ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਕੀਨੀ ਦਇਆ ਗੋਪਾਲ ਗੁਸਾਈ ॥
સુષ્ટિના પાલનહાર! સૃષ્ટિના પતિ પ્રભુએ જે મનુષ્ય પર કૃપા કરી.
ਗੁਰ ਕੇ ਚਰਣ ਵਸੇ ਮਨ ਮਾਹੀ ॥
તેના મનમાં ગુરુના ચરણ વસી ગયા.
ਅੰਗੀਕਾਰੁ ਕੀਆ ਤਿਨਿ ਕਰਤੈ ਦੁਖ ਕਾ ਡੇਰਾ ਢਾਹਿਆ ਜੀਉ ॥੧॥
તેને તે કર્તારે સ્વીકાર કરી લીધો, પોતાનો બનાવી લીધો અને તેની અંદરથી કર્તારે દુઃખનો અડ્ડો જ ઉપાડી દીધો ।।૧।।
ਮਨਿ ਤਨਿ ਵਸਿਆ ਸਚਾ ਸੋਈ ॥
જે મનુષ્યના મનમાં, શરીરમાં તે હંમેશા સ્થિર રહેનાર પરમાત્મા વસી જાય,
ਬਿਖੜਾ ਥਾਨੁ ਨ ਦਿਸੈ ਕੋਈ ॥
તેને જીવન સફરમાં કોઈ જગ્યા મુશ્કેલ લાગતી નથી.
ਦੂਤ ਦੁਸਮਣ ਸਭਿ ਸਜਣ ਹੋਏ ਏਕੋ ਸੁਆਮੀ ਆਹਿਆ ਜੀਉ ॥੨॥
જેનો પ્રેમ પ્રભુ માલિક સાથે બની જાય, બધા કષ્ટ આપનાર દુશ્મન તેના સજ્જ્ન મિત્ર બની જાય છે, કામાદિક દુશ્મન તેના હેઠળ થઇ જાય છે ।।૨।।
ਜੋ ਕਿਛੁ ਕਰੇ ਸੁ ਆਪੇ ਆਪੈ ॥
જે મનુષ્યના મનમાંથી પ્રભુએ ભટકણ તેમજ ભુલેખ દૂર કરી દીધું છે,
ਬੁਧਿ ਸਿਆਣਪ ਕਿਛੂ ਨ ਜਾਪੈ ॥
તેના કામોમાં કોઈ બીજાની અક્કલ કે ચતુરાઈ કામ કરતી દેખાતી નથી.
ਆਪਣਿਆ ਸੰਤਾ ਨੋ ਆਪਿ ਸਹਾਈ ਪ੍ਰਭਿ ਭਰਮ ਭੁਲਾਵਾ ਲਾਹਿਆ ਜੀਉ ॥੩॥
પોતાના સંતો માટે પ્રભુ પોતે જ સહાયક બને છે, તેને આ નિશ્ચય થઇ જાય છે કે જે કંઈ પ્રભુ કરે છે પોતાની જાતે જ કરે છે।।૩।।
ਚਰਣ ਕਮਲ ਜਨ ਕਾ ਆਧਾਰੋ ॥
હે નાનક! પ્રભુના સુંદર ચરણ પ્રભુના સેવકોની જીંદગીનો આશરો બની જાય છે.
ਆਠ ਪਹਰ ਰਾਮ ਨਾਮੁ ਵਾਪਾਰੋ ॥
સેવક આઠેય પ્રહર પરમાત્માના નામનો વ્યાપાર કરે છે.
ਸਹਜ ਅਨੰਦ ਗਾਵਹਿ ਗੁਣ ਗੋਵਿੰਦ ਪ੍ਰਭ ਨਾਨਕ ਸਰਬ ਸਮਾਹਿਆ ਜੀਉ ॥੪॥੩੬॥੪੩॥
સેવક આધ્યાત્મિક સ્થિરતાનો આનંદ લેતા હંમેશા તે ગોવિંદ પ્રભુના ગુણ ગાય છે જે બધા જીવોમાં વ્યાપક છે ।।૪।।૩૬।।૪૩।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਸੋ ਸਚੁ ਮੰਦਰੁ ਜਿਤੁ ਸਚੁ ਧਿਆਈਐ ॥
હે ભાઈ! જે જગ્યામાં હંમેશા સ્થિર પરમાત્માનું સ્મરણ કરવામાં આવે છે, તે હંમેશા કાયમ રહેનાર મંદિર છે.
ਸੋ ਰਿਦਾ ਸੁਹੇਲਾ ਜਿਤੁ ਹਰਿ ਗੁਣ ਗਾਈਐ ॥
તે હૃદય હંમેશા સુખી છે જેના દ્વારા પરમાત્માના ગુણ ગાવામાં આવે.
ਸਾ ਧਰਤਿ ਸੁਹਾਵੀ ਜਿਤੁ ਵਸਹਿ ਹਰਿ ਜਨ ਸਚੇ ਨਾਮ ਵਿਟਹੁ ਕੁਰਬਾਣੋ ਜੀਉ ॥੧॥
તે ધરતી સુંદર બની જાય છે જેમાં પરમાત્માના ભક્ત વસે છે, અને પરમાત્માના નામથી કુરબાન જાઉં છું ।।૧।।
ਸਚੁ ਵਡਾਈ ਕੀਮ ਨ ਪਾਈ ॥
હે પ્રભુ! તું હંમેશા સ્થિર રહેનાર છે. તારી પ્રતિભાનું કોઈ જીવ મૂલ્ય આંકી શકતો નથી.
ਕੁਦਰਤਿ ਕਰਮੁ ਨ ਕਹਣਾ ਜਾਈ ॥
તારી સર્જનાત્મકતા વ્યક્ત કરી શકાતી નથી.
ਧਿਆਇ ਧਿਆਇ ਜੀਵਹਿ ਜਨ ਤੇਰੇ ਸਚੁ ਸਬਦੁ ਮਨਿ ਮਾਣੋ ਜੀਉ ॥੨॥
તારા ભક્ત તારું નામ સ્મરણ કરીકરીને આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરે છે. તેના મનમાં તારા હંમેશા સ્થિર મહિમાના શબ્દ જ આશરો છે ।।૨।।
ਸਚੁ ਸਾਲਾਹਣੁ ਵਡਭਾਗੀ ਪਾਈਐ ॥
હે પ્રભુ! તું હંમેશા કાયમ રહેનાર છે. તારી મહિમા ખુબ ભાગ્યની સાથે મળે છે.
ਗੁਰ ਪਰਸਾਦੀ ਹਰਿ ਗੁਣ ਗਾਈਐ ॥
હે હરિ! તારા ગુણ ગુરુની કૃપાથી ગાઈ શકાય છે.
ਰੰਗਿ ਰਤੇ ਤੇਰੈ ਤੁਧੁ ਭਾਵਹਿ ਸਚੁ ਨਾਮੁ ਨੀਸਾਣੋ ਜੀਉ ॥੩॥
હે પ્રભુ! તને તે સેવક પ્રેમાળ લાગે છે જે તારા પ્રેમ રંગમાં રંગાયેલા રહે છે. તેની પાસે તારું હંમેશા સ્થિર રહેનાર નામ જીવન મુસાફરીની રાહદારી છે ।।૩।।
ਸਚੇ ਅੰਤੁ ਨ ਜਾਣੈ ਕੋਈ ॥
હે ભાઈ! હંમેશા કાયમ રહેનાર પરમાત્માના ગુણોનો કોઈ મનુષ્ય અંત જાણી શકતો નથી.
ਥਾਨਿ ਥਨੰਤਰਿ ਸਚਾ ਸੋਈ ॥
તે હંમેશા સ્થિર રહેનાર પ્રભુ દરેક જગ્યામાં વસી રહ્યો છે.
ਨਾਨਕ ਸਚੁ ਧਿਆਈਐ ਸਦ ਹੀ ਅੰਤਰਜਾਮੀ ਜਾਣੋ ਜੀਉ ॥੪॥੩੭॥੪੪॥
હે નાનક! તે હંમેશા સ્થિર પ્રભુને હંમેશા યાદ કરવા જોઈએ. તે કુશળ છે અને દરેકના દિલના જાણનાર છે ।।૪।।૩૭।।૪૪।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਰੈਣਿ ਸੁਹਾਵੜੀ ਦਿਨਸੁ ਸੁਹੇਲਾ ॥
રાત સુહાની વીતે છે. દિવસ પણ સરળ થઈ ગુજરે છે.
ਜਪਿ ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਸੰਤਸੰਗਿ ਮੇਲਾ ॥
જો સંતોની સંગતિમાં મેલ થઈ જાય તો ત્યાં આત્મિક મૌતથી બચાવનાર હરિ નામને જપીને રાત સુખદ વીતે છે.
ਘੜੀ ਮੂਰਤ ਸਿਮਰਤ ਪਲ ਵੰਞਹਿ ਜੀਵਣੁ ਸਫਲੁ ਤਿਥਾਈ ਜੀਉ ॥੧॥
જ્યાં ઉંમરની ઘડીમાં બે ઘડી પણ પરમાત્માનું નામ સ્મરણ કરતા વ્યતીત થાય તે જ જીવનનો સમય સફળ થાય છે ।।૧।।
ਸਿਮਰਤ ਨਾਮੁ ਦੋਖ ਸਭਿ ਲਾਥੇ ॥
પરમાત્માનું નામ સ્મરણ કરવાથી બધા પાપ દૂર થાય છે.
ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਹਰਿ ਪ੍ਰਭੁ ਸਾਥੇ ॥
તે જીવન હ્રદયમાં અને બહાર જગતમાં પરમાત્મા દરેક સમય સાથે વસ્તો જણાય છે.
ਭੈ ਭਉ ਭਰਮੁ ਖੋਇਆ ਗੁਰਿ ਪੂਰੈ ਦੇਖਾ ਸਭਨੀ ਜਾਈ ਜੀਉ ॥੨॥
પરમાત્માનો ડર અદબ દિલમાં રાખવાને કારણે સંપૂર્ણ ગુરુએ મારો દુનિયાવાળો ડર સમાપ્ત કરી દીધો છે. હવે હું પરમાત્માને બધી જગ્યાએ જોવ છું ।।૨।।
ਪ੍ਰਭੁ ਸਮਰਥੁ ਵਡ ਊਚ ਅਪਾਰਾ ॥
પ્રભુ બધી તાકતોવાળો છે. બધાથી મોટો, ઊંચો છે અને અનંત છે.
ਨਉ ਨਿਧਿ ਨਾਮੁ ਭਰੇ ਭੰਡਾਰਾ ॥
તેનું નામ જાણે, જગતના નવ જ ખજાના છે, નામ ધનથી તે પ્રભુનો ખજાનો ભરી પડ્યો છે.
ਆਦਿ ਅੰਤਿ ਮਧਿ ਪ੍ਰਭੁ ਸੋਈ ਦੂਜਾ ਲਵੈ ਨ ਲਾਈ ਜੀਉ ॥੩॥
સંસાર રચનાની શરૂઆતમાં પ્રભુ સ્વયં જ સ્વયં હતા, દુનિયાના અંતમાં પણ પ્રભુ સ્વયં જ સ્વયં હશે, હવે સંસાર રચનાની મધ્યમાં પ્રભુ સ્વયં જ સ્વયં છે. હું કોઈ બીજાને સમાન સમજી શકતો નથી ।।૩।।
ਕਰਿ ਕਿਰਪਾ ਮੇਰੇ ਦੀਨ ਦਇਆਲਾ ॥
હે ગરીબો પર દયા કરનાર પ્રભુ! મારા પર કૃપા કર.
ਜਾਚਿਕੁ ਜਾਚੈ ਸਾਧ ਰਵਾਲਾ ॥
તારો આ ભિખારી તારાથી ગુરુના ચરણોની ધૂળ માંગુ છું.
ਦੇਹਿ ਦਾਨੁ ਨਾਨਕੁ ਜਨੁ ਮਾਗੈ ਸਦਾ ਸਦਾ ਹਰਿ ਧਿਆਈ ਜੀਉ ॥੪॥੩੮॥੪੫॥
તારો દાસ નાનક તારાથી માંગે છે કે આ દાન દે કે હું, હે હરિ! સદા સદા જ તને સ્મરણ કરતો રહું ।।૪।।૩૮।।૪૫।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਐਥੈ ਤੂੰਹੈ ਆਗੈ ਆਪੇ ॥
હે કર્તાર! આ લોકમાં મારો તું જ સહારો છે અને પરલોકમાં પણ મારો તું પોતે જ આશરો છે
ਜੀਅ ਜੰਤ੍ਰ ਸਭਿ ਤੇਰੇ ਥਾਪੇ ॥
બધા જ જીવ જંતુ તારા જ સહારે છે.
ਤੁਧੁ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਕੋਈ ਕਰਤੇ ਮੈ ਧਰ ਓਟ ਤੁਮਾਰੀ ਜੀਉ ॥੧॥
હે કર્તાર તારા વગર મને બીજું કોઈ સહાયક દેખાતું નથી. મને તારી જ આધાર છે તારો જ આશરો છે ।।૧।।
ਰਸਨਾ ਜਪਿ ਜਪਿ ਜੀਵੈ ਸੁਆਮੀ ॥
હે સ્વામી! હે પરબ્રહ્મ! હે અંતર્યામી પ્રભુ! તારો સેવક તારું નામ પોતાની જીભથી જપી જપીને આધ્યાત્મિક જીવન મેળવી લે છે.
ਪਾਰਬ੍ਰਹਮ ਪ੍ਰਭ ਅੰਤਰਜਾਮੀ ॥
જે મનુષ્યએ તારી સેવા ભક્તિ કરી તેને જ આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કર્યો.
ਜਿਨਿ ਸੇਵਿਆ ਤਿਨ ਹੀ ਸੁਖੁ ਪਾਇਆ ਸੋ ਜਨਮੁ ਨ ਜੂਐ ਹਾਰੀ ਜੀਉ ॥੨॥
તે મનુષ્ય પોતાનું મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવતો નથી જાણે કે જુગારીયા જુગાર માં પોતાનું બધું જ હારી જાય છે ।।૨।।
ਨਾਮੁ ਅਵਖਧੁ ਜਿਨਿ ਜਨ ਤੇਰੈ ਪਾਇਆ ॥
હે પ્રભુ! તારા જે સેવકે તારું નામ રૂપી દવા શોધી લીધી.