GUJARATI PAGE 69

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ
શ્રી રાગ મહેલ ૩।।

ਸਤਿਗੁਰਿ ਮਿਲਿਐ ਫੇਰੁ ਪਵੈ ਜਨਮ ਮਰਣ ਦੁਖੁ ਜਾਇ
જો ગુરુ મળી જાય તો ચોર્યાસી લાખ યોનીઓનો ફેરો ફરવો પડતો નથી, જન્મ મરણમાં પડવા વાળા દુ:ખ દુર થાય છે

ਪੂਰੈ ਸਬਦਿ ਸਭ ਸੋਝੀ ਹੋਈ ਹਰਿ ਨਾਮੈ ਰਹੈ ਸਮਾਇ ॥੧॥
સંપૂર્ણ ન ભુલાય તેવા ગુરુના શબ્દમાં જોડાવાથી સાચા જીવનની સમજ આવી જાય છે. ગુરુ ની શરણ પડવાવાળો મનુષ્ય પરમાત્મા ના નામમાં લીન રહે છે ।।૧।।

ਮਨ ਮੇਰੇ ਸਤਿਗੁਰ ਸਿਉ ਚਿਤੁ ਲਾਇ
હે મન! ગુરુ સાથે મન જોડ

ਨਿਰਮਲੁ ਨਾਮੁ ਸਦ ਨਵਤਨੋ ਆਪਿ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥੧॥ ਰਹਾਉ
ગુરુના શરણે પડવાથી પરમાત્માનું પવિત્ર નામ હંમેશા નવા આનંદવાળું લાગે છે અને પરમાત્મા પોતે મન માં આવીને વસે છે ।।૧।। વિરામ।।

ਹਰਿ ਜੀਉ ਰਾਖਹੁ ਅਪੁਨੀ ਸਰਣਾਈ ਜਿਉ ਰਾਖਹਿ ਤਿਉ ਰਹਣਾ
હે પ્રભુ! તું જીવોને પોતાના શરણે રાખ જે આધ્યાત્મિક સ્થિતિ માં તું જીવોને રાખે છે તેમાં જ તે રહે છે

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਜੀਵਤੁ ਮਰੈ ਗੁਰਮੁਖਿ ਭਵਜਲੁ ਤਰਣਾ ॥੨॥
ગુરુના શબ્દમાં જોડાઈને મનુષ્ય સંસારમાં ભટકતી વખતે વિકારોથી બચી જાય છે. ગુરુના શરણે પડવાથી જ સંસાર સમુદ્રમાંથી પાર થઈ શકાય છે ।।૨।।

ਵਡੈ ਭਾਗਿ ਨਾਉ ਪਾਈਐ ਗੁਰਮਤਿ ਸਬਦਿ ਸੁਹਾਈ
હે ભાઈ! પરમાત્માનું નામ ખૂબ નસીબ સાથે મળે છે. ગુરુ ની બુદ્ધિ પર ચાલીને ગુરુના શબ્દમાં જોડાવાથી જીવન સુંદર બની જાય છે

ਆਪੇ ਮਨਿ ਵਸਿਆ ਪ੍ਰਭੁ ਕਰਤਾ ਸਹਜੇ ਰਹਿਆ ਸਮਾਈ ॥੩॥
કર્તાર પ્રભુ પોતે મનમાં આવી વસે છે. ગુરુના શબ્દથી મનુષ્ય હંમેશા આધ્યાત્મિક સ્થિરતા માં ટકી રહે છે ।।૩।।

ਇਕਨਾ ਮਨਮੁਖਿ ਸਬਦੁ ਭਾਵੈ ਬੰਧਨਿ ਬੰਧਿ ਭਵਾਇਆ
એવા ઘણા છે જેઓ પોતાના મનની પાછળ ચાલે છે, તેઓને ગુરુ નો શબ્દ ગમતો નથી પોતાના મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય માયાના બંધનમાં બંધાઈને જન્મ-મરણના ચક્ર માં ભટકતો રહે છે

ਲਖ ਚਉਰਾਸੀਹ ਫਿਰਿ ਫਿਰਿ ਆਵੈ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥੪॥
તે ચોર્યાસી લાખ યોનિઓમાં ફરી ફરીથી જન્મે છે અને પોતાનો મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે ।।૪।।

ਭਗਤਾ ਮਨਿ ਆਨੰਦੁ ਹੈ ਸਚੈ ਸਬਦਿ ਰੰਗਿ ਰਾਤੇ
પરમાત્માની ભક્તિ કરનારા લોકોના મનમાં આનંદ બની રહે છે. તેઓ હંમેશાં સ્થિર પરમાત્મા ના મહિમાના શબ્દમાં પરમાત્મા ના પ્રેમના રંગમાં રંગાયેલા રહે છે.

ਅਨਦਿਨੁ ਗੁਣ ਗਾਵਹਿ ਸਦ ਨਿਰਮਲ ਸਹਜੇ ਨਾਮਿ ਸਮਾਤੇ ॥੫॥
તે હંમેશાં દરેક સમયે પરમાત્માના પવિત્ર ગુણો ગાતો રહે છે. જેની કૃપાથી તે આધ્યાત્મિક સ્થિરતા માં અને પ્રભુ નામ માં લીન રહે છે ।।૫।।

ਗੁਰਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤ ਬਾਣੀ ਬੋਲਹਿ ਸਭ ਆਤਮ ਰਾਮੁ ਪਛਾਣੀ
ગુરુની સામે રહેનાર મનુષ્ય આખી સૃષ્ટિ માં પરમાત્મા ને વસેલો માનીને આધ્યાત્મિક જીવન આપનાર પ્રભુની મહિમાની વાણી ઉચ્ચારતો રહે છે.

ਏਕੋ ਸੇਵਨਿ ਏਕੁ ਅਰਾਧਹਿ ਗੁਰਮੁਖਿ ਅਕਥ ਕਹਾਣੀ ॥੬॥
ગુરુનો ના શરણે પડીને તે મનુષ્ય હંમેશા એક પરમાત્મા ને જ યાદ કરે છે. પરમાત્મા ની જ પૂજા કરે છે અને તે પરમાત્માની જ કથા-વાર્તા કરે છે, જેના સંપૂર્ણ ગુણો કહી શકાતા નથી ।।૬।।   

ਸਚਾ ਸਾਹਿਬੁ ਸੇਵੀਐ ਗੁਰਮੁਖਿ ਵਸੈ ਮਨਿ ਆਇ
હે ભાઈ! હંમેશા સ્થિર રહેનાર માલિક-પ્રભુ ને યાદ કરવા જોઈએ. જે મનુષ્ય ગુરુની શરણે પડીને યાદ કરે છે તેમના મનમાં પ્રભુ આવી વસે છે

ਸਦਾ ਰੰਗਿ ਰਾਤੇ ਸਚ ਸਿਉ ਅਪੁਨੀ ਕਿਰਪਾ ਕਰੇ ਮਿਲਾਇ ॥੭॥
તે ભાગ્યશાળી મનુષ્ય હંમેશા પ્રભુના પ્રેમ રંગમાં રંગાયેલા રહે છે. હંમેશા સ્થિર પ્રભુ સાથે જોડાયેલ રહે છે. પ્રભુ પોતાની કૃપાથી તેને પોતાની સાથે મેળવી દે છે ।।૭।।

ਆਪੇ ਕਰੇ ਕਰਾਏ ਆਪੇ ਇਕਨਾ ਸੁਤਿਆ ਦੇਇ ਜਗਾਇ
પરંતુ આ બધી શોધ પરમાત્મા ના પોતાના હાથમાં છે. પ્રભુ પોતે જ સર્વ જીવોના પ્રેરક બનીને બધું કરે છે. પોતે જ જીવો પાસેથી કરાવે છે. માયાની નિંદ્રામાં સૂતા અનેક જીવોને પણ પ્રભુ પોતે જ જાગૃત કરે છે

ਆਪੇ ਮੇਲਿ ਮਿਲਾਇਦਾ ਨਾਨਕ ਸਬਦਿ ਸਮਾਇ ॥੮॥੭॥੨੪॥
હે નાનક! ગુરુના શબ્દમાં જોડીને પ્રભુ પોતે જ તેમને પોતાના ચરણોમાં મેળવે છે ।।૮।।૭।।૨૪।।

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ
શ્રી રાગ મહેલ ૩।।

ਸਤਿਗੁਰਿ ਸੇਵਿਐ ਮਨੁ ਨਿਰਮਲਾ ਭਏ ਪਵਿਤੁ ਸਰੀਰ
જો ગુરુનો પાલવ પકડી રાખીએ, તો મન શુદ્ધ થઈ જાય છે

ਮਨਿ ਆਨੰਦੁ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਆ ਭੇਟਿਆ ਗਹਿਰ ਗੰਭੀਰੁ
જે મનુષ્ય ગુરુના ઓટલા પર આવે છે તે મનમાં આનંદ ઉત્પન્ન કરે છે. તે હંમેશા આધ્યાત્મિક સુખ ભોગવે છે. તેને ઊંડા અને મોટા જીગરવાળા પરમાત્મા મળે છે

ਸਚੀ ਸੰਗਤਿ ਬੈਸਣਾ ਸਚਿ ਨਾਮਿ ਮਨੁ ਧੀਰ ॥੧॥
હંમેશા સ્થિર પ્રભુની સંગતમાં રહીને ટકી મન હંમેશા સ્થિર રહેવાવાળા પ્રભુના નામમાં નિવાસ પ્રાપ્ત કરે છે ।।૧।।

ਮਨ ਰੇ ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਨਿਸੰਗੁ
હે મન! શરમ છોડી ગુરુ ની શરણે પડ

ਸਤਿਗੁਰੁ ਸੇਵਿਐ ਹਰਿ ਮਨਿ ਵਸੈ ਲਗੈ ਮੈਲੁ ਪਤੰਗੁ ॥੧॥ ਰਹਾਉ
હે ભાઈ! ગુરુ ની શરણે પડવાથી પરમાત્મા મન માં વસી જાય છે અને મનને વિકારોની જરા પણ ગંદકી લાગતી નથી ।।૧।। વિરામ।।

ਸਚੈ ਸਬਦਿ ਪਤਿ ਊਪਜੈ ਸਚੇ ਸਚਾ ਨਾਉ
હંમેશા સ્થિર પ્રભુના મહિમાના શબ્દમાં જોડાવવાથી લોક-પરલોક માં આદર મળે છે. હંમેશા સ્થિર રહેવાવાળા પ્રભુનું હંમેશા સ્થિર નામ મળે છે

ਜਿਨੀ ਹਉਮੈ ਮਾਰਿ ਪਛਾਣਿਆ ਹਉ ਤਿਨ ਬਲਿਹਾਰੈ ਜਾਉ
હું તે લોકોથી કુરબાન થાઉ છું જેણે પોતાના અંદરથી અહંકાર ને દૂર કરીને પરમાત્મા સાથે ગાઢ સંધિ બનાવી છે

ਮਨਮੁਖ ਸਚੁ ਜਾਣਨੀ ਤਿਨ ਠਉਰ ਕਤਹੂ ਥਾਉ ॥੨॥
પોતાના મનની પાછળ ચાલવાવાળા મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુ સાથે ઓળખાણ રાખી શકતો નથી. આ કારણોસર આત્મિક શાંતિ માટે તેમની પાસે બીજું કોઈ સ્થાન નથી ।।૨।।

ਸਚੁ ਖਾਣਾ ਸਚੁ ਪੈਨਣਾ ਸਚੇ ਹੀ ਵਿਚਿ ਵਾਸੁ
હંમેશા સ્થિર પ્રભુનું નામ જે મનુષ્ય નો આધ્યાત્મિક ખોરાક બની જાય છે, પ્રભુનું નામ જેનો પહેરવેશ છે, આદર સત્કાર મેળવવાનો માર્ગ છે, જેનું ધ્યાન હંમેશાં સ્થિર પ્રભુ સાથે જોડાયેલું છે; 

ਸਦਾ ਸਚਾ ਸਾਲਾਹਣਾ ਸਚੈ ਸਬਦਿ ਨਿਵਾਸੁ
જે મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુની હંમેશા મહિમા કરતો રહે છે. હંમેશા કાયમ પરમાત્મા ના શબ્દમાં જેનું મન ટકી રહે છે

ਸਭੁ ਆਤਮ ਰਾਮੁ ਪਛਾਣਿਆ ਗੁਰਮਤੀ ਨਿਜ ਘਰਿ ਵਾਸੁ ॥੩॥
તેમણે બધી જગ્યાએ સર્વવ્યાપક પરમાત્મા ને વસેલા ઓળખી લીધા છે. ગુરુની બુદ્ધિથી ચાલીને તેનું ધ્યાન અંતરાત્મામાં ટકેલુ રહે છે ।।૩।।

ਸਚੁ ਵੇਖਣੁ ਸਚੁ ਬੋਲਣਾ ਤਨੁ ਮਨੁ ਸਚਾ ਹੋਇ
જે મનુષ્ય હંમેશાં સ્થિર પ્રભુને સર્વત્ર જુએ છે. હંમેશા સ્થિર પ્રભુ જ જેને બધી જગ્યાએ બોલતા દેખાય છે. તેનું શરીર માયા ના આક્રમણથી અડગ રહે છે, તેનું મન વિકારોના હુમલાથી અડગ બની જાય છે.

ਸਚੀ ਸਾਖੀ ਉਪਦੇਸੁ ਸਚੁ ਸਚੇ ਸਚੀ ਸੋਇ
હંમેશા સ્થિર પ્રભુના નામનો જાપ કરવાની તે સૂચના અને ઉપદેશ લે છે. હંમેશા સ્થિર પ્રભુનું રૂપ રહી ચુકેલ ભાગ્યશાળી મનુષ્ય ની શોભા અટળ થઈ જાય છે

ਜਿੰਨੀ ਸਚੁ ਵਿਸਾਰਿਆ ਸੇ ਦੁਖੀਏ ਚਲੇ ਰੋਇ ॥੪॥
પણ જે મનુષ્યો હંમેશા સ્થિર પ્રભુ ને અહીં ભૂલી ગયા છે, તે અહીં પણ દુ:ખી રહેશે અને અહીંથી જતી વખતે પણ દુઃખી થઈને જ જશે ।।૪।।

ਸਤਿਗੁਰੁ ਜਿਨੀ ਸੇਵਿਓ ਸੇ ਕਿਤੁ ਆਏ ਸੰਸਾਰਿ
જે લોકોએ સદગુરુ નો પાલવ નથી પકડ્યો તેનું સંસારમાં આવવાનું વ્યર્થ ગયું

ਜਮ ਦਰਿ ਬਧੇ ਮਾਰੀਅਹਿ ਕੂਕ ਸੁਣੈ ਪੂਕਾਰ
તેમને યમરાજના દરવાજા પર બાંધીને મારવામાં આવે છે. કોઈ તેમની ચિસો અવાજો પર ધ્યાન દેતું નથી

ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ਮਰਿ ਜੰਮਹਿ ਵਾਰੋ ਵਾਰ ॥੫॥
તેઓએ મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવ્યો છે અને ફરી વારંવાર જન્મ લઈને મરતા રહે છે ।।૫।।

error: Content is protected !!