GUJARATI PAGE 906

ਤੀਰਥਿ ਭਰਮਸਿ ਬਿਆਧਿ ਨ ਜਾਵੈ ॥
તીર્થ-યાત્રા કરવાથી પણ રોગ દૂર થતા નથી. 

ਨਾਮ ਬਿਨਾ ਕੈਸੇ ਸੁਖੁ ਪਾਵੈ ॥੪॥
પ્રભુ નામ વગર કઈ રીતે સુખ પ્રાપ્ત થઈ શકે છે ॥૪॥ 

ਜਤਨ ਕਰੈ ਬਿੰਦੁ ਕਿਵੈ ਨ ਰਹਾਈ ॥
ભલે મનુષ્ય કેટલાય પ્રયત્ન કરે, પરંતુ તે પોતાના વીર્યને નિયંત્રણમાં કરી શકતો નથી. 

ਮਨੂਆ ਡੋਲੈ ਨਰਕੇ ਪਾਈ ॥
તેનું મન ડગમગતું રહે છે અને તે નરકમાં જ પડે છે. 

ਜਮ ਪੁਰਿ ਬਾਧੋ ਲਹੈ ਸਜਾਈ ॥
તે યમપુરીમાં બંધાયેલ સજા ભોગવે છે અને

ਬਿਨੁ ਨਾਵੈ ਜੀਉ ਜਲਿ ਬਲਿ ਜਾਈ ॥੫॥
નામ વગર મન સળગતું જ રહે છે ॥૫॥ 

ਸਿਧ ਸਾਧਿਕ ਕੇਤੇ ਮੁਨਿ ਦੇਵਾ ॥
કેટલાય સિદ્ધ-સાધક, ઋષિ-મુનિ તેમજ દેવતા 

ਹਠਿ ਨਿਗ੍ਰਹਿ ਨ ਤ੍ਰਿਪਤਾਵਹਿ ਭੇਵਾ ॥
હઠ સંયમ દ્વારા પોતાના મનની તૃષ્ણાને તૃપ્ત કરી શકતા નથી.

ਸਬਦੁ ਵੀਚਾਰਿ ਗਹਹਿ ਗੁਰ ਸੇਵਾ ॥
જે શબ્દનું ચિંતન કરે છે, ગુરૂની સેવામાં લીન રહે છે, 

ਮਨਿ ਤਨਿ ਨਿਰਮਲ ਅਭਿਮਾਨ ਅਭੇਵਾ ॥੬॥
તેનું મન-શરીર નિર્મળ થઈ જાય છે અને અભિમાન મટી જાય છે ॥૬॥ 

ਕਰਮਿ ਮਿਲੈ ਪਾਵੈ ਸਚੁ ਨਾਉ ॥
પરમાત્માની કૃપાથી જેને ગુરુ મળી જાય છે, તેને સત્ય નામ પ્રાપ્ત થઈ જાય છે. 

ਤੁਮ ਸਰਣਾਗਤਿ ਰਹਉ ਸੁਭਾਉ ॥
હે પ્રભુ! હું ખૂબ શ્રદ્ધાથી તારી શરણમાં રહું છું અને 

ਤੁਮ ਤੇ ਉਪਜਿਓ ਭਗਤੀ ਭਾਉ ॥
તારાથી જ ભક્તિ-ભાવના ઉત્પન્ન થાય છે. 

ਜਪੁ ਜਾਪਉ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਨਾਉ ॥੭॥
ગુરુથી હરિ-નામનું મંત્ર લઈને તેનો જ જાપ જપતો રહું છું ॥૭॥ 

ਹਉਮੈ ਗਰਬੁ ਜਾਇ ਮਨ ਭੀਨੈ ॥
મનના નામ-રસમાં પલળવાથી અહંકાર તેમજ ઘમંડ દૂર થઈ જાય છે. 

ਝੂਠਿ ਨ ਪਾਵਸਿ ਪਾਖੰਡਿ ਕੀਨੈ ॥
પાખંડ કરવા તેમજ અસત્ય બોલવાથી સત્યની પ્રાપ્તિ થતી નથી. 

ਬਿਨੁ ਗੁਰ ਸਬਦ ਨਹੀ ਘਰੁ ਬਾਰੁ ॥
શબ્દ-ગુરુ વગર સત્યનું ઘર પ્રાપ્ત થતું નથી. 

ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਤਤੁ ਬੀਚਾਰੁ ॥੮॥੬॥
હે નાનક! ગુરુમુખ બનીને પરમતત્વનું ચિંતન કર ॥૮॥૬॥ 

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੧ ॥
રામકલી મહેલ ૧॥

ਜਿਉ ਆਇਆ ਤਿਉ ਜਾਵਹਿ ਬਉਰੇ ਜਿਉ ਜਨਮੇ ਤਿਉ ਮਰਣੁ ਭਇਆ ॥
હે ભોળા પ્રાણી! જેમ તું આવ્યો છે, તેમ જ અહીંથી ચાલ્યું જવાનું છે. જેમ તને જન્મ મળ્યો છે, તેમ જ તારું મૃત્યુ થઈ જવાનું છે. 

ਜਿਉ ਰਸ ਭੋਗ ਕੀਏ ਤੇਤਾ ਦੁਖੁ ਲਾਗੈ ਨਾਮੁ ਵਿਸਾਰਿ ਭਵਜਲਿ ਪਇਆ ॥੧॥
જેમ તે રસ-ભોગ કર્યા છે, તેટલું જ દુઃખ લાગ્યું છે, નામને ભૂલીને તું સંસાર-સમુદ્રમાં પડી ગયો છે ॥૧॥ 

ਤਨੁ ਧਨੁ ਦੇਖਤ ਗਰਬਿ ਗਇਆ ॥
પોતાના શરીર તેમજ ધનને જોઈ-જોઈને તું અભિમાનમાં ફસાઈ ગયો છે.

ਕਨਿਕ ਕਾਮਨੀ ਸਿਉ ਹੇਤੁ ਵਧਾਇਹਿ ਕੀ ਨਾਮੁ ਵਿਸਾਰਹਿ ਭਰਮਿ ਗਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥
તું સોના ચાંદી તેમજ સુંદર નારીથી પ્રેમ વધારીને નામને ભૂલાવીને ભ્રમમાં પડી ગયો છે ॥૧॥વિરામ॥ 

ਜਤੁ ਸਤੁ ਸੰਜਮੁ ਸੀਲੁ ਨ ਰਾਖਿਆ ਪ੍ਰੇਤ ਪਿੰਜਰ ਮਹਿ ਕਾਸਟੁ ਭਇਆ ॥
તે દ્રઢતા, સદાચાર, સંયમ તેમજ શીલને ધારણ કર્યા નથી અને પ્રેત જેવું શરીર પિંજરામાં પડી સુકાઈને લાકડી થઈ ગયું.

ਪੁੰਨੁ ਦਾਨੁ ਇਸਨਾਨੁ ਨ ਸੰਜਮੁ ਸਾਧਸੰਗਤਿ ਬਿਨੁ ਬਾਦਿ ਜਇਆ ॥੨॥
ન કોઈ દાન-પુણ્ય કર્યું, ન તીર્થ-સ્નાન કર્યું, ન તો સંયમ કર્યું, સાધુ-મહાપુરુષોની સંગતિ વગર વ્યર્થ જ જીવન વીતી ગયું ॥૨॥ 

ਲਾਲਚਿ ਲਾਗੈ ਨਾਮੁ ਬਿਸਾਰਿਓ ਆਵਤ ਜਾਵਤ ਜਨਮੁ ਗਇਆ ॥
લાલચમાં ફસાઈને તે નામને ભુલાવી દીધું, જેનાથી જન્મ-મરણનો ચક્ર પડી ગયો છે. 

ਜਾ ਜਮੁ ਧਾਇ ਕੇਸ ਗਹਿ ਮਾਰੈ ਸੁਰਤਿ ਨਹੀ ਮੁਖਿ ਕਾਲ ਗਇਆ ॥੩॥
જ્યારે આ વાળથી પકડીને મારે છે તો જીવ ને કોઈ વિચાર રહેતો નથી અને તે મૃત્યુના મુખમાં ચાલ્યો જાય છે ॥૪॥

ਅਹਿਨਿਸਿ ਨਿੰਦਾ ਤਾਤਿ ਪਰਾਈ ਹਿਰਦੈ ਨਾਮੁ ਨ ਸਰਬ ਦਇਆ ॥
તું રાત-દિવસ પારકી નિંદા, ચુગલી તેમજ ઈર્ષ્યામાં જ પડી રહ્યો છે, જેનાથી તારા હૃદયમાં ન તો નામનો વાસ છે અને ન તો બધાના પ્રત્યે દયા છે. 

ਬਿਨੁ ਗੁਰ ਸਬਦ ਨ ਗਤਿ ਪਤਿ ਪਾਵਹਿ ਰਾਮ ਨਾਮ ਬਿਨੁ ਨਰਕਿ ਗਇਆ ॥੪॥
ગુરુના શબ્દ વગર તારી ગતિ થશે નહી અને ન તો સન્માન પ્રાપ્ત થવાનું છે. રામ-નામ વગર તારે નરકમાં જ જવાનું છે ॥૪॥ 

ਖਿਨ ਮਹਿ ਵੇਸ ਕਰਹਿ ਨਟੂਆ ਜਿਉ ਮੋਹ ਪਾਪ ਮਹਿ ਗਲਤੁ ਗਇਆ ॥
એક ક્ષણમાં જ તું નટની જેમ વેશ ધારણ કરી લે છે અને મોહ-પાપમાં લીન રહે છે. 

ਇਤ ਉਤ ਮਾਇਆ ਦੇਖਿ ਪਸਾਰੀ ਮੋਹ ਮਾਇਆ ਕੈ ਮਗਨੁ ਭਇਆ ॥੫॥
અહીં-તહીં માયાનો ફેલાવ જોઈને તું મોહ-માયામાં જ મગ્ન થઈ ગયો છે ॥૫॥ 

ਕਰਹਿ ਬਿਕਾਰ ਵਿਥਾਰ ਘਨੇਰੇ ਸੁਰਤਿ ਸਬਦ ਬਿਨੁ ਭਰਮਿ ਪਇਆ ॥
તું મોટા પાપ-વિકારનો વિસ્તાર કરે છે અને શબ્દના જ્ઞાન વગર ભ્રમમાં પડેલ છે. 

ਹਉਮੈ ਰੋਗੁ ਮਹਾ ਦੁਖੁ ਲਾਗਾ ਗੁਰਮਤਿ ਲੇਵਹੁ ਰੋਗੁ ਗਇਆ ॥੬॥
તને અહમ રોગરૂપી ખુબ દુઃખ લાગેલું છે. ગુરુ-ઉપદેશ ગ્રહણ કર, તારો રોગ દૂર થઈ જશે ॥૬॥

ਸੁਖ ਸੰਪਤਿ ਕਉ ਆਵਤ ਦੇਖੈ ਸਾਕਤ ਮਨਿ ਅਭਿਮਾਨੁ ਭਇਆ ॥
જયારે પદાર્થવાદી મનુષ્ય ઘરમાં સુખ-સંપંત્તિને આવતા જોવે છે તો તેનું મન અભિમાનનું શિકાર થઈ જાય છે. 

ਜਿਸ ਕਾ ਇਹੁ ਤਨੁ ਧਨੁ ਸੋ ਫਿਰਿ ਲੇਵੈ ਅੰਤਰਿ ਸਹਸਾ ਦੂਖੁ ਪਇਆ ॥੭॥
જે પરમાત્માએ આ શરીર તેમજ ધન આપેલું છે, જયારે તે પાછું લઇ લે છે તો તેના મનમાં ચિંતા તેમજ દુઃખ ઉત્પન્ન થઈ જાય છે ॥૭॥

ਅੰਤਿ ਕਾਲਿ ਕਿਛੁ ਸਾਥਿ ਨ ਚਾਲੈ ਜੋ ਦੀਸੈ ਸਭੁ ਤਿਸਹਿ ਮਇਆ ॥
અંતિમ સમયે કંઈ પણ સાથે આવતું નથી, જે કંઈ નજર આવે છે, બધું તેની માયા છે.

ਆਦਿ ਪੁਰਖੁ ਅਪਰੰਪਰੁ ਸੋ ਪ੍ਰਭੁ ਹਰਿ ਨਾਮੁ ਰਿਦੈ ਲੈ ਪਾਰਿ ਪਇਆ ॥੮॥
આદિપુરુષ પ્રભુ અપરંપાર છે, હરિ-નામને હૃદયમાં વસાવવાથી સંસાર સમુદ્રથી પાર થઈ શકાય છે ॥૮॥

ਮੂਏ ਕਉ ਰੋਵਹਿ ਕਿਸਹਿ ਸੁਣਾਵਹਿ ਭੈ ਸਾਗਰ ਅਸਰਾਲਿ ਪਇਆ ॥
હે જીવ! પોતાના મૃતક સંબંધી પર રોઈ રોઈને કોને સંભળાવી રહ્યો છે? તું પોતે જ સંસાર સમુદ્રમાં પડી રહ્યો છે. 

ਦੇਖਿ ਕੁਟੰਬੁ ਮਾਇਆ ਗ੍ਰਿਹ ਮੰਦਰੁ ਸਾਕਤੁ ਜੰਜਾਲਿ ਪਰਾਲਿ ਪਇਆ ॥੯॥
પદાર્થવાદી જીવ પોતાના કુટુંબ, માયા તેમજ સુંદર ઘર-મહેલને જોઈને વ્યર્થ જંજટમાં ફસાયેલ છે ॥૯॥

error: Content is protected !!