ਤੂੰ ਵਡਾ ਤੂੰ ਊਚੋ ਊਚਾ ॥
હે પ્રભુ! તાકાત તેમજ સમર્થમાં તું સૌથી મોટો છે આધ્યાત્મિક ઊંચાઈમાં તું સૌથી ઊંચો છે.
ਤੂੰ ਬੇਅੰਤੁ ਅਤਿ ਮੂਚੋ ਮੂਚਾ ॥
તારા ગુણોનો અંત નથી મેળવી શકાતો. તું અનંત મોટી હસ્તીવાળો છે.
ਹਉ ਕੁਰਬਾਣੀ ਤੇਰੈ ਵੰਞਾ ਨਾਨਕ ਦਾਸ ਦਸਾਵਣਿਆ ॥੮॥੧॥੩੫॥
નાનક કહે છે હે પ્રભુ! હું તારાથી કુરબાન જાવ છું. હું તારા દાસનો દાસ છું ।।૮।।૧।।૩૫।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਕਉਣੁ ਸੁ ਮੁਕਤਾ ਕਉਣੁ ਸੁ ਜੁਗਤਾ ॥
તે કયો મનુષ્ય છે જે માયાનાં બંધનોથી આઝાદ રહે છે અને પ્રભુના ચરણોમાં જોડાયેલો રહે છે?
ਕਉਣੁ ਸੁ ਗਿਆਨੀ ਕਉਣੁ ਸੁ ਬਕਤਾ ॥
તે કયો મનુષ્ય છે જે પરમાત્મા સાથે ગાઢ સંધિ બનાવી રાખે છે અને તેની મહિમા કરે છે?
ਕਉਣੁ ਸੁ ਗਿਰਹੀ ਕਉਣੁ ਉਦਾਸੀ ਕਉਣੁ ਸੁ ਕੀਮਤਿ ਪਾਏ ਜੀਉ ॥੧॥
સારું ગૃહસ્થી કોણ હોઈ શકે છે? માયાથી નિર્લિપ કોણ છે? તે કયો મનુષ્ય છે જે મનુષ્ય જન્મની કદર સમજે છે? ।।૧।।
ਕਿਨਿ ਬਿਧਿ ਬਾਧਾ ਕਿਨਿ ਬਿਧਿ ਛੂਟਾ ॥
મનુષ્ય માયાના બંધનોમાં કેવી રીતે બંધાય જાય છે અને કેવી રીતે તે બંધનોથી સ્વતંત્ર થાય છે?
ਕਿਨਿ ਬਿਧਿ ਆਵਣੁ ਜਾਵਣੁ ਤੂਟਾ ॥
કઈ રીતથી જન્મ મરણનો ચક્ર ખતમ થાય છે?
ਕਉਣ ਕਰਮ ਕਉਣ ਨਿਹਕਰਮਾ ਕਉਣੁ ਸੁ ਕਹੈ ਕਹਾਏ ਜੀਉ ॥੨॥
સારા કામ ક્યાં છે? તે કયો મનુષ્ય છે જે દુનિયામાં વિચરતો હોવા છતાં પણ વાસના રહિત છે? તે કયો મનુષ્ય છે જે સ્વયં મહિમા કરે છે તથા બીજા પાસેથી પણ કરાવે છે? ।।૨।।
ਕਉਣੁ ਸੁ ਸੁਖੀਆ ਕਉਣੁ ਸੁ ਦੁਖੀਆ ॥
સુખી જીવન આપનાર કોણ છે? કોણ દુઃખોમાં ઘેરાયેલો છે?
ਕਉਣੁ ਸੁ ਸਨਮੁਖੁ ਕਉਣੁ ਵੇਮੁਖੀਆ ॥
સન્મુખ કોને કહેવામાં આવે છે? બેમુખ કોને કહે છે?
ਕਿਨਿ ਬਿਧਿ ਮਿਲੀਐ ਕਿਨਿ ਬਿਧਿ ਬਿਛੁਰੈ ਇਹ ਬਿਧਿ ਕਉਣੁ ਪ੍ਰਗਟਾਏ ਜੀਉ ॥੩॥
પ્રભુ ચરણોમાં કઈ રીતે મળી શકાય છે? મનુષ્ય પ્રભુથી કઈ રીતે અલગ થાય છે? આ વિધિ કોણ શીખવે છે? ।।૩।।
ਕਉਣੁ ਸੁ ਅਖਰੁ ਜਿਤੁ ਧਾਵਤੁ ਰਹਤਾ ॥
તે કયો શબ્દ છે જેનાથી વિકારો તરફ દોડતું મન ટકી જાય છે, રોકાય જાય છે?
ਕਉਣੁ ਉਪਦੇਸੁ ਜਿਤੁ ਦੁਖੁ ਸੁਖੁ ਸਮ ਸਹਤਾ ॥
તે કયો ઉપદેશ છે જેના પર ચાલીને મનુષ્ય દુઃખ સુખ એક સમાન સહી શકે છે?
ਕਉਣੁ ਸੁ ਚਾਲ ਜਿਤੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਧਿਆਏ ਕਿਨਿ ਬਿਧਿ ਕੀਰਤਨੁ ਗਾਏ ਜੀਉ ॥੪॥
તે ક્યુ જીવન વર્તન છે જેનાથી મનુષ્ય પરમાત્માને સ્મરણ કરી શકે? કઈ રીતે પરમાત્માની મહિમા કરતો રહે? ।।૪।।
ਗੁਰਮੁਖਿ ਮੁਕਤਾ ਗੁਰਮੁਖਿ ਜੁਗਤਾ ॥
ગુરુએ બતાવેલા માર્ગ પર ચાલવાવાળો મનુષ્ય માયાનાં બંધનોથી આઝાદ રહે છે અને પરમાત્માની યાદમાં જોડાયેલો રહે છે.
ਗੁਰਮੁਖਿ ਗਿਆਨੀ ਗੁਰਮੁਖਿ ਬਕਤਾ ॥
ગુરૂની શરણમાં રહેનાર મનુષ્ય જ પરમાત્મા સાથે ગાઢ સંધિ રાખે છે અને પ્રભુની મહિમા કરે છે.
ਧੰਨੁ ਗਿਰਹੀ ਉਦਾਸੀ ਗੁਰਮੁਖਿ ਗੁਰਮੁਖਿ ਕੀਮਤਿ ਪਾਏ ਜੀਉ ॥੫॥
ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય જ ભાગ્યશાળી ગૃહસ્થી છે. તે દુનિયાના કીર્ત-કાર્ય કરતો હોવા છતાં નિર્લિપ રહે છે. તે જ મનુષ્ય જન્મની કદર સમજે છે ।।૫।।
ਹਉਮੈ ਬਾਧਾ ਗੁਰਮੁਖਿ ਛੂਟਾ ॥
પોતાના મનની પાછળ ચાલીને મનુષ્ય પોતાના જ અહંકારને કારણે માયાના બંધનોમાં બંધાય જાય છે.
ਗੁਰਮੁਖਿ ਆਵਣੁ ਜਾਵਣੁ ਤੂਟਾ ॥
ગુરુની શરણ પડીને આ બંધનોથી આઝાદ થઇ જાય છે. ગુરુની બતાવેલી રાહ પર ચાલવાથી મનુષ્યનું જન્મ મરણનું ચક્ર સમાપ્ત થઇ જાય છે.
ਗੁਰਮੁਖਿ ਕਰਮ ਗੁਰਮੁਖਿ ਨਿਹਕਰਮਾ ਗੁਰਮੁਖਿ ਕਰੇ ਸੁ ਸੁਭਾਏ ਜੀਉ ॥੬॥
ગુરુની સન્મુખ રહીને સારા કામ થઇ શકે છે. ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય દુનિયાની કીર્તિ-કાર્ય કરતો હોવા છતાં ઈચ્છા રહિત રહે છે. આવો મનુષ્ય જે કંઈ પણ કરે છે પ્રભુના પ્રેમમાં ટકીને કરે છે ।।૬।।
ਗੁਰਮੁਖਿ ਸੁਖੀਆ ਮਨਮੁਖਿ ਦੁਖੀਆ ॥
ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય સુખી જીવન વાળો છે. પરંતુ પોતાના મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય નિત્ય દુઃખી રહે છે.
ਗੁਰਮੁਖਿ ਸਨਮੁਖੁ ਮਨਮੁਖਿ ਵੇਮੁਖੀਆ ॥
ગુરુએ બતાવેલા માર્ગ પર ચાલનાર મનુષ્ય પરમાત્મા તરફ મુખ રાખનાર છે. પોતાના મનની પાછળ ચાલનારા લોકો પ્રભુથી મુખ ફેરવી રાખે છે.
ਗੁਰਮੁਖਿ ਮਿਲੀਐ ਮਨਮੁਖਿ ਵਿਛੁਰੈ ਗੁਰਮੁਖਿ ਬਿਧਿ ਪ੍ਰਗਟਾਏ ਜੀਉ ॥੭॥
ગુરુની સન્મુખ રહેવાથી પરમાત્માને મળી શકાય છે. પોતાના મનની પાછળ ચાલવાવાળા લોકો પરમાત્માથી છૂટી જાય છે. ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય જ સાચા જીવનની વિધિ શીખવે છે ।।૭।।
ਗੁਰਮੁਖਿ ਅਖਰੁ ਜਿਤੁ ਧਾਵਤੁ ਰਹਤਾ ॥
ગુરુના મુખેથી નીકળેલા શબ્દ જ તે બોલ છે જેની કૃપાથી વિકારો તરફ દોડતું મન ઊભું થઈ જાય છે.
ਗੁਰਮੁਖਿ ਉਪਦੇਸੁ ਦੁਖੁ ਸੁਖੁ ਸਮ ਸਹਤਾ ॥
ગુરુથી મળેલો ઉપદેશ જ આ સમર્થ રાખે છે કે મનુષ્ય તેના આશરે દુઃખ સુખને એક સમાન કરી સહે છે.
ਗੁਰਮੁਖਿ ਚਾਲ ਜਿਤੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਧਿਆਏ ਗੁਰਮੁਖਿ ਕੀਰਤਨੁ ਗਾਏ ਜੀਉ ॥੮॥
ગુરુની રાહ પર ચાલવું એવી જીવન ચાલ છે કે આના દ્વારા મનુષ્ય પરમાત્માનું ધ્યાન ધરી શકે છે અને પરમાત્માની મહિમા કરે છે ।।૮।।
ਸਗਲੀ ਬਣਤ ਬਣਾਈ ਆਪੇ ॥
પરંતુ ગુરુમુખ અને મન્મુખ – આ બધી રચના પરમાત્માએ સ્વયં જ બનાવી છે.
ਆਪੇ ਕਰੇ ਕਰਾਏ ਥਾਪੇ ॥
બધા જીવોમાં વ્યાપક થઈને તે સ્વયં જ બધું કરે છે અને જીવોથી કરાવે છે. તે સ્વયં જ જગતની બધી રમત ચલાવી રહ્યો છે.
ਇਕਸੁ ਤੇ ਹੋਇਓ ਅਨੰਤਾ ਨਾਨਕ ਏਕਸੁ ਮਾਹਿ ਸਮਾਏ ਜੀਉ ॥੯॥੨॥੩੬॥
હે નાનક! તે સ્વયં જ પોતાના એક સ્વરૂપથી અનંત રૂપો રંગોવાળો બનેલો છે. આ આખું બહુરંગી જગત તે એકમાં જ લીન થઇ જાય છે ।।૯।।૨।।૩૬।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਪ੍ਰਭੁ ਅਬਿਨਾਸੀ ਤਾ ਕਿਆ ਕਾੜਾ ॥
જે મનુષ્યને આ નિશ્ચય હોય કે મારા માથા પર અવિનાશી પ્રભુ રક્ષક છે. તેને કોઈ ચિંતા નથી હોતી.
ਹਰਿ ਭਗਵੰਤਾ ਤਾ ਜਨੁ ਖਰਾ ਸੁਖਾਲਾ ॥
જ્યારે મનુષ્યને આ નિશ્ચય હોય કે બધા સુખોનો માલિક હરિ મારો રક્ષક છે તો તે ખુબ જ સરળ જીવન વ્યતીત કરે છે.
ਜੀਅ ਪ੍ਰਾਨ ਮਾਨ ਸੁਖਦਾਤਾ ਤੂੰ ਕਰਹਿ ਸੋਈ ਸੁਖੁ ਪਾਵਣਿਆ ॥੧॥
હે પ્રભુ જેને આ નિશ્ચય છે કે તું જીવનો, મનનો સુખ દાતા છે અને જે કંઈ તું કરે છે તે જ થાય છે. તે મનુષ્ય આધ્યાત્મિક આનંદ માણે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਗੁਰਮੁਖਿ ਮਨਿ ਤਨਿ ਭਾਵਣਿਆ ॥
હે પ્રભુ! હું તારાથી કુરબાન છું. ગુરુની શરણ પડવાથી તું મનમાં, દિલમાં પ્રેમાળ લાગવા લાગે છે.
ਤੂੰ ਮੇਰਾ ਪਰਬਤੁ ਤੂੰ ਮੇਰਾ ਓਲਾ ਤੁਮ ਸੰਗਿ ਲਵੈ ਨ ਲਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥
હે પ્રભુ! તું મારા માટે પર્વત સમાન સહારો છે. તું મારો આશરો છે. હું તારી સાથે બીજાને બરાબરીનો દરજ્જો નથી આપી શકતો ।।૧।।વિરામ।।
ਤੇਰਾ ਕੀਤਾ ਜਿਸੁ ਲਾਗੈ ਮੀਠਾ ॥
જે મનુષ્યને તારી વાણી મીઠી લાગવા લાગે,
ਘਟਿ ਘਟਿ ਪਾਰਬ੍ਰਹਮੁ ਤਿਨਿ ਜਨਿ ਡੀਠਾ ॥
હે પ્રભુ! તું પરબ્રહ્મ દરેકના હૃદયમાં વસી રહ્યો છે. તે મનુષ્યએ તને દરેક હૃદયમાં વસતો જોઈ લીધો છે.
ਥਾਨਿ ਥਨੰਤਰਿ ਤੂੰਹੈ ਤੂੰਹੈ ਇਕੋ ਇਕੁ ਵਰਤਾਵਣਿਆ ॥੨॥
દરેક જગ્યાએ તું જ તું છે. ફક્ત એક તુ જ વસી રહ્યો છે ।।૨।।
ਸਗਲ ਮਨੋਰਥ ਤੂੰ ਦੇਵਣਹਾਰਾ ॥
હે પ્રભુ! બધા જીવોની મન માંગેલી ઈચ્છાઓને તું જ પુરી કરનાર છે.
ਭਗਤੀ ਭਾਇ ਭਰੇ ਭੰਡਾਰਾ ॥
તારા ઘરમાં ભક્તિ ધનના પ્રેમ ધનના ખજાના ભરેલા પડ્યા છે.
ਦਇਆ ਧਾਰਿ ਰਾਖੇ ਤੁਧੁ ਸੇਈ ਪੂਰੈ ਕਰਮਿ ਸਮਾਵਣਿਆ ॥੩॥
જે લોકો તારી પુરી કૃપાથી તારામાં લીન રહે છે, દયા કરીને તેને તું માયાના હુમલાથી બચાવી લે છે ।।૩।।