ਮਾਲੀ ਗਉੜਾ ਮਹਲਾ ੪ ॥
માલી ગૌરા મહેલ ૪॥
ਸਭਿ ਸਿਧ ਸਾਧਿਕ ਮੁਨਿ ਜਨਾ ਮਨਿ ਭਾਵਨੀ ਹਰਿ ਧਿਆਇਓ ॥
બધા સિદ્ધ, સાધકો તેમજ મુનિજનોએ મનમાં શ્રદ્ધાપૂર્વક પરમાત્માનું જ ધ્યાન કર્યું છે
ਅਪਰੰਪਰੋ ਪਾਰਬ੍ਰਹਮੁ ਸੁਆਮੀ ਹਰਿ ਅਲਖੁ ਗੁਰੂ ਲਖਾਇਓ ॥੧॥ ਰਹਾਉ ॥
તે અપરંપાર, પરબ્રહ્મ અદૃષ્ટ હરિને ગુરુએ જ દેખાડ્યો છે ॥૧॥વિરામ॥
ਹਮ ਨੀਚ ਮਧਿਮ ਕਰਮ ਕੀਏ ਨਹੀ ਚੇਤਿਓ ਹਰਿ ਰਾਇਓ ॥
અમે નીચ અધમ કર્મ કરીએ છીએ પરંતુ હરિને યાદ કરતા નથી
ਹਰਿ ਆਨਿ ਮੇਲਿਓ ਸਤਿਗੁਰੂ ਖਿਨੁ ਬੰਧ ਮੁਕਤਿ ਕਰਾਇਓ ॥੧॥
પ્રભુએ સદ્દગુરુથી મળાવીને ક્ષણભરમાં બંધનમાંથી મુક્તિ અપાવી દીધી.॥૧॥
ਪ੍ਰਭਿ ਮਸਤਕੇ ਧੁਰਿ ਲੀਖਿਆ ਗੁਰਮਤੀ ਹਰਿ ਲਿਵ ਲਾਇਓ ॥
વિધાતાએ માથા પર એવા ભાગ્ય લખ્યા હતા કે ગુરુના મત અનુસાર પ્રભુમાં જ ધ્યાન લગાડ્યું હતું
ਪੰਚ ਸਬਦ ਦਰਗਹ ਬਾਜਿਆ ਹਰਿ ਮਿਲਿਓ ਮੰਗਲੁ ਗਾਇਓ ॥੨॥
પરમાત્માના દરબારમાં પાંચ પ્રકારની ધ્વનિઓવાળો અનહદ શબ્દ છે હરિને મેળાપથી મંગલગાન કર્યું છે ॥૨॥
ਪਤਿਤ ਪਾਵਨੁ ਨਾਮੁ ਨਰਹਰਿ ਮੰਦਭਾਗੀਆਂ ਨਹੀ ਭਾਇਓ ॥
હરિનું નામ પાપીઓને પાવન કરવા કમનસીબ જીવોને ગમતું નથી
ਤੇ ਗਰਭ ਜੋਨੀ ਗਾਲੀਅਹਿ ਜਿਉ ਲੋਨੁ ਜਲਹਿ ਗਲਾਇਓ ॥੩॥
આવા જીવ ગર્ભ-યોનિમાં કષ્ટ ભોગવે છે જેમ દાઝ્યા પર નમક છાંટવામાં આવે છે ॥૩॥
ਮਤਿ ਦੇਹਿ ਹਰਿ ਪ੍ਰਭ ਅਗਮ ਠਾਕੁਰ ਗੁਰ ਚਰਨ ਮਨੁ ਮੈ ਲਾਇਓ ॥
હે પ્રભુ! અગમ્ય તેમજ આખા જગતનો માલિક છે મને આવી બુદ્ધિ આપો કે મારું મન ગુરુ-ચરણોમાં લીન રહે
ਹਰਿ ਰਾਮ ਨਾਮੈ ਰਹਉ ਲਾਗੋ ਜਨ ਨਾਨਕ ਨਾਮਿ ਸਮਾਇਓ ॥੪॥੩॥
હે નાનક!રામ-નામને જપતા રહો અમે નામમાં જ જોડાઈ રહો ॥૪॥૩॥
ਮਾਲੀ ਗਉੜਾ ਮਹਲਾ ੪ ॥
માલી ગૌરા મહેલ ૪॥
ਮੇਰਾ ਮਨੁ ਰਾਮ ਨਾਮਿ ਰਸਿ ਲਾਗਾ ॥
મારુ મન રામ રસમાં લાગી ગયું છે
ਕਮਲ ਪ੍ਰਗਾਸੁ ਭਇਆ ਗੁਰੁ ਪਾਇਆ ਹਰਿ ਜਪਿਓ ਭ੍ਰਮੁ ਭਉ ਭਾਗਾ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુને મેળવીને હૃદય-કમળ ખીલી ગયું છે હરિ નામ જપીને બધા ભ્રમ-ભય સમાપ્ત થઈ ગયા છે ॥૧॥
ਭੈ ਭਾਇ ਭਗਤਿ ਲਾਗੋ ਮੇਰਾ ਹੀਅਰਾ ਮਨੁ ਸੋਇਓ ਗੁਰਮਤਿ ਜਾਗਾ ॥
મારુ હૃદય પરમાત્માની ભાવ ભક્તિમાં લાગી ગયું છે ગુરુના ઉપદેશથી મોહ-માયામાં સુતેલું મન જાગી ગયું છે
ਕਿਲਬਿਖ ਖੀਨ ਭਏ ਸਾਂਤਿ ਆਈ ਹਰਿ ਉਰ ਧਾਰਿਓ ਵਡਭਾਗਾ ॥੧॥
હું ખૂબ ભાગ્યશાળી છું જે પરમાત્માને પોતાના હૃદયમાં ધારણ કર્યા જેનાથી બધા ક્લેશ પાપ નષ્ટ થઈ ગયા છે અને મનને શાંતિ મળી ગઈ છે ॥૧॥
ਮਨਮੁਖੁ ਰੰਗੁ ਕਸੁੰਭੁ ਹੈ ਕਚੂਆ ਜਿਉ ਕੁਸਮ ਚਾਰਿ ਦਿਨ ਚਾਗਾ ॥
જેમ ફૂલ ચાર દિવસ ખીલેલું રહે છે તેમ જ સ્વેચ્છાચારીનો રંગ કુસુંભની જેમ કાચો હોય છે
ਖਿਨ ਮਹਿ ਬਿਨਸਿ ਜਾਇ ਪਰਤਾਪੈ ਡੰਡੁ ਧਰਮ ਰਾਇ ਕਾ ਲਾਗਾ ॥੨॥
જ્યારે યમરાજનો દંડ તેમજ પરિતાપ મળે છે તો તે ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે ॥૨॥
ਸਤਸੰਗਤਿ ਪ੍ਰੀਤਿ ਸਾਧ ਅਤਿ ਗੂੜੀ ਜਿਉ ਰੰਗੁ ਮਜੀਠ ਬਹੁ ਲਾਗਾ ॥
સાધુઓની સંગતિથી પ્રીતિ ઘણી ગાઢ થઈ ગઈ છે જેમ કપડાને મજીઠનો પાકો રંગ લાગેલો હોય છે
ਕਾਇਆ ਕਾਪਰੁ ਚੀਰ ਬਹੁ ਫਾਰੇ ਹਰਿ ਰੰਗੁ ਨ ਲਹੈ ਸਭਾਗਾ ॥੩॥
શરીર રૂપી કપડા ભલે વધારે ફાટી પણ જાય પરંતુ સૌભાગ્યથી તેને લાગેલું હરિ-નામ રૂપી રંગ ક્યારેય ઉતરતો નથી ॥૩॥
ਹਰਿ ਚਾਰ੍ਹਿਓ ਰੰਗੁ ਮਿਲੈ ਗੁਰੁ ਸੋਭਾ ਹਰਿ ਰੰਗਿ ਚਲੂਲੈ ਰਾਂਗਾ ॥
જેને ગુરુ મળી જાય છે તે તેને હરિ-રંગ ચઢાવી દે છે આ રીતે તે હરિ રંગમાં રંગાઈને આખા જગતમાં શોભા પ્રાપ્ત કરે છે
ਜਨ ਨਾਨਕੁ ਤਿਨ ਕੇ ਚਰਨ ਪਖਾਰੈ ਜੋ ਹਰਿ ਚਰਨੀ ਜਨੁ ਲਾਗਾ ॥੪॥੪॥
દાસ નાનક તેના ચરણ ધોવે છે જે હરિના ચરણોમાં લીન થઈ ગયા છે ॥૪॥૪॥
ਮਾਲੀ ਗਉੜਾ ਮਹਲਾ ੪ ॥
માલી ગૌરા મહેલ ૪॥
ਮੇਰੇ ਮਨ ਭਜੁ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਗੁਪਾਲਾ ॥
હે મન! પ્રભુ-નામનું ભજન કરો
ਮੇਰਾ ਮਨੁ ਤਨੁ ਲੀਨੁ ਭਇਆ ਰਾਮ ਨਾਮੈ ਮਤਿ ਗੁਰਮਤਿ ਰਾਮ ਰਸਾਲਾ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુ ઉપદેશ દ્વારા રસ મેળવીને મારુ મન-તન નામમાં જ લીન થઈ ગયું છે ॥૧॥વિરામ॥
ਗੁਰਮਤਿ ਨਾਮੁ ਧਿਆਈਐ ਹਰਿ ਹਰਿ ਮਨਿ ਜਪੀਐ ਹਰਿ ਜਪਮਾਲਾ ॥
ગુરુના મત અનુસાર હરિ નામનું ચિંતન કરો અને મનમાં હરિ-નામની જ માળા જપતા રહો
ਜਿਨੑ ਕੈ ਮਸਤਕਿ ਲੀਖਿਆ ਹਰਿ ਮਿਲਿਆ ਹਰਿ ਬਨਮਾਲਾ ॥੧॥
જેના માથા પર જન્મથી જ ઉત્તમ ભાગ્ય લખેલા હોય છે તેને પરમાત્મા મળી ગયા છે ॥૧॥
ਜਿਨੑ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇਆ ਤਿਨੑ ਚੂਕੇ ਸਰਬ ਜੰਜਾਲਾ ॥
જે ભક્તજનોએ હરિ-નામનું ધ્યાન કર્યું છે તેના દુનિયાના બધા સંકટ સમાપ્ત થઈ ગયા છે
ਤਿਨੑ ਜਮੁ ਨੇੜਿ ਨ ਆਵਈ ਗੁਰਿ ਰਾਖੇ ਹਰਿ ਰਖਵਾਲਾ ॥੨॥
યમદૂત પણ તેની નજીક આવતા નથી ગુરુ પરમાત્મા તેના રક્ષક બની ગયા છે ॥૨॥
ਹਮ ਬਾਰਿਕ ਕਿਛੂ ਨ ਜਾਣਹੂ ਹਰਿ ਮਾਤ ਪਿਤਾ ਪ੍ਰਤਿਪਾਲਾ ॥
અમે નાદાન બાળક તો કંઈ પણ જાણતા નથી કે પ્રભુ જ માતા-પિતાની જેમ અમારું પોષણ કરે છે
ਕਰੁ ਮਾਇਆ ਅਗਨਿ ਨਿਤ ਮੇਲਤੇ ਗੁਰਿ ਰਾਖੇ ਦੀਨ ਦਇਆਲਾ ॥੩॥
અમે દરરોજ માયાની અગ્નિમાં હાથ નાખતા રહીએ છીએ પરંતુ દીનદયાળુ ગુરુએ રક્ષા કરી છે ॥૩॥
ਬਹੁ ਮੈਲੇ ਨਿਰਮਲ ਹੋਇਆ ਸਭ ਕਿਲਬਿਖ ਹਰਿ ਜਸਿ ਜਾਲਾ ॥
હે ભાઈ! અમે ખુબ ગંદા હતા હવે નિર્મળ થઈ ગયા છીએ હરિનું યશોગાન કરવાથી બધા ક્લેશ-પાપ સળગી ગયા છે
ਮਨਿ ਅਨਦੁ ਭਇਆ ਗੁਰੁ ਪਾਇਆ ਜਨ ਨਾਨਕ ਸਬਦਿ ਨਿਹਾਲਾ ॥੪॥੫॥
હે નાનક! ગુરુને મેળવીને મન આનંદિત થઈ ગયું છે આ ગુરુ શબ્દથી નિહાલ થઈ ગયા છીએ ॥૪॥૫॥
ਮਾਲੀ ਗਉੜਾ ਮਹਲਾ ੪ ॥
માલી ગૌરા મહેલ ૪॥