ਤੀਰਥਿ ਨਾਈਐ ਸੁਖੁ ਫਲੁ ਪਾਈਐ ਮੈਲੁ ਨ ਲਾਗੈ ਕਾਈ ॥
અમે તીર્થોમાં સ્નાન કરીએ છીએ અને આનું સુખરૂપી ફળ પ્રાપ્ત કરીએ છીએ અને મનને જરા પણ અહમની ગંદકી લાગતી નથી.
ਗੋਰਖ ਪੂਤੁ ਲੋਹਾਰੀਪਾ ਬੋਲੈ ਜੋਗ ਜੁਗਤਿ ਬਿਧਿ ਸਾਈ ॥੭॥
ગોરખનો પુત્ર લોહારીપા કહે છે કે યોગની યુક્તિ આ જ છે ॥૭॥
ਹਾਟੀ ਬਾਟੀ ਨੀਦ ਨ ਆਵੈ ਪਰ ਘਰਿ ਚਿਤੁ ਨ ਡੋੁਲਾਈ ॥
ગુરુ સિદ્ધોને ઉપદેશ આપતો કહે છે કે જીવને બજારો તેમજ નગરોમાં અજ્ઞાનતાની ઊંઘ આવવી જોઈએ નહિ અને ન તો પારકી નારીના રૂપને જોઈને તેનું મન ડોલવું જોઈએ.
ਬਿਨੁ ਨਾਵੈ ਮਨੁ ਟੇਕ ਨ ਟਿਕਈ ਨਾਨਕ ਭੂਖ ਨ ਜਾਈ ॥
પરંતુ નામ વગર જીવનું મન ટકીને બેસતું નથી અને ન તો તેની તૃષ્ણાની ભુખ મટે છે.
ਹਾਟੁ ਪਟਣੁ ਘਰੁ ਗੁਰੂ ਦਿਖਾਇਆ ਸਹਜੇ ਸਚੁ ਵਾਪਾਰੋ ॥
જે મનુષ્યને ગુરુએ તેના અંતરમનમાં શરીરરૂપી નગર, દસમા દરવાજારૂપી ઘર દેખાડી દીધું છે, તે સરળ જ વ્યાપાર કરતો રહે છે.
ਖੰਡਿਤ ਨਿਦ੍ਰਾ ਅਲਪ ਅਹਾਰੰ ਨਾਨਕ ਤਤੁ ਬੀਚਾਰੋ ॥੮॥
તે થોડી જ ઊંઘ કરે છે અને થોડું જ ભોજન કરે છે. હે નાનક! આ જ અમારો તત્વ વિચાર છે ॥૮॥
ਦਰਸਨੁ ਭੇਖ ਕਰਹੁ ਜੋਗਿੰਦ੍ਰਾ ਮੁੰਦ੍ਰਾ ਝੋਲੀ ਖਿੰਥਾ ॥
યોગી ગુરૂથી કહે છે કે યોગીરાજ ગોરખનાથના પંથનો વેશ ધારણ કર, કાનોમાં મુદ્રા, થેલી તેમજ કફન ગ્રહણ કર.
ਬਾਰਹ ਅੰਤਰਿ ਏਕੁ ਸਰੇਵਹੁ ਖਟੁ ਦਰਸਨ ਇਕ ਪੰਥਾ ॥
યોગીઓના બાર વેશોમાંથી ગોરખવાળા આ જ વેશ ધારણ કર, આ શાસ્ત્રોમાં બતાવેલ છ પંથોમાંથી એક શ્રેષ્ઠ પંથ છે.
ਇਨ ਬਿਧਿ ਮਨੁ ਸਮਝਾਈਐ ਪੁਰਖਾ ਬਾਹੁੜਿ ਚੋਟ ਨ ਖਾਈਐ ॥
હે મહાપુરૂષ! જે મનુષ્ય આ વિધિ દ્વારા મનને સમજાવી લે છે, તે ફરી આવકજાવકની ઇજા ખાતો નથી.
ਨਾਨਕੁ ਬੋਲੈ ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਜੋਗ ਜੁਗਤਿ ਇਵ ਪਾਈਐ ॥੯॥
ગુરુ નાનક કહે છે કે યોગનો વિચાર તો આમ પ્રાપ્ત થાય છે કે જીવ ગુરુમુખ બનીને સત્યનો બોધ કરી લે ॥૯॥
ਅੰਤਰਿ ਸਬਦੁ ਨਿਰੰਤਰਿ ਮੁਦ੍ਰਾ ਹਉਮੈ ਮਮਤਾ ਦੂਰਿ ਕਰੀ ॥
ગુરુ યોગીઓને સમજાવે છે કે જે મનુષ્યએ પોતાનો અહમ તેમજ મમતા દૂર કરી લીધી છે, તે પોતાના અંતરમનમાં અનહદ શબ્દને સાંભળતો રહે છે અને આ જ તેના કાનની મુદ્રાઓ છે.
ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਅਹੰਕਾਰੁ ਨਿਵਾਰੈ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਸੁ ਸਮਝ ਪਰੀ ॥
આમ જ તે કામ, ક્રોધ તેમજ અહંકારને દૂર કરી લે છે, પરંતુ ગુરુના શબ્દ દ્વારા જ સુમતિ પ્રાપ્ત થાય છે.
ਖਿੰਥਾ ਝੋਲੀ ਭਰਿਪੁਰਿ ਰਹਿਆ ਨਾਨਕ ਤਾਰੈ ਏਕੁ ਹਰੀ ॥
ગુરુ નાનક કહે છે કે એક પરમાત્મા જ જીવને સંસાર સમુદ્રથી પાર કરાવે છે અને તે સર્વવ્યાપકનું સ્મરણ કરવું જ જીવ માટે કફન તેમજ થેલી ધારણ કરવાનું છે.
ਸਾਚਾ ਸਾਹਿਬੁ ਸਾਚੀ ਨਾਈ ਪਰਖੈ ਗੁਰ ਕੀ ਬਾਤ ਖਰੀ ॥੧੦॥
બધાનો માલિક પ્રભુ સત્ય છે, તેની મહિમા પણ સત્ય છે, તે જીવ પરખી લે છે કે ગુરુની વાત જ ઉત્તમ છે ॥૧૦॥
ਊਂਧਉ ਖਪਰੁ ਪੰਚ ਭੂ ਟੋਪੀ ॥
જેણે પોતાના મનને વિષય-વિકારોથી ઉલટાવી લીધો છે, આ જ તેનો ખપ્પર છે. આકાશ, વાયુ આગ, પાણી તેમજ ધરતી આ પાંચ ભૂતત્વોના ગુણ જ તેની ટોપી છે.
ਕਾਂਇਆ ਕੜਾਸਣੁ ਮਨੁ ਜਾਗੋਟੀ ॥
જેને શરીરને પવિત્ર કરી લીધું છે, આ જ તેના કુશનો આસન છે અને મનને વશીભૂત કરવું જ તેની લંગોટ છે.
ਸਤੁ ਸੰਤੋਖੁ ਸੰਜਮੁ ਹੈ ਨਾਲਿ ॥
સત્ય, સંતોષ તેમજ સંયમ – આ શુભ ગુણ તેની સાથે રહેનાર મિત્ર છે.
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਸਮਾਲਿ ॥੧੧॥
હે નાનક! આવો જીવ ગુરુમુખ બનીને નામ-સ્મરણ કરતો રહે છે ॥૧૧॥
ਕਵਨੁ ਸੁ ਗੁਪਤਾ ਕਵਨੁ ਸੁ ਮੁਕਤਾ ॥
સિદ્ધ યોગી ગુરુ નાનક દેવથી પ્રશ્ન કરે છે – તે કોણ છે, જે ગુપ્ત રહે છે? તે કોણ છે જે બંધનોથી મુક્ત છે?
ਕਵਨੁ ਸੁ ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਜੁਗਤਾ ॥
તે કોણ છે, જે અંદર-બહાર શબ્દથી જોડાઈ રહે છે?
ਕਵਨੁ ਸੁ ਆਵੈ ਕਵਨੁ ਸੁ ਜਾਇ ॥
તે કોણ છે, જે દુનિયામાં જન્મ લઈને આવે છે અને તે કોણ છે, જે ચાલ્યો જાય છે?
ਕਵਨੁ ਸੁ ਤ੍ਰਿਭਵਣਿ ਰਹਿਆ ਸਮਾਇ ॥੧੨॥
તે કોણ છે, જે આકાશ, પાતાળ, પૃથ્વી ત્રણેય લોકમાં સમાયેલ રહે છે? ॥૧૨॥
ਘਟਿ ਘਟਿ ਗੁਪਤਾ ਗੁਰਮੁਖਿ ਮੁਕਤਾ ॥
ગુરુ નાનક દેવ સિદ્ધોને ઉતર દે છે કે દરેક શરીરમાં વ્યાપક પરમાત્મા ગુપ્ત રહે છે અને ગુરુમુખ જ બંધનોથી મુક્ત છે અને
ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਸਬਦਿ ਸੁ ਜੁਗਤਾ ॥
અંદર બહાર વ્યવહાર કરતો શબ્દથી જોડાઈ રહે છે.
ਮਨਮੁਖਿ ਬਿਨਸੈ ਆਵੈ ਜਾਇ ॥
સ્વેચ્છાચારી પ્રાણી નાશ થઈ જાય છે અને જન્મ-મરણના ચક્રમાં ફસાઈ રહે છે.
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਸਾਚਿ ਸਮਾਇ ॥੧੩॥
ગુરુ નાનક કહે છે કે ગુરુમુખ સત્યમાં જ જોડાય રહે છે ॥૧૩॥
ਕਿਉ ਕਰਿ ਬਾਧਾ ਸਰਪਨਿ ਖਾਧਾ ॥
સિદ્ધ બીજી વાર પ્રશ્ન કરે છે કે કોઈ મનુષ્ય બંધનોમાં શા માટે બંધાયેલ છે? અને માયારૂપી નાગણીએ શા માટે ખોરાક બનાવી લીધો છે?
ਕਿਉ ਕਰਿ ਖੋਇਆ ਕਿਉ ਕਰਿ ਲਾਧਾ ॥
કોઈ જીવે શા માટે સત્યને ખોઈ દીધું છે અને શા માટે સત્યને મેળવી લીધો છે?
ਕਿਉ ਕਰਿ ਨਿਰਮਲੁ ਕਿਉ ਕਰਿ ਅੰਧਿਆਰਾ ॥
જીવનું મન કેવી રીતે નિર્મળ થાય છે અને કઈ રીતે અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય છે?
ਇਹੁ ਤਤੁ ਬੀਚਾਰੈ ਸੁ ਗੁਰੂ ਹਮਾਰਾ ॥੧੪॥
જે આ જ્ઞાન-તત્વનો વિચાર કરે, તે જ અમારો ગુરુ છે ॥૧૪॥
ਦੁਰਮਤਿ ਬਾਧਾ ਸਰਪਨਿ ਖਾਧਾ ॥
ગુરુ નાનક દેવ ઉત્તર દે છે કે મનુષ્યને તેની દુર્બુદ્ધિએ બંધનોમાં બાંધી લીધો છે અને માયારૂપી નાગણીએ તેને ગળકી લીધો છે.
ਮਨਮੁਖਿ ਖੋਇਆ ਗੁਰਮੁਖਿ ਲਾਧਾ ॥
મનમુખી જીવે સત્યને ખોઈ દીધું છે અને ગુરુમુખે સત્યને મેળવી લીધું છે.
ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਅੰਧੇਰਾ ਜਾਇ ॥
જેનો સદ્દગુરુથી સાક્ષાત્કાર થઈ જાય છે, તેનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ જાય છે.
ਨਾਨਕ ਹਉਮੈ ਮੇਟਿ ਸਮਾਇ ॥੧੫॥
હે નાનક! ગુરુમુખ જીવ પોતાના અહમને મટાડીને સત્યમાં જોડાય જાય છે ॥૧૫॥
ਸੁੰਨ ਨਿਰੰਤਰਿ ਦੀਜੈ ਬੰਧੁ ॥
ગુરુ સાહેબ સિધ્ધોને સમજાવે છે કે જો અંતર્મનને શૂન્ય અવસ્થામાં નિરંતર લીન કરીને તેના સંકલ્પો વિકલ્પો પર અંકુશ લગાવી દીધો તો
ਉਡੈ ਨ ਹੰਸਾ ਪੜੈ ਨ ਕੰਧੁ ॥
જીવરૂપી હંસ ઉડતો નથી અર્થાત સ્થિર થઈ જાય છે અને તેનો અંત થતો નથી.
ਸਹਜ ਗੁਫਾ ਘਰੁ ਜਾਣੈ ਸਾਚਾ ॥ ਨਾਨਕ ਸਾਚੇ ਭਾਵੈ ਸਾਚਾ ॥੧੬॥
હે નાનક! તે સાચો જીવરૂપી હંસ આધ્યાત્મિક સ્થિતિરૂપી ઘરને ઓળખી લે છે. સાચા પરમેશ્વરને આવો સત્યવાદી જીવ જ પ્રિય લાગે છે ॥૧૬॥
ਕਿਸੁ ਕਾਰਣਿ ਗ੍ਰਿਹੁ ਤਜਿਓ ਉਦਾਸੀ ॥
હે ઉદાસી સંત! સિદ્ધ ગુરુથી પ્રશ્ન કરે છે કે તે પોતાનું ઘર ક્યાં કારણે ત્યાગી દીધું છે?
ਕਿਸੁ ਕਾਰਣਿ ਇਹੁ ਭੇਖੁ ਨਿਵਾਸੀ ॥
તે ક્યાં કારણે આ ઉદાસીઓવાળો વેશ ધારણ કર્યો છે?
ਕਿਸੁ ਵਖਰ ਕੇ ਤੁਮ ਵਣਜਾਰੇ ॥
તું ક્યાં સૌદાનો વ્યાપારી છે?
ਕਿਉ ਕਰਿ ਸਾਥੁ ਲੰਘਾਵਹੁ ਪਾਰੇ ॥੧੭॥
તું પોતાના મિત્રોને કઈ રીતે સંસાર સમુદ્રથી પાર કરાવી શકે છે? ॥૧૭॥
ਗੁਰਮੁਖਿ ਖੋਜਤ ਭਏ ਉਦਾਸੀ ॥
ગુરુ નાનક દેવ ઉત્તર દે છે કે અમે ગુરુમુખ સંતોની શોધમાં ઉદાસી બનીએ છીએ અને
ਦਰਸਨ ਕੈ ਤਾਈ ਭੇਖ ਨਿਵਾਸੀ ॥
સંતો મહાપુરુષોનાં દર્શન કરવા માટે આ વેશ ધારણ કરેલ છે.
ਸਾਚ ਵਖਰ ਕੇ ਹਮ ਵਣਜਾਰੇ ॥
અમે સત્ય-નામરૂપી સૌદાના વ્યાપારી છીએ અને
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਉਤਰਸਿ ਪਾਰੇ ॥੧੮॥
ગુરુમુખ જીવ સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે ॥૧૮॥
ਕਿਤੁ ਬਿਧਿ ਪੁਰਖਾ ਜਨਮੁ ਵਟਾਇਆ ॥
હે મહાપુરૂષ! સિધ્ધોએ ગુરૂથી ફરી પ્રશ્ન કર્યો – તે કઈ વિધિ દ્વારા પોતાનું જીવન બદલાવી લીધું છે અને
ਕਾਹੇ ਕਉ ਤੁਝੁ ਇਹੁ ਮਨੁ ਲਾਇਆ ॥
તે કોનાથી આ મન લગાવી લીધું છે?