ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥
રામકલી મહેલ ૫॥
ਹਰਿ ਹਰਿ ਧਿਆਇ ਮਨਾ ਖਿਨੁ ਨ ਵਿਸਾਰੀਐ ॥
હે મન! પરમાત્માનું મનન કર અને તેને એક ક્ષણ માટે પણ ન ભૂલવા જોઈએ.
ਰਾਮ ਰਾਮਾ ਰਾਮ ਰਮਾ ਕੰਠਿ ਉਰ ਧਾਰੀਐ ॥
પ્રેમાળ રામને હૃદય તેમજ કંઠમાં ધારણ કરીને તેનું મહિમાગાન કર.
ਉਰ ਧਾਰਿ ਹਰਿ ਹਰਿ ਪੁਰਖੁ ਪੂਰਨੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਨਿਰੰਜਨੋ ॥
તે પરમપુરુષ, પૂર્ણ પરબ્રહ્મ, માયાતીત પ્રભુને હૃદયમાં વસાવીને રાખ.
ਭੈ ਦੂਰਿ ਕਰਤਾ ਪਾਪ ਹਰਤਾ ਦੁਸਹ ਦੁਖ ਭਵ ਖੰਡਨੋ ॥
તે બધા ભય દૂર કરનાર, પાપ નાશ કરનાર, અસહ્ય દુઃખ નાશ કરનાર અને જન્મ-મરણનું ચક્ર ખંડન કરનાર છે.
ਜਗਦੀਸ ਈਸ ਗੋੁਪਾਲ ਮਾਧੋ ਗੁਣ ਗੋਵਿੰਦ ਵੀਚਾਰੀਐ ॥
તે જગદીશ, ઈશ, ગોપાલ, માધવ ગોવિંદના ગુણોનું ચિંતન કરતો રહે.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਮਿਲਿ ਸੰਗਿ ਸਾਧੂ ਦਿਨਸੁ ਰੈਣਿ ਚਿਤਾਰੀਐ ॥੧॥
નાનકની વિનંતી છે કે સાધુઓની સંગતિમાં મળીને દિવસ-રાત તેને સ્મરણ કરવો જોઈએ ॥૧॥
ਚਰਨ ਕਮਲ ਆਧਾਰੁ ਜਨ ਕਾ ਆਸਰਾ ॥
પરમાત્માના ચરણ-કમળ જ ભક્તજનોનો આશરો છે.
ਮਾਲੁ ਮਿਲਖ ਭੰਡਾਰ ਨਾਮੁ ਅਨੰਤ ਧਰਾ ॥
પ્રભુનું અનંત નામ જ ધન-સંપત્તિ તેમજ સુખોનો ભંડાર છે.
ਨਾਮੁ ਨਰਹਰ ਨਿਧਾਨੁ ਜਿਨ ਕੈ ਰਸ ਭੋਗ ਏਕ ਨਰਾਇਣਾ ॥
પ્રભુનું નામ જ નિધિ છે, નારાયણનું નામ જપવું જ બધા રસોને ભોગવાનું છે.
ਰਸ ਰੂਪ ਰੰਗ ਅਨੰਤ ਬੀਠਲ ਸਾਸਿ ਸਾਸਿ ਧਿਆਇਣਾ ॥
શ્વાસ-શ્વાસથી નામનું ધ્યાન કરવું જ રસ, રૂપ, રંગ તેમજ અનંત ભંડાર છે.
ਕਿਲਵਿਖ ਹਰਣਾ ਨਾਮ ਪੁਨਹਚਰਣਾ ਨਾਮੁ ਜਮ ਕੀ ਤ੍ਰਾਸ ਹਰਾ ॥
પ્રભુ નામ બધા પાપોનો નાશ કરનાર પ્રાયશ્ચિત કર્મ છે અને નામ જ યમનો ભય દૂર કરનાર છે.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਰਾਸਿ ਜਨ ਕੀ ਚਰਨ ਕਮਲਹ ਆਸਰਾ ॥੨॥
નાનક પ્રાર્થના કરે છે કે પરમાત્માના ચરણ-કમળનો આશરો જ દાસની જીવન રાશિ છે ॥૨॥
ਗੁਣ ਬੇਅੰਤ ਸੁਆਮੀ ਤੇਰੇ ਕੋਇ ਨ ਜਾਨਈ ॥
હે સ્વામી! તારા ગુણ અનંત છે, પરંતુ કોઈ પણ તારા ગુણોને જાણતો નથી.
ਦੇਖਿ ਚਲਤ ਦਇਆਲ ਸੁਣਿ ਭਗਤ ਵਖਾਨਈ ॥
હે દીનદયાળુ! તારી અદભૂત લીલા જોઈને તેમજ સાંભળીને ભક્ત તારી મહિમાનું જ વખાણ કરે છે.
ਜੀਅ ਜੰਤ ਸਭਿ ਤੁਝੁ ਧਿਆਵਹਿ ਪੁਰਖਪਤਿ ਪਰਮੇਸਰਾ ॥
હે પુરુષોત્તમ પરમેશ્વર! બધા જીવ તારું જ ધ્યાન કરતા રહે છે.
ਸਰਬ ਜਾਚਿਕ ਏਕੁ ਦਾਤਾ ਕਰੁਣਾ ਮੈ ਜਗਦੀਸਰਾ ॥
હે કરુણામય જગદીશ્વર! ફક્ત એક તુ જ દાતા છે, બીજા બધા જીવ તારા યાચક છે.
ਸਾਧੂ ਸੰਤੁ ਸੁਜਾਣੁ ਸੋਈ ਜਿਸਹਿ ਪ੍ਰਭ ਜੀ ਮਾਨਈ ॥
જેને પ્રભુ ગૌરવ દે છે, તે જ સાધુ, સંત તેમજ જ્ઞાનવાન છે.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਕਰਹੁ ਕਿਰਪਾ ਸੋਇ ਤੁਝਹਿ ਪਛਾਨਈ ॥੩॥
હે પ્રભુ! નાનક વિનંતી કરે છે કે જેના પર તું કૃપા કરે છે, તે જ તને ઓળખે છે ॥૩॥
ਮੋਹਿ ਨਿਰਗੁਣ ਅਨਾਥੁ ਸਰਣੀ ਆਇਆ ॥
હું ગુણવિહીન અનાથ તારી શરણમાં આવ્યો છું.
ਬਲਿ ਬਲਿ ਬਲਿ ਗੁਰਦੇਵ ਜਿਨਿ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਇਆ ॥
હું પોતાના ગુરુદેવ પર બલિહાર જાવ છું જેને મને નામ સ્મરણ કરાવ્યું છે.
ਗੁਰਿ ਨਾਮੁ ਦੀਆ ਕੁਸਲੁ ਥੀਆ ਸਰਬ ਇਛਾ ਪੁੰਨੀਆ ॥
ગુરુએ મને નામ-દાન આપ્યું છે, જેને જપવાથી બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ છે અને સુખી થઈ ગયો છું.
ਜਲਨੇ ਬੁਝਾਈ ਸਾਂਤਿ ਆਈ ਮਿਲੇ ਚਿਰੀ ਵਿਛੁੰਨਿਆ ॥
નામથી મારી બધી ઈર્ષ્યા શાંત થઈ ગઈ છે, મનને શાંતિ મળી ગઈ છે અને અનાદિકાળથી અલગ થયેલાને મળાવી દીધા છે.
ਆਨੰਦ ਹਰਖ ਸਹਜ ਸਾਚੇ ਮਹਾ ਮੰਗਲ ਗੁਣ ਗਾਇਆ ॥
મેં સાચા પરમેશ્વરની મહિમાનું મંગળગાન કર્યું છે, જેનાથી મનમાં આનંદ, હર્ષ તેમજ સરળ સુખ પ્રાપ્ત થઈ ગયું છે.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਨਾਮੁ ਪ੍ਰਭ ਕਾ ਗੁਰ ਪੂਰੇ ਤੇ ਪਾਇਆ ॥੪॥੨॥
નાનક વિનંતી કરે છે કે પૂર્ણ ગુરુથી મને પ્રભુનું નામ પ્રાપ્ત થઈ ગયું છે ॥૪॥૨॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥
રામકલી મહેલ ૫॥
ਰੁਣ ਝੁਣੋ ਸਬਦੁ ਅਨਾਹਦੁ ਨਿਤ ਉਠਿ ਗਾਈਐ ਸੰਤਨ ਕੈ ॥
રોજ સવારે ઉઠીને સંતોની સાથે સુરીલા અનહદ શબ્દનું ગાન કરવું જોઈએ.
ਕਿਲਵਿਖ ਸਭਿ ਦੋਖ ਬਿਨਾਸਨੁ ਹਰਿ ਨਾਮੁ ਜਪੀਐ ਗੁਰ ਮੰਤਨ ਕੈ ॥
ગુરુ-ઉપદેશ દ્વારા હરિ-નામનું જાપ કરવાથી બધા પાપ તેમજ દોષ નાશ થઈ જાય છે.
ਹਰਿ ਨਾਮੁ ਲੀਜੈ ਅਮਿਉ ਪੀਜੈ ਰੈਣਿ ਦਿਨਸੁ ਅਰਾਧੀਐ ॥
હરિ-નામ સ્મરણ કર, નામ અમૃત પી અને દિવસ-રાત તેની જ પ્રાર્થના કર.
ਜੋਗ ਦਾਨ ਅਨੇਕ ਕਿਰਿਆ ਲਗਿ ਚਰਣ ਕਮਲਹ ਸਾਧੀਐ ॥
પ્રભુના ચરણોમાં લાગવાથી યોગ, દાન-પુણ્ય તેમજ શુભ કર્મોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.
ਭਾਉ ਭਗਤਿ ਦਇਆਲ ਮੋਹਨ ਦੂਖ ਸਗਲੇ ਪਰਹਰੈ ॥
દયાળુ પ્રભુની પ્રેમ-ભક્તિથી બધા દુઃખ નાશ થઈ જાય છે.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਤਰੈ ਸਾਗਰੁ ਧਿਆਇ ਸੁਆਮੀ ਨਰਹਰੈ ॥੧॥
નાનક વિનંતી કરે છે કે સ્વામી પરમેશ્વરનું મનન કરવાથી જીવ સંસાર-સમુદ્રથી પાર થઈ જાય છે ॥૧॥
ਸੁਖ ਸਾਗਰ ਗੋਬਿੰਦ ਸਿਮਰਣੁ ਭਗਤ ਗਾਵਹਿ ਗੁਣ ਤੇਰੇ ਰਾਮ ॥
હે ગોવિંદ! તું સુખનો સમુદ્ર છે, બધા ભક્ત તારું જ સ્મરણ તેમજ સ્તુતિગાન કરતા રહે છે.
ਅਨਦ ਮੰਗਲ ਗੁਰ ਚਰਣੀ ਲਾਗੇ ਪਾਏ ਸੂਖ ਘਨੇਰੇ ਰਾਮ ॥
ગુરુના ચરણોમાં લાગીને તેને ખૂબ આનંદ, કલ્યાણ તેમજ અનેક સુખ પ્રાપ્ત થાય છે.
ਸੁਖ ਨਿਧਾਨੁ ਮਿਲਿਆ ਦੂਖ ਹਰਿਆ ਕ੍ਰਿਪਾ ਕਰਿ ਪ੍ਰਭਿ ਰਾਖਿਆ ॥
પ્રભુએ કૃપા કરીને રક્ષા કરી છે, તેના બધા દુઃખ દૂર કરી દીધા છે અને તેને સુખોની નિધિ મળી ગઈ છે.
ਹਰਿ ਚਰਣ ਲਾਗਾ ਭ੍ਰਮੁ ਭਉ ਭਾਗਾ ਹਰਿ ਨਾਮੁ ਰਸਨਾ ਭਾਖਿਆ ॥
પ્રભુના ચરણોમાં લાગવાથી બધા ભ્રમ તેમજ ભય દૂર થઈ જાય છે અને જીભ હરિ-નામ જ જપતી રહે છે.
ਹਰਿ ਏਕੁ ਚਿਤਵੈ ਪ੍ਰਭੁ ਏਕੁ ਗਾਵੈ ਹਰਿ ਏਕੁ ਦ੍ਰਿਸਟੀ ਆਇਆ ॥
જે ભક્તજન એક પરમાત્માનું સ્મરણ કરે છે, તે એકનું જ ગુણગાન કરે છે, તેને દરેક તરફ પ્રભુ જ નજર આવે છે