Gujarati Page 689

ਸਤਿਗੁਰ ਪੂਛਉ ਜਾਇ ਨਾਮੁ ਧਿਆਇਸਾ ਜੀਉ ॥
હું જઈને પોતાના ગુરૂથી પુછીશ તેમજ પરમાત્માનું નામ-સ્મરણ કરીશ. 

ਸਚੁ ਨਾਮੁ ਧਿਆਈ ਸਾਚੁ ਚਵਾਈ ਗੁਰਮੁਖਿ ਸਾਚੁ ਪਛਾਣਾ ॥
હું પોતાના મનમાં સત્યનામનું જ ધ્યાન-મનન કરું છું. પોતાના મુખથી સત્ય નામને જપું છું. 

ਦੀਨਾ ਨਾਥੁ ਦਇਆਲੁ ਨਿਰੰਜਨੁ ਅਨਦਿਨੁ ਨਾਮੁ ਵਖਾਣਾ ॥
હવે તો હું રાત-દિવસ દીનાનાથ, દયાળુ તેમજ પવિત્ર પ્રભુના નામનું જ જાપ કરું છું. 

ਕਰਣੀ ਕਾਰ ਧੁਰਹੁ ਫੁਰਮਾਈ ਆਪਿ ਮੁਆ ਮਨੁ ਮਾਰੀ ॥
આ નામ-સ્મરણ કરવાનું કાર્ય મને પરમાત્માએ આરંભથી જ કરવાની આજ્ઞા કરી છે. આ રીતે અહંકાર મટી ગયો છે અને મન નિયંત્રણમાં આવી ગયું છે.

ਨਾਨਕ ਨਾਮੁ ਮਹਾ ਰਸੁ ਮੀਠਾ ਤ੍ਰਿਸਨਾ ਨਾਮਿ ਨਿਵਾਰੀ ॥੫॥੨॥
હે નાનક! નામ મહા મીઠો રસ છે અને નામે મારી માયાની તૃષ્ણા દૂર કરી દીધી છે ॥૫॥૨॥ 

ਧਨਾਸਰੀ ਛੰਤ ਮਹਲਾ ੧ ॥
ધનાસરી છંદ મહેલ ૧॥ 

ਪਿਰ ਸੰਗਿ ਮੂਠੜੀਏ ਖਬਰਿ ਨ ਪਾਈਆ ਜੀਉ ॥
હે માયાથી ઠગાયેલી જીવ-સ્ત્રીઓ! તારો પ્રિયતમ-પ્રભુ તો તારી સાથે જ છે પરંતુ તને હજી સુધી આ વાતની કોઈ ખબર નથી. 

ਮਸਤਕਿ ਲਿਖਿਅੜਾ ਲੇਖੁ ਪੁਰਬਿ ਕਮਾਇਆ ਜੀਉ ॥
જે કંઈ તે પોતાના પૂર્વ જન્મમાં કર્યું છે, તારા તે નસીબનો લેખ તારા માથા પર લખેલ છે. 

ਲੇਖੁ ਨ ਮਿਟਈ ਪੁਰਬਿ ਕਮਾਇਆ ਕਿਆ ਜਾਣਾ ਕਿਆ ਹੋਸੀ ॥
પૂર્વ જન્મમાં કરેલા કર્મોનો લેખ હવે મટી શકતો નથી. હું શું જાણું છું કે આગળ શું થશે? 

ਗੁਣੀ ਅਚਾਰਿ ਨਹੀ ਰੰਗਿ ਰਾਤੀ ਅਵਗੁਣ ਬਹਿ ਬਹਿ ਰੋਸੀ ॥
ગુણવાન તેમજ સદાચારિણી બનીને તું પિતાના પ્રિયતમ-પ્રભુના પ્રેમમાં મગ્ન થઈ નથી. આથી પોતાના અવગુણોને કારણે તું હંમેશા જ પરલોકમાં બેસી દુઃખી થતી રહીશ. 

ਧਨੁ ਜੋਬਨੁ ਆਕ ਕੀ ਛਾਇਆ ਬਿਰਧਿ ਭਏ ਦਿਨ ਪੁੰਨਿਆ ॥
આ ધન તેમજ યૌવન છોડના પડછાયા સમાન છે, વૃદ્ધ થવાથી તારી ઉંમરના દિવસ સમાપ્ત થઈ જશે. 

ਨਾਨਕ ਨਾਮ ਬਿਨਾ ਦੋਹਾਗਣਿ ਛੂਟੀ ਝੂਠਿ ਵਿਛੁੰਨਿਆ ॥੧॥
નાનકનું કહેવું છે કે નામ વગર તું કમનસીબ તેમજ ત્યજેલી સ્ત્રી બની ગઈ છે અને તારા અસત્યએ તને તારા પ્રિયતમ-પ્રભુથી તને અલગ કરી દીધી છે ॥૧॥

ਬੂਡੀ ਘਰੁ ਘਾਲਿਓ ਗੁਰ ਕੈ ਭਾਇ ਚਲੋ ॥
હે જીવ-સ્ત્રી તું સંસાર સમુદ્રમાં ડૂબી ગઈ છે અને તે પોતાનું ઘર નાશ કરી લીધું છે. છેવટે હવે તું ગુરુની રજા પ્રમાણે આચરણ કર. 

ਸਾਚਾ ਨਾਮੁ ਧਿਆਇ ਪਾਵਹਿ ਸੁਖਿ ਮਹਲੋ ॥
તું સત્ય નામનું સ્મરણ કર, તું પોતાના પ્રિયતમ પ્રભુના મહેલનું સુખ પ્રાપ્ત કરી લઈશ. 

ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਏ ਤਾ ਸੁਖੁ ਪਾਏ ਪੇਈਅੜੈ ਦਿਨ ਚਾਰੇ ॥
જો તું હરિ-નામનું ધ્યાન કરે તો તેને સુખ પ્રાપ્ત થઈ જશે. તારે આ માતૃ ઘર જગતમાં ફક્ત ચાર દિવસ જ રહેવાનું છે. 

ਨਿਜ ਘਰਿ ਜਾਇ ਬਹੈ ਸਚੁ ਪਾਏ ਅਨਦਿਨੁ ਨਾਲਿ ਪਿਆਰੇ ॥
જો તે સત્ય પ્રભુ પ્રાપ્ત થઈ જાય તો તું પોતાના વાસ્તવિક ઘર પ્રભુ-સ્વરૂપમાં જઈને બેસી જાય અને ત્યાં દરરોજ પોતાના પ્રિયતમની સાથે આનંદ કર.

ਵਿਣੁ ਭਗਤੀ ਘਰਿ ਵਾਸੁ ਨ ਹੋਵੀ ਸੁਣਿਅਹੁ ਲੋਕ ਸਬਾਏ ॥
હે લોકો! ધ્યાનપૂર્વક સાંભળી લો, ભક્તિ વગર જીવ-સ્ત્રીનો પોતાના વાસ્તવિક ઘર પ્રભુ સ્વરૂપમાં નિવાસ થતો નથી.

ਨਾਨਕ ਸਰਸੀ ਤਾ ਪਿਰੁ ਪਾਏ ਰਾਤੀ ਸਾਚੈ ਨਾਏ ॥੨॥
હે નાનક! જો જીવ-સ્ત્રી હંમેશા જ સત્ય-નામમાં મગ્ન થઈ જાય તો તે ખુશ થઈ જાય છે અને પ્રિયતમ-પ્રભુને પ્રાપ્ત કરી લે છે ॥૨॥ 

ਪਿਰੁ ਧਨ ਭਾਵੈ ਤਾ ਪਿਰ ਭਾਵੈ ਨਾਰੀ ਜੀਉ ॥
જ્યારે જીવ-સ્ત્રીને પોતાનો પ્રિયતમ-પ્રભુ સારો લાગે છે તો તે જીવ-સ્ત્રી પણ પોતાના પ્રિયતમ-પ્રભુને સારી લાગવા લાગે છે. 

ਰੰਗਿ ਪ੍ਰੀਤਮ ਰਾਤੀ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਵੀਚਾਰੀ ਜੀਉ ॥
જ્યારે તે ગુરુની વાણી દ્વારા સ્મરણ કરે છે તો પોતાના પ્રભુના પ્રેમમાં મગ્ન થઈ જાય છે.

ਗੁਰ ਸਬਦਿ ਵੀਚਾਰੀ ਨਾਹ ਪਿਆਰੀ ਨਿਵਿ ਨਿਵਿ ਭਗਤਿ ਕਰੇਈ ॥
જ્યારે તે ગુરુના શબ્દ દ્વારા ચિંતન કરે છે તો તે પોતાના પતિ-પરમેશ્વરની લાડલી બની જાય છે. તે પોતાના પતિ-પ્રભુ સમક્ષ નમી-નમી નમ્રતાપૂર્વક તેની ભક્તિ કરે છે.

ਮਾਇਆ ਮੋਹੁ ਜਲਾਏ ਪ੍ਰੀਤਮੁ ਰਸ ਮਹਿ ਰੰਗੁ ਕਰੇਈ ॥
જ્યારે તે પોતાનો માયાનો મોહ સળગાવી દે છે તો તેનો પ્રિયતમ-પ્રભુ ખુબ ઉલ્લાસથી તેનાથી આનંદ કરે છે. 

ਪ੍ਰਭ ਸਾਚੇ ਸੇਤੀ ਰੰਗਿ ਰੰਗੇਤੀ ਲਾਲ ਭਈ ਮਨੁ ਮਾਰੀ ॥
જીવ-સ્ત્રી સત્ય-પ્રભુથી મળીને તેના પ્રેમમાં મગ્ન થઈ ગઈ છે. તેને પોતાના મન પર અંકુશ લગાવી લીધો છે અને તે ખુબ સુંદર બની ગઈ છે. 

ਨਾਨਕ ਸਾਚਿ ਵਸੀ ਸੋਹਾਗਣਿ ਪਿਰ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਪਿਆਰੀ ॥੩॥
હે નાનક! તે સુહાગણ જીવ-સ્ત્રી સાચા પતિ-પ્રભુના ઘર અર્થાત પરમાત્માના સ્વરૂપમાં જઈને વસી ગઈ છે અને પોતાના પ્રિયતમથી પ્રેમ પ્રાપ્ત કરીને તેની પ્રિયતમા બની ગઈ છે ॥૩॥ 

ਪਿਰ ਘਰਿ ਸੋਹੈ ਨਾਰਿ ਜੇ ਪਿਰ ਭਾਵਏ ਜੀਉ ॥
પોતાના પ્રિયતમ-પ્રભુના ઘરમાં જીવ-સ્ત્રી શોભા પ્રાપ્ત કરે છે, જે પોતાના પતિ-પ્રભુને સારી લાગવા લાગે છે. 

ਝੂਠੇ ਵੈਣ ਚਵੇ ਕਾਮਿ ਨ ਆਵਏ ਜੀਉ ॥
જે જીવ-સ્ત્રી અસત્ય વચન બોલે છે, તે અસત્ય વચન કોઈ કામ આવતા નથી. 

ਝੂਠੁ ਅਲਾਵੈ ਕਾਮਿ ਨ ਆਵੈ ਨਾ ਪਿਰੁ ਦੇਖੈ ਨੈਣੀ ॥
તે અસત્ય બોલે છે પરંતુ તે અસત્ય તેને કોઈ કામ આવતું નથી. તેનો પ્રિયતમ-પ્રભુ તેને પોતાની આંખોથી જોતો પણ નથી. 

ਅਵਗੁਣਿਆਰੀ ਕੰਤਿ ਵਿਸਾਰੀ ਛੂਟੀ ਵਿਧਣ ਰੈਣੀ ॥
તેના પતિ-પ્રભુએ અવગુણોથી ભરેલી તે જીવ-સ્ત્રીને ભુલાવી દીધી છે. તે ત્યજેલી સ્ત્રી બની ગઈ છે અને તેની જીવનરૂપી રાત પ્રિયતમ વગર દુઃખોમાં જ વીતે છે. 

ਗੁਰ ਸਬਦੁ ਨ ਮਾਨੈ ਫਾਹੀ ਫਾਥੀ ਸਾ ਧਨ ਮਹਲੁ ਨ ਪਾਏ ॥
આવી જીવ-સ્ત્રી ગુરુના શબ્દ પર આસ્થા રાખતી નથી, તે મૃત્યુના જાળમાં ફસાઈ જાય છે અને પોતાના પતિ-પ્રભુનો મહેલ અર્થાત પ્રભુ-સ્વરૂપને પ્રાપ્ત કરતી નથી. 

ਨਾਨਕ ਆਪੇ ਆਪੁ ਪਛਾਣੈ ਗੁਰਮੁਖਿ ਸਹਜਿ ਸਮਾਏ ॥੪॥
હે નાનક! જ્યારે જીવ-સ્ત્રી પોતે જ પોતાના આત્મ-સ્વરુપને ઓળખી લે છે તો તે ગુરુ દ્વારા સરળ સ્થિતિમાં લીન થઈ જાય છે ॥૪॥ 

ਧਨ ਸੋਹਾਗਣਿ ਨਾਰਿ ਜਿਨਿ ਪਿਰੁ ਜਾਣਿਆ ਜੀਉ ॥
તે સુહાગણ નારી ધન્ય છે, જેને પોતાનો પ્રિયતમ-પ્રભુ જાણી લીધો છે.

ਨਾਮ ਬਿਨਾ ਕੂੜਿਆਰਿ ਕੂੜੁ ਕਮਾਣਿਆ ਜੀਉ ॥
નામવિહીન અસત્ય જીવ-સ્ત્રી અસત્યનું જ કાર્ય કરે છે. 

ਹਰਿ ਭਗਤਿ ਸੁਹਾਵੀ ਸਾਚੇ ਭਾਵੀ ਭਾਇ ਭਗਤਿ ਪ੍ਰਭ ਰਾਤੀ ॥
પરમાત્માની ભક્તિ કરનાર જીવ-સ્ત્રી ખુબ સુંદર હોય છે અને તે સાચા પ્રભુને સારી લાગે છે અને પ્રભુની પ્રેમ-ભક્તિમાં લીન રહે છે. 

ਪਿਰੁ ਰਲੀਆਲਾ ਜੋਬਨਿ ਬਾਲਾ ਤਿਸੁ ਰਾਵੇ ਰੰਗਿ ਰਾਤੀ ॥
પ્રિયતમ-પ્રભુ ખુબ રંગીલો, યૌવન સંપન્ન તેમજ યુવાન છે, તેના પ્રેમ-રંગમાં મગ્ન થયેલી જીવ-સ્ત્રી તેની સાથે આનંદ કરે છે.

ਗੁਰ ਸਬਦਿ ਵਿਗਾਸੀ ਸਹੁ ਰਾਵਾਸੀ ਫਲੁ ਪਾਇਆ ਗੁਣਕਾਰੀ ॥
તે ગુરુના શબ્દ દ્વારા આનંદિત થાય છે, પોતાના પ્રિયતમની સાથે આનંદ કરે છે અને પોતાની કરેલી ભક્તિનું ગુણકારી ફળ પ્રાપ્ત કરી લે છે. 

ਨਾਨਕ ਸਾਚੁ ਮਿਲੈ ਵਡਿਆਈ ਪਿਰ ਘਰਿ ਸੋਹੈ ਨਾਰੀ ॥੫॥੩॥
હે નાનક! તે જીવ-સ્ત્રીને સત્ય પ્રભુ મળી જાય છે, પ્રભુના ઘરમાં તેને મોટાઈ પ્રાપ્ત થાય છે અને પોતાના પ્રિયતમના ઘરમાં ખુબ સુંદર લાગે છે ॥૫॥૩॥

error: Content is protected !!