GUJARATI PAGE 1027

ਚਾਰਿ ਪਦਾਰਥ ਲੈ ਜਗਿ ਆਇਆ ॥
ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષ – ચાર પદાર્થોની કામના લઈને તે જગતમાં આવ્યો, 

ਸਿਵ ਸਕਤੀ ਘਰਿ ਵਾਸਾ ਪਾਇਆ ॥
પરંતુ જીવે માયાના જગતરૂપી ઘરમાં નિવાસ મેળવી લીધો. 

ਏਕੁ ਵਿਸਾਰੇ ਤਾ ਪਿੜ ਹਾਰੇ ਅੰਧੁਲੈ ਨਾਮੁ ਵਿਸਾਰਾ ਹੇ ॥੬॥
જયારે કોઈ પ્રભુને ભુલાવી દે છે તો તે પોતાની જીવન રમત હારી જાય છે. અંધ જીવે નામને ભુલાવી દીધું છે ॥૬॥ 

ਬਾਲਕੁ ਮਰੈ ਬਾਲਕ ਕੀ ਲੀਲਾ ॥
અકસ્માત જ્યારે બાળકની જીવન-લીલા સમાપ્ત થઈ જાય છે તો કુટુંબવાળા તેની નટખટ લીલાને યાદ કરે છે.

ਕਹਿ ਕਹਿ ਰੋਵਹਿ ਬਾਲੁ ਰੰਗੀਲਾ ॥
તે આ કહી-કહીને વિલાપ કરે છે કે બાળક ખુબ રંગીલુ હતું. 

ਜਿਸ ਕਾ ਸਾ ਸੋ ਤਿਨ ਹੀ ਲੀਆ ਭੂਲਾ ਰੋਵਣਹਾਰਾ ਹੇ ॥੭॥
પરંતુ રોનાર આ સત્યને સમજવાની ભૂલ કરે છે કે જે પ્રભુનું હતું, તેને જ તેને લઇ લીધું છે ॥૭॥ 

ਭਰਿ ਜੋਬਨਿ ਮਰਿ ਜਾਹਿ ਕਿ ਕੀਜੈ ॥
જો કોઈ ભરેલ જવાનીમાં મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે તો તે તેના કુટુંબવાળા શું કરે છે. 

ਮੇਰਾ ਮੇਰਾ ਕਰਿ ਰੋਵੀਜੈ ॥
તે તેને ‘મારો-મારો’ કહીને રોતા રહે છે. 

ਮਾਇਆ ਕਾਰਣਿ ਰੋਇ ਵਿਗੂਚਹਿ ਧ੍ਰਿਗੁ ਜੀਵਣੁ ਸੰਸਾਰਾ ਹੇ ॥੮॥
આ રીતે માયાને કારણે બધા રોવે છે અને ખુવાર થાય છે. સંસારનું આવું જીવન ધિક્કાર યોગ્ય છે ॥૮॥

ਕਾਲੀ ਹੂ ਫੁਨਿ ਧਉਲੇ ਆਏ ॥
કાળા વાળથી ફરી સફેદ વાળ આવી ગયા એટલે કે ગઢપણ આવી ગયું છે.

ਵਿਣੁ ਨਾਵੈ ਗਥੁ ਗਇਆ ਗਵਾਏ ॥
નામ વગર તે પોતાની જીવન-પુંજી વ્યર્થ ગુમાવીને ચાલ્યો જાય છે.

ਦੁਰਮਤਿ ਅੰਧੁਲਾ ਬਿਨਸਿ ਬਿਨਾਸੈ ਮੂਠੇ ਰੋਇ ਪੂਕਾਰਾ ਹੇ ॥੯॥
અસત્ય બુદ્ધિવાળો જ્ઞાનહીન જીવ ખૂબ ખરાબ રીતે છે અને ઠગાઇ જવા પર રોતો-રાડો પાડે છે ॥૯॥ 

ਆਪੁ ਵੀਚਾਰਿ ਨ ਰੋਵੈ ਕੋਈ ॥
જે પોતાનો વિચાર કરે છે, આમ રોતો નથી.

ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਤ ਸੋਝੀ ਹੋਈ ॥
જો સદ્દગુરુ મળી જાય તો જ સમજ પ્રાપ્ત થાય છે. 

ਬਿਨੁ ਗੁਰ ਬਜਰ ਕਪਾਟ ਨ ਖੂਲਹਿ ਸਬਦਿ ਮਿਲੈ ਨਿਸਤਾਰਾ ਹੇ ॥੧੦॥
ગુરુ વગર વજ્ર દરવાજો ખૂલતો નથી અને મુક્તિ તો શબ્દ દ્વારા જ મળે છે ॥૧૦॥ 

ਬਿਰਧਿ ਭਇਆ ਤਨੁ ਛੀਜੈ ਦੇਹੀ ॥
જયારે મનુષ્ય વૃદ્ધ થઈ ગયો, શરીર પણ નબળું થઈ ગયું ત્યારે 

ਰਾਮੁ ਨ ਜਪਈ ਅੰਤਿ ਸਨੇਹੀ ॥
મનુષ્ય હરિ-નામને ભૂલાવીને તિરસ્કૃત થઈને ચાલ્યો જાય છે, 

ਨਾਮੁ ਵਿਸਾਰਿ ਚਲੈ ਮੁਹਿ ਕਾਲੈ ਦਰਗਹ ਝੂਠੁ ਖੁਆਰਾ ਹੇ ॥੧੧॥
પ્રભુ-દરબારમાં તેનું અસત્ય તેને નષ્ટ કરે છે ॥૧૧॥

ਨਾਮੁ ਵਿਸਾਰਿ ਚਲੈ ਕੂੜਿਆਰੋ ॥
અસત્યવાદી જીવ નામને ભુલાવી જગતથી ખાલી હાથ ચાલ્યો જાય છે, 

ਆਵਤ ਜਾਤ ਪੜੈ ਸਿਰਿ ਛਾਰੋ ॥
જેના ફળ સ્વરૂપ તેના માથા પર ધૂળ જ પડે છે અર્થાત અપમાનિત થાય છે અને જન્મ-મરણના ચક્રમાં પડી જાય છે.

ਸਾਹੁਰੜੈ ਘਰਿ ਵਾਸੁ ਨ ਪਾਏ ਪੇਈਅੜੈ ਸਿਰਿ ਮਾਰਾ ਹੇ ॥੧੨॥
જે જીવ-સ્ત્રી પોતાના પિયર એટલે કે આ લોકમાં માથા પર યમની ઇજા ખાતી રહે છે, તેને પોતાના સસુરાલ અર્થાત પરલોકમાં નિવાસ પ્રાપ્ત થતો નથી ॥૧૨॥

ਖਾਜੈ ਪੈਝੈ ਰਲੀ ਕਰੀਜੈ ॥
મનુષ્ય સારું ખાતો-પીતો, પહેરતો અને આનંદ કરે છે પરંતુ

ਬਿਨੁ ਅਭ ਭਗਤੀ ਬਾਦਿ ਮਰੀਜੈ ॥
મનથી ભક્તિ વગર જીવન વ્યર્થ ગુમાવીને મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. 

ਸਰ ਅਪਸਰ ਕੀ ਸਾਰ ਨ ਜਾਣੈ ਜਮੁ ਮਾਰੇ ਕਿਆ ਚਾਰਾ ਹੇ ॥੧੩॥
આ સારા ખરાબનું મહત્વ જાણતો નથી, પરંતુ જ્યારે યમ તેને મારે છે તો તેનો કોઈ ચારો ચાલતો નથી ॥૧૩॥ 

ਪਰਵਿਰਤੀ ਨਰਵਿਰਤਿ ਪਛਾਣੈ ॥
જે મનુષ્ય પ્રવૃત્તિ તેમજ નિવૃતિને ઓળખી લે છે,

ਗੁਰ ਕੈ ਸੰਗਿ ਸਬਦਿ ਘਰੁ ਜਾਣੈ ॥
ગુરુની સાથે રહીને શબ્દને જાણી લે છે, 

ਕਿਸ ਹੀ ਮੰਦਾ ਆਖਿ ਨ ਚਲੈ ਸਚਿ ਖਰਾ ਸਚਿਆਰਾ ਹੇ ॥੧੪॥
તે ધર્મ-રસ્તા પર ચાલતા કોઈને ખરાબ કહી શકતો નથી અને સત્યના તફાવતને સમજીને સત્યવાદી જ મનાય છે ॥૧૪॥

ਸਾਚ ਬਿਨਾ ਦਰਿ ਸਿਝੈ ਨ ਕੋਈ ॥
સત્ય વગર કોઈ પણ પોતાની ઇચ્છામાં સફળ થતું નથી અને 

ਸਾਚ ਸਬਦਿ ਪੈਝੈ ਪਤਿ ਹੋਈ ॥
શબ્દ જ્ઞાન દ્વારા જ શોભા પ્રાપ્ત થાય છે. 

ਆਪੇ ਬਖਸਿ ਲਏ ਤਿਸੁ ਭਾਵੈ ਹਉਮੈ ਗਰਬੁ ਨਿਵਾਰਾ ਹੇ ॥੧੫॥
જો પરમાત્માને સ્વીકાર છે તો તે પોતે જ ક્ષમા કરી દે છે અને અભિમાન ઘમંડનું નિવારણ કરી દે છે ॥૫॥ 

ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਹੁਕਮੁ ਪਛਾਣੈ ॥
ગુરુની કૃપાથી જીવ પ્રભુ ઈચ્છાને ઓળખી લે છે અને

ਜੁਗਹ ਜੁਗੰਤਰ ਕੀ ਬਿਧਿ ਜਾਣੈ ॥
યુગ-યુગાંતરથી ચાલી આવતી પ્રભુ-મિલનની વિધિ જાણી લે છે.

ਨਾਨਕ ਨਾਮੁ ਜਪਹੁ ਤਰੁ ਤਾਰੀ ਸਚੁ ਤਾਰੇ ਤਾਰਣਹਾਰਾ ਹੇ ॥੧੬॥੧॥੭॥
હે નાનક! પરમાત્માનું નામ જપતો રહે; તો જ સંસાર-સમુદ્રથી પાર થઈ શકાય છે અને તે પરમ-સત્ય પરમેશ્વર જ મોક્ષદાતા છે. ॥૧૬॥૧॥૭॥

ਮਾਰੂ ਮਹਲਾ ੧ ॥ 
મારુ મહેલ ૧॥ 

ਹਰਿ ਸਾ ਮੀਤੁ ਨਾਹੀ ਮੈ ਕੋਈ ॥
પ્રભુ જેવો મિત્ર મારો કોઈ નથી,

ਜਿਨਿ ਤਨੁ ਮਨੁ ਦੀਆ ਸੁਰਤਿ ਸਮੋਈ ॥
જેને મને શરીર-મન આપ્યું અને મારી અંદર સુર નાખી દીધા. 

ਸਰਬ ਜੀਆ ਪ੍ਰਤਿਪਾਲਿ ਸਮਾਲੇ ਸੋ ਅੰਤਰਿ ਦਾਨਾ ਬੀਨਾ ਹੇ ॥੧॥
બધા જીવોનો પોષક, સંભાળ કરનાર તે ચતુર પ્રભુ અંતર્મનમાં જ વસેલ છે ॥૧॥

ਗੁਰੁ ਸਰਵਰੁ ਹਮ ਹੰਸ ਪਿਆਰੇ ॥
ગુરુ નામ અમૃતનું સરોવર છે અને અમે તેના પ્રેમાળ હંસ છીએ. 

ਸਾਗਰ ਮਹਿ ਰਤਨ ਲਾਲ ਬਹੁ ਸਾਰੇ ॥
ગુરુરૂપી ગુણોના સમુદ્રમાં બહુ બધા રત્ન તેમજ લાલ હાજર છે.

ਮੋਤੀ ਮਾਣਕ ਹੀਰਾ ਹਰਿ ਜਸੁ ਗਾਵਤ ਮਨੁ ਤਨੁ ਭੀਨਾ ਹੇ ॥੨॥
પ્રભુનું યશગાન જ મોતી, માણિક્ય તેમજ હીરા છે, જેનાથી મન-શરીર પલળી ગયું છે ॥૨॥ 

ਹਰਿ ਅਗਮ ਅਗਾਹੁ ਅਗਾਧਿ ਨਿਰਾਲਾ ॥
પ્રભુ અગમ્ય, અથાહ, અસીમ તેમજ ખુબ નિરાળો છે, તેનો અંત મેળવી શકાતો નથી.

ਹਰਿ ਅੰਤੁ ਨ ਪਾਈਐ ਗੁਰ ਗੋਪਾਲਾ ॥
મુક્તિદાતા સદ્દગુરૂના ઉપદેશ દ્વારા ઉદ્ધાર કરી દે છે. 

ਸਤਿਗੁਰ ਮਤਿ ਤਾਰੇ ਤਾਰਣਹਾਰਾ ਮੇਲਿ ਲਏ ਰੰਗਿ ਲੀਨਾ ਹੇ ॥੩॥
તે જેને સાથે મળાવી લે છે, તે તેના પ્રેમમાં લીન થઈ જાય છે ॥૩॥

ਸਤਿਗੁਰ ਬਾਝਹੁ ਮੁਕਤਿ ਕਿਨੇਹੀ ॥
સદ્દગુરુ વગર કોઈને પણ મુક્તિ મળતી નથી, 

ਓਹੁ ਆਦਿ ਜੁਗਾਦੀ ਰਾਮ ਸਨੇਹੀ ॥
તે આદિ-યુગાદીથી પ્રભુનો પ્રિય મિત્ર છે. 

ਦਰਗਹ ਮੁਕਤਿ ਕਰੇ ਕਰਿ ਕਿਰਪਾ ਬਖਸੇ ਅਵਗੁਣ ਕੀਨਾ ਹੇ ॥੪॥
તે કૃપા કરીને અવગુણોથી ક્ષમા કરીને પ્રભુના દરબારમાં મુક્તિ અપાવે છે ॥૪॥

error: Content is protected !!