Gujarati Page 748

ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਜਪੈ ਉਧਰੈ ਸੋ ਕਲਿ ਮਹਿ ਘਟਿ ਘਟਿ ਨਾਨਕ ਮਾਝਾ ॥੪॥੩॥੫੦॥
આ કળિયુગમાં જે મનુષ્ય ગુરુમુખ બનીને પરમાત્માનું નામ જપે છે, તેનો ઉદ્ધાર થઈ જાય છે. હે નાનક! પરમાત્મા દરેક એક શરીરમાં વસેલ છે ॥૪॥૩॥૫૦॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥

ਜੋ ਕਿਛੁ ਕਰੈ ਸੋਈ ਪ੍ਰਭ ਮਾਨਹਿ ਓਇ ਰਾਮ ਨਾਮ ਰੰਗਿ ਰਾਤੇ ॥
જે કંઈ થાય છે, સંતજન તેને પ્રભુનું કરેલું જ માને છે અને તે તો રામ નામના રંગમાં જ મગ્ન રહે છે. 

ਤਿਨੑ ਕੀ ਸੋਭਾ ਸਭਨੀ ਥਾਈ ਜਿਨੑ ਪ੍ਰਭ ਕੇ ਚਰਣ ਪਰਾਤੇ ॥੧॥
જે પ્રભુના ચરણોમાં પડેલ રહે છે, તેની શોભા આખી દુનિયામાં થઈ જાય છે ॥૧॥ 

ਮੇਰੇ ਰਾਮ ਹਰਿ ਸੰਤਾ ਜੇਵਡੁ ਨ ਕੋਈ ॥
હે રામ! સંતો જેવું મહાન બીજું કોઈ નથી. 

ਭਗਤਾ ਬਣਿ ਆਈ ਪ੍ਰਭ ਅਪਨੇ ਸਿਉ ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਸੋਈ ॥੧॥ ਰਹਾਉ ॥
ભક્તોને પોતાના પ્રભુથી અતુટ પ્રેમ બનેલ છે. તેને તો જળ, ધરતી તેમજ આકાશમાં પરમાત્મા જ નજર આવે છે ॥૧॥વિરામ॥ 

ਕੋਟਿ ਅਪ੍ਰਾਧੀ ਸੰਤਸੰਗਿ ਉਧਰੈ ਜਮੁ ਤਾ ਕੈ ਨੇੜਿ ਨ ਆਵੈ ॥
સંતોની સંગતિ કરવાથી કરોડો પાપ કરનાર ગુનેગાર પણ છૂટી જાય છે અને યમ તેની નજીક આવતો નથી. 

ਜਨਮ ਜਨਮ ਕਾ ਬਿਛੁੜਿਆ ਹੋਵੈ ਤਿਨੑ ਹਰਿ ਸਿਉ ਆਣਿ ਮਿਲਾਵੈ ॥੨॥
જે મનુષ્ય જન્મ-જન્માંતરોથી પ્રભુથી અલગ હોય છે, સંત તેને પણ સત્સંગમાં લાવીને પરમાત્માથી મળાવી દે છે ॥૨॥

ਮਾਇਆ ਮੋਹ ਭਰਮੁ ਭਉ ਕਾਟੈ ਸੰਤ ਸਰਣਿ ਜੋ ਆਵੈ ॥
જે સંતોની શરણમાં આવી જાય છે, તે તેના મોહ-માયા, ભ્રમ તેમજ ભય દૂર કરી દે છે. 

ਜੇਹਾ ਮਨੋਰਥੁ ਕਰਿ ਆਰਾਧੇ ਸੋ ਸੰਤਨ ਤੇ ਪਾਵੈ ॥੩॥
જે મનોરથથી પણ મનુષ્ય પરમાત્માની આરાધના કરે છે, તે ફળ સંતોથી મેળવી લે છે ॥૩॥ 

ਜਨ ਕੀ ਮਹਿਮਾ ਕੇਤਕ ਬਰਨਉ ਜੋ ਪ੍ਰਭ ਅਪਨੇ ਭਾਣੇ ॥
જે પ્રભુને ખૂબ પ્રેમાળ લાગે છે, હું તે સંતજનોની મહિમા કેટલી વર્ણન કરું? 

ਕਹੁ ਨਾਨਕ ਜਿਨ ਸਤਿਗੁਰੁ ਭੇਟਿਆ ਸੇ ਸਭ ਤੇ ਭਏ ਨਿਕਾਣੇ ॥੪॥੪॥੫੧॥
હે નાનક! જેને સદ્દગુરુ મળી ગયો છે, તે બધાથી જ સ્વતંત્ર થઈ ગયા છે ॥૪॥૪॥૫૧॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥ 

ਮਹਾ ਅਗਨਿ ਤੇ ਤੁਧੁ ਹਾਥ ਦੇ ਰਾਖੇ ਪਏ ਤੇਰੀ ਸਰਣਾਈ ॥
હે પ્રભુ! જે પણ તારી શરણમાં આવ્યા છે, તે પોતાનો હાથ આપીને તેને તૃષ્ણારૂપી મહા આગમાં સળગવાથી બચાવી લીધા છે. 

ਤੇਰਾ ਮਾਣੁ ਤਾਣੁ ਰਿਦ ਅੰਤਰਿ ਹੋਰ ਦੂਜੀ ਆਸ ਚੁਕਾਈ ॥੧॥
તારું જ માન તેમજ બળ મારા હ્રદયમાં મારો સહારો બનેલ છે અને કોઈ બીજાની આશા પોતાના મનથી કાઢી દીધી છે ॥૧॥ 

ਮੇਰੇ ਰਾਮ ਰਾਇ ਤੁਧੁ ਚਿਤਿ ਆਇਐ ਉਬਰੇ ॥
હે રામ! જ્યારે તું યાદ આવે છે તો હું સંસાર સમુદ્રમાં ડૂબવાથી બચ્યો રહું છું. 

ਤੇਰੀ ਟੇਕ ਭਰਵਾਸਾ ਤੁਮ੍ਹ੍ਹਰਾ ਜਪਿ ਨਾਮੁ ਤੁਮ੍ਹ੍ਹਾਰਾ ਉਧਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥
મેં તારો સહારો લીધો છે અને તારો જ વિશ્વાસ છે. તારું નામ જપીને મારો ઉદ્ધાર થઈ ગયો છે ॥૧॥વિરામ॥ 

ਅੰਧ ਕੂਪ ਤੇ ਕਾਢਿ ਲੀਏ ਤੁਮ੍ਹ੍ਹ ਆਪਿ ਭਏ ਕਿਰਪਾਲਾ ॥
જ્યારે તું પોતે જ કૃપાળુ થઈ ગયો, ત્યારે તે મને સંસારરૂપી અંધ કુવામાંથી બહાર કાઢી લીધો. 

ਸਾਰਿ ਸਮ੍ਹ੍ਹਾਲਿ ਸਰਬ ਸੁਖ ਦੀਏ ਆਪਿ ਕਰੇ ਪ੍ਰਤਿਪਾਲਾ ॥੨॥
તે મને સહારો આપીને સંભાળ કરીને બધા સુખ દીધા છે. તું પોતે જ મારુ પાલન-પોષણ કરે છે ॥૨॥ 

ਆਪਣੀ ਨਦਰਿ ਕਰੇ ਪਰਮੇਸਰੁ ਬੰਧਨ ਕਾਟਿ ਛਡਾਏ ॥
પરમેશ્વરે પોતાની કૃપા-દ્રષ્ટિ કરી છે અને મારા બંધન કાપીને મને છોડાવી લીધો છે.

ਆਪਣੀ ਭਗਤਿ ਪ੍ਰਭਿ ਆਪਿ ਕਰਾਈ ਆਪੇ ਸੇਵਾ ਲਾਏ ॥੩॥
પ્રભુએ પોતાની ભક્તિ પોતે જ મારાથી કરાવી છે અને તેને પોતે જ મને પોતાની સેવામાં લગાવ્યો છે ॥૩॥ 

ਭਰਮੁ ਗਇਆ ਭੈ ਮੋਹ ਬਿਨਾਸੇ ਮਿਟਿਆ ਸਗਲ ਵਿਸੂਰਾ ॥
મારો ભ્રમ દૂર થઈ ગયો છે, મારો ભય તેમજ મોહ નાશ થઈ ગયા છે અને મારા બધા દુઃખ-ચિંતા મટી ગયા છે. 

ਨਾਨਕ ਦਇਆ ਕਰੀ ਸੁਖਦਾਤੈ ਭੇਟਿਆ ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ ॥੪॥੫॥੫੨॥
હે નાનક! સુખદાતા પરમાત્માએ મારા પર દયા કરી છે અને સંપૂર્ણ સદ્દગુરુ મળી ગયો છે ॥૪॥૫॥૫૨॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥ 

ਜਬ ਕਛੁ ਨ ਸੀਓ ਤਬ ਕਿਆ ਕਰਤਾ ਕਵਨ ਕਰਮ ਕਰਿ ਆਇਆ ॥
જ્યારે કંઈ પણ નહોતું, અર્થાત જ્યારે સૃષ્ટિ-રચના થઈ નહોતી ત્યારે તે જીવ શું કરતો હતો? આ જીવ ક્યાં કર્મ કરીને જન્મ લઈને જગતમાં આવ્યો છે? 

ਅਪਨਾ ਖੇਲੁ ਆਪਿ ਕਰਿ ਦੇਖੈ ਠਾਕੁਰਿ ਰਚਨੁ ਰਚਾਇਆ ॥੧॥
પોતાની જગતરૂપી રમત રચીને તે પોતે જ જોવે છે અને તે ઠાકોરે પોતે જ આ સૃષ્ટિ-રચના કરી છે ॥૧॥ 

ਮੇਰੇ ਰਾਮ ਰਾਇ ਮੁਝ ਤੇ ਕਛੂ ਨ ਹੋਈ ॥
હે રામ! મારાથી કંઈ પણ થતું નથી.

ਆਪੇ ਕਰਤਾ ਆਪਿ ਕਰਾਏ ਸਰਬ ਨਿਰੰਤਰਿ ਸੋਈ ॥੧॥ ਰਹਾਉ ॥
તે કર્તાર પોતે જ બધું જ કરે છે અને પોતે જ જીવોથી કરાવે છે. બધામાં એક પ્રભુ જ વસેલો છે ॥૧॥વિરામ॥ 

ਗਣਤੀ ਗਣੀ ਨ ਛੂਟੈ ਕਤਹੂ ਕਾਚੀ ਦੇਹ ਇਆਣੀ ॥
હે પ્રભુ! જો મારા કર્મોનો લેખ-જોખ કરાય તો હું ક્યારેય પણ જન્મ-મરણના ચક્રથી છૂટી શકતો નથી. મારુ જ્ઞાનહીન શરીર નાશવંત છે. 

ਕ੍ਰਿਪਾ ਕਰਹੁ ਪ੍ਰਭ ਕਰਣੈਹਾਰੇ ਤੇਰੀ ਬਖਸ ਨਿਰਾਲੀ ॥੨॥
હે રચયિતા પ્રભુ! કૃપા કર, કારણ કે તારી કૃપા અલગ છે ॥૨॥ 

ਜੀਅ ਜੰਤ ਸਭ ਤੇਰੇ ਕੀਤੇ ਘਟਿ ਘਟਿ ਤੁਹੀ ਧਿਆਈਐ ॥
બધા જીવ-જંતુ તારા જ ઉત્પન્ન કરેલ છે અને દરેક શરીરમાં તારું જ ધ્યાન કરાય છે. 

ਤੇਰੀ ਗਤਿ ਮਿਤਿ ਤੂਹੈ ਜਾਣਹਿ ਕੁਦਰਤਿ ਕੀਮ ਨ ਪਾਈਐ ॥੩॥
તારી ગતિ તેમજ વિસ્તાર તું જ જાણે છે અને તારી કુદરતનું મૂલ્યાંકન કરી શકાતું નથી ॥૩॥ 

ਨਿਰਗੁਣੁ ਮੁਗਧੁ ਅਜਾਣੁ ਅਗਿਆਨੀ ਕਰਮ ਧਰਮ ਨਹੀ ਜਾਣਾ ॥
હું ગુણવિહીન, મૂર્ખ, અંજાન તેમજ અજ્ઞાની છું અને કોઈ કર્મ-ધર્મ જાણતો નથી. 

ਦਇਆ ਕਰਹੁ ਨਾਨਕੁ ਗੁਣ ਗਾਵੈ ਮਿਠਾ ਲਗੈ ਤੇਰਾ ਭਾਣਾ ॥੪॥੬॥੫੩॥
હે પ્રભુ! નાનકની પ્રાર્થના છે કે મારા પર દયા કર કેમ કે તારું ગુણગાન કરતો રહું અને તારી ઇચ્છા હંમેશા જ મીઠી લાગે ॥૪॥૬॥૫૩॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥

error: Content is protected !!