GUJARATI PAGE 116

ਮਨਮੁਖ ਖੋਟੀ ਰਾਸਿ ਖੋਟਾ ਪਾਸਾਰਾ
પોતાના મનની પાછળ ચાલવાવાળા મનુષ્ય તે જ પુંજી જોડે છે, તે જ ફેલાવો કરે  છે, જે પ્રભુના દરબારમાં નથી સ્વીકારાતા..

ਕੂੜੁ ਕਮਾਵਨਿ ਦੁਖੁ ਲਾਗੈ ਭਾਰਾ
તે નાશવાન કમાણી જ કરે છે અને ખુબ જ અધ્યાત્મિક દુઃખ-કષ્ટ મેળવે છે

ਭਰਮੇ ਭੂਲੇ ਫਿਰਨਿ ਦਿਨ ਰਾਤੀ ਮਰਿ ਜਨਮਹਿ ਜਨਮੁ ਗਵਾਵਣਿਆ ॥੭॥
તે માયાની ભટકણમાં પડીને દિવસ રાત કુમાર્ગ પર ચાલે છે અને મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવતા જાય છે ।।૭।।

ਸਚਾ ਸਾਹਿਬੁ ਮੈ ਅਤਿ ਪਿਆਰਾ
હે ભાઈ! હંમેશા સ્થિર રહેનાર માલિક મને હવે ખુબ જ પ્રેમાળ લાગે છે.

ਪੂਰੇ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਅਧਾਰਾ
સંપૂર્ણ ગુરુના શબ્દમાં જોડાઈને મેં તે માલિકને પોતાની જિંદગીનો આશરો બનાવી લીધો છે.

ਨਾਨਕ ਨਾਮਿ ਮਿਲੈ ਵਡਿਆਈ ਦੁਖੁ ਸੁਖੁ ਸਮ ਕਰਿ ਜਾਨਣਿਆ ॥੮॥੧੦॥੧੧॥
હે નાનક! પ્રભુના નામમાં જોડાવાથી લોક પરલોકમાં માન મળે છે. પ્રભુ નામમાં જોડાયેલા લોકો દુનિયાના દુઃખ સુખને એક સમાન જ જાણે છે ।।૮।।૧૦।।૧૧।।

ਮਾਝ ਮਹਲਾ  
માઝ મહેલ ૩।।

ਤੇਰੀਆ ਖਾਣੀ ਤੇਰੀਆ ਬਾਣੀ
હે પ્રભુ! ઈંડાથી, ગર્ભથી, ગરમીથી તેમ જ ડાળીથી – ચોર્યાસી લાખ જીવોની ઉત્પત્તિ કરી આ હિસાબ તારો જ બનાવેલો છે. બધા જીવોની અટક્યા વગરની રચના તારી જ રચેલી છે.

ਬਿਨੁ ਨਾਵੈ ਸਭ ਭਰਮਿ ਭੁਲਾਣੀ
પરંતુ, હે ભાઈ! તે રચનહાર પ્રભુના નામ વગર આખી સૃષ્ટિ ખોટા માર્ગે જઈ રહી છે.

ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਹਰਿ ਨਾਮੁ ਪਾਇਆ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਕੋਇ ਪਾਵਣਿਆ ॥੧॥
પરમાત્માનું નામ ગુરુએ બતાવેલી સેવા કરવાથી મળે છે. ગુરુની શરણ વગર કોઈ મનુષ્ય પરમાત્માની ભક્તિ પ્રાપ્ત કરી શકતો નથી ।।૧।।

ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਹਰਿ ਸੇਤੀ ਚਿਤੁ ਲਾਵਣਿਆ
હે ભાઈ! હું તે ભાગ્યશાળી લોકોના બલિદાનથી કુરબાન જાવ છું, જે પરમાત્માના ચરણોની સાથે પોતાનું મન જોડે છે.

ਹਰਿ ਸਚਾ ਗੁਰ ਭਗਤੀ ਪਾਈਐ ਸਹਜੇ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ
રંતુ, હંમેશા સ્થિર રહેનાર પરમાત્મા ગુરુ પર શ્રદ્ધા રાખવાથી જ મળે છે, જે મનુષ્ય ગુરુ પર શ્રદ્ધા બનાવે છે તે અધ્યાત્મિક સ્થિરતામાં ટકીને પરમાત્માના નામને પોતાના મનમાં વસાવે છે ।।૧।।વિરામ।।

ਸਤਿਗੁਰੁ ਸੇਵੇ ਤਾ ਸਭ ਕਿਛੁ ਪਾਏ
જો મનુષ્ય ગુરુનો પાલવ પકડે તો તે દરેક વસ્તુ પ્રાપ્ત કરી લે છે.

ਜੇਹੀ ਮਨਸਾ ਕਰਿ ਲਾਗੈ ਤੇਹਾ ਫਲੁ ਪਾਏ
મનુષ્ય જે પ્રકારની કામના મનમાં ધરીને ગુરૂના ચરણે લાગે છે, તેવું જ ફળ મેળવી લે છે.

ਸਤਿਗੁਰੁ ਦਾਤਾ ਸਭਨਾ ਵਥੂ ਕਾ ਪੂਰੈ ਭਾਗਿ ਮਿਲਾਵਣਿਆ ॥੨॥
સાચા ગુરુ બધી વસ્તુઓ આપનાર છે. પરમાત્મા જીવને તેના પુરા ભાગ્યથી ગુરુ સાથે મેળવે છે ।।૨।।

ਇਹੁ ਮਨੁ ਮੈਲਾ ਇਕੁ ਧਿਆਏ
જેટલો સમય મનુષ્યનું આ મન વિકારોની આ ગંદકીથી ગંદુ રહે છે, ત્યાં સુધી મનુષ્ય એક પરમાત્માને સ્મરણ કરતો નથી.

ਅੰਤਰਿ ਮੈਲੁ ਲਾਗੀ ਬਹੁ ਦੂਜੈ ਭਾਏ
માયાથી પ્રેમ પડવાને કારણે મનુષ્યની અંદર મનમાં વિકારોની ખુબ જ ગંદકી લાગેલી રહે છે

ਤਟਿ ਤੀਰਥਿ ਦਿਸੰਤਰਿ ਭਵੈ ਅਹੰਕਾਰੀ ਹੋਰੁ ਵਧੇਰੈ ਹਉਮੈ ਮਲੁ ਲਾਵਣਿਆ ॥੩॥
આવા જીવનવાળો મનુષ્ય કોઈ નદીના કિનારે જાય છે, કોઈ તીર્થ પર પણ જાય છે. દેશ-દેશાંતરોમાં ભ્રમણ કરે છે, પરંતુ આ રીતે તે તીર્થ યાત્રા વગેરેના અભિમાનથી હજી વધુ અહંકારી થઈ જાય છે. તે પોતાની અંદર અધિક અહંકારની ગંદકી એકત્ર કરી લે છે ।।૩।।

ਸਤਿਗੁਰੁ ਸੇਵੇ ਤਾ ਮਲੁ ਜਾਏ
જ્યારે મનુષ્ય ગુરુની શરણે આવે છે, ત્યારે તેના મનમાંથી અહંકારની ગંદકી દૂર થઈ જાય છે

ਜੀਵਤੁ ਮਰੈ ਹਰਿ ਸਿਉ ਚਿਤੁ ਲਾਏ
તે દુનિયાના કાર્ય-વ્યવહાર કરતો કરતો પણ પ્રકૃતિ, ઘમંડથી મરેલો રહે છે અને પરમાત્માના ચરણોથી પોતાનું મન જોડી રાખે છે

ਹਰਿ ਨਿਰਮਲੁ ਸਚੁ ਮੈਲੁ ਲਾਗੈ ਸਚਿ ਲਾਗੈ ਮੈਲੁ ਗਵਾਵਣਿਆ ॥੪॥
પરમાત્મા હંમેશા સ્થિર રહેનાર છે અને પવિત્ર સ્વરૂપ છે, તેને અહંકાર વગેરે વિકારોની ગંદકી સ્પર્શ કરી શકતી નથી. જે મનુષ્ય તે હંમેશા સ્થિર પ્રભુની યાદમાં લાગે છે, તે પોતાની અંદરથી વિકારોની ગંદકી દૂર કરી લે છે ।।૪।।

ਬਾਝੁ ਗੁਰੂ ਹੈ ਅੰਧ ਗੁਬਾਰਾ
ગુરુ વિના જગતમાં માયાના મોહનો ઘોર અંધકાર છવાયેલો રહે છે.

ਅਗਿਆਨੀ ਅੰਧਾ ਅੰਧੁ ਅੰਧਾਰਾ
ગુરુના જ્ઞાન વગર મનુષ્ય તે મોહમાં અંધ થયેલો રહે છે.

ਬਿਸਟਾ ਕੇ ਕੀੜੇ ਬਿਸਟਾ ਕਮਾਵਹਿ ਫਿਰਿ ਬਿਸਟਾ ਮਾਹਿ ਪਚਾਵਣਿਆ ॥੫॥
મોહના અંધારામાં ફસાયેલાની તે જ હાલત થાય છે જેમ ગંદકીના કિડાં ગંદકી ખાવાની જ કમાણી કરે છે અને પછી ગંદકીમાં જ દુઃખી થયેલા રહે છે ।।૫।।

ਮੁਕਤੇ ਸੇਵੇ ਮੁਕਤਾ ਹੋਵੈ
જે મનુષ્ય માયાના મોહથી મુક્ત ગુરુની શરણ લે છે, તે પણ માયાના મોહથી સ્વતંત્ર થઈ જાય છે

ਹਉਮੈ ਮਮਤਾ ਸਬਦੇ ਖੋਵੈ
તે ગુરુ-શબ્દમાં જોડાઈને પોતાની અંદરથી અહંકાર તેમજ મમતાને દૂર કરી લે છે.

ਅਨਦਿਨੁ ਹਰਿ ਜੀਉ ਸਚਾ ਸੇਵੀ ਪੂਰੈ ਭਾਗਿ ਗੁਰੁ ਪਾਵਣਿਆ ॥੬॥
ગુરુની શરણની કૃપાથી તે દરરોજ હંમેશા સ્થિર પ્રભુનું સ્મરણ કરે છે. પરંતુ, ગુરુ પણ પુરા ભાગ્યથી જ મળે છે ।।૬।।

ਆਪੇ ਬਖਸੇ ਮੇਲਿ ਮਿਲਾਏ
જે મનુષ્યને પ્રભુ પોતે જ બક્ષે છે અને ગુરૂ ચરણોમાં મળાવે છે, તે મનુષ્ય સંપૂર્ણ ગુરૂથી નામ ખજાનો પ્રાપ્ત કરી લે છે

ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਨਾਮੁ ਨਿਧਿ ਪਾਏ
હંમેશા સ્થિર પ્રભુના નામમાં હંમેશા ટકી રહેવાને કારણે તેનું મન વિકારો તરફથી સ્થિર થઈ જાય છે

ਸਚੈ ਨਾਮਿ ਸਦਾ ਮਨੁ ਸਚਾ ਸਚੁ ਸੇਵੇ ਦੁਖੁ ਗਵਾਵਣਿਆ ॥੭॥
હંમેશા સ્થિર રહેનાર પરમાત્માનું સ્મરણ કરતાં તે પોતાનું દરેક પ્રકારનું દુઃખ સમાપ્ત કરી લે છે ।।૭।।

ਸਦਾ ਹਜੂਰਿ ਦੂਰਿ ਜਾਣਹੁ
હે ભાઈ! પરમાત્મા હંમેશા બધા જીવોની આસપાસ વસે છે. તેને પોતાનાથી દુર વસતો ન સમજો.

ਗੁਰ ਸਬਦੀ ਹਰਿ ਅੰਤਰਿ ਪਛਾਣਹੁ
ગુરુના શબ્દમાં જોડાઈને તે પરમાત્માની સાથે પોતાના હૃદયમાં ઓળખાણ બનાવો!

ਨਾਨਕ ਨਾਮਿ ਮਿਲੈ ਵਡਿਆਈ ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਪਾਵਣਿਆ ॥੮॥੧੧॥੧੨॥
હે નાનક! પ્રભુના નામમાં જોડાવાથી લોક પરલોકમાં સત્કાર મળે છે, પરંતુ, પ્રભુનું નામ સંપૂર્ણ ગુરૂથી જ મળે છે ।।૮।।૧૧।।૧૨।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૩।।

ਐਥੈ ਸਾਚੇ ਸੁ ਆਗੈ ਸਾਚੇ
હે ભાઈ! જે મનુષ્ય આ લોકમાં સ્થિર મન રહે છે, તે પરલોકમાં પણ પ્રભુની સાથે એકમેક થઈને રહે છે.

ਮਨੁ ਸਚਾ ਸਚੈ ਸਬਦਿ ਰਾਚੇ
જે લોકો હંમેશા સ્થિર પ્રભુની મહિમાનાં શબ્દમાં રચાયેલા રહે છે, તેનું મન સ્થિર થઈ જાય છે.

ਸਚਾ ਸੇਵਹਿ ਸਚੁ ਕਮਾਵਹਿ ਸਚੋ ਸਚੁ ਕਮਾਵਣਿਆ ॥੧॥
તે હંમેશા જ હંમેશા સ્થિર પ્રભુનું સ્મરણ કરે છે, નામ જપવાની જ કમાણી કરે છે, હંમેશા સ્થિર પ્રભુને જ સ્મરણ કરતા રહે છે ।।૧।।

ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਸਚਾ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ
હું તેનાથી કુરબાન જાવ છું, જે હંમેશા સ્થિર રહેનાર પરમાત્માનું નામ પોતાના મનમાં વસાવી રાખે છે.

ਸਚੇ ਸੇਵਹਿ ਸਚਿ ਸਮਾਵਹਿ ਸਚੇ ਕੇ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ
જે મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુનું સ્મરણ કરે છે, હંમેશા સ્થિર પ્રભુના ગુણ ગાય છે, તે હંમેશા સ્થિર પ્રભુમાં લીન રહે છે ।।૧।।વિરામ।।

ਪੰਡਿਤ ਪੜਹਿ ਸਾਦੁ ਪਾਵਹਿ
પંડિત લોકો વેદ વગેરે પુસ્તકો વાંચે તો છે, પરંતુ, અધ્યાત્મિક આનંદ નથી લઇ શકતા

ਦੂਜੈ ਭਾਇ ਮਾਇਆ ਮਨੁ ਭਰਮਾਵਹਿ
કારણ કે તે માયાના મોહમાં ફસાઈને માયા તરફ જ પોતાના મનને દોડાવતા રહે છે.

ਮਾਇਆ ਮੋਹਿ ਸਭ ਸੁਧਿ ਗਵਾਈ ਕਰਿ ਅਵਗਣ ਪਛੋਤਾਵਣਿਆ ॥੨॥
માયાના મોહને કારણે તેને ઉચ્ચ અધ્યાત્મિક જીવન વિષે બધી સમજ ગુમાવી લીધી હોય છે, અને માયા માટે અવગુણ કરી કરીને પસ્તાવો કરતા રહે છે ।।૨।।

ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਤਾ ਤਤੁ ਪਾਏ
જ્યારે મનુષ્યને ગુરુ મળી જાય તો તે વાસ્તવિકતા સમજી લે છે, તે પરમાત્માનું નામ પોતાના મનમાં વસાવી લે છે.

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਏ
તે ગુરુના શબ્દમાં જોડાઈને માયાના મોહ તરફથી સ્થિર થઈ જાય છે.

error: Content is protected !!