GUJARATI PAGE 802

ਅਗਨਤ ਗੁਣ ਠਾਕੁਰ ਪ੍ਰਭ ਤੇਰੇ ॥
તારા ગુણ અસંખ્ય છે. 

ਮੋਹਿ ਅਨਾਥ ਤੁਮਰੀ ਸਰਣਾਈ ॥
મેં અનાથે તારી શરણ લીધી છે. 

ਕਰਿ ਕਿਰਪਾ ਹਰਿ ਚਰਨ ਧਿਆਈ ॥੧॥
હે શ્રી હરિ! એવી કૃપા કર, તેથી હું તારા ચરણોનું ધ્યાન કરતો રહું ॥૧॥

ਦਇਆ ਕਰਹੁ ਬਸਹੁ ਮਨਿ ਆਇ ॥
દયા કર અને મારા મનમાં આવી વશ. 

ਮੋਹਿ ਨਿਰਗੁਨ ਲੀਜੈ ਲੜਿ ਲਾਇ ॥ ਰਹਾਉ ॥
મને નિર્ગુણને પોતાના પાલવથી લગાવી લે ॥વિરામ॥

ਪ੍ਰਭੁ ਚਿਤਿ ਆਵੈ ਤਾ ਕੈਸੀ ਭੀੜ ॥
જો પ્રભુ યાદ આવી જાય તો કોઈ આફત કેવી રીતે આવી શકે છે? 

ਹਰਿ ਸੇਵਕ ਨਾਹੀ ਜਮ ਪੀੜ ॥
હરિના સેવકને યમની ઇજા સહન કરવી પડતી નથી. 

ਸਰਬ ਦੂਖ ਹਰਿ ਸਿਮਰਤ ਨਸੇ ॥
હરિનું સ્મરણ કરવાથી સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે અને 

ਜਾ ਕੈ ਸੰਗਿ ਸਦਾ ਪ੍ਰਭੁ ਬਸੈ ॥੨॥
તેની સાથે પ્રભુ હંમેશા વસતો રહે છે ॥૨॥ 

ਪ੍ਰਭ ਕਾ ਨਾਮੁ ਮਨਿ ਤਨਿ ਆਧਾਰੁ ॥
પ્રભુનું નામ મારા મન તેમજ શરીરનો આશરો છે. 

ਬਿਸਰਤ ਨਾਮੁ ਹੋਵਤ ਤਨੁ ਛਾਰੁ ॥
નામ ભુલાવાથી શરીર રાખ થઈ જાય છે.

ਪ੍ਰਭ ਚਿਤਿ ਆਏ ਪੂਰਨ ਸਭ ਕਾਜ ॥
પ્રભુ યાદ આવવાથી બધા કાર્ય પૂર્ણ થઈ જાય છે. 

ਹਰਿ ਬਿਸਰਤ ਸਭ ਕਾ ਮੁਹਤਾਜ ॥੩॥
પરમાત્માને ભુલાવાથી જીવ બધાનો આધીન બની જાય છે ॥૩॥ 

ਚਰਨ ਕਮਲ ਸੰਗਿ ਲਾਗੀ ਪ੍ਰੀਤਿ ॥
પ્રભુના ચરણ-કમળથી મારો પ્રેમ લાગી ગયો છે અને 

ਬਿਸਰਿ ਗਈ ਸਭ ਦੁਰਮਤਿ ਰੀਤਿ ॥
દુષ્ટતાના બધા સંસ્કારો ભૂલી ગયા છે. 

ਮਨ ਤਨ ਅੰਤਰਿ ਹਰਿ ਹਰਿ ਮੰਤ ॥
મારા મન તેમજ શરીરમાં હરિ નામરૂપી મંત્રનો જાપ થતો રહે છે.

ਨਾਨਕ ਭਗਤਨ ਕੈ ਘਰਿ ਸਦਾ ਅਨੰਦ ॥੪॥੩॥
હે નાનક! ભક્તોના ઘરમાં હંમેશા આનંદ કાયમ રહે છે ॥૪॥૩॥ 

ਰਾਗੁ ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ਘਰੁ ੨ ਯਾਨੜੀਏ ਕੈ ਘਰਿ ਗਾਵਣਾ
રાગ બિલાવલ મહેલ ૫ ઘર ૨ યાનડીએ ના ઘર ગાવણા 

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਮੈ ਮਨਿ ਤੇਰੀ ਟੇਕ ਮੇਰੇ ਪਿਆਰੇ ਮੈ ਮਨਿ ਤੇਰੀ ਟੇਕ ॥
હે પ્રેમાળ પ્રભુ! મારા મનમાં એક તારો જ સહારો છે. 

ਅਵਰ ਸਿਆਣਪਾ ਬਿਰਥੀਆ ਪਿਆਰੇ ਰਾਖਨ ਕਉ ਤੁਮ ਏਕ ॥੧॥ ਰਹਾਉ ॥
મારી બીજી બધી ચતુરાઈઓ વ્યર્થ છે અને એક તું જ મારો રખેવાળ છે ॥૧॥વિરામ॥ 

ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ ਜੇ ਮਿਲੈ ਪਿਆਰੇ ਸੋ ਜਨੁ ਹੋਤ ਨਿਹਾਲਾ ॥
હે પ્રેમાળ! જેને સંપૂર્ણ સદ્દગુરુ મળી જાય છે, તે આનંદિત થઈ જાય છે. 

ਗੁਰ ਕੀ ਸੇਵਾ ਸੋ ਕਰੇ ਪਿਆਰੇ ਜਿਸ ਨੋ ਹੋਇ ਦਇਆਲਾ ॥
ગુરુની સેવા તે જ કરે છે, જેના પર તું દયાળુ થઈ જાય છે.

ਸਫਲ ਮੂਰਤਿ ਗੁਰਦੇਉ ਸੁਆਮੀ ਸਰਬ ਕਲਾ ਭਰਪੂਰੇ ॥
સ્વામી ગુરુદેવ સફળ મૂર્ત છે ના એતે સર્વકળા સંપૂર્ણ છે. 

ਨਾਨਕ ਗੁਰੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਰਮੇਸਰੁ ਸਦਾ ਸਦਾ ਹਜੂਰੇ ॥੧॥
હે નાનક! ગુરુ જ પરબ્રહ્મ પરમેશ્વર છે જે હંમેશા દરેક જગ્યાએ હાજર છે ॥૧॥

ਸੁਣਿ ਸੁਣਿ ਜੀਵਾ ਸੋਇ ਤਿਨਾ ਕੀ ਜਿਨੑ ਅਪੁਨਾ ਪ੍ਰਭੁ ਜਾਤਾ ॥
જેને પોતાના પ્રભુને જાણી લીધો છે, હું તેની શોભા સાંભળી-સાંભળીને જીવી રહ્યો છું. 

ਹਰਿ ਨਾਮੁ ਅਰਾਧਹਿ ਨਾਮੁ ਵਖਾਣਹਿ ਹਰਿ ਨਾਮੇ ਹੀ ਮਨੁ ਰਾਤਾ ॥
તે હરિ-નામની પ્રાર્થના કરતો રહે છે, નામનું વખાણ કરતો રહે છે, અને તેનું મન હરિ-નામમાં લીન રહે છે. 

ਸੇਵਕੁ ਜਨ ਕੀ ਸੇਵਾ ਮਾਗੈ ਪੂਰੈ ਕਰਮਿ ਕਮਾਵਾ ॥
હે પ્રભુ! તારો સેવક તારા ભક્તોની સેવાનું દાન માંગે છે પરંતુ તારી સંપૂર્ણ કૃપાથી જ આ થઈ શકે છે. 

ਨਾਨਕ ਕੀ ਬੇਨੰਤੀ ਸੁਆਮੀ ਤੇਰੇ ਜਨ ਦੇਖਣੁ ਪਾਵਾ ॥੨॥
હે સ્વામી! નાનકની તારાથી એક આ જ પ્રાર્થના છે કે હું તારા ભક્તજનોનું દર્શન કરું ॥૨॥ 

ਵਡਭਾਗੀ ਸੇ ਕਾਢੀਅਹਿ ਪਿਆਰੇ ਸੰਤਸੰਗਤਿ ਜਿਨਾ ਵਾਸੋ ॥
હે પ્રેમાળ! તે જ મનુષ્ય ભાગ્યશાળી કહેવાને હકદાર છે, જેનો નિવાસ સંતોની સંગતિમાં છે. 

ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਅਰਾਧੀਐ ਨਿਰਮਲੁ ਮਨੈ ਹੋਵੈ ਪਰਗਾਸੋ ॥
અમૃત-નામની પ્રાર્થના કરવાથી નિર્મળ મનમાં પ્રકાશ થઈ જાય છે. 

ਜਨਮ ਮਰਣ ਦੁਖੁ ਕਾਟੀਐ ਪਿਆਰੇ ਚੂਕੈ ਜਮ ਕੀ ਕਾਣੇ ॥
હે પ્રેમાળ! તેનું જન્મ-મરણનું દુઃખ નાશ થઈ જાય છે અને યમનો બધો ભય સમાપ્ત થઈ જાય છે. 

ਤਿਨਾ ਪਰਾਪਤਿ ਦਰਸਨੁ ਨਾਨਕ ਜੋ ਪ੍ਰਭ ਅਪਣੇ ਭਾਣੇ ॥੩॥
હે નાનક! જે જીવ પોતાના પ્રભુને ગમે છે, તેને જ તેના દર્શન પ્રાપ્ત થાય છે ॥૩॥ 

ਊਚ ਅਪਾਰ ਬੇਅੰਤ ਸੁਆਮੀ ਕਉਣੁ ਜਾਣੈ ਗੁਣ ਤੇਰੇ ॥
હે સ્વામી! તું ઉચ્ચ, અપાર તેમજ અનંત છે, તારા ગુણોને કોણ જાણી શકે છે? 

ਗਾਵਤੇ ਉਧਰਹਿ ਸੁਣਤੇ ਉਧਰਹਿ ਬਿਨਸਹਿ ਪਾਪ ਘਨੇਰੇ ॥
તારું યશ ગાનાર તેમજ સાંભળનારનો ઉદ્ધાર થઈ જાય છે તથા તેના પાપ નાશ થઈ જાય છે. 

ਪਸੂ ਪਰੇਤ ਮੁਗਧ ਕਉ ਤਾਰੇ ਪਾਹਨ ਪਾਰਿ ਉਤਾਰੈ ॥
તું પશુ, ભૂત તેમજ મુર્ખનું પણ કલ્યાણ કરી દે છે અને તું પથ્થરોને પણ પાર કરાવી દે છે. 

ਨਾਨਕ ਦਾਸ ਤੇਰੀ ਸਰਣਾਈ ਸਦਾ ਸਦਾ ਬਲਿਹਾਰੈ ॥੪॥੧॥੪॥
દાસ નાનક તારી શરણમાં આવ્યો છે અને હંમેશા તારા પર જ બલિહાર જાય છે ॥૪॥૧॥૪॥ 

ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥
બિલાવલ મહેલ ૫॥

ਬਿਖੈ ਬਨੁ ਫੀਕਾ ਤਿਆਗਿ ਰੀ ਸਖੀਏ ਨਾਮੁ ਮਹਾ ਰਸੁ ਪੀਓ ॥
હે બહેનપણી! વિષય-વિકારોનો ફિક્કો રસ છોડી દે અને હરિ-નામ મહારસ જ પી. 

ਬਿਨੁ ਰਸ ਚਾਖੇ ਬੁਡਿ ਗਈ ਸਗਲੀ ਸੁਖੀ ਨ ਹੋਵਤ ਜੀਓ ॥
આ નામ-રસને ચાખ્યા વગર આખી દુનિયા વિકારોના પાણીમાં ડૂબી ગઈ છે અને આ મન ક્યારેય સુખી થતું નથી. 

ਮਾਨੁ ਮਹਤੁ ਨ ਸਕਤਿ ਹੀ ਕਾਈ ਸਾਧਾ ਦਾਸੀ ਥੀਓ ॥
કોઈ માન, મહત્વ તેમજ શક્તિ સુખી થવાનું સાધન નથી, આથી સાધોની દાસી બની જા.

error: Content is protected !!