ਹਰਿ ਭਰਿਪੁਰੇ ਰਹਿਆ ॥
પ્રભુ દરેક જગ્યાએ પુષ્કળ છે.
ਜਲਿ ਥਲੇ ਰਾਮ ਨਾਮੁ ॥
રામનું નામ જળ તેમજ પૃથ્વીમાં હાજર છે.
ਨਿਤ ਗਾਈਐ ਹਰਿ ਦੂਖ ਬਿਸਾਰਨੋ ॥੧॥ ਰਹਾਉ ॥
રોજ દુ:ખોનું નાશ કરનાર હરિનું યશ ગાવું જોઈએ ॥૧॥વિરામ॥
ਹਰਿ ਕੀਆ ਹੈ ਸਫਲ ਜਨਮੁ ਹਮਾਰਾ ॥
પ્રભુએ અમારો જન્મ સફળ કરી દીધો છે
ਹਰਿ ਜਪਿਆ ਹਰਿ ਦੂਖ ਬਿਸਾਰਨਹਾਰਾ ॥
કારણ કે અમે દુઃખ નાશક પરમાત્માનું જાપ કર્યું છે
ਗੁਰੁ ਭੇਟਿਆ ਹੈ ਮੁਕਤਿ ਦਾਤਾ ॥
અમને મુક્તિદાતા ગુરુ મળી ગયો છે.
ਹਰਿ ਕੀਈ ਹਮਾਰੀ ਸਫਲ ਜਾਤਾ ॥
હરિ એ અમારી જીવન-યાત્રા સફળ કરી દીધી છે,
ਮਿਲਿ ਸੰਗਤੀ ਗੁਨ ਗਾਵਨੋ ॥੧॥
તેથી સંગતમાં મળીને હરિના ગુણ ગાતા રહીએ છીએ ॥૧॥
ਮਨ ਰਾਮ ਨਾਮ ਕਰਿ ਆਸਾ ॥
મન! રામ-નામની આશા કર,
ਭਾਉ ਦੂਜਾ ਬਿਨਸਿ ਬਿਨਾਸਾ ॥
આ દ્વેતભાવને નાશ કરી દેશે.
ਵਿਚਿ ਆਸਾ ਹੋਇ ਨਿਰਾਸੀ ॥
જે મનુષ્ય આશામાં નિરાશ અર્થાત નિર્લિપ્ત રહે છે,
ਸੋ ਜਨੁ ਮਿਲਿਆ ਹਰਿ ਪਾਸੀ ॥
તે મનુષ્ય પરમાત્માના ચરણોમાં મળી રહે છે
ਕੋਈ ਰਾਮ ਨਾਮ ਗੁਨ ਗਾਵਨੋ ॥
જે રામ નામનું ગુણગાન કરે છે
ਜਨੁ ਨਾਨਕੁ ਤਿਸੁ ਪਗਿ ਲਾਵਨੋ ॥੨॥੧॥੭॥੪॥੬॥੭॥੧੭॥
નાનક તેના ચરણ સ્પર્શ કરે છે ॥૨॥૧॥૭॥૪॥૬॥૭॥૧૭॥
ਰਾਗੁ ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ਚਉਪਦੇ ਘਰੁ ੧
રાગ બિલાવલ મહેલ ૫ ચારપદ ઘર ૧
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਨਦਰੀ ਆਵੈ ਤਿਸੁ ਸਿਉ ਮੋਹੁ ॥
જે કંઈ નજર આવી રહ્યું છે, તેનાથી જ મોહ લાગેલ છે.
ਕਿਉ ਮਿਲੀਐ ਪ੍ਰਭ ਅਬਿਨਾਸੀ ਤੋਹਿ ॥
હે અવિનાશી પ્રભુ! હું તને કેવી રીતે મળું?
ਕਰਿ ਕਿਰਪਾ ਮੋਹਿ ਮਾਰਗਿ ਪਾਵਹੁ ॥
પા કરીને મને માર્ગદર્શન કર અને
ਸਾਧਸੰਗਤਿ ਕੈ ਅੰਚਲਿ ਲਾਵਹੁ ॥੧॥
સાધુ સંગતિના પાલવથી લગાવી દે ॥૧॥
ਕਿਉ ਤਰੀਐ ਬਿਖਿਆ ਸੰਸਾਰੁ ॥
આ ઝેરરૂપી સંસારથી કેવી રીતે પાર થવાય?
ਸਤਿਗੁਰੁ ਬੋਹਿਥੁ ਪਾਵੈ ਪਾਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥
હે ભાઈ! સદ્દગુરૂરૂપી જહાજ આનાથી પાર કરાવી દે છે ॥૧॥વિરામ॥
ਪਵਨ ਝੁਲਾਰੇ ਮਾਇਆ ਦੇਇ ॥
માયા પવનની જેમ ઝુલાવે છે,
ਹਰਿ ਕੇ ਭਗਤ ਸਦਾ ਥਿਰੁ ਸੇਇ ॥
પરંતુ હરિનો ભક્ત હંમેશા સ્થિર રહે છે.
ਹਰਖ ਸੋਗ ਤੇ ਰਹਹਿ ਨਿਰਾਰਾ ॥
જે મનુષ્ય હર્ષ તેમજ શોકથી નિર્લિપ્ત રહે છે,
ਸਿਰ ਊਪਰਿ ਆਪਿ ਗੁਰੂ ਰਖਵਾਰਾ ॥੨॥
તેના માથા પર ગુરુ પોતે રખેવાળ બનેલો છે ॥૨॥
ਪਾਇਆ ਵੇੜੁ ਮਾਇਆ ਸਰਬ ਭੁਇਅੰਗਾ ॥
હે ભાઈ! માયારૂપી નાગણે બધા જીવોને લપેટ્યા છે.
ਹਉਮੈ ਪਚੇ ਦੀਪਕ ਦੇਖਿ ਪਤੰਗਾ ॥
મનુષ્ય અભિમાનમાં આમ સળગી રહ્યો છે, જે રીતે દીવાને જોઈને પતંગિયા સળગી જાય છે.
ਸਗਲ ਸੀਗਾਰ ਕਰੇ ਨਹੀ ਪਾਵੈ ॥
ભલે જીવ-સ્ત્રી બધા શણગાર કરી લે પરંતુ તે તો પણ પોતાના પતિ-પ્રભુને મેળવી શકતી નથી.
ਜਾ ਹੋਇ ਕ੍ਰਿਪਾਲੁ ਤਾ ਗੁਰੂ ਮਿਲਾਵੈ ॥੩॥
જયારે પ્રભુ કૃપાળુ થઈ જાય છે તો તે ગુરુથી મળાવી દે છે ॥૩॥
ਹਉ ਫਿਰਉ ਉਦਾਸੀ ਮੈ ਇਕੁ ਰਤਨੁ ਦਸਾਇਆ ॥
ઉદાસ થયેલી ફરતી હતી પરંતુ ગુરુએ મને એક રત્ન બતાવી દીધો.
ਨਿਰਮੋਲਕੁ ਹੀਰਾ ਮਿਲੈ ਨ ਉਪਾਇਆ ॥
આ કિંમતી હીરો કોઈ પણ ઉપાયથી મળતો નથી.
ਹਰਿ ਕਾ ਮੰਦਰੁ ਤਿਸੁ ਮਹਿ ਲਾਲੁ ॥
આ શરીર જ હરિનું મંદિર છે, જેમાં આ લાલ હાજર છે.
ਗੁਰਿ ਖੋਲਿਆ ਪੜਦਾ ਦੇਖਿ ਭਈ ਨਿਹਾਲੁ ॥੪॥
જયારે ગુરુએ અહંકારરૂપી પડદો ખોલી દીધો તો હું રત્નને જોઈને આનંદિત થઈ ગઈ ॥૪॥
ਜਿਨਿ ਚਾਖਿਆ ਤਿਸੁ ਆਇਆ ਸਾਦੁ ॥
જેને હરિ રસને ચાખ્યો છે, તેને જ સ્વાદ આવ્યો છે,
ਜਿਉ ਗੂੰਗਾ ਮਨ ਮਹਿ ਬਿਸਮਾਦੁ ॥
જે રીતે મીઠાઈ ખાઈને મૂંગો મનમાં આશ્ચર્યચકિત થઈ જાય છે.
ਆਨਦ ਰੂਪੁ ਸਭੁ ਨਦਰੀ ਆਇਆ ॥
આનંદરૂપી પ્રભુ મને દરેક જગ્યાએ નજર આવ્યો છે.
ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਗੁਣ ਆਖਿ ਸਮਾਇਆ ॥੫॥੧॥
હે નાનક! હરિના ગુણ ગાઈને તેમાં જ સમાઈ ગયો છું ॥૫॥૧॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥
બિલાવલ મહેલ ૫॥
ਸਰਬ ਕਲਿਆਣ ਕੀਏ ਗੁਰਦੇਵ ॥
ગુરુદેવે સર્વ કલ્યાણ કરી દીધું છે અને
ਸੇਵਕੁ ਅਪਨੀ ਲਾਇਓ ਸੇਵ ॥
સેવકને પોતાની સેવામાં લગાવી લીધો છે.
ਬਿਘਨੁ ਨ ਲਾਗੈ ਜਪਿ ਅਲਖ ਅਭੇਵ ॥੧॥
અદ્રશ્ય તેમજ અભેદ પરમાત્માનું જાપ કરવાથી કોઈ વિઘ્ન આવતા નથી ॥૧॥
ਧਰਤਿ ਪੁਨੀਤ ਭਈ ਗੁਨ ਗਾਏ ॥
પરમાત્માનું ગુણગાન કરવાથી આખી ધરતી પવિત્ર થઈ ગઈ છે.
ਦੁਰਤੁ ਗਇਆ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਏ ॥੧॥ ਰਹਾਉ ॥
હરિ-નામ ધ્યાન કરવાથી બધા પાપ નાશ થઈ ગયા છે ॥૧॥વિરામ॥
ਸਭਨੀ ਥਾਂਈ ਰਵਿਆ ਆਪਿ ॥
પરમાત્મા પોતે જ દરેક જગ્યા પર હાજર છે,
ਆਦਿ ਜੁਗਾਦਿ ਜਾ ਕਾ ਵਡ ਪਰਤਾਪੁ ॥
સૃષ્ટિના આદિ તેમજ યુગોના આરંભથી તેનો ખુબ પ્રતાપ છે.
ਗੁਰ ਪਰਸਾਦਿ ਨ ਹੋਇ ਸੰਤਾਪੁ ॥੨॥
ગુરુની દયાથી કોઈ ગુસ્સો પ્રભાવિત કરતો નથી॥૨॥
ਗੁਰ ਕੇ ਚਰਨ ਲਗੇ ਮਨਿ ਮੀਠੇ ॥
ગુરુના ચરણ મનને ખૂબ મીઠા લાગે છે.
ਨਿਰਬਿਘਨ ਹੋਇ ਸਭ ਥਾਂਈ ਵੂਠੇ ॥
તે નિર્વિઘ્ન દરેક જગ્યાએ વસી રહ્યો છે.
ਸਭਿ ਸੁਖ ਪਾਏ ਸਤਿਗੁਰ ਤੂਠੇ ॥੩॥
સદ્દગુરૂની ખુશીથી બધા સુખ પ્રાપ્ત થઈ ગયા છે ॥૩॥
ਪਾਰਬ੍ਰਹਮ ਪ੍ਰਭ ਭਏ ਰਖਵਾਲੇ ॥
પરબ્રહ્મ પ્રભુ મારો રખેવાળ બની ગયો છે,
ਜਿਥੈ ਕਿਥੈ ਦੀਸਹਿ ਨਾਲੇ ॥
જ્યાં ક્યાંય પણ જોવ છું, મને સાથે જ દેખાઈ દે છે.
ਨਾਨਕ ਦਾਸ ਖਸਮਿ ਪ੍ਰਤਿਪਾਲੇ ॥੪॥੨॥
હે નાનક! માલિક-પ્રભુ જ પોતાના દાસનો પ્રતિપાલક છે ॥૪॥૨॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥
બિલાવલુ મહેલ ૫॥
ਸੁਖ ਨਿਧਾਨ ਪ੍ਰੀਤਮ ਪ੍ਰਭ ਮੇਰੇ ॥
હે પ્રિયતમ પ્રભુ! તું સુખોનો ભંડાર છે.