મનુષ્યનું મન નિશ્ચલ થઈ જાય છે
ਸੋ ਮਨੁ ਨਿਰਮਲੁ ਜਿਤੁ ਸਾਚੁ ਅੰਤਰਿ ਗਿਆਨ ਰਤਨੁ ਸਾਰੰ ॥੬॥
જે અંતરમનમાં સત્ય અને જ્ઞાન રત્ન વિદ્યમાન છે તે મન નિર્મળ છે ॥૬॥
ਭੈ ਭਾਇ ਭਗਤਿ ਤਰੁ ਭਵਜਲੁ ਮਨਾ ਚਿਤੁ ਲਾਇ ਹਰਿ ਚਰਣੀ ॥
હે મન! પ્રભુનું ભય તેમજ ભક્તિ ભાવથી આ સંસાર સાગરને પાર કરી લ્યો તથા હરિના સુંદર ચરણોમાં પોતાનું મન લગાડો