ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਦੇਵਗੰਧਾਰੀ ਮਹਲਾ ੫ ॥
રાગ દેવગંધારી મહેલ ૫ ॥
ਅਪੁਨੇ ਸਤਿਗੁਰ ਪਹਿ ਬਿਨਉ ਕਹਿਆ ॥
જ્યારે મેં પોતાના સાચા ગુરુ પાસે વિનંતી કરી તો
ਭਏ ਕ੍ਰਿਪਾਲ ਦਇਆਲ ਦੁਖ ਭੰਜਨ ਮੇਰਾ ਸਗਲ ਅੰਦੇਸਰਾ ਗਇਆ ॥ ਰਹਾਉ ॥
દુખનાશક પરમાત્મા દયાળુ અને કૃપાળુ થઈ ગયા છે અને મારા બધા ડર મટી ગયા છે ॥વિરામ॥
ਹਮ ਪਾਪੀ ਪਾਖੰਡੀ ਲੋਭੀ ਹਮਰਾ ਗੁਨੁ ਅਵਗੁਨੁ ਸਭੁ ਸਹਿਆ ॥
હે પ્રાણી! આપણે કેટલા પાપી, પાખંડી અને લોભી છીએ પરંતુ તો પણ દયાવાન પ્રભુ અમારા ગુણ-અવગુણ બધું સહન કરે છે
ਕਰੁ ਮਸਤਕਿ ਧਾਰਿ ਸਾਜਿ ਨਿਵਾਜੇ ਮੁਏ ਦੁਸਟ ਜੋ ਖਇਆ ॥੧॥
પ્રભુએ અમને રચીને પોતાનો હાથ અમારા માથા પર રાખીને ગૌરવ પ્રદાન કર્યું છે જે દુષ્ટ અમને મારવા ઈચ્છતા હતા, પોતે જ મરી ગયા છે ॥૧॥
ਪਰਉਪਕਾਰੀ ਸਰਬ ਸਧਾਰੀ ਸਫਲ ਦਰਸਨ ਸਹਜਇਆ ॥
પરમાત્મા ખુબ પરોપકારી છે અને બધાને આધાર દેવાવાળા છે તેના દર્શન જ ફળદાયક છે જે શાંતિની સંપત્તિ છે
ਕਹੁ ਨਾਨਕ ਨਿਰਗੁਣ ਕਉ ਦਾਤਾ ਚਰਣ ਕਮਲ ਉਰ ਧਰਿਆ ॥੨॥੨੪॥
હે નાનક! પરમાત્મા નિર્ગુણના પણ દાતા છે તેના ચરણ-કમલ મેં હદયમાં વસાવેલા છે ॥૨॥૨૪॥
ਦੇਵਗੰਧਾਰੀ ਮਹਲਾ ੫ ॥
રાગ દેવગંધારી મહેલ ૫ ॥
ਅਨਾਥ ਨਾਥ ਪ੍ਰਭ ਹਮਾਰੇ ॥
હે મારા પ્રભુ! તું અનાથોનો નાથ છે
ਸਰਨਿ ਆਇਓ ਰਾਖਨਹਾਰੇ ॥ ਰਹਾਉ ॥
હે દુનિયાના રખવાળ! હું તારી શરણે આવ્યો છું ॥વિરામ॥
ਸਰਬ ਪਾਖ ਰਾਖੁ ਮੁਰਾਰੇ ॥
હે મુરારી પ્રભુ! દરેક તરફથી મારી રક્ષા કરો
ਆਗੈ ਪਾਛੈ ਅੰਤੀ ਵਾਰੇ ॥੧॥
લોક પરલોક અને જિંદગીના અંતિમ ક્ષણ સુધી મારી રક્ષા કરતો રહેજે ॥૧॥
ਜਬ ਚਿਤਵਉ ਤਬ ਤੁਹਾਰੇ ॥
હે માલિક! જ્યારે પણ તને યાદ કરું છું તો તારા ગુણ જ યાદ કરું છું
ਉਨ ਸਮ੍ਹ੍ਹਾਰਿ ਮੇਰਾ ਮਨੁ ਸਧਾਰੇ ॥੨॥
તે ગુણોને ધારણ કરવાથી મારુ મન શુદ્ધ થઈ જાય છે ॥૨॥
ਸੁਨਿ ਗਾਵਉ ਗੁਰ ਬਚਨਾਰੇ ॥
હું ગુરુના વચનોને સાંભળીને તારા જ ગુણ ગાતો રહું છું તથા
ਬਲਿ ਬਲਿ ਜਾਉ ਸਾਧ ਦਰਸਾਰੇ ॥੩॥
સાધુ રૂપી ગુરુના દર્શન પર વારંવાર બલિહાર જાઉં છું ॥૩॥
ਮਨ ਮਹਿ ਰਾਖਉ ਏਕ ਅਸਾਰੇ ॥
મારા મનમાં એક પ્રભુનો જ સહારો છે
ਨਾਨਕ ਪ੍ਰਭ ਮੇਰੇ ਕਰਨੈਹਾਰੇ ॥੪॥੨੫॥
હે નાનક! મારા પ્રભુ જ બધાના રચયિતા છે ॥૪॥૨૫॥
ਦੇਵਗੰਧਾਰੀ ਮਹਲਾ ੫ ॥
રાગ દેવગંધારી મહેલ ૫ ॥
ਪ੍ਰਭ ਇਹੈ ਮਨੋਰਥੁ ਮੇਰਾ ॥
હે પ્રભુ! મારો માત્ર એક જ મનોરથ છે કે
ਕ੍ਰਿਪਾ ਨਿਧਾਨ ਦਇਆਲ ਮੋਹਿ ਦੀਜੈ ਕਰਿ ਸੰਤਨ ਕਾ ਚੇਰਾ ॥ ਰਹਾਉ ॥
હે કૃપાનિધિ! હે દીનદયાલ! મને પોતાના સંતજનોનો સેવક બનાવી દ્યો ॥વિરામ॥
ਪ੍ਰਾਤਹਕਾਲ ਲਾਗਉ ਜਨ ਚਰਨੀ ਨਿਸ ਬਾਸੁਰ ਦਰਸੁ ਪਾਵਉ ॥
હું સવારમાં સંતજનોના ચરણ સ્પર્શ કરું છું અને દિવસ-રાત તેના દર્શન પ્રાપ્ત કરું છું
ਤਨੁ ਮਨੁ ਅਰਪਿ ਕਰਉ ਜਨ ਸੇਵਾ ਰਸਨਾ ਹਰਿ ਗੁਨ ਗਾਵਉ ॥੧॥
પોતાનું તન-મન અર્પિત કરીને હું સંતજનોની શ્રદ્ધાથી સેવા કરું છું અને પોતાની જીભથી તારું ગુણાનુવાદ કરું છું ॥૧॥
ਸਾਸਿ ਸਾਸਿ ਸਿਮਰਉ ਪ੍ਰਭੁ ਅਪੁਨਾ ਸੰਤਸੰਗਿ ਨਿਤ ਰਹੀਐ ॥
શ્વાસે-શ્વાસે પોતાના પ્રભુનું સ્મરણ કરું છું અને દરરોજ જ સંતોની સંગતિમાં મળેલો રહું
ਏਕੁ ਅਧਾਰੁ ਨਾਮੁ ਧਨੁ ਮੋਰਾ ਅਨਦੁ ਨਾਨਕ ਇਹੁ ਲਹੀਐ ॥੨॥੨੬॥
હે નાનક! પ્રભુનું નામ-ધન જ મારા જીવનનો એક માત્ર આધાર છે તેનાથી જ હું આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરતો રહું છું ॥૨॥૨૬॥
ਰਾਗੁ ਦੇਵਗੰਧਾਰੀ ਮਹਲਾ ੫ ਘਰੁ ੩
રાગ દેવગંધારી મહેલ ૫ ઘર ૩ ॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ॥
ਮੀਤਾ ਐਸੇ ਹਰਿ ਜੀਉ ਪਾਏ ॥
મેં મિત્ર રૂપી એવો પરમાત્મા પ્રાપ્ત કરી લીધો છે
ਛੋਡਿ ਨ ਜਾਈ ਸਦ ਹੀ ਸੰਗੇ ਅਨਦਿਨੁ ਗੁਰ ਮਿਲਿ ਗਾਏ ॥੧॥ ਰਹਾਉ ॥
જે મને છોડીને જતો નથી અને હંમેશા જ મારી સાથે રહે છે ગુરુથી મળીને હું રાત-દિવસ તેનું યશોગાન કરતો રહું છું ॥૧॥વિરામ॥
ਮਿਲਿਓ ਮਨੋਹਰੁ ਸਰਬ ਸੁਖੈਨਾ ਤਿਆਗਿ ਨ ਕਤਹੂ ਜਾਏ ॥
મને બધા સુખ દેવાવાળા મનોહર પ્રભુ મળી ગયા છે અને તે મને છોડીને ક્યાંય જતા નથી
ਅਨਿਕ ਅਨਿਕ ਭਾਤਿ ਬਹੁ ਪੇਖੇ ਪ੍ਰਿਅ ਰੋਮ ਨ ਸਮਸਰਿ ਲਾਏ ॥੧॥
મેં વિવિધ પ્રકારના લોકો જોયા છે પરંતુ તે મારા પ્રિય-પ્રભુના એક વાળની પણ સમાનતા કરી સકતા નથી ॥૧॥
ਮੰਦਰਿ ਭਾਗੁ ਸੋਭ ਦੁਆਰੈ ਅਨਹਤ ਰੁਣੁ ਝੁਣੁ ਲਾਏ ॥
તેનું મંદિર ખુબ કીર્તિમાન તથા દરવાજા ખુબ શોભાવાન છે જેનાથી મધુર અનહદ ધ્વનિ ગુંજતી રહે છે
ਕਹੁ ਨਾਨਕ ਸਦਾ ਰੰਗੁ ਮਾਣੇ ਗ੍ਰਿਹ ਪ੍ਰਿਅ ਥੀਤੇ ਸਦ ਥਾਏ ॥੨॥੧॥੨੭॥
હે નાનક! હું હંમેશા આનંદ ભોગવું છું કારણ કે પ્રિય-પ્રભુના ઘરમાં મને હંમેશા સ્થિર સ્થાન મળી ગયું છે ॥૨॥૧॥૨૭॥
ਦੇਵਗੰਧਾਰੀ ੫ ॥
રાગ દેવગંધારી ૫ ॥
ਦਰਸਨ ਨਾਮ ਕਉ ਮਨੁ ਆਛੈ ॥
મારુ મન પ્રભુના દર્શન અને નામનું મહત્વકાંક્ષી છે અને
ਭ੍ਰਮਿ ਆਇਓ ਹੈ ਸਗਲ ਥਾਨ ਰੇ ਆਹਿ ਪਰਿਓ ਸੰਤ ਪਾਛੈ ॥੧॥ ਰਹਾਉ ॥
બધા સ્થાનો પર ભટકીને હવે સંતોના ચરણોમાં લાગી ગયો છું ॥૧॥વિરામ॥
ਕਿਸੁ ਹਉ ਸੇਵੀ ਕਿਸੁ ਆਰਾਧੀ ਜੋ ਦਿਸਟੈ ਸੋ ਗਾਛੈ ॥
હું કોઈની સેવા કરું અને કોઈની આરાધના કરું, કારણ કે જે કાંઈ પણ નજર આવે છે તે નાશવાન છે