GUJARATI PAGE 471

ਮੰਦਾ ਚੰਗਾ ਆਪਣਾ ਆਪੇ ਹੀ ਕੀਤਾ ਪਾਵਣਾ ॥
દરેક જીવને પોતાના કરેલા સારાં અને ખરાબ કર્મોના ફળ પોતે જ ભોગવવા પડે છે

ਹੁਕਮ ਕੀਏ ਮਨਿ ਭਾਵਦੇ ਰਾਹਿ ਭੀੜੈ ਅਗੈ ਜਾਵਣਾ ॥
જે મનુષ્યે મનની હકૂમત કરી છે તેને જીવનમાં મુશ્કેલી માં થી પસાર થવું પડે છે પોતાના કરેલા અત્યાચાર ના બદલામાં કષ્ટ સહેવા પડે છે

ਨੰਗਾ ਦੋਜਕਿ ਚਾਲਿਆ ਤਾ ਦਿਸੈ ਖਰਾ ਡਰਾਵਣਾ ॥
એવા જીવ ઉઘાડા પડી જાય છે તેમના કરેલા પાપ કર્મોના નકશા તેમની સામે રાખવામાં આવે છે નરકમાં ધકેલવામાં આવે છે અને તે સમયે તેને પોતાને ખૂબ જ ડરામણું સ્વરૂપ દેખાય છે

ਕਰਿ ਅਉਗਣ ਪਛੋਤਾਵਣਾ ॥੧੪॥
ખરાબ કામ કરવાથી અંતમાં તેને પસ્તાવું પડે છે ।।૧૪।।

ਸਲੋਕੁ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧।।

ਦਇਆ ਕਪਾਹ ਸੰਤੋਖੁ ਸੂਤੁ ਜਤੁ ਗੰਢੀ ਸਤੁ ਵਟੁ ॥
હે પંડિત! જો તારી પાસે એવી જનોઈ જેનું કપાસ દયા છે જેનું સુતર સંતોષ છે જેમાં જત ની ગાંઠ છે અને જેની ગાંઠ નું ઊંચું આચરણ છે.

ਏਹੁ ਜਨੇਊ ਜੀਅ ਕਾ ਹਈ ਤ ਪਾਡੇ ਘਤੁ ॥
આ આત્માને કામ આવવા વાળી જનોઈ છે તો મારા ગળામાં નાખી દે

ਨਾ ਏਹੁ ਤੁਟੈ ਨ ਮਲੁ ਲਗੈ ਨਾ ਏਹੁ ਜਲੈ ਨ ਜਾਇ ॥
હે પંડિત! એવી જનોઈ તૂટતી નથી તેને મેલ પણ નથી ચડતો તે બળી પણ નથી શકતી અને તે ગાયબ પણ નથી થતી

ਧੰਨੁ ਸੁ ਮਾਣਸ ਨਾਨਕਾ ਜੋ ਗਲਿ ਚਲੇ ਪਾਇ ॥
હે નાનક! તે મનુષ્ય ભાગ્યશાળી છે જેને એવી જનોઈ પોતાના ગળામાં પહેરી લીધી છે

ਚਉਕੜਿ ਮੁਲਿ ਅਣਾਇਆ ਬਹਿ ਚਉਕੈ ਪਾਇਆ ॥
હે પંડિત! જે જનોઈ તું પહેરીને ફરે છે તે તો ચાર કોડી નું મૂલ્ય દઈને મંગાવી લીધી છે અને પોતાના યજમાનના ચોકમાં બેસીને તેના ગળા માટે નાખી દીધી છે પછી તું તેને કાનમાં ઉપદેશ આપે છે કે આજથી તું બ્રાહ્મણ થઈ ગયો

ਸਿਖਾ ਕੰਨਿ ਚੜਾਈਆ ਗੁਰੁ ਬ੍ਰਾਹਮਣੁ ਥਿਆ ॥
સમય પૂરો થઈ ગયા પછી યજમાન મરી જાય તો પણ જનોઈ તેના શરીરમાંથી પડી જાય છે અલગ થઈ જાય છે અને બળી જાય છે

ਓਹੁ ਮੁਆ ਓਹੁ ਝੜਿ ਪਇਆ ਵੇਤਗਾ ਗਇਆ ॥੧॥
આત્માનો સાથ નથી નિભાવતી એટલા માટે આ યજમાન બિચારા જનોઈ વગર જ સંસારમાંથી ચાલ્યા ગયા ।।૧।।

ਮਃ ੧ ॥
મહેલ ૧।।

ਲਖ ਚੋਰੀਆ ਲਖ ਜਾਰੀਆ ਲਖ ਕੂੜੀਆ ਲਖ ਗਾਲਿ ॥
લાખો મનુષ્ય લાખો ચોરી કે પરસ્ત્રીગમન કરે છે લાખો જુઠ બોલે છે ગાળો બોલે છે

ਲਖ ਠਗੀਆ ਪਹਿਨਾਮੀਆ ਰਾਤਿ ਦਿਨਸੁ ਜੀਅ ਨਾਲਿ ॥
દિવસ-રાત, આવી મનુષ્યની અંતર આત્મા ની સ્થિતિ છે પણ બહારથી જોઈએ તો લોકાચાર કેટલો બધો થઈ રહ્યો છે

ਤਗੁ ਕਪਾਹਹੁ ਕਤੀਐ ਬਾਮ੍ਹ੍ਹਣੁ ਵਟੇ ਆਇ ॥
કપાસનો ભાવ લઇને તેનો દોરો બાંધવામાં આવે છે અને બ્રાહ્મણ યજમાનની ઘરે જઈને તે દોરો રાખી દે છે

ਕੁਹਿ ਬਕਰਾ ਰਿੰਨ੍ਹ੍ਹਿ ਖਾਇਆ ਸਭੁ ਕੋ ਆਖੈ ਪਾਇ ॥
ઘર માં આવેલા બધાં સગાં સંબંધીઓ બકરા મારીને પકાવીને તેને ખવડાવે છે ઘરનાં દરેક પ્રાણી કહે છે જનોઈ પહેરાવી છે જનોઈ પહેરાવી છે

ਹੋਇ ਪੁਰਾਣਾ ਸੁਟੀਐ ਭੀ ਫਿਰਿ ਪਾਈਐ ਹੋਰੁ ॥
જ્યારે તે જનોઈ જુની થઈ જાય છે તો તેને ફેંકી દે છે અને તેની જગ્યાએ બીજી કોઇ પહેરી લે છે

ਨਾਨਕ ਤਗੁ ਨ ਤੁਟਈ ਜੇ ਤਗਿ ਹੋਵੈ ਜੋਰੁ ॥੨॥
હે નાનક! જો દોરામાં તાકાત હોત તો આત્માના કામમાં આવવા વાળો એ દોરો ક્યારેય ન તુટટ ।।૨।।

ਮਃ ੧ ॥
મહેલ ૧।।

ਨਾਇ ਮੰਨਿਐ ਪਤਿ ਊਪਜੈ ਸਾਲਾਹੀ ਸਚੁ ਸੂਤੁ ॥
કપાસ થી કાંતેલા સુતર ની જનોઈ પહેરીને ઈશ્વરના દરબારમાં સ્વીકાર થવાની આશા રાખવી વ્યર્થ છે

ਦਰਗਹ ਅੰਦਰਿ ਪਾਈਐ ਤਗੁ ਨ ਤੂਟਸਿ ਪੂਤ ॥੩॥
ઈશ્વરના દરબારમાં ત્યારે જ આદર મળે છે જ્યારે ઈશ્વરનું નામ દિલમાં દ્રઢકરી લે કારણ કે ઈશ્વર ની મહિમા તો સાચી જનોઈછે આ સ્વચ્છ જનોઇ ધારણ કરીને તેના દરબાર માન-સન્માન મળે છે અને તે ક્યારેય તૂટતી નથી ।।૩।।

ਮਃ ੧ ॥
મહેલ ૧।।

ਤਗੁ ਨ ਇੰਦ੍ਰੀ ਤਗੁ ਨ ਨਾਰੀ ॥
પંડિતે પોતાની ઈન્દ્રિયો અને નાડીઓને તો એવી જનોઈ નથી પહેરાવતા કે ઇન્દ્રિય વિકારોની તરફ ન જાય

ਭਲਕੇ ਥੁਕ ਪਵੈ ਨਿਤ ਦਾੜੀ ॥
તેનો રોજ અનાદર કરે છે

ਤਗੁ ਨ ਪੈਰੀ ਤਗੁ ਨ ਹਥੀ ॥
પગમાં એવી જનોઈ નથી પહેરતા કે તે ખોટે રસ્તે તમને ન લઈ જાય, હાથોને એ જનોઈ નથી પહેરાવતા કે તે ખોટા કામ કરે

ਤਗੁ ਨ ਜਿਹਵਾ ਤਗੁ ਨ ਅਖੀ ॥
જીભને કોઈએ જનોઈ નથી પહેરાવતા કે બીજાની નિંદા કરવાથી તે દૂર રહે, આંખો ને એવી જનોઈ નથી પહેરાવતા કે તે પરાઈ સ્ત્રી ની તરફ ન જોવે

ਵੇਤਗਾ ਆਪੇ ਵਤੈ ॥ਵਟਿ ਧਾਗੇ ਅਵਰਾ ਘਤੈ ॥
પોતે તો એવી જનોઈ વગર ભટકતો ફરે છે પણ કપાસના સુતરના દોરા વેચીને લોકોને લોકો ના ગળા માં નાખે છે

ਲੈ ਭਾੜਿ ਕਰੇ ਵੀਆਹੁ ॥
અને પોતાના યજમાનોની દીકરીઓના લગ્ન કરાવીને દક્ષિણા લઈને ફરે છે

ਕਢਿ ਕਾਗਲੁ ਦਸੇ ਰਾਹੁ ॥
અને જન્મ પત્રી જોઈને તેમને રસ્તો બતાવે છે

ਸੁਣਿ ਵੇਖਹੁ ਲੋਕਾ ਏਹੁ ਵਿਡਾਣੁ ॥
હે લોકો! સાંભળો જુઓ આ આશ્ચર્યજનક તમાશો

ਮਨਿ ਅੰਧਾ ਨਾਉ ਸੁਜਾਣੁ ॥੪॥
પંડિત પોતે જ મનથી આંધળો છે અજ્ઞાની છે પણ પોતાનું નામ તેને સમજદાર માં ગણાવેલું છે ।।૪।।

ਪਉੜੀ ॥
પગથિયું ૧૫।।

ਸਾਹਿਬੁ ਹੋਇ ਦਇਆਲੁ ਕਿਰਪਾ ਕਰੇ ਤਾ ਸਾਈ ਕਾਰ ਕਰਾਇਸੀ ॥
જે સેવક ઉપર પ્રભુ માલિક દયાળુ થઈ જાય મહેરબાની કરે તો તે જ કામ કરાવે છે જે તેને પસંદ છે

ਸੋ ਸੇਵਕੁ ਸੇਵਾ ਕਰੇ ਜਿਸ ਨੋ ਹੁਕਮੁ ਮਨਾਇਸੀ ॥
જેને પોતાની મરજીમાં ચલાવે છે તે સેવક પ્રભુ પતિની સેવા કરે છે

ਹੁਕਮਿ ਮੰਨਿਐ ਹੋਵੈ ਪਰਵਾਣੁ ਤਾ ਖਸਮੈ ਕਾ ਮਹਲੁ ਪਾਇਸੀ ॥
પ્રભુની મંજૂરીમાં રાજી રહેવાને કારણે સેવક પ્રભુના દરબારમાં સ્વીકાર થઈ જાય છે

ਖਸਮੈ ਭਾਵੈ ਸੋ ਕਰੇ ਮਨਹੁ ਚਿੰਦਿਆ ਸੋ ਫਲੁ ਪਾਇਸੀ ॥
માલિકનું ઘર શોધી લે છે જ્યારે સેવક તે જ કામ કરે છે જે માલિકને પસંદ પડે છે તો તેને મન ભાવતું ફળ મળે છે

ਤਾ ਦਰਗਹ ਪੈਧਾ ਜਾਇਸੀ ॥੧੫॥
તે પ્રભુના દરબારમાં ઈજ્જત થી જાય છે ।।૧૫।।

ਸਲੋਕ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧।।

ਗਊ ਬਿਰਾਹਮਣ ਕਉ ਕਰੁ ਲਾਵਹੁ ਗੋਬਰਿ ਤਰਣੁ ਨ ਜਾਈ ॥
હે ભાઈ! ગાય અને બ્રાહ્મણને પાર લગાડવા માટે તું મહેસૂલ વસૂલ કરે છે પછી તું એવું નથી વિચારતો કે ગાય અને બ્રાહ્મણ પોતે નદી પાર નથી કરી શકતા તે ગાયના ગોબર નો પોતું કરીને સંસાર સમુદ્ર થી પાર નથી થવાતું

ਧੋਤੀ ਟਿਕਾ ਤੈ ਜਪਮਾਲੀ ਧਾਨੁ ਮਲੇਛਾਂ ਖਾਈ ॥
ધોતિયું પહેરીને તિલક લગાડીને અને માળા ફેરવીને પણ મ્લેચ્છ વસ્તુ ખાય છે કારણકે તું તે લોકોના પૈસા લે છે જેમ મ્લેચ્છ છે

ਅੰਤਰਿ ਪੂਜਾ ਪੜਹਿ ਕਤੇਬਾ ਸੰਜਮੁ ਤੁਰਕਾ ਭਾਈ ॥
અંદર બેસીને હકીમોથી અને તુર્કી ઓછી સંતાઈનેપૂજા કરે છે બહાર મુસલમાનોને બતાવવા માટે કુરાન વાંચે છે

ਛੋਡੀਲੇ ਪਾਖੰਡਾ ॥
આ પાખંડને છોડી દે

ਨਾਮਿ ਲਇਐ ਜਾਹਿ ਤਰੰਦਾ ॥੧॥
પ્રભુ ના નામનું સ્મરણ કરીશ તો જ સંસાર સમુદ્રને પાર કરી શકીશ ।।૧।।

ਮਃ ੧ ॥
મહેલ ૧।।

ਮਾਣਸ ਖਾਣੇ ਕਰਹਿ ਨਿਵਾਜ ॥
કાજી અને મુસલમાન હાકીમો છે તો રિશ્વતખોર, પણ નમાજ વાંચે છે

ਛੁਰੀ ਵਗਾਇਨਿ ਤਿਨ ਗਲਿ ਤਾਗ ॥
આ હાકીમો ની સામે મુનશી તે ખત્રી છે જે છુરો ચલાવે છે, ગરીબો ઉપર જુલમ કરે છે પણ તેના ગળામાં જનોઈ છે

ਤਿਨ ਘਰਿ ਬ੍ਰਹਮਣ ਪੂਰਹਿ ਨਾਦ ॥
બ્રાહ્મણ આવા જાલિમ ક્ષત્રિયોના ઘરમાં જઈને શંખ વગાડે છે

ਉਨ੍ਹ੍ਹਾ ਭਿ ਆਵਹਿ ਓਈ ਸਾਦ ॥
ત્યારે તો તે બ્રાહ્મણોને પણ તે પદાર્થોના સ્વાદ આવી જાય છે તે બ્રાહ્મણ પણ જુલમ ની કમાણી ની કમાણી ખાય છે

ਕੂੜੀ ਰਾਸਿ ਕੂੜਾ ਵਾਪਾਰੁ ॥
આ લોકોની આ ખોટ્ટી પૂંજી છે અને ખોટ્ટો તેમનો વેપાર છે

ਕੂੜੁ ਬੋਲਿ ਕਰਹਿ ਆਹਾਰੁ ॥
ખોટ્ટુ બોલી બોલીને જ તે રોજી કમાય છે

ਸਰਮ ਧਰਮ ਕਾ ਡੇਰਾ ਦੂਰਿ ॥
હવે શરમ અને ધર્મ ની સભા ઉઠી ગઈ છે આ લોકોને શરમાવાનો પણ ખ્યાલ નથી અને ના તો ધર્મનું કામ કરે છે

ਨਾਨਕ ਕੂੜੁ ਰਹਿਆ ਭਰਪੂਰਿ ॥
હે નાનક! બધી જગ્યાએ જૂઠ પ્રધાન થઈ ગયું છે

ਮਥੈ ਟਿਕਾ ਤੇੜਿ ਧੋਤੀ ਕਖਾਈ ॥
આ ક્ષત્રિય માથા ઉપર તિલક લગાડે છે કમર ઉપર ગેરૂ રંગ ની દુપટ્ટો બાંધે છે

error: Content is protected !!