Gujarati Page 737

ਜਿਸ ਨੋ ਲਾਇ ਲਏ ਸੋ ਲਾਗੈ ॥
જેને પરમાત્મા હંમેશા પોતાની સાથે લગાવે છે, તે જ તેનાથી લાગે છે. 

ਗਿਆਨ ਰਤਨੁ ਅੰਤਰਿ ਤਿਸੁ ਜਾਗੈ ॥
રત્ન જેવું કીમતી જ્ઞાન તેના મનમાં જાગી જાય છે. 

ਦੁਰਮਤਿ ਜਾਇ ਪਰਮ ਪਦੁ ਪਾਏ ॥
તેની દુર્બુદ્ધિ નાશ થઈ જાય છે અને તે પરમપદ મેળવી લે છે. 

ਗੁਰ ਪਰਸਾਦੀ ਨਾਮੁ ਧਿਆਏ ॥੩॥
ગુરુની કૃપાથી તે પરમાત્માના નામનું ધ્યાન કરતો રહે છે ॥૩॥ 

ਦੁਇ ਕਰ ਜੋੜਿ ਕਰਉ ਅਰਦਾਸਿ ॥
હે પ્રભુ! હું પોતાના બંને હાથ જોડીને તારી સમક્ષ પ્રાર્થના કરું છું.

ਤੁਧੁ ਭਾਵੈ ਤਾ ਆਣਹਿ ਰਾਸਿ ॥
જ્યારે તે સારું લાગે છે, ત્યારે તું મારું કાર્ય સંભાળી લે છે. 

ਕਰਿ ਕਿਰਪਾ ਅਪਨੀ ਭਗਤੀ ਲਾਇ ॥
કૃપા કરીને પોતાની ભક્તિમાં લગાવીને રાખ. 

ਜਨ ਨਾਨਕ ਪ੍ਰਭੁ ਸਦਾ ਧਿਆਇ ॥੪॥੨॥
નાનક તો હંમેશા જ પ્રભુનું ધ્યાન કરતો રહે છે ॥૪॥૨॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥ 

ਧਨੁ ਸੋਹਾਗਨਿ ਜੋ ਪ੍ਰਭੂ ਪਛਾਨੈ ॥
તે સુહાગણ ધન્ય છે, જે પોતાના પતિ-પ્રભુને ઓળખે છે. 

ਮਾਨੈ ਹੁਕਮੁ ਤਜੈ ਅਭਿਮਾਨੈ ॥
તે પોતાના પતિ-પ્રભુનો હુકમ માને છે અને અભિમાનને ત્યાગી દે છે.

ਪ੍ਰਿਅ ਸਿਉ ਰਾਤੀ ਰਲੀਆ ਮਾਨੈ ॥੧॥
આ પોતાના પ્રિયના પ્રેમમાં મગ્ન રહીને આનંદ પ્રાપ્ત કરે છે ॥૧॥ 

ਸੁਨਿ ਸਖੀਏ ਪ੍ਰਭ ਮਿਲਣ ਨੀਸਾਨੀ ॥
હે બહેનપણી! પ્રભુથી મિલનની નિશાની સાંભળ. 

ਮਨੁ ਤਨੁ ਅਰਪਿ ਤਜਿ ਲਾਜ ਲੋਕਾਨੀ ॥੧॥ ਰਹਾਉ ॥
લોક-લાજ છોડીને પોતાનું મન-શરીર પ્રભુને અર્પણ કરી દે ॥૧॥વિરામ॥ 

ਸਖੀ ਸਹੇਲੀ ਕਉ ਸਮਝਾਵੈ ॥
બહેનપણી પોતાની બહેનપણીને સમજાવે છે કે 

ਸੋਈ ਕਮਾਵੈ ਜੋ ਪ੍ਰਭ ਭਾਵੈ ॥ ਸਾ ਸੋਹਾਗਣਿ ਅੰਕਿ ਸਮਾਵੈ ॥੨॥
તે તે જ કાર્ય કરે જે પ્રભુને સારું લાગે. પછી તે સુહાગણ પ્રભુ-ચરણોમાં સમાઈ જાય છે ॥૨॥ 

ਗਰਬਿ ਗਹੇਲੀ ਮਹਲੁ ਨ ਪਾਵੈ ॥
અહંકારમાં ફસાયેલી જીવ-સ્ત્રી પ્રભુને મેળવી શકતી નથી. 

ਫਿਰਿ ਪਛੁਤਾਵੈ ਜਬ ਰੈਣਿ ਬਿਹਾਵੈ ॥
જયારે તેની જીવનરૂપી રાત વીતી જાય છે તો પછી તે પસ્તાવો કરે છે.

ਕਰਮਹੀਣਿ ਮਨਮੁਖਿ ਦੁਖੁ ਪਾਵੈ ॥੩॥
કર્મહીન મનમુખી જીવ-સ્ત્રી ખુબ દુઃખ પ્રાપ્ત કરે છે ॥૩॥ 

ਬਿਨਉ ਕਰੀ ਜੇ ਜਾਣਾ ਦੂਰਿ ॥
હું પ્રભુની સમક્ષ તો જ વિનંતી કરું, જો હું તેને ક્યાંય દૂર સમજુ. 

ਪ੍ਰਭੁ ਅਬਿਨਾਸੀ ਰਹਿਆ ਭਰਪੂਰਿ ॥
તે અવિનાશી પ્રભુ તો સર્વવ્યાપક છે.

ਜਨੁ ਨਾਨਕੁ ਗਾਵੈ ਦੇਖਿ ਹਦੂਰਿ ॥੪॥੩॥
નાનક તેને પોતાની આજુબાજુ જોઈને તેનું જ ગુણગાન કરે છે ॥૪॥૩॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥ 

ਗ੍ਰਿਹੁ ਵਸਿ ਗੁਰਿ ਕੀਨਾ ਹਉ ਘਰ ਕੀ ਨਾਰਿ ॥
હે બહેનપણી! ગુરુએ મારું હૃદય-ઘર મારા વશમાં કરી દીધું છે અને હવે હું આ હ્રદય-ઘરની સ્વામીની બની ચુકી છું. 

ਦਸ ਦਾਸੀ ਕਰਿ ਦੀਨੀ ਭਤਾਰਿ ॥
મારા પતિ-પ્રભુએ મારી દસેય ઇન્દ્રિયોને મારી દાસીઓ બનાવી દીધી છે. 

ਸਗਲ ਸਮਗ੍ਰੀ ਮੈ ਘਰ ਕੀ ਜੋੜੀ ॥
મેં પોતાના હૃદય-ઘરની બધી વસ્તુઓ એકત્રિત કરી લીધી છે. 

ਆਸ ਪਿਆਸੀ ਪਿਰ ਕਉ ਲੋੜੀ ॥੧॥
હવે હું મિલનની તીવ્ર લાલચથી પતિ-પ્રભુને મેળવવા ઇચ્છું છું ॥૧॥ 

ਕਵਨ ਕਹਾ ਗੁਨ ਕੰਤ ਪਿਆਰੇ ॥
હું તે પ્રેમાળ પ્રભુના ક્યાં-ક્યાં ગુણ વ્યક્ત કરું? 

ਸੁਘੜ ਸਰੂਪ ਦਇਆਲ ਮੁਰਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥
તે મોરારી તો ખૂબ ચતુર, સુંદરરૂપવાળો તેમજ ખૂબ જ દયાળુ છે ॥૧॥વિરામ॥ 

ਸਤੁ ਸੀਗਾਰੁ ਭਉ ਅੰਜਨੁ ਪਾਇਆ ॥
મેં સત્યનું શણગાર કર્યું છે અને તેના પ્રેમ-ભયનો સુરમો પોતાની આંખમાં નાખી લીધો છે.

ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਤੰਬੋਲੁ ਮੁਖਿ ਖਾਇਆ ॥
મેં અમૃતમયી નામરૂપી પાનને પોતાના મુખથી ખાધું છે. 

ਕੰਗਨ ਬਸਤ੍ਰ ਗਹਨੇ ਬਨੇ ਸੁਹਾਵੇ ॥
હવે મારા સત્યના શણગારથી સજ્જ બંગડી, વસ્ત્ર તેમજ ઘરેણાં ખુબ સુંદર લાગે છે.

ਧਨ ਸਭ ਸੁਖ ਪਾਵੈ ਜਾਂ ਪਿਰੁ ਘਰਿ ਆਵੈ ॥੨॥
હે બહેનપણી! જીવ-સ્ત્રી તો જ સર્વ સુખ મેળવે છે, જ્યારે તેનો પતિ-પ્રભુ તેના હૃદય-ઘરમાં આવી વસે છે ॥૨॥ 

ਗੁਣ ਕਾਮਣ ਕਰਿ ਕੰਤੁ ਰੀਝਾਇਆ ॥
મેં શુભ ગુણોનો જાદુ-ટોણા કરીને પોતાના પતિ-પરમેશ્વરને ખુશ કરી લીધો છે. 

ਵਸਿ ਕਰਿ ਲੀਨਾ ਗੁਰਿ ਭਰਮੁ ਚੁਕਾਇਆ ॥
ગુરુએ મારો ભ્રમ દૂર કરી દીધો તો જ મેં તેને પોતાના વશમાં કરી લીધો.

ਸਭ ਤੇ ਊਚਾ ਮੰਦਰੁ ਮੇਰਾ ॥
મારુ હૃદયરૂપી મંદિર સર્વોત્તમ બની ગયું છે. 

ਸਭ ਕਾਮਣਿ ਤਿਆਗੀ ਪ੍ਰਿਉ ਪ੍ਰੀਤਮੁ ਮੇਰਾ ॥੩॥
મારા પ્રિયતમ-પ્રભુએ બીજી બધી જીવ-સ્ત્રીઓને છોડીને મને પોતાની બનાવી લીધી છે ॥૩॥ 

ਪ੍ਰਗਟਿਆ ਸੂਰੁ ਜੋਤਿ ਉਜੀਆਰਾ ॥
જયારે પ્રભુરૂપી સૂર્ય મારા હ્રદયમાં ઉદય થઈ ગયો તો તેના પ્રકાશનું અજવાળું થઈ ગયું. 

ਸੇਜ ਵਿਛਾਈ ਸਰਧ ਅਪਾਰਾ ॥
તેના માટે મેં હૃદયરૂપી પથારી પાથરેલી છે. 

ਨਵ ਰੰਗ ਲਾਲੁ ਸੇਜ ਰਾਵਣ ਆਇਆ ॥
નવરંગ પ્રિયતમ પ્રભુ રમણ કરવા માટે મારી હૃદયરૂપી પથારી પર આવી ગયો છે. 

ਜਨ ਨਾਨਕ ਪਿਰ ਧਨ ਮਿਲਿ ਸੁਖੁ ਪਾਇਆ ॥੪॥੪॥
હે નાનક! જીવ-સ્ત્રીએ પતિ-પ્રભુથી મળીને સુખ મેળવી લીધું છે ॥૪॥૪॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥

ਉਮਕਿਓ ਹੀਉ ਮਿਲਨ ਪ੍ਰਭ ਤਾਈ ॥
પ્રભુ-મિલન, ન માટે મારુ હૃદય લાગણીથી ભરાઈ ગયું અને 

ਖੋਜਤ ਚਰਿਓ ਦੇਖਉ ਪ੍ਰਿਅ ਜਾਈ ॥
હું તેને શોધવા માટે ચાલી પડી છુ કેમ કે જઈને પોતાના પ્રિયવરને જોઈ શકું.

ਸੁਨਤ ਸਦੇਸਰੋ ਪ੍ਰਿਅ ਗ੍ਰਿਹਿ ਸੇਜ ਵਿਛਾਈ ॥
પોતાના પ્રિય-પ્રભુના આગમનનો સંદેશ સાંભળીને મેં પોતાના હૃદયરૂપી ઘરમાં પથારી પાથરી દીધી છે. 

ਭ੍ਰਮਿ ਭ੍ਰਮਿ ਆਇਓ ਤਉ ਨਦਰਿ ਨ ਪਾਈ ॥੧॥
હું ભટકી-ભટકીને પાછી આવી છું પરંતુ તે મને દેખાણો નહીં ॥૧॥ 

ਕਿਨ ਬਿਧਿ ਹੀਅਰੋ ਧੀਰੈ ਨਿਮਾਨੋ ॥
કઈ વિધિ દ્વારા આ ઉદાસ હૃદયને ધીરજ થાય? 

ਮਿਲੁ ਸਾਜਨ ਹਉ ਤੁਝੁ ਕੁਰਬਾਨੋ ॥੧॥ ਰਹਾਉ ॥
હે સાજન! મને આવીને મળ, હું તારા પર બલિહાર જાવ છું ॥૧॥વિરામ॥

ਏਕਾ ਸੇਜ ਵਿਛੀ ਧਨ ਕੰਤਾ ॥
જીવ-સ્ત્રી તેમજ પતિ-પ્રભુ માટે એક પથારી પાથરેલી છે. 

ਧਨ ਸੂਤੀ ਪਿਰੁ ਸਦ ਜਾਗੰਤਾ ॥
જીવ-સ્ત્રી અજ્ઞાનતાની ઊંઘમાં સુતેલી રહે છે પરંતુ પતિ-પ્રભુ હંમેશા જ્ઞાનમાં જાગતો રહે છે.

ਪੀਓ ਮਦਰੋ ਧਨ ਮਤਵੰਤਾ ॥
તે મોહ-માયારૂપી દારૂ પીને પાગલ થઈ ગઈ છે. 

ਧਨ ਜਾਗੈ ਜੇ ਪਿਰੁ ਬੋਲੰਤਾ ॥੨॥
જો પતિ-પ્રભુ તેને બોલીને જગાવી દે તો જ તે અજ્ઞાનતાની ઊંઘથી જાગે છે ॥૨॥ 

ਭਈ ਨਿਰਾਸੀ ਬਹੁਤੁ ਦਿਨ ਲਾਗੇ ॥
હે બહેનપણી! તે પતિ-પ્રભુને શોધતા ઘણા દિવસ વીતી ગયા છે અને હવે હું નિરાશ થઈ ગઈ છું. 

ਦੇਸ ਦਿਸੰਤਰ ਮੈ ਸਗਲੇ ਝਾਗੇ ॥
મેં દેશ તેમજ પ્રદેશ શોધીને જોઈ લીધા છે.

error: Content is protected !!