ਸਬਦਿ ਮਰੈ ਮਨੁ ਮਾਰੈ ਅਪੁਨਾ ਮੁਕਤੀ ਕਾ ਦਰੁ ਪਾਵਣਿਆ ॥੩॥
પોતાના મનને કાબુ કરી લે છે અને માયાથી છુટકારો મેળવવા માટેનો દરવાજો શોધી લે છે ।।૩।।
ਕਿਲਵਿਖ ਕਾਟੈ ਕ੍ਰੋਧੁ ਨਿਵਾਰੇ ॥
જ્યારે મનુષ્ય ગુરુના શબ્દને પોતાના હૃદયમાં ટકાવીને રાખે છે, તે પોતાની અંદરથી પાપ કાપી લે છે, ક્રોધ દૂર કરી લે છે.
ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਰਖੈ ਉਰ ਧਾਰੇ ॥
જે મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુના પ્રેમ રંગમાં રંગાયેલા રહે છે,
ਸਚਿ ਰਤੇ ਸਦਾ ਬੈਰਾਗੀ ਹਉਮੈ ਮਾਰਿ ਮਿਲਾਵਣਿਆ ॥੪॥
તે માયાના મોહથી હંમેશા અપર રહે છે, તે પોતાની અંદરથી અહંકાર મારીને પ્રભુ ચરણોમાં મળેલા રહે છે ।।૪।।
ਅੰਤਰਿ ਰਤਨੁ ਮਿਲੈ ਮਿਲਾਇਆ ॥
હે ભાઈ! દરેક જીવની અંદર પ્રભુની જ્યોતિ, રત્ન હાજર છે, પરંતુ આ રત્ન ત્યારે જ મળે છે જો ગુરુ મળાવી દે,
ਤ੍ਰਿਬਿਧਿ ਮਨਸਾ ਤ੍ਰਿਬਿਧਿ ਮਾਇਆ ॥
મનુષ્ય પોતાની પ્રયત્નો, શાણપણ, બુદ્ધિમત્તાથી પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે ત્રણ ગુણોવાળી માયાના પ્રભાવમાં મનુષ્યની મનોકામના ત્રણ ગુણો અનુસાર વહેંચાયેલી રહે છે.
ਪੜਿ ਪੜਿ ਪੰਡਿਤ ਮੋਨੀ ਥਕੇ ਚਉਥੇ ਪਦ ਕੀ ਸਾਰ ਨ ਪਾਵਣਿਆ ॥੫॥
પંડિત તેમજ અન્ય શાણા સમાધીઓ લગાવનાર વેદ વગેરે ધર્મ પુસ્તકો વાંચી વાંચીને થાકી જાય છે, પરંતુ ત્રિગુણી માયાના પ્રભાવને કારણે તે પેલી આધ્યાત્મિક સ્થિતિની સમજ પ્રાપ્ત નથી કરી શકતો જે માયાના ત્રણ ગુણોના પ્રભાવથી ઉપર ટકેલી રહે છે ।।૫।।
ਆਪੇ ਰੰਗੇ ਰੰਗੁ ਚੜਾਏ ॥
હે ભાઈ! આ ત્રિગુણી માયા જીવોની સામે નથી જઈ શકતી, જીવોને પ્રભુ પોતે જ પોતાના નામ રંગમાં રંગે છે, પોતે જ પોતાનો પ્રેમ રંગ જીવોના હૃદયો પર ચઢાવે છે.
ਸੇ ਜਨ ਰਾਤੇ ਗੁਰ ਸਬਦਿ ਰੰਗਾਏ ॥
જે મનુષ્યને પ્રભુ ગુરુના શબ્દમાં રંગે છે, તે મનુષ્ય તેના પ્રેમમાં મસ્ત રહે છે
ਹਰਿ ਰੰਗੁ ਚੜਿਆ ਅਤਿ ਅਪਾਰਾ ਹਰਿ ਰਸਿ ਰਸਿ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੬॥
તેને તે અનંત હરિનો ખુબ જ પ્રેમ રંગ ચઢેલો રહે છે. તે હરિના નામમાં પલળીને આધ્યાત્મિક આનંદથી પરમાત્માના ગુણ ગાતા રહે છે ।।૬।।
ਗੁਰਮੁਖਿ ਰਿਧਿ ਸਿਧਿ ਸਚੁ ਸੰਜਮੁ ਸੋਈ ॥
જે મનુષ્ય ગુરુની સન્મુખ રહે છે, તેના માટે હંમેશા સ્થિર પ્રભુનું નામ જ રિદ્ધિ સિદ્ધિ અને સંયમ છે.
ਗੁਰਮੁਖਿ ਗਿਆਨੁ ਨਾਮਿ ਮੁਕਤਿ ਹੋਈ ॥
ગુરુની સન્મુખ રહીને તે પરમાત્માની સાથે ગાઢ સંધિ મેળવે છે. પરમાત્માના નામમાં લીન હોવાને કારણે તેને માયાના મોહથી મુક્તિ મળી રહે છે.
ਗੁਰਮੁਖਿ ਕਾਰ ਸਚੁ ਕਮਾਵਹਿ ਸਚੇ ਸਚਿ ਸਮਾਵਣਿਆ ॥੭॥
ગુરુની સાથે રહેનાર લોકો હંમેશા સ્થિર પ્રભુનું નામ સ્મરણનું કાર્ય નિત્ય કરે છે. આ રીતે તે હંમેશા સ્થિર રહેનાર પ્રભુમાં હંમેશા લીન રહે છે ।।૭।।
ਗੁਰਮੁਖਿ ਥਾਪੇ ਥਾਪਿ ਉਥਾਪੇ ॥
ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય આ નિશ્ચય રાખે છે કે પ્રભુ પોતે જ સૃષ્ટિ રચે છે. રચીને પોતે જ નાશ કરે છે
ਗੁਰਮੁਖਿ ਜਾਤਿ ਪਤਿ ਸਭੁ ਆਪੇ ॥
પરમાત્મા સ્વયં જ ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય માટે ઉચ્ચ જાતિ છે અને લોક પરલોકમાં માન છે
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਧਿਆਏ ਨਾਮੇ ਨਾਮਿ ਸਮਾਵਣਿਆ ॥੮॥੧੨॥੧੩॥
હે નાનક! ગુરુની આશરે રહેનાર મનુષ્ય હંમેશા પ્રભુનું નામ સ્મરણ કરે છે અને હંમેશા પ્રભુના નામમાં જ લીન રહે છે ।।૮।।૧૨।।૧૩।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥
માઝ મહેલ ૩।।
ਉਤਪਤਿ ਪਰਲਉ ਸਬਦੇ ਹੋਵੈ ॥
પરમાત્માના હુકમમાં જ જગતની ઉત્પત્તિ થાય છે અને જગતનો નાશ થાય છે
ਸਬਦੇ ਹੀ ਫਿਰਿ ਓਪਤਿ ਹੋਵੈ ॥
નાશને ઉપરાંત પુનઃ પ્રભુના હુકમમાં જ જગતની ઉત્પત્તિ થાય છે.
ਗੁਰਮੁਖਿ ਵਰਤੈ ਸਭੁ ਆਪੇ ਸਚਾ ਗੁਰਮੁਖਿ ਉਪਾਇ ਸਮਾਵਣਿਆ ॥੧॥
ગુરુની સન્મુખ રહેનાર મનુષ્યને આ નિશ્ચય થઇ જાય છે કે દરેક જગ્યાએ હંમેશા સ્થિર પરમાત્મા સ્વયં હાજર છે. જગત પેદા કરીને તેમાં લીન થઈ રહ્યો છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਗੁਰੁ ਪੂਰਾ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥
હું તે લોકોથી સદકે અને કુરબાન જાવ છું જે સંપૂર્ણ ગુરુને પોતાના મનમાં વસાવે છે
ਗੁਰ ਤੇ ਸਾਤਿ ਭਗਤਿ ਕਰੇ ਦਿਨੁ ਰਾਤੀ ਗੁਣ ਕਹਿ ਗੁਣੀ ਸਮਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુથી અઘ્યાત્મિક સ્થિરતા મળે છે, ગુરુની શરણ પડીને મનુષ્ય દિવસ રાત પ્રભુની ભક્તિ કરે છે, પ્રભુના ગુણ ઉચ્ચારીને ગુણોનાં માલિક પ્રભુમાં લીન રહે છે ।।૧।।વિરામ।।
ਗੁਰਮੁਖਿ ਧਰਤੀ ਗੁਰਮੁਖਿ ਪਾਣੀ ॥ ਗੁਰਮੁਖਿ ਪਵਣੁ ਬੈਸੰਤਰੁ ਖੇਲੈ ਵਿਡਾਣੀ ॥
ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય જાણે છે કે ધરતી, પાણી, હવા, આગરૂપ થઈને પરમાત્મા રમી રહ્યો છે
ਸੋ ਨਿਗੁਰਾ ਜੋ ਮਰਿ ਮਰਿ ਜੰਮੈ ਨਿਗੁਰੇ ਆਵਣ ਜਾਵਣਿਆ ॥੨॥
તે મનુષ્ય જે ગુરૂથી બેમુખ છે, આધ્યત્મિક મૃત્યુનો શિકાર થઈને જન્મી અને મરતો રહે છે. ગુરુ વગરનાને જન્મ મરણનો ચક્કર પડી રહે છે. ।।૨।।
ਤਿਨਿ ਕਰਤੈ ਇਕੁ ਖੇਲੁ ਰਚਾਇਆ ॥
હે ભાઈ! તે કર્તારે આ જગતમાં એક ભવ્યતા રચેલી છે,
ਕਾਇਆ ਸਰੀਰੈ ਵਿਚਿ ਸਭੁ ਕਿਛੁ ਪਾਇਆ ॥
તેને મનુષ્ય શરીરમાં દરેક ગુણ ભરી દીધા છે.
ਸਬਦਿ ਭੇਦਿ ਕੋਈ ਮਹਲੁ ਪਾਏ ਮਹਲੇ ਮਹਲਿ ਬੁਲਾਵਣਿਆ ॥੩॥
જે કોઈ મનુષ્ય ગુરુના શબ્દ દ્વારા પોતાના સ્વભાવની શોધ કરીને પરમાત્માની હાજરી મેળવી લે છે, પરમાત્મા તેને પોતાની હાજરીમાં જ ટકાવી રાખે છે ।।૩।।
ਸਚਾ ਸਾਹੁ ਸਚੇ ਵਣਜਾਰੇ ॥
પરમાત્મા હંમેશા કાયમ રહેનાર એક શાહુકાર છે
ਸਚੁ ਵਣੰਜਹਿ ਗੁਰ ਹੇਤਿ ਅਪਾਰੇ ॥
જગતના બધા જીવ તે હંમેશા સ્થિર શાહના મોકલેલા વ્યાપારી છે. તે જ વણજારા જીવ હંમેશા સ્થિર નામનો સૌદો કરે છે, જે અનંત પ્રભુના રૂપ, ગુરુના પ્રેમમાં ટકી રહે છે.
ਸਚੁ ਵਿਹਾਝਹਿ ਸਚੁ ਕਮਾਵਹਿ ਸਚੋ ਸਚੁ ਕਮਾਵਣਿਆ ॥੪॥
તે હંમેશા સ્થિર રહેનાર નામનો વ્યાપાર કરે છે, નામ જપવાની કમાણી કરે છે, હંમેશા ટકી રહેનાર નામ જ નામ કમાતા રહે છે. ।।૪।।
ਬਿਨੁ ਰਾਸੀ ਕੋ ਵਥੁ ਕਿਉ ਪਾਏ ॥
પરંતુ, જે મનુષ્યના પાલવે અઘ્યાત્મિક ગુણોની સંપત્તિ નથી, તે નામ-ધન કઈ રીતે લઇ શકે છે?
ਮਨਮੁਖ ਭੂਲੇ ਲੋਕ ਸਬਾਏ ॥
પોતાના મનની પાછળ ચાલવાવાળા મનુષ્ય બધા જ કુમાર્ગ પર પડી રહે છે.
ਬਿਨੁ ਰਾਸੀ ਸਭ ਖਾਲੀ ਚਲੇ ਖਾਲੀ ਜਾਇ ਦੁਖੁ ਪਾਵਣਿਆ ॥੫॥
અઘ્યાત્મિક ગુણોની પુંજી વિના બધા જીવ જગતથી ખાલી હાથ જાય છે. ખાલી હાથ જઈને દુઃખ સહે છે ।।૫।।
ਇਕਿ ਸਚੁ ਵਣੰਜਹਿ ਗੁਰ ਸਬਦਿ ਪਿਆਰੇ ॥
જે મનુષ્ય ગુરુ-શબ્દમાં જોડાય છે, ગુરુના પ્રેમમાં ટકી રહે છે, તે હંમેશા સ્થિર પ્રભુના નામનો વ્યાપાર કરે છે.
ਆਪਿ ਤਰਹਿ ਸਗਲੇ ਕੁਲ ਤਾਰੇ ॥
તે પોતાના બધા કુળને તારીને સ્વયં જ તરી જાય છે.
ਆਏ ਸੇ ਪਰਵਾਣੁ ਹੋਏ ਮਿਲਿ ਪ੍ਰੀਤਮ ਸੁਖੁ ਪਾਵਣਿਆ ॥੬॥
જગતમાં આવેલા તે મનુષ્ય પ્રભુની હાજરીમાં સ્વીકાર થઈ જાય છે, પ્રીતમ પ્રભુને મળીને તે અઘ્યાત્મિક આનંદનો રસ લે છે ।।૬।।
ਅੰਤਰਿ ਵਸਤੁ ਮੂੜਾ ਬਾਹਰੁ ਭਾਲੇ ॥
પરમાત્માનો નામ-પદાર્થ દરેકના હૃદયમાં છે. પરંતુ, મૂર્ખ મનુષ્ય બહારના પદાર્થ શોધતો ફરે છે.
ਮਨਮੁਖ ਅੰਧੇ ਫਿਰਹਿ ਬੇਤਾਲੇ ॥
પોતાના મનની પાછળ ચાલવાવાળો અને બહારના પદાર્થોના મોહમાં અંધ થયેલો મનુષ્ય સાચા જીવન ચાલથી ભટકતો ફરે છે.
ਜਿਥੈ ਵਥੁ ਹੋਵੈ ਤਿਥਹੁ ਕੋਇ ਨ ਪਾਵੈ ਮਨਮੁਖ ਭਰਮਿ ਭੁਲਾਵਣਿਆ ॥੭॥
જે ગુરુની પાસે આ નામ પદાર્થ હાજર છે, કોઈ મનમુખ ત્યાંથી પ્રાપ્ત કરી શકતો નથી. પોતાના મનની પાછળ ચાલવાવાળો માયાની ભટકણમાં પડીને કુમાર્ગ પર ફરે છે ।।૭।।
ਆਪੇ ਦੇਵੈ ਸਬਦਿ ਬੁਲਾਏ ॥
પરંતુ, જીવોનું પણ શું વશ? પરમાત્મા પોતે જ ગુરુના શબ્દમાં જોડાઈને આ નામ વસ્તુ દે છે અને પોતે જ જીવોને પોતાની નજીક બોલાવે છે.
ਮਹਲੀ ਮਹਲਿ ਸਹਜ ਸੁਖੁ ਪਾਏ ॥
જેને બોલાવે છે, તે મહેલનો માલિક પ્રભુની હાજરીમાં પહોંચીને અઘ્યાત્મિક સ્થિરતાનો આનંદ લે છે.
ਨਾਨਕ ਨਾਮਿ ਮਿਲੈ ਵਡਿਆਈ ਆਪੇ ਸੁਣਿ ਸੁਣਿ ਧਿਆਵਣਿਆ ॥੮॥੧੩॥੧੪॥
હે નાનક! જે મનુષ્ય પ્રભુ નામમાં જોડાય છે, તેને પ્રભુના દરબારમાં સત્કાર મળે છે. તેને વિશ્વાસ બની જાય છે કે પ્રભુ પોતે જ જીવોની પ્રાર્થના સાંભળી-સાંભળીને પોતે જ તેનું ધ્યાન રાખે છે ।।૮।।૧૩।।૧૪।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥
માઝ મહેલ ૩।।
ਸਤਿਗੁਰ ਸਾਚੀ ਸਿਖ ਸੁਣਾਈ ॥
હે ભાઈ! મેં તને, ગુરુની હંમેશા અટળ રહેનાર શિક્ષા સંભળાવી છે કે પરમાત્માનું ચિંતન કરતો રહે જ્યારે બીજા બધા સાથ સમાપ્ત થઇ જાય છે ત્યારે અંત સમયમાં પ્રભુનું નામ જ સાથી બને છે.