GUJARATI PAGE 106

ਸਰਬ ਜੀਆ ਕਉ ਦੇਵਣਹਾਰਾ
જે પ્રભુ બધા જીવોને દાન આપવાનું સામર્થ્ય રાખે છે

ਗੁਰ ਪਰਸਾਦੀ ਨਦਰਿ ਨਿਹਾਰਾ
જેની કૃપાથી ધરતી તેમજ ધરતીની ઉપરના અંતરિક્ષના બધા જીવ-જંતુ તેના દાનથી તૃપ્ત થઈ રહ્યા છે.

ਜਲ ਥਲ ਮਹੀਅਲ ਸਭਿ ਤ੍ਰਿਪਤਾਣੇ ਸਾਧੂ ਚਰਨ ਪਖਾਲੀ ਜੀਉ ॥੩॥
તે પ્રભુએ ગુરુની કૃપાથી મને પણ મહેરની નજરથી જોયો અને મારા હ્રદયમાં નામ વરસાદ કરીને મને માયાની તૃષ્ણા તરફથી તૃપ્ત કરી દીધો, ત્યારેજ તો હું ગુરૂના ચરણોને ધોવ છું ।।૩।।

ਮਨ ਕੀ ਇਛ ਪੁਜਾਵਣਹਾਰਾ
પરમાત્મા બધા જીવોના મનની ઇચ્છા પૂરી કરનાર છે.

ਸਦਾ ਸਦਾ ਜਾਈ ਬਲਿਹਾਰਾ
હું તેનાથી હંમેશા જ હંમેશા જ કુરબાન થાઉં છું.

ਨਾਨਕ ਦਾਨੁ ਕੀਆ ਦੁਖ ਭੰਜਨਿ ਰਤੇ ਰੰਗਿ ਰਸਾਲੀ ਜੀਉ ॥੪॥੩੨॥੩੯॥
હે નાનક! જીવોના દુઃખ નાશ કરનાર પ્રભુએ જેને નામનું દાન આપ્યું તે પેલા બધી લાગણીના માલિક પ્રભુના પ્રેમમાં રંગાઈ ગયા ।।૪।।૩૨।।૩૯।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૫।।

ਮਨੁ ਤਨੁ ਤੇਰਾ ਧਨੁ ਭੀ ਤੇਰਾ
હે સૃષ્ટિના પાલનહાર! મને આ મન જીવ આ શરીર તારાથી જ મળ્યું છે. આ ધન પણ તારું જ આપેલું છે.

ਤੂੰ ਠਾਕੁਰੁ ਸੁਆਮੀ ਪ੍ਰਭੁ ਮੇਰਾ
તું મારો પાલનહાર છે. તું મારો સ્વામી છે. તું મારો માલિક છે.

ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਰਾਸਿ ਤੁਮਾਰੀ ਤੇਰਾ ਜੋਰੁ ਗੋਪਾਲਾ ਜੀਉ ॥੧॥
આ જીવ આ શરીર બધું જ તારું આપેલું છે. હે ગોપાલ! મને તારું જ માન તાન છે ।।૧।।

ਸਦਾ ਸਦਾ ਤੂੰਹੈ ਸੁਖਦਾਈ
હે દયાળુ પ્રભુ! હંમેશાથી જ મને તું જ સુખ આપનાર છે.

ਨਿਵਿ ਨਿਵਿ ਲਾਗਾ ਤੇਰੀ ਪਾਈ
હું હંમેશા નમી નમીને તારા જ પગે લાગું છું.

ਕਾਰ ਕਮਾਵਾ ਜੇ ਤੁਧੁ ਭਾਵਾ ਜਾ ਤੂੰ ਦੇਹਿ ਦਇਆਲਾ ਜੀਉ ॥੨॥
જે તારી મંજૂરી હોય તો હું તે જ કામ કરું જે તું કરવા માટે મને દે ।।૨।।

ਪ੍ਰਭ ਤੁਮ ਤੇ ਲਹਣਾ ਤੂੰ ਮੇਰਾ ਗਹਣਾ
હે પ્રભુ! બધા પદાર્થ માટે તારી પાસેથી જ લેવાના છે, હંમેશા લેતો રહું છું.

ਜੋ ਤੂੰ ਦੇਹਿ ਸੋਈ ਸੁਖੁ ਸਹਣਾ
તું જ મારા આધ્યાત્મિક જીવનની સુંદરતાનો ઉપાય છે સાધન છે. સુખ હોય કે દુઃખ જે કાઈ તું મને આપે છે હું તેને સુખ સમજુ છું, કબૂલું છું.

ਜਿਥੈ ਰਖਹਿ ਬੈਕੁੰਠੁ ਤਿਥਾਈ ਤੂੰ ਸਭਨਾ ਕੇ ਪ੍ਰਤਿਪਾਲਾ ਜੀਉ ॥੩॥
હે પ્રભુ! તું બધા જીવોનું પાલન કરનાર છે. મને તું જ્યાં રાખે છે મારા માટે તે જ વૈકુંઠ, સ્વર્ગ છે ।।૩।।

ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਨਾਨਕ ਸੁਖੁ ਪਾਇਆ
હે પ્રભુ! નાનક તારું નામ સ્મરણ કરીને આધ્યાત્મિક આનંદ લે છે

ਆਠ ਪਹਰ ਤੇਰੇ ਗੁਣ ਗਾਇਆ
જે મનુષ્ય આઠેય પ્રહર દરેક સમયે તારી મહિમાના ગીત ગાય છે,

ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰਨ ਹੋਏ ਕਦੇ ਹੋਇ ਦੁਖਾਲਾ ਜੀਉ ॥੪॥੩੩॥੪੦॥
તેની બધી જરૂરીયાતો પુરી થઇ જાય છે, તે ક્યારેય દુઃખી થતો નથી ।।૪।।૩૩।।૪૦।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૫।।

ਪਾਰਬ੍ਰਹਮਿ ਪ੍ਰਭਿ ਮੇਘੁ ਪਠਾਇਆ
જેની કૃપાથી જીવોની અંદર ઠંડ પડી ગયેલી બધાની તરસ મટી ગઈ અને બધી જગ્યાએ ખુશી જ ખુશી છવાય ગઈ

ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਦਹ ਦਿਸਿ ਵਰਸਾਇਆ
જેમ, જયારે પણ પરબ્રહ્મ પ્રભુએ વાદળ મોકલ્યા અને પાણીમાં, ધરતીમાં, આકાશમાં, દસેય દિશાઓમાં વરસાદ કરી દીધો

ਸਾਂਤਿ ਭਈ ਬੁਝੀ ਸਭ ਤ੍ਰਿਸਨਾ ਅਨਦੁ ਭਇਆ ਸਭ ਠਾਈ ਜੀਉ ॥੧॥
આ રીતે અકાળ-પુરખે ગુરુને મોકલ્યા જેને પ્રભુના નામનો વરસાદ કર્યો તો બધા જીવોના હૃદયમાં શાંતિ પેદા થઈ, બધાની માયાની તૃષ્ણા મટી ગઈ અને બધાના હૃદયોમાં આત્મિક આનંદ પેદા થયો ।।૧।।

ਸੁਖਦਾਤਾ ਦੁਖ ਭੰਜਨਹਾਰਾ
બધા જીવોને સુખ આપનાર બધાના દુઃખ દુર કરનાર.

ਆਪੇ ਬਖਸਿ ਕਰੇ ਜੀਅ ਸਾਰਾ
પરમાત્મા પોતે જ કૃપા કરીને બધા જીવોની સંભાળ કરે છે..

ਅਪਨੇ ਕੀਤੇ ਨੋ ਆਪਿ ਪ੍ਰਤਿਪਾਲੇ ਪਇ ਪੈਰੀ ਤਿਸਹਿ ਮਨਾਈ ਜੀਉ ॥੨
પ્રભુ પોતાના પેદા કરેલા જગતની સ્વયં જ પ્રતિપાલના કરે છે. હું તેના ચરણોમાં પડીને તેને જ પ્રસન્ન કરવાના પ્રયત્ન કરું છું ।।૨।।

ਜਾ ਕੀ ਸਰਣਿ ਪਇਆ ਗਤਿ ਪਾਈਐ
હે ભાઈ! જે પરમાત્માનો આશરો લેવાથી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે, 

ਸਾਸਿ ਸਾਸਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਈਐ
તે હરિનું નામ દરેક શ્વાસની સાથે યાદ કરતું રહેવું જોઈએ

ਤਿਸੁ ਬਿਨੁ ਹੋਰੁ ਦੂਜਾ ਠਾਕੁਰੁ ਸਭ ਤਿਸੈ ਕੀਆ ਜਾਈ ਜੀਉ ॥੩॥
તેના વગર તેના જેવું બીજું કોઈ પાલનહાર નથી. બધી જગ્યા તેની જ છે. બધા જીવોમાં તે પોતે જ વસી રહ્યો છે ।।૩।।

ਤੇਰਾ ਮਾਣੁ ਤਾਣੁ ਪ੍ਰਭ ਤੇਰਾ
હે પ્રભુ! મને તારું જ માન છે. મને તારો જ આશરો છે. 

ਤੂੰ ਸਚਾ ਸਾਹਿਬੁ ਗੁਣੀ ਗਹੇਰਾ
તું સદા કાયમ રહેનાર મારો માલિક છે, તું બધા ગુણોવાળો છે તારા ગુણોની પાઇ મેળવી શકાતી નથી

ਨਾਨਕੁ ਦਾਸੁ ਕਹੈ ਬੇਨੰਤੀ ਆਠ ਪਹਰ ਤੁਧੁ ਧਿਆਈ ਜੀਉ ॥੪॥੩੪॥੪੧॥
હે પ્રભુ! તારો દાસ નાનક તારી આગળ વિનંતી કરે છે કે કૃપા કર હું આઠેય પ્રહર તને જ યાદ કરતો રહું ।।૪।।૩૪।।૪૧।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૫।।

ਸਭੇ ਸੁਖ ਭਏ ਪ੍ਰਭ ਤੁਠੇ
જ્યારે પ્રભુ પ્રસન્ન હોય. તેને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે.

ਗੁਰ ਪੂਰੇ ਕੇ ਚਰਣ ਮਨਿ ਵੁਠੇ
તેની કૃપાથી સંપૂર્ણ ગુરુના ચરણ કોઈ મોટા ભાગ્યશાળીના મનમાં આવી વાસે તો તેને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે.

ਸਹਜ ਸਮਾਧਿ ਲਗੀ ਲਿਵ ਅੰਤਰਿ ਸੋ ਰਸੁ ਸੋਈ ਜਾਣੈ ਜੀਉ ॥੧॥
પરંતુ તે આનંદને તે મનુષ્ય સમજે છે જેની અંદર પ્રભુ મેળાપની લગન હોય જેની આધ્યાત્મિક સ્થિરતા વાળી સમાધિ લગાવેલી હોય ।।૧।।

ਅਗਮ ਅਗੋਚਰੁ ਸਾਹਿਬੁ ਮੇਰਾ
હે ભાઈ! મારો માલિક પ્રભુ અગમ્ય પહોંચથી પરે છે. જ્ઞાનેન્દ્રિયોની તેના સુધી પહોંચી શકતી નથી.

ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਵਰਤੈ ਨੇਰਾ
આમ તો તે દરેકના દિલમાં વસી રહ્યો છે તે બધા જીવોની નજીક વસે છે

ਸਦਾ ਅਲਿਪਤੁ ਜੀਆ ਕਾ ਦਾਤਾ ਕੋ ਵਿਰਲਾ ਆਪੁ ਪਛਾਣੈ ਜੀਉ ॥੨॥
તો પણ તે માયાના પ્રભાવથી ઉપર છે અને બધા જીવોને દાન આપનાર છે, તે બધા ના જીવ છે, બધાની આત્મા છે, બધાનો પોતાના છે તે સૌના પોતાના પ્રભુને કોઈ દુર્લભ મનુષ્ય જ ઓળખે છે ।।૨।।

ਪ੍ਰਭ ਮਿਲਣੈ ਕੀ ਏਹ ਨੀਸਾਣੀ
હે ભાઈ! પરમાત્માના મેળાપની નિશાની એ છે કે જે એના ચરણોમાં જોડાયેલો રહે છે

ਮਨਿ ਇਕੋ ਸਚਾ ਹੁਕਮੁ ਪਛਾਣੀ
તે પોતાના મનમાં તે પ્રભુનો સદા કાયમ રહેનાર હુકમ સમજી લે છે તેની મંજુરીમાં રાજી રહે છે.

ਸਹਜਿ ਸੰਤੋਖਿ ਸਦਾ ਤ੍ਰਿਪਤਾਸੇ ਅਨਦੁ ਖਸਮ ਕੈ ਭਾਣੈ ਜੀਉ ॥੩॥
જે મનુષ્ય પતિ પ્રભુની મંજુરીમાં રહે છે, તે આધ્યાત્મિક સ્થિરતામાં ટકી રહે છે.તે સંતોષમયી જીવન વ્યતીત કરે છે અને તૃષ્ણા તરફથી સદા તૃપ્ત રહે છે ।।૩।।

ਹਥੀ ਦਿਤੀ ਪ੍ਰਭਿ ਦੇਵਣਹਾਰੈ
પ્રભુની મહિમા જાણે એક ફાકડી છે, દેવનહાર પ્રભુએ આ જીવ-બાળને આ ફાકડીની ચપટી આપી,

ਜਨਮ ਮਰਣ ਰੋਗ ਸਭਿ ਨਿਵਾਰੇ
તેના જન્મ મરણના ચક્કરમાં નાખવાવાળા બધા રોગ દૂર કરી દીધા.

ਨਾਨਕ ਦਾਸ ਕੀਏ ਪ੍ਰਭਿ ਅਪੁਨੇ ਹਰਿ ਕੀਰਤਨਿ ਰੰਗ ਮਾਣੇ ਜੀਉ ॥੪॥੩੫॥੪੨॥
હે નાનક! જેને પ્રભુએ પોતાનો સેવક બનાવી લીધો, તે પરમાત્માની મહિમામાં આધ્યાત્મિક આનંદ લે છે ।।૪।।૩૫।।૪૨।।

error: Content is protected !!