GUJARATI PAGE 132

ਅੰਧ ਕੂਪ ਤੇ ਕੰਢੈ ਚਾੜੇ
હે ભાઈ! પરમાત્મા પોતાના સેવકો પર કૃપા કરે છે.

ਕਰਿ ਕਿਰਪਾ ਦਾਸ ਨਦਰਿ ਨਿਹਾਲੇ
તેને કૃપાની નજર સાથે જુએ છે. તેને માયાના મોહના અંધ કુવામાંથી કાઢીને બહાર કિનારા પર ચઢાવી દે છે તે સેવક અવિનાશી પ્રભુનાં ગુણ ગાતા રહે છે.

ਗੁਣ ਗਾਵਹਿ ਪੂਰਨ ਅਬਿਨਾਸੀ ਕਹਿ ਸੁਣਿ ਤੋਟਿ ਆਵਣਿਆ ॥੪॥
હે ભાઈ! પ્રભુના ગુણ અનંત છે કહેવાથી, સાંભળવાથી તેના ગુણોનો નાશ થઇ શકતો નથી ।।૪।।

ਐਥੈ ਓਥੈ ਤੂੰਹੈ ਰਖਵਾਲਾ
હે પ્રભુ! આ લોકમાં પરલોકમાં તું જ બધા જીવોનો રક્ષક છે.

ਮਾਤ ਗਰਭ ਮਹਿ ਤੁਮ ਹੀ ਪਾਲਾ
માતાના પેટમાં જ જીવોનું પાલન કરે છે.

ਮਾਇਆ ਅਗਨਿ ਪੋਹੈ ਤਿਨ ਕਉ ਰੰਗਿ ਰਤੇ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੫॥
તે લોકોને માયાની તૃષ્ણાની આગ સ્પર્શી શકતી નથી, જે તારા પ્રેમ રંગમાં રંગાયેલા તારા ગુણ ગાતા રહે છે ।।૫।।

ਕਿਆ ਗੁਣ ਤੇਰੇ ਆਖਿ ਸਮਾਲੀ
હે પ્રભુ! હું તારા ક્યાં ક્યાં ગુણ કહીને યાદ કરું?

ਮਨ ਤਨ ਅੰਤਰਿ ਤੁਧੁ ਨਦਰਿ ਨਿਹਾਲੀ
હું મારા મનમાં તનમાં તને જ વસતો જોઈ રહ્યો છું.

ਤੂੰ ਮੇਰਾ ਮੀਤੁ ਸਾਜਨੁ ਮੇਰਾ ਸੁਆਮੀ ਤੁਧੁ ਬਿਨੁ ਅਵਰੁ ਜਾਨਣਿਆ ॥੬॥
હે પ્રભુ! તું જ મારો માલિક છે. તારા વગર હું કોઈ બીજાને તારા જેવો મિત્ર નથી સમજતો ।।૬।।

ਜਿਸ ਕਉ ਤੂੰ ਪ੍ਰਭ ਭਇਆ ਸਹਾਈ
હે પ્રભુ! જે મનુષ્ય માટે તું રક્ષક બની જાય છે, 

ਤਿਸੁ ਤਤੀ ਵਾਉ ਲਗੈ ਕਾਈ
તેને કોઈ દુઃખ કલેશ સ્પર્શી શકતું નથી.

ਤੂ ਸਾਹਿਬੁ ਸਰਣਿ ਸੁਖਦਾਤਾ ਸਤਸੰਗਤਿ ਜਪਿ ਪ੍ਰਗਟਾਵਣਿਆ ॥੭॥
તું જ તેનો માલિક છે, તું જ તેનો રક્ષક છે, તું જ તેને સુખ આપનાર છે. સાધુ-સંગતમાં તારું નામ જપીને તે તને પોતાના હૃદયમાં પ્રત્યક્ષ જુએ છે ।।૭।।

ਤੂੰ ਊਚ ਅਥਾਹੁ ਅਪਾਰੁ ਅਮੋਲਾ
હે પ્રભુ! આધ્યાત્મિક જીવનમાં તું બધા જીવોથી ઊંચે છે, તું જાણે, ગુણોનો સમુદ્ર છે. જેની ઉંડાઈ માપી શકાતી નથી.

ਤੂੰ ਸਾਚਾ ਸਾਹਿਬੁ ਦਾਸੁ ਤੇਰਾ ਗੋਲਾ
તારી હસ્તીનો પહેલો છેડો નથી શોધી શકાતો. તારું મૂલ્ય નથી પડી શકતું, કોઈ પણ પદાર્થનાં બદલે તારી પ્રાપ્તિ થઈ શકતી નથી.

ਤੂੰ ਮੀਰਾ ਸਾਚੀ ਠਕੁਰਾਈ ਨਾਨਕ ਬਲਿ ਬਲਿ ਜਾਵਣਿਆ ॥੮॥੩॥੩੭॥
તું હંમેશા કાયમ રહેનાર માલિક છે. હું તારો દાસ છું, ગુલામ છું. હે નાનક! કહે: હે પ્રભુ! તું મારો માલિક છે; તારી માલિકી હંમેશા કાયમ રહેનારી છે. હું તારાથી હંમેશા કુરબાન છું ।।૮।।૩।।૩૭।।‘

ਮਾਝ ਮਹਲਾ ਘਰੁ
માઝ મહેલ ૫ ઘર ૨।।

ਨਿਤ ਨਿਤ ਦਯੁ ਸਮਾਲੀਐ
હે ભાઈ! હંમેશા જ તે પરમાત્માને હૃદયમાં વસાવવા જોઈએ જે બધા જીવો પર તરસ કરે છે   

ਮੂਲਿ ਮਨਹੁ ਵਿਸਾਰੀਐ ਰਹਾਉ
તેને પોતાના મનથી ભૂલવા ન જોઈએ ।।વિરામ।।

ਸੰਤਾ ਸੰਗਤਿ ਪਾਈਐ
હે ભાઈ! સંતોની સંગતિમાં રહેવાથી પરમાત્માનું નામ મળે છે.

ਜਿਤੁ ਜਮ ਕੈ ਪੰਥਿ ਜਾਈਐ
સાધુ-સંગતની કૃપાથી આધ્યાત્મિક મૃત્યુ તરફ લઇ જનાર રસ્તા પર નથી પડતો.

ਤੋਸਾ ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਲੈ ਤੇਰੇ ਕੁਲਹਿ ਲਾਗੈ ਗਾਲਿ ਜੀਉ ॥੧॥
હે ભાઈ! જીવન સફર માટે પરમાત્માનું નામ ખર્ચ પોતાના પાલવે બાંધી લે આ રીતે તારા કુળને પણ કોઈ બદનામી નહિ આવે ।।૧।।

ਜੋ ਸਿਮਰੰਦੇ ਸਾਂਈਐ
જે મનુષ્ય માલિક પરમાત્માનું સ્મરણ કરે છે 

ਨਰਕਿ ਸੇਈ ਪਾਈਐ
તેને નરકમાં નથી નાખવામાં આવતા.        

ਤਤੀ ਵਾਉ ਲਗਈ ਜਿਨ ਮਨਿ ਵੁਠਾ ਆਇ ਜੀਉ ॥੨॥
હે ભાઈ! જેના મનમાં પરમાત્મા આવી વસે છે. તેને કોઈ દુઃખ ક્લેશ સ્પર્શી શકતું નથી ।।૨।।

ਸੇਈ ਸੁੰਦਰ ਸੋਹਣੇ
તે જ મનુષ્ય સોહામણા સુંદર જીવનવાળા છે.

ਸਾਧਸੰਗਿ ਜਿਨ ਬੈਹਣੇ
જેનું ઉઠવું બેસવું સાધુસંગતિમાં છે.

ਹਰਿ ਧਨੁ ਜਿਨੀ ਸੰਜਿਆ ਸੇਈ ਗੰਭੀਰ ਅਪਾਰ ਜੀਉ ॥੩॥
જે લોકોએ પરમાત્માનું નામ ધન એકત્રિત કરી લીધું, તે અનંત ઊંડા જીગરવાળો બની ગયો ।।૩।।

ਹਰਿ ਅਮਿਉ ਰਸਾਇਣੁ ਪੀਵੀਐ
હે ભાઈ! પરમાત્માનું નામ અમૃત પીવું જોઈએ.

ਮੁਹਿ ਡਿਠੈ ਜਨ ਕੈ ਜੀਵੀਐ
આ માટે તું પણ હંમેશા ગુરુના પગ પુજ, ગુરુની શરણ પડેલો રહે

ਕਾਰਜ ਸਭਿ ਸਵਾਰਿ ਲੈ ਨਿਤ ਪੂਜਹੁ ਗੁਰ ਕੇ ਪਾਵ ਜੀਉ ॥੪॥
અને આ રીતે પોતાના બધા કામ પાર પાડી લે ।।૪।।

ਜੋ ਹਰਿ ਕੀਤਾ ਆਪਣਾ
જે મનુષ્યને પરમાત્માએ પોતાનો સેવક બનાવી લીધો છે,

ਤਿਨਹਿ ਗੁਸਾਈ ਜਾਪਣਾ
તેને જ પ્રભુ પતિનું સ્મરણ કરતુ રહેવાનું છે.

ਸੋ ਸੂਰਾ ਪਰਧਾਨੁ ਸੋ ਮਸਤਕਿ ਜਿਸ ਦੈ ਭਾਗੁ ਜੀਉ ॥੫॥
જે મનુષ્યના માથા પર પ્રભુનાં આ દાનનું ભાગ્ય જાગી જાય, તે વિકારોથી ટક્કર લેવા સમર્થ શૂરવીર બની જાય છે, તે મનુષ્યોમાં શ્રેષ્ઠ મનુષ્ય માનવામાં આવે છે ।।૫।।

ਮਨ ਮੰਧੇ ਪ੍ਰਭੁ ਅਵਗਾਹੀਆ
હે ભાઈ! પોતાના મનમાં જ ડૂબકી લગાવો અને પ્રભુના દર્શન કરો

ਏਹਿ ਰਸ ਭੋਗਣ ਪਾਤਿਸਾਹੀਆ
આ જ છે દુનિયાના બધા રસોનો ભોગ. આ જ છે દુનિયાની બાદ્શાહીઓ.

ਮੰਦਾ ਮੂਲਿ ਉਪਜਿਓ ਤਰੇ ਸਚੀ ਕਾਰੈ ਲਾਗਿ ਜੀਉ ॥੬॥
જે મનુષ્યોએ પરમાત્માને પોતાની અંદર જ જોઈ લીધા, તેના મનમાં ક્યારેય કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી. તે નામ જપવાના સાચા કાર્યમાં લાગીને સંસાર સમુદ્રથી પાર પડી જાય છે ।।૬।।

ਕਰਤਾ ਮੰਨਿ ਵਸਾਇਆ
જે મનુષ્યએ કર્તારને પોતાના મનમાં વસાવી લીધા, 

ਜਨਮੈ ਕਾ ਫਲੁ ਪਾਇਆ
તેને માનવ જન્મનું ફળ પ્રાપ્ત કરી લીધું.

ਮਨਿ ਭਾਵੰਦਾ ਕੰਤੁ ਹਰਿ ਤੇਰਾ ਥਿਰੁ ਹੋਆ ਸੋਹਾਗੁ ਜੀਉ ॥੭॥
હે જીવ-સ્ત્રી! જો તને કાંત હરિ પોતાના મનમાં પ્રેમાળ લાગવા લાગે. તો તારો આ સુહાગ હંમેશા માટે તારા માથા પર કાયમ રહેશે ।।૭।।

ਅਟਲ ਪਦਾਰਥੁ ਪਾਇਆ
પરમાત્માનું નામ હંમેશા કાયમ રહેનાર ધન છે. જેણે આ હંમેશા કાયમ રહેનાર ધન શોધી લીધું.

ਭੈ ਭੰਜਨ ਕੀ ਸਰਣਾਇਆ
જે લોકો હંમેશા ડર નાશ કરનાર પરમાત્માની શરણમાં આવી ગયા.

ਲਾਇ ਅੰਚਲਿ ਨਾਨਕ ਤਾਰਿਅਨੁ ਜਿਤਾ ਜਨਮੁ ਅਪਾਰ ਜੀਉ ॥੮॥੪॥੩੮॥
હે નાનક!  તેને પરમાત્માએ પોતાની સાથે લગાવીને સંસાર સમુદ્રથી પાર પાડ્યા. તેને માનવ જન્મની રમત જીતી લીધી ।।૮।।૪।।૩૮।।

ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ
એક શાશ્વત પરમાત્મા છે જે સદગુરૂની કૃપાથી મળે છે।।

ਮਾਝ ਮਹਲਾ ਘਰੁ
માઝ મહેલ ૫ ઘર ૩।।

ਹਰਿ ਜਪਿ ਜਪੇ ਮਨੁ ਧੀਰੇ ॥੧॥ ਰਹਾਉ
પરમાત્માનું નામ જપીજપીને મનુષ્યનું મન ધૈર્યવાન થઇ જાય છે. દુનિયાના સુખો દુઃખોમાં ડોલતુ નથી ।।વિરામ।।

ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਗੁਰਦੇਉ ਮਿਟਿ ਗਏ ਭੈ ਦੂਰੇ ॥੧॥
સૌથી મોટા અકાળ-પુરખને સ્મરણ કરીકરીને બધા ડર સહમ મટી જાય છે. દૂર થઇ જાય છે ।।૧।।

ਸਰਨਿ ਆਵੈ ਪਾਰਬ੍ਰਹਮ ਕੀ ਤਾ ਫਿਰਿ ਕਾਹੇ ਝੂਰੇ ॥੨॥
જયારે મનુષ્ય પરમાત્માનો આશરો લઇ લે છે. તેને કોઈ ચિંતા, ફિકર સ્પર્શી શકતી નથી ।।૨।।

error: Content is protected !!