GUJARATI PAGE 470

ਸਲੋਕੁ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧।।

ਨਾਨਕ ਮੇਰੁ ਸਰੀਰ ਕਾ ਇਕੁ ਰਥੁ ਇਕੁ ਰਥਵਾਹੁ ॥
હે નાનક! ચોરાસી લાખ યોની માંની શિરોમણી માનવ યોની છે અને આ શરીર નો રથ અને આ જિંદગીના આટલા મોટા સફર માં મનુષ્ય મુસાફર છે અને આટલા લાંબા સફર ને આસાન કરવા માટે જીવ સમયના પ્રભાવમાં પોતાની મરજી અનુસાર કોઈને કોઈના પ્રભાવમાં ચાલી રહ્યો છે કોઈને કોઈ નો આશરો તો તેને જોઈએ જ છે

ਜੁਗੁ ਜੁਗੁ ਫੇਰਿ ਵਟਾਈਅਹਿ ਗਿਆਨੀ ਬੁਝਹਿ ਤਾਹਿ ॥
જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ જીવનો સ્વભાવ બદલાઈ રહ્યો છે એટલા માટે તેમની જિંદગીના ઉદ્દેશ્ય પણ બદલી રહ્યા છે એટલે દરેક યુગમાં આ રથ સારથી વારંવાર બદલતા રહે છે આ ભેદને સમજદાર મનુષ્ય જ સમજી શકે છે

ਸਤਜੁਗਿ ਰਥੁ ਸੰਤੋਖ ਕਾ ਧਰਮੁ ਅਗੈ ਰਥਵਾਹੁ ॥
સતયુગમાં મનુષ્ય ના શરીર નો રથ સંતોષ હતો અને તેનો સારથી ધર્મ હતો

ਤ੍ਰੇਤੈ ਰਥੁ ਜਤੈ ਕਾ ਜੋਰੁ ਅਗੈ ਰਥਵਾਹੁ ॥
ત્રેતા યુગમાં મનુષ્ય ના શરીર નો રથ શૂરવીરતા હતો અને આ જગત રૂપી રથને સારથી તાકાત હતો

ਦੁਆਪੁਰਿ ਰਥੁ ਤਪੈ ਕਾ ਸਤੁ ਅਗੈ ਰਥਵਾਹੁ ॥
દ્વાપર યુગમાં માનવ શરીર નો રથ તપ હતો અને તપ ના રથ નો સારથી સત હતો શારીરિક ઇન્દ્રિયોના વિકારોને બચાવવા માટે કેટલાય પ્રકારના તપ અને કષ્ટ સહન કરતો હતો

ਕਲਜੁਗਿ ਰਥੁ ਅਗਨਿ ਕਾ ਕੂੜੁ ਅਗੈ ਰਥਵਾਹੁ ॥੧॥
કળિયુગમાં મનુષ્ય ના શરીર નો રથ તૃષ્ણાની આગ છે અને તેનો સારથી જૂઠ છે જિંદગીનો ઉદ્દેશ્ય જૂઠ ઠગી વગેરે હોય તો સહજ રીતે જ તૃષ્ણા રૂપી આગ તેની સવારી હોય છે ઠગી માં લિપ્ત મનુષ્યની અંદર તૃષ્ણાની આગ સળગતી રહે છે ।।૧।।

ਮਃ ੧ ॥
મહેલ ૧।।

ਸਾਮ ਕਹੈ ਸੇਤੰਬਰੁ ਸੁਆਮੀ ਸਚ ਮਹਿ ਆਛੈ ਸਾਚਿ ਰਹੇ ॥ ਸਭੁ ਕੋ ਸਚਿ ਸਮਾਵੈ ॥
સામવેદ કહે છે કે સતયુગમાં જગતના માલિક સ્વામી નું નામ સ્વેતામ્બર પ્રસિદ્ધ છે જ્યારે ઈશ્વરને શ્વેતાંબર માનીને પૂજા થઈ રહી હતી જે સદાય સત્યમાં ટકેલા રહેતાં સ્થિર રહેતાં ત્યારે દરેક જીવ પણ સત્ય માં લીન હતા

ਰਿਗੁ ਕਹੈ ਰਹਿਆ ਭਰਪੂਰਿ ॥ ਰਾਮ ਨਾਮੁ ਦੇਵਾ ਮਹਿ ਸੂਰੁ ॥
ઋગ્વેદ કહે છે કે ત્રેતાયુગમાં શ્રી રામજી નું નામ બધા દેવતાઓમાં સૂર્યની સમાન ચમકતું હતું તે દરેક જગ્યાએ વ્યાપક હતું

ਨਾਇ ਲਇਐ ਪਰਾਛਤ ਜਾਹਿ ॥ ਨਾਨਕ ਤਉ ਮੋਖੰਤਰੁ ਪਾਹਿ ॥
હે નાનક! ઋગ્વેદ કહે છે કે શ્રી રામજી નું નામ લેવાથી જ પાપ દૂર થઈ જાય છે અને જીવ મુક્તિને પ્રાપ્ત કરી લે છે

ਜੁਜ ਮਹਿ ਜੋਰਿ ਛਲੀ ਚੰਦ੍ਰਾਵਲਿ ਕਾਨ੍ਹ੍ਹ ਕ੍ਰਿਸਨੁ ਜਾਦਮੁ ਭਇਆ ॥
યજુર્વેદમાં દ્વાપરમાં જગતનો માલિકનું નામ જાદવ કૃષ્ણ પ્રસિદ્ધ થઈ ગયું જે ચંદ્રાવલી ને છલ થી લઇ આવ્યા

ਪਾਰਜਾਤੁ ਗੋਪੀ ਲੈ ਆਇਆ ਬਿੰਦ੍ਰਾਬਨ ਮਹਿ ਰੰਗੁ ਕੀਆ ॥
અને પોતાની ગોપી સત્યભામાને માટે પારિજાત વૃક્ષ ઇન્દ્રના બગીચામાંથી લઈ આવ્યા અને જેણે વૃંદાવનમાં લીલા કરી

ਕਲਿ ਮਹਿ ਬੇਦੁ ਅਥਰਬਣੁ ਹੂਆ ਨਾਉ ਖੁਦਾਈ ਅਲਹੁ ਭਇਆ ॥
કળિયુગમાં અથર્વવેદ પ્રધાન થઈ ગયો જગત ના માલિક નું નામ ખુદા અને અલ્લાહ કહેવામાં આવ્યું

ਨੀਲ ਬਸਤ੍ਰ ਲੇ ਕਪੜੇ ਪਹਿਰੇ ਤੁਰਕ ਪਠਾਣੀ ਅਮਲੁ ਕੀਆ ॥
તુર્કી અને પઠાણો નું રાજ્ય થઈ ગયું જે લોકોએ વાદળી રંગના વસ્ત્રો પહેર્યા છે

ਚਾਰੇ ਵੇਦ ਹੋਏ ਸਚਿਆਰ ॥
ચારેય વેદ સાચા થઈ ગયા છે ચારેય યુગમાં જગત ના માલિક ના નામ અલગ અલગ રીતે પોકારવામાં આવે છે દરેક સમયે એ આ જ ખ્યાલ બની રહેલો છે કે જે મનુષ્ય શ્વેતાંબર રામ કૃષ્ણ અને અલ્લાહ કરીને જપશે તેને જ મુક્તિ મળશે

ਪੜਹਿ ਗੁਣਹਿ ਤਿਨ੍ਹ੍ਹ ਚਾਰ ਵੀਚਾਰ ॥
જે મનુષ્ય આ વેદોને વાંચીને વિચાર કરે છે પોતાના સમયમાં જે જે મનુષ્ય ઉપરોક્ત વિશ્વાસને પોતાના ધર્મ પુસ્તક વાંચીને વિચાર કરતા રહ્યા છે તે સારી યુક્તિઓ થી સુંદર વિચાર દલીલ વાળા છે

ਭਾਉ ਭਗਤਿ ਕਰਿ ਨੀਚੁ ਸਦਾਏ ॥ ਤਉ ਨਾਨਕ ਮੋਖੰਤਰੁ ਪਾਏ ॥੨॥
હે નાનક! જ્યારે મનુષ્ય પ્રેમ ભક્તિ કરીને પોતે પોતાને નીચ કહેવડાવે છે અને વિનમ્ર રહે છે આડંબર અને અહંકારથી બચીને રહે છે ત્યારે જ તે મુક્તિને પ્રાપ્ત કરે છે ।।૨।।

ਪਉੜੀ ॥
પગથિયું ૧૩।।

ਸਤਿਗੁਰ ਵਿਟਹੁ ਵਾਰਿਆ ਜਿਤੁ ਮਿਲਿਐ ਖਸਮੁ ਸਮਾਲਿਆ ॥
હું પોતાના સદગુરુને કુરબાન જાઉં છું જેને મળવા થી હું માલિક ને યાદ કરતો રહું છું

ਜਿਨਿ ਕਰਿ ਉਪਦੇਸੁ ਗਿਆਨ ਅੰਜਨੁ ਦੀਆ ਇਨ੍ਹ੍ਹੀ ਨੇਤ੍ਰੀ ਜਗਤੁ ਨਿਹਾਲਿਆ ॥
જેણે પોતાની શિક્ષાનું દાન દઈને જ્ઞાન દઈને મારી આંખમાં આંજણ આંજ્યું છે જેની મહેરબાનીથી મેં આંખો થી જગતની અસલિયત ને જોઈ લીધી છે

ਖਸਮੁ ਛੋਡਿ ਦੂਜੈ ਲਗੇ ਡੁਬੇ ਸੇ ਵਣਜਾਰਿਆ ॥
મનુષ્ય માલિકને વિસરીને બીજામાં ચિત જોડી રહ્યો છે તે આ સંસાર સાગરમાં ડૂબી ગયો છે

ਸਤਿਗੁਰੂ ਹੈ ਬੋਹਿਥਾ ਵਿਰਲੈ ਕਿਨੈ ਵੀਚਾਰਿਆ ॥
એક સાચા સદગુરુ નું વહાણ એવું છે જે દુર્ગુણો નો સમુદ્ર પર કરાવી શકે છે

ਕਰਿ ਕਿਰਪਾ ਪਾਰਿ ਉਤਾਰਿਆ ॥੧੩॥
મારા સદગુરુએ મહેર કરીને મને સંસાર સમુદ્ર પાર કરાવી દીધો છે ।।૧૩।।

ਸਲੋਕੁ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧।।

ਸਿੰਮਲ ਰੁਖੁ ਸਰਾਇਰਾ ਅਤਿ ਦੀਰਘ ਅਤਿ ਮੁਚੁ ॥
શીમળો નું વૃક્ષ કેટલું સીધું અને લાંબું અને મોટું હોય છે

ਓਇ ਜਿ ਆਵਹਿ ਆਸ ਕਰਿ ਜਾਹਿ ਨਿਰਾਸੇ ਕਿਤੁ ॥
પણ જે પક્ષી તેના ફળ ખાવાની આશા રાખીને તેની ઉપર આવીને બેસે છે તે નિરાશ શા માટે થઈ જાય છે

ਫਲ ਫਿਕੇ ਫੁਲ ਬਕਬਕੇ ਕੰਮਿ ਨ ਆਵਹਿ ਪਤ ॥
તેની પાછળનું કારણ એવું છે કે ઝાડ ગમે તેટલું ઊંચું લાંબું અને મોટું હોય પણ તેના ફળ એકદમ ફીકા છેઅને ફૂલ બેસ્વાદ છે પાંદડાં પણ કોઈ કામ નથી આવતા

ਮਿਠਤੁ ਨੀਵੀ ਨਾਨਕਾ ਗੁਣ ਚੰਗਿਆਈਆ ਤਤੁ ॥
હે નાનક! નીચે રહીને નીચે ઝૂકીને વિનમ્રતા માં મીઠાશ છે ગુણ છે વિનમ્રતા બધાં જ ગુણો નો સાર છે સૌથી સારો ગુણ છે

ਸਭੁ ਕੋ ਨਿਵੈ ਆਪ ਕਉ ਪਰ ਕਉ ਨਿਵੈ ਨ ਕੋਇ ॥
દરેક જીવ પોતાનો સ્વાર્થવશ નમે છે બીજાની ખાતર નહીં

ਧਰਿ ਤਾਰਾਜੂ ਤੋਲੀਐ ਨਿਵੈ ਸੁ ਗਉਰਾ ਹੋਇ ॥
એ પણ જોઈ લો કે તરાજુ પર રાખીને તોલવામાં આવે તો સરસ રીતે પારખવામાં આવે તો નીચે વાળુ જે પલડું છે તે ભારી હોય છે જે ઝુકે છે તેને જ મોટું સમજવામાં આવે છે પણ ચૂકવા નો ભાવ મનથી ઝુકવાનું છે ફક્ત શરીરથી ઝુકવાનું નથી

ਅਪਰਾਧੀ ਦੂਣਾ ਨਿਵੈ ਜੋ ਹੰਤਾ ਮਿਰਗਾਹਿ ॥
જો શરીરથી ઝુકવા થી કોઈ વિનમ્ર અને નીચા બની જતા હોય તો શિકારી જે હરણને મારે છે તે નમીને બમણો થઈ જાય છે

ਸੀਸਿ ਨਿਵਾਇਐ ਕਿਆ ਥੀਐ ਜਾ ਰਿਦੈ ਕੁਸੁਧੇ ਜਾਹਿ ॥੧॥
પણ જો માથું નીચું નમાવી દે અને અંદરથી જીવ ખોટો જ રહે તો એ નમવાથી કોઈ જ લાભ નથી થઈ શકતો ।।૧।।

ਮਃ ੧ ॥
મહેલ ૧।।

ਪੜਿ ਪੁਸਤਕ ਸੰਧਿਆ ਬਾਦੰ ॥
પંડિતો લોકો વેદ અને બીજા ધાર્મિક પુસ્તકો વાંચીને સંધ્યા પૂજા કરે છે અને બીજાઓની સાથે તેની ચર્ચા કરે છે

ਸਿਲ ਪੂਜਸਿ ਬਗੁਲ ਸਮਾਧੰ ॥
મૂર્તિની પૂજા કરે છે અને બગલાની જેમ સમાધિ લગાડે છે

ਮੁਖਿ ਝੂਠ ਬਿਭੂਖਣ ਸਾਰੰ ॥
મોઢાથી જુઠ્ઠું બોલે છે પણ તે જૂઠાણાને ખૂબ જ સુંદર સજાવીને ચમકાવી ને દેખાડે છે

ਤ੍ਰੈਪਾਲ ਤਿਹਾਲ ਬਿਚਾਰੰ ॥
રોજ ત્રણ વખત ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરે છે

ਗਲਿ ਮਾਲਾ ਤਿਲਕੁ ਲਿਲਾਟੰ ॥
ગળામાં માળા પહેરે છે અને માથા ઉપર તિલક લગાવે છે

ਦੁਇ ਧੋਤੀ ਬਸਤ੍ਰ ਕਪਾਟੰ ॥
અને બે ધોતિયા પોતાની પાસે રાખે છે સંધ્યા કરતી વખતે માથા ઉપર એક રૂમાલ મૂકી દે છે

ਜੇ ਜਾਣਸਿ ਬ੍ਰਹਮੰ ਕਰਮੰ ॥
પણ જો આ પંડિત ઈશ્વરની મહિમા જાણતો હોય તો

ਸਭਿ ਫੋਕਟ ਨਿਸਚਉ ਕਰਮੰ ॥
નિશ્ચિત રીતે જાણી લ્યો કે આ બધાં જ કામ સાવ ખોટા છે

ਕਹੁ ਨਾਨਕ ਨਿਹਚਉ ਧਿਆਵੈ ॥
હે નાનક! મનુષ્ય શ્રદ્ધા ની ધાર ઉપર પરમાત્માનું સ્મરણ કરે

ਵਿਣੁ ਸਤਿਗੁਰ ਵਾਟ ਨ ਪਾਵੈ ॥੨॥
કેવળ આ જ રસ્તો ગુણકારી છે પણ આ રસ્તો સદગુરુ વગર નથી મળતો ।।૨।।

ਪਉੜੀ ॥
પગથિયું ૧૪।।

ਕਪੜੁ ਰੂਪੁ ਸੁਹਾਵਣਾ ਛਡਿ ਦੁਨੀਆ ਅੰਦਰਿ ਜਾਵਣਾ ॥
આ સુંદર શરીર અને સુંદર રૂપ આ જગતમાં જીવોને છોડીને ચાલ્યું જાય છે

error: Content is protected !!