Gujarati Page 565

ਜਿਹਵਾ ਸਚੀ ਸਚਿ ਰਤੀ ਤਨੁ ਮਨੁ ਸਚਾ ਹੋਇ ॥
જીભ સાચી છે જે સત્યની સાથે રંગાયેલી છે. આ રીતે શરીર તેમજ મન પણ સત્ય થઈ જાય છે.

ਬਿਨੁ ਸਾਚੇ ਹੋਰੁ ਸਾਲਾਹਣਾ ਜਾਸਹਿ ਜਨਮੁ ਸਭੁ ਖੋਇ ॥੨॥
સાચા પરમેશ્વર સિવાય કોઈ બીજાનું યશોગાન કરવાથી મનુષ્ય પોતાનું આખુ જીવન વ્યર્થ જ ગુમાવીને ચાલ્યો જાય છે ॥૨॥

ਸਚੁ ਖੇਤੀ ਸਚੁ ਬੀਜਣਾ ਸਾਚਾ ਵਾਪਾਰਾ ॥
જો સત્યની ખેતી કરવામાં આવે, સત્યનું જ બીજ વાવવામાં આવે અને સાચા પરમેશ્વરનાં નામનો જ વ્યાપાર કરવામાં આવે તો

ਅਨਦਿਨੁ ਲਾਹਾ ਸਚੁ ਨਾਮੁ ਧਨੁ ਭਗਤਿ ਭਰੇ ਭੰਡਾਰਾ ॥੩॥
રાત-દિવસ સત્ય-નામનો જ લાભ પ્રાપ્ત થાય છે અને પ્રભુ-ભક્તિના નામ-ધનના ભંડાર ભરેલા રહે છે ॥૩॥

ਸਚੁ ਖਾਣਾ ਸਚੁ ਪੈਨਣਾ ਸਚੁ ਟੇਕ ਹਰਿ ਨਾਉ ॥
સત્યનું ભોજન, સત્યનો પહેરવેશ તેમજ હરિ-નામનો સાચો સહારો 

ਜਿਸ ਨੋ ਬਖਸੇ ਤਿਸੁ ਮਿਲੈ ਮਹਲੀ ਪਾਏ ਥਾਉ ॥੪॥
તેને જ પ્રાપ્ત થાય છે, જેને પરમેશ્વર પોતે કૃપા કરીને આપે છે. આવા મનુષ્યને પરમાત્માના દરબારમાં સ્થાન પ્રાપ્ત થઈ જાય છે ॥૪॥ 

ਆਵਹਿ ਸਚੇ ਜਾਵਹਿ ਸਚੇ ਫਿਰਿ ਜੂਨੀ ਮੂਲਿ ਨ ਪਾਹਿ ॥
આવા લોકો સત્યમાં જ આવે છે, સત્યમાં ચાલ્યા જાય છે અને ફરી યોનીઓના ચક્રમાં ક્યારેય પણ નાખવામાં આવતા નથી.

ਗੁਰਮੁਖਿ ਦਰਿ ਸਾਚੈ ਸਚਿਆਰ ਹਹਿ ਸਾਚੇ ਮਾਹਿ ਸਮਾਹਿ ॥੫॥
ગુરુમુખ પરમેશ્વરના સાચા દરબારમાં સત્યવાદી જ હોય છે અને સત્યમાં જ સમાઈ જાય છે ॥૫॥ 

ਅੰਤਰੁ ਸਚਾ ਮਨੁ ਸਚਾ ਸਚੀ ਸਿਫਤਿ ਸਨਾਇ ॥
ગુરુમુખ અંદરથી સાચા છે, તેનું મન પણ સાચું છે અને તે પરમેશ્વરનું સાચું સ્તુતિગાન કરે છે. 

ਸਚੈ ਥਾਨਿ ਸਚੁ ਸਾਲਾਹਣਾ ਸਤਿਗੁਰ ਬਲਿਹਾਰੈ ਜਾਉ ॥੬॥
તે સાચા સ્થાન પર બેસીને સત્યની જ સ્તુતિ કરે છે, હું પોતાના સદ્દગુરુ પર બલિહાર જાવ છું ॥૬॥

ਸਚੁ ਵੇਲਾ ਮੂਰਤੁ ਸਚੁ ਜਿਤੁ ਸਚੇ ਨਾਲਿ ਪਿਆਰੁ ॥
તે સમય સત્ય છે અને તે મુર્હુત પણ સત્ય છે, જ્યારે મનુષ્યનો સાચા પરમેશ્વરની સાથે પ્રેમ હોય છે.

ਸਚੁ ਵੇਖਣਾ ਸਚੁ ਬੋਲਣਾ ਸਚਾ ਸਭੁ ਆਕਾਰੁ ॥੭॥
ત્યારે તે સત્ય જ જુએ છે, સત્ય જ બોલે છે અને આખી સૃષ્ટિમાં સાચો પરમેશ્વર જ તેને સર્વવ્યાપક અનુભવ થાય છે ॥૭॥

ਨਾਨਕ ਸਚੈ ਮੇਲੇ ਤਾ ਮਿਲੇ ਆਪੇ ਲਏ ਮਿਲਾਇ ॥
હે નાનક! જ્યારે પરમેશ્વર પોતાની સાથે મળાવે છે તો જ મનુષ્ય તેની સાથે વિલીન થઈ જાય છે.

ਜਿਉ ਭਾਵੈ ਤਿਉ ਰਖਸੀ ਆਪੇ ਕਰੇ ਰਜਾਇ ॥੮॥੧॥
જેમ પ્રભુને સારું લાગે છે, તેમજ તે જીવોને રાખે છે અને તે પોતે જ પોતાની ઇચ્છાનુસાર કરે છે ॥૮॥૧॥ 

ਵਡਹੰਸੁ ਮਹਲਾ ੩ ॥
વડહંસ મહેલ ૩॥

ਮਨੂਆ ਦਹ ਦਿਸ ਧਾਵਦਾ ਓਹੁ ਕੈਸੇ ਹਰਿ ਗੁਣ ਗਾਵੈ ॥
મનુષ્યનું મન દસેય દિશાઓમાં ભટકતું રહે છે તો પછી ભલે આ કેવી રીતે પરમાત્માનું યશોગાન કરી શકે છે?

ਇੰਦ੍ਰੀ ਵਿਆਪਿ ਰਹੀ ਅਧਿਕਾਈ ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਨਿਤ ਸੰਤਾਵੈ ॥੧॥
શરીરની ઇન્દ્રિયો વધુ દુષ્કર્મમાં લીન થાય છે અને કામ-ક્રોધ દરરોજ દુઃખી કરે છે ॥૧॥

ਵਾਹੁ ਵਾਹੁ ਸਹਜੇ ਗੁਣ ਰਵੀਜੈ ॥
તે પરમાત્માની વાહ-વાહ કરતા તેનું જ સરળ રૂપમાં ગુણગાન કરતા રહેવું જોઈએ.

ਰਾਮ ਨਾਮੁ ਇਸੁ ਜੁਗ ਮਹਿ ਦੁਲਭੁ ਹੈ ਗੁਰਮਤਿ ਹਰਿ ਰਸੁ ਪੀਜੈ ॥੧॥ ਰਹਾਉ ॥
આ દુનિયામાં રામનું નામ ખુબ દુર્લભ છે અને ગુરુ-ઉપદેશ દ્વારા જ હરિ રસ પીવો જોઈએ ॥૧॥વિરામ॥ 

ਸਬਦੁ ਚੀਨਿ ਮਨੁ ਨਿਰਮਲੁ ਹੋਵੈ ਤਾ ਹਰਿ ਕੇ ਗੁਣ ਗਾਵੈ ॥
જયારે શબ્દની ઓળખ કરીને મન નિર્મળ હોય છે તો તે પરમાત્માનું જ ગુણગાન કરે છે.

ਗੁਰਮਤੀ ਆਪੈ ਆਪੁ ਪਛਾਣੈ ਤਾ ਨਿਜ ਘਰਿ ਵਾਸਾ ਪਾਵੈ ॥੨॥
જ્યારે ગુરુના ઉપદેશ દ્વારા મનુષ્ય પોતાના આત્મ સ્વરુપને ઓળખી લે છે તો તેનો પ્રભુ ચરણોમાં નિવાસ થઈ જાય છે ॥૨॥

ਏ ਮਨ ਮੇਰੇ ਸਦਾ ਰੰਗਿ ਰਾਤੇ ਸਦਾ ਹਰਿ ਕੇ ਗੁਣ ਗਾਉ ॥
હે મન! તું હંમેશા પ્રેમ-રંગમાં લીન રહે અને હંમેશા જ પરમાત્માનું જ ગુણગાન કર. 

ਹਰਿ ਨਿਰਮਲੁ ਸਦਾ ਸੁਖਦਾਤਾ ਮਨਿ ਚਿੰਦਿਆ ਫਲੁ ਪਾਉ ॥੩॥
નિર્મળ હરિ હંમેશા જ સુખ દેનાર છે, તેનાથી મનોવાંછિત ફળ મેળવી લે ॥૩॥

ਹਮ ਨੀਚ ਸੇ ਊਤਮ ਭਏ ਹਰਿ ਕੀ ਸਰਣਾਈ ॥
હરિની શરણમાં આવીને અમે નીચેથી ઉત્તમ બની ગયા છીએ. 

ਪਾਥਰੁ ਡੁਬਦਾ ਕਾਢਿ ਲੀਆ ਸਾਚੀ ਵਡਿਆਈ ॥੪॥
તે સાચા પરમાત્માની ખુબ ઉદારતા છે, જેને અમારા જેવા ડૂબતા પથ્થરોને પણ સંસારસાગરથી બચાવી લીધા છે ॥૪॥

ਬਿਖੁ ਸੇ ਅੰਮ੍ਰਿਤ ਭਏ ਗੁਰਮਤਿ ਬੁਧਿ ਪਾਈ ॥
ગુરુ-ઉપદેશ દ્વારા નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત કરીને અમે વિષથી અમૃત બની ગયા છીએ.  

ਅਕਹੁ ਪਰਮਲ ਭਏ ਅੰਤਰਿ ਵਾਸਨਾ ਵਸਾਈ ॥੫॥
કડવી ઔષધિમાંથી અમે ચંદન બની ગયા છીએ અને અમારી અંદર સુગંધનો નિવાસ થઈ  ગયો છે ॥૫॥

ਮਾਣਸ ਜਨਮੁ ਦੁਲੰਭੁ ਹੈ ਜਗ ਮਹਿ ਖਟਿਆ ਆਇ ॥
આ મનુષ્ય-જન્મ ખુબ દુર્લભ છે અને આ જગતમાં આવીને મેં લાભ પ્રાપ્ત કર્યો છે. 

ਪੂਰੈ ਭਾਗਿ ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇ ॥੬॥
જેને સંપૂર્ણ ભાગ્યથી સદ્દગુરુ મળે છે, તે હરિ-નામનું સ્મરણ કરતો રહે છે ॥૬॥

ਮਨਮੁਖ ਭੂਲੇ ਬਿਖੁ ਲਗੇ ਅਹਿਲਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥
મનમુખ મનુષ્ય કુમાર્ગગામી થઈને માયાના વિષમાં જ લીન રહે છે તથા તેને પોતાનો અમૂલ્ય જન્મ બેકાર જ ગુમાવી દીધો છે.

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਸਦਾ ਸੁਖ ਸਾਗਰੁ ਸਾਚਾ ਸਬਦੁ ਨ ਭਾਇਆ ॥੭॥
હરિનું નામ હંમેશા જ સુખનો સાગર છે પરંતુ મનમુખ મનુષ્ય સાચા નામથી પ્રેમ કરતો નથી ॥૭॥

ਮੁਖਹੁ ਹਰਿ ਹਰਿ ਸਭੁ ਕੋ ਕਰੈ ਵਿਰਲੈ ਹਿਰਦੈ ਵਸਾਇਆ ॥
પોતાના મુખથી બધા પરમેશ્વરનું નામ ઉચ્ચારે છે પરંતુ દુર્લભ જ આને પોતાના હૃદયમાં વસાવે છે.

ਨਾਨਕ ਜਿਨ ਕੈ ਹਿਰਦੈ ਵਸਿਆ ਮੋਖ ਮੁਕਤਿ ਤਿਨੑ ਪਾਇਆ ॥੮॥੨॥
હે નાનક! જેના હૃદયમાં હરિ-નામનો નિવાસ થયો છે, તેને મોક્ષ તેમજ બંધનોથી મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે ॥૮॥૨॥

ਵਡਹੰਸੁ ਮਹਲਾ ੧ ਛੰਤ
વડહંસ મહેલ ૧ છંદ

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਕਾਇਆ ਕੂੜਿ ਵਿਗਾੜਿ ਕਾਹੇ ਨਾਈਐ ॥
અસત્યથી દુષિત કરેલ શરીરને સ્નાન કરાવવાનો શું અર્થ છે? 

ਨਾਤਾ ਸੋ ਪਰਵਾਣੁ ਸਚੁ ਕਮਾਈਐ ॥
કારણ કે તે મનુષ્યનું જ સ્નાન સ્વીકાર થાય છે જે સત્યની સાધના કરે છે.

ਜਬ ਸਾਚ ਅੰਦਰਿ ਹੋਇ ਸਾਚਾ ਤਾਮਿ ਸਾਚਾ ਪਾਈਐ ॥
જયારે હૃદયમાં સત્ય આવી વસે છે તો જ મનુષ્ય સાચો થઈ જાય છે અને સાચા પરમેશ્વરને પ્રાપ્ત કરી લે છે.

error: Content is protected !!