ਕਿਛੁ ਕਿਸੀ ਕੈ ਹਥਿ ਨਾਹੀ ਮੇਰੇ ਸੁਆਮੀ ਐਸੀ ਮੇਰੈ ਸਤਿਗੁਰਿ ਬੂਝ ਬੁਝਾਈ ॥
મારા સદ્દગુરૂએ મને આ જ સમજ આપી છે કે કોઈ પણ જીવન હાથમાં કંઈ પણ નથી.
ਜਨ ਨਾਨਕ ਕੀ ਆਸ ਤੂ ਜਾਣਹਿ ਹਰਿ ਦਰਸਨੁ ਦੇਖਿ ਹਰਿ ਦਰਸਨਿ ਤ੍ਰਿਪਤਾਈ ॥੪॥੧॥
હે હરિ! નાનકની આશા તું જ જાણે છે અને તારા દર્શન કરીને હું તૃપ્ત થઈ જાવ છું ॥૪॥૧॥
ਗੋਂਡ ਮਹਲਾ ੪ ॥
ગોંડ મહેલ ૪॥
ਐਸਾ ਹਰਿ ਸੇਵੀਐ ਨਿਤ ਧਿਆਈਐ ਜੋ ਖਿਨ ਮਹਿ ਕਿਲਵਿਖ ਸਭਿ ਕਰੇ ਬਿਨਾਸਾ ॥
આવા પ્રભુની પ્રાર્થના કરવી જોઈએ, રોજ તેનું મનન કરવું જોઈએ, જે ક્ષણમાં જ બધા પાપ નાશ કરી દે છે.
ਜੇ ਹਰਿ ਤਿਆਗਿ ਅਵਰ ਕੀ ਆਸ ਕੀਜੈ ਤਾ ਹਰਿ ਨਿਹਫਲ ਸਭ ਘਾਲ ਗਵਾਸਾ ॥
જો પરમાત્માને ત્યાગીને કોઈ બીજાની આશા કરીશ તો બધી મહેનત નિષ્ફળ થઈ જશે.
ਮੇਰੇ ਮਨ ਹਰਿ ਸੇਵਿਹੁ ਸੁਖਦਾਤਾ ਸੁਆਮੀ ਜਿਸੁ ਸੇਵਿਐ ਸਭ ਭੁਖ ਲਹਾਸਾ ॥੧॥
હે મન! સુખોનો દાતા, સ્વામી હરિની અર્ચના કર, જેની અર્ચના કરવાથી બધી ભૂખ દૂર થઈ જાય છે ॥૧॥
ਮੇਰੇ ਮਨ ਹਰਿ ਊਪਰਿ ਕੀਜੈ ਭਰਵਾਸਾ ॥
હે મન! પરમાત્મા પર વિશ્વાસ રાખવો જોઈએ.
ਜਹ ਜਾਈਐ ਤਹ ਨਾਲਿ ਮੇਰਾ ਸੁਆਮੀ ਹਰਿ ਅਪਨੀ ਪੈਜ ਰਖੈ ਜਨ ਦਾਸਾ ॥੧॥ ਰਹਾਉ ॥
જ્યાં પણ જાવ છું, ત્યાં જ મારો સ્વામી મારી સાથે હોય છે. હરિ પોતાના ભક્તજનો તેમજ દાસોની હંમેશા જ લાજ રાખે છે ॥૧॥વિરામ॥
ਜੇ ਅਪਨੀ ਬਿਰਥਾ ਕਹਹੁ ਅਵਰਾ ਪਹਿ ਤਾ ਆਗੈ ਅਪਨੀ ਬਿਰਥਾ ਬਹੁ ਬਹੁਤੁ ਕਢਾਸਾ ॥
જો અમે પોતાનું દુઃખ કોઈને જઈને કહું તો આગળથી તે પોતાના જ અનેક દુઃખ સંભળાવી દે છે.
ਅਪਨੀ ਬਿਰਥਾ ਕਹਹੁ ਹਰਿ ਅਪੁਨੇ ਸੁਆਮੀ ਪਹਿ ਜੋ ਤੁਮ੍ਹ੍ਹਰੇ ਦੂਖ ਤਤਕਾਲ ਕਟਾਸਾ ॥
આથી પોતાનું દુઃખ પોતાના સ્વામી હરિની પાસે જ કહે, જે તારા દુઃખ તત્કાળ જ સમાપ્ત કરી દેશે.
ਸੋ ਐਸਾ ਪ੍ਰਭੁ ਛੋਡਿ ਅਪਨੀ ਬਿਰਥਾ ਅਵਰਾ ਪਹਿ ਕਹੀਐ ਅਵਰਾ ਪਹਿ ਕਹਿ ਮਨ ਲਾਜ ਮਰਾਸਾ ॥੨॥
હે મન! તેથી આવા પ્રભુને છોડીને પોતાનું દુઃખ કોઈ બીજાની પાસે કહેવું તો શરમથી ડૂબીને મરવાની જેમ જ છે ॥૨॥
ਜੋ ਸੰਸਾਰੈ ਕੇ ਕੁਟੰਬ ਮਿਤ੍ਰ ਭਾਈ ਦੀਸਹਿ ਮਨ ਮੇਰੇ ਤੇ ਸਭਿ ਅਪਨੈ ਸੁਆਇ ਮਿਲਾਸਾ ॥
હે મન! સંસારના જે કુટુંબ, મિત્ર, ભાઈ વગેરે સંબંધ નજર આવે છે, તે તને પોતાના સ્વાર્થ માટે જ મળે છે.
ਜਿਤੁ ਦਿਨਿ ਉਨੑ ਕਾ ਸੁਆਉ ਹੋਇ ਨ ਆਵੈ ਤਿਤੁ ਦਿਨਿ ਨੇੜੈ ਕੋ ਨ ਢੁਕਾਸਾ ॥
જે દિવસે તેનો સ્વાર્થ તારાથી પૂર્ણ ન થાય, તે દિવસથી તેમાંથી કોઈ પણ તારી નજીક આવશે નહિ.
ਮਨ ਮੇਰੇ ਅਪਨਾ ਹਰਿ ਸੇਵਿ ਦਿਨੁ ਰਾਤੀ ਜੋ ਤੁਧੁ ਉਪਕਰੈ ਦੂਖਿ ਸੁਖਾਸਾ ॥੩॥
હે મન! દિવસ-રાત પરમાત્માની ભક્તિ કર; જે તારા પર ઉપકાર કરીને દુઃખોને સુખમાં રૂપાંતરિત કરી દે છે ॥૩॥
ਤਿਸ ਕਾ ਭਰਵਾਸਾ ਕਿਉ ਕੀਜੈ ਮਨ ਮੇਰੇ ਜੋ ਅੰਤੀ ਅਉਸਰਿ ਰਖਿ ਨ ਸਕਾਸਾ ॥
હે મન! તેના પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય છે? જે અંતિમ સમયે બચાવી શકતો નથી.
ਹਰਿ ਜਪੁ ਮੰਤੁ ਗੁਰ ਉਪਦੇਸੁ ਲੈ ਜਾਪਹੁ ਤਿਨੑ ਅੰਤਿ ਛਡਾਏ ਜਿਨੑ ਹਰਿ ਪ੍ਰੀਤਿ ਚਿਤਾਸਾ ॥
ગુરુનો ઉપદેશ લઈને હરિ-મંત્રનું જાપ કર, અંતિમ સમયે હરિ તેને યમથી બચાવી લે છે, જેના મનમાં તેનો પ્રેમ વસે છે.
ਜਨ ਨਾਨਕ ਅਨਦਿਨੁ ਨਾਮੁ ਜਪਹੁ ਹਰਿ ਸੰਤਹੁ ਇਹੁ ਛੂਟਣ ਕਾ ਸਾਚਾ ਭਰਵਾਸਾ ॥੪॥੨॥
હે ભક્તજનો! નાનક કહે છે કે દરેક સમય પ્રભુનું નામ જપ; યમથી છૂટવાનો આ જ સાચો વિશ્વાસ છે ॥૪॥૨॥
ਗੋਂਡ ਮਹਲਾ ੪ ॥
ગોંડ મહેલ ૪॥
ਹਰਿ ਸਿਮਰਤ ਸਦਾ ਹੋਇ ਅਨੰਦੁ ਸੁਖੁ ਅੰਤਰਿ ਸਾਂਤਿ ਸੀਤਲ ਮਨੁ ਅਪਨਾ ॥
પરમાત્માનું સ્મરણ કરવાથી હંમેશા જ આનંદ તેમજ સુખ મળે છે, આનાથી મન શીતળ થઈ જાય છે અને ખુબ શાંતિ મળે છે.
ਜੈਸੇ ਸਕਤਿ ਸੂਰੁ ਬਹੁ ਜਲਤਾ ਗੁਰ ਸਸਿ ਦੇਖੇ ਲਹਿ ਜਾਇ ਸਭ ਤਪਨਾ ॥੧॥
જેમ સૂર્યરૂપી માયાથી મન ખુબ સળગતું રહે છે, તેમ જ ચંદ્રરૂપી ગુરુના દર્શન કરીને તાપ દૂર થઈ જાય છે ॥૧॥
ਮੇਰੇ ਮਨ ਅਨਦਿਨੁ ਧਿਆਇ ਨਾਮੁ ਹਰਿ ਜਪਨਾ ॥
હે મન! રોજ પરમેશ્વરનું ધ્યાન કર અને તેનું નામ જપ.
ਜਹਾ ਕਹਾ ਤੁਝੁ ਰਾਖੈ ਸਭ ਠਾਈ ਸੋ ਐਸਾ ਪ੍ਰਭੁ ਸੇਵਿ ਸਦਾ ਤੂ ਅਪਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥
જ્યાં ક્યાંય બધા સ્થાનો પર તારી રક્ષા કરે છે, તેથી આવા પ્રભુની તું હંમેશા પૂજા કરતો રહે ॥૧॥વિરામ॥
ਜਾ ਮਹਿ ਸਭਿ ਨਿਧਾਨ ਸੋ ਹਰਿ ਜਪਿ ਮਨ ਮੇਰੇ ਗੁਰਮੁਖਿ ਖੋਜਿ ਲਹਹੁ ਹਰਿ ਰਤਨਾ ॥
હે મન! જેમાં સર્વ સુખોનાં ભંડાર છે, તે પરમાત્માને જપતો રહે તથા ગુરુના માધ્યમથી હરિ નામરૂપી રત્નને શોધી લે.
ਜਿਨ ਹਰਿ ਧਿਆਇਆ ਤਿਨ ਹਰਿ ਪਾਇਆ ਮੇਰਾ ਸੁਆਮੀ ਤਿਨ ਕੇ ਚਰਣ ਮਲਹੁ ਹਰਿ ਦਸਨਾ ॥੨॥
જેને હરિનું ધ્યાન કર્યું છે, તેને તેને મેળવી લીધો છે, હરિના તે દાસોના ચરણોની સેવા કર ॥૨॥
ਸਬਦੁ ਪਛਾਣਿ ਰਾਮ ਰਸੁ ਪਾਵਹੁ ਓਹੁ ਊਤਮੁ ਸੰਤੁ ਭਇਓ ਬਡ ਬਡਨਾ ॥
શબ્દને ઓળખીને રામ રસ પ્રાપ્ત કરી, રામ રસ મેળવીને તે ઉત્તમ સંત તેમજ મહાન બની ગયો છે.
ਤਿਸੁ ਜਨ ਕੀ ਵਡਿਆਈ ਹਰਿ ਆਪਿ ਵਧਾਈ ਓਹੁ ਘਟੈ ਨ ਕਿਸੈ ਕੀ ਘਟਾਈ ਇਕੁ ਤਿਲੁ ਤਿਲੁ ਤਿਲਨਾ ॥੩॥
પોતાના તે સેવકની મોટાઈ પરમાત્માએ પોતે વધારી છે અને તેની તે મોટાઈ કોઈના ઘટાડવાથી એક તલ માત્ર પણ ઓછી થતી નથી ॥૩॥