Gujarati Page 577

ਕਹੁ ਨਾਨਕ ਤਿਸੁ ਜਨ ਬਲਿਹਾਰੀ ਤੇਰਾ ਦਾਨੁ ਸਭਨੀ ਹੈ ਲੀਤਾ ॥੨॥
નાનક કહે છે કે આવા પ્રભુ-ભક્ત પર હું બલિહારી જાવ છું અને તારું દાન બધાએ લીધું છે ॥૨॥

ਤਉ ਭਾਣਾ ਤਾਂ ਤ੍ਰਿਪਤਿ ਅਘਾਏ ਰਾਮ ॥
હે પૂજ્ય પરમેશ્વર! જ્યારે તે સારું લાગે તો હું તૃપ્ત તેમજ સંતુષ્ટ થઈ ગયો. 

ਮਨੁ ਥੀਆ ਠੰਢਾ ਸਭ ਤ੍ਰਿਸਨ ਬੁਝਾਏ ਰਾਮ ॥
મારુ મન શીતળ થઈ ગયું છે અને મારી બધી તૃષ્ણા મટી ગઈ છે.

ਮਨੁ ਥੀਆ ਠੰਢਾ ਚੂਕੀ ਡੰਝਾ ਪਾਇਆ ਬਹੁਤੁ ਖਜਾਨਾ ॥
મારુ મન શીતળ થઈ  ગયું છે, જલન પણ મટી ગઈ છે અને મને તારા નામનો મોટો ભંડાર મળી ગયો છે.

ਸਿਖ ਸੇਵਕ ਸਭਿ ਭੁੰਚਣ ਲਗੇ ਹੰਉ ਸਤਗੁਰ ਕੈ ਕੁਰਬਾਨਾ ॥
ગુરુના બધા શીખ તેમજ સેવક આનું સેવન કરે છે. હું પોતાના સદ્દગુરુ પર બલિહાર જાઉં છું.

ਨਿਰਭਉ ਭਏ ਖਸਮ ਰੰਗਿ ਰਾਤੇ ਜਮ ਕੀ ਤ੍ਰਾਸ ਬੁਝਾਏ ॥
માલિકના પ્રેમ-રંગમાં લીન થવાથી હું મૃત્યુના આતંકને દૂર કરીને નીડર થઈ ગયો છું.

ਨਾਨਕ ਦਾਸੁ ਸਦਾ ਸੰਗਿ ਸੇਵਕੁ ਤੇਰੀ ਭਗਤਿ ਕਰੰਉ ਲਿਵ ਲਾਏ ॥੩॥
દાસ નાનક પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! હંમેશા જ પોતાના સેવકની સાથે રહે કેમ કે તારા ચરણોમાં વૃત્તિ લગાવીને હું તારી ભક્તિ કરતો રહું ॥૩॥

ਪੂਰੀ ਆਸਾ ਜੀ ਮਨਸਾ ਮੇਰੇ ਰਾਮ ॥
હે રામ! મારી આશા તેમજ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે. 

ਮੋਹਿ ਨਿਰਗੁਣ ਜੀਉ ਸਭਿ ਗੁਣ ਤੇਰੇ ਰਾਮ ॥
હું ગુણહીન છું અને બધા ગુણ તારામાં જ હાજર છે.

ਸਭਿ ਗੁਣ ਤੇਰੇ ਠਾਕੁਰ ਮੇਰੇ ਕਿਤੁ ਮੁਖਿ ਤੁਧੁ ਸਾਲਾਹੀ ॥
હે ઠાકોર! બધા ગુણ તારામાં જ છે, પછી હું ક્યાં મુખથી તારી મહિમા-સ્તુતિ કરું?

ਗੁਣੁ ਅਵਗੁਣੁ ਮੇਰਾ ਕਿਛੁ ਨ ਬੀਚਾਰਿਆ ਬਖਸਿ ਲੀਆ ਖਿਨ ਮਾਹੀ ॥
મારા ગુણો તેમજ અવગુણો તરફ તે જરા પણ ધ્યાન આપ્યું નથી અને તે મને એક ક્ષણમાં જ ક્ષમા કરી દીધો છે.

ਨਉ ਨਿਧਿ ਪਾਈ ਵਜੀ ਵਾਧਾਈ ਵਾਜੇ ਅਨਹਦ ਤੂਰੇ ॥
મેં નવનિધિ પ્રાપ્ત કરી લીધી છે, શુભકામનાઓ ગુંજી રહી છે અને અનહદ-નાદ વાગી રહ્યા છે.

ਕਹੁ ਨਾਨਕ ਮੈ ਵਰੁ ਘਰਿ ਪਾਇਆ ਮੇਰੇ ਲਾਥੇ ਜੀ ਸਗਲ ਵਿਸੂਰੇ ॥੪॥੧॥
હે નાનક! મેં પોતાના હૃદય-ઘરમાં પોતાના પતિ-પ્રભુને મેળવી લીધો છે અને મારી બધી ચિંતા મટી ગઈ છે ॥૪॥૧॥ 

ਸਲੋਕੁ ॥
શ્લોક॥

ਕਿਆ ਸੁਣੇਦੋ ਕੂੜੁ ਵੰਞਨਿ ਪਵਣ ਝੁਲਾਰਿਆ ॥
તું શા માટે અસત્ય વાતો સાંભળતો રહે છે? કારણ કે આ તો હવાના ઝડપી પવનની જેમ લુપ્ત થઈ  જનારી છે.

ਨਾਨਕ ਸੁਣੀਅਰ ਤੇ ਪਰਵਾਣੁ ਜੋ ਸੁਣੇਦੇ ਸਚੁ ਧਣੀ ॥੧॥
હે નાનક! તે જ કાન પરમાત્મને સ્વીકાર છે, જે સાચા પરમેશ્વરનાં નામની મહિમા સાંભળે છે ॥૧॥ 

ਛੰਤੁ ॥
છંદ ॥

ਤਿਨ ਘੋਲਿ ਘੁਮਾਈ ਜਿਨ ਪ੍ਰਭੁ ਸ੍ਰਵਣੀ ਸੁਣਿਆ ਰਾਮ ॥
હું તેના પર બલિહારી થાવ છું, જે પોતાના કાનથી પ્રભુનું નામ સાંભળે છે. 

ਸੇ ਸਹਜਿ ਸੁਹੇਲੇ ਜਿਨ ਹਰਿ ਹਰਿ ਰਸਨਾ ਭਣਿਆ ਰਾਮ ॥
જે પોતાના મુખથી પરમેશ્વરનું ગુણગાન કરે છે, તે સરળ જ સુખી છે.

ਸੇ ਸਹਜਿ ਸੁਹੇਲੇ ਗੁਣਹ ਅਮੋਲੇ ਜਗਤ ਉਧਾਰਣ ਆਏ ॥
તે પણ પ્રાકૃતિક રૂપથી શોભાયમાન છે તેમજ અમૂલ્ય ગુણોવાળો છે જે દુનિયાનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે.

ਭੈ ਬੋਹਿਥ ਸਾਗਰ ਪ੍ਰਭ ਚਰਣਾ ਕੇਤੇ ਪਾਰਿ ਲਘਾਏ ॥
પ્રભુના સુંદર ચરણ ભવસાગર પાર કરાવનાર જહાજ છે, જેણે અનેકોને ભવસાગર પાર કર્યા છે.

ਜਿਨ ਕੰਉ ਕ੍ਰਿਪਾ ਕਰੀ ਮੇਰੈ ਠਾਕੁਰਿ ਤਿਨ ਕਾ ਲੇਖਾ ਨ ਗਣਿਆ ॥
જેના પર મારા ઠાકોરે કૃપા-દ્રષ્ટિ કરી છે, તેનાથી તેના કર્મોનો હિસાબ પૂછાતો નથી.

ਕਹੁ ਨਾਨਕ ਤਿਸੁ ਘੋਲਿ ਘੁਮਾਈ ਜਿਨਿ ਪ੍ਰਭੁ ਸ੍ਰਵਣੀ ਸੁਣਿਆ ॥੧॥
નાનકનું કહેવું છે કે હું તેના પર બલિહાર જાઉં છું, જેને પોતાના કાનોથી પ્રભુની મહિમા સાંભળી છે ॥૧॥ 

ਸਲੋਕੁ ॥
શ્લોક॥

ਲੋਇਣ ਲੋਈ ਡਿਠ ਪਿਆਸ ਨ ਬੁਝੈ ਮੂ ਘਣੀ ॥
પોતાની આંખોથી મેં પરમાત્માનું આલોક જોઈ લીધું છે, પરંતુ તેને જોવાની મારી ખુબ તરસ સમાપ્ત થતી નથી.

ਨਾਨਕ ਸੇ ਅਖੜੀਆਂ ਬਿਅੰਨਿ ਜਿਨੀ ਡਿਸੰਦੋ ਮਾ ਪਿਰੀ ॥੧॥
હે નાનક! તે આંખો ભાગ્યવાન છે જેનાથી મારો પ્રિય-પ્રભુ જોવાય છે ॥૧॥ 

ਛੰਤੁ ॥
છંદ ॥ 

ਜਿਨੀ ਹਰਿ ਪ੍ਰਭੁ ਡਿਠਾ ਤਿਨ ਕੁਰਬਾਣੇ ਰਾਮ ॥
જેણે મારા હરિ-પ્રભુના દર્શન કર્યા છે, હું તેના પર બલિહારી જાઉં છું.

ਸੇ ਸਾਚੀ ਦਰਗਹ ਭਾਣੇ ਰਾਮ ॥
તે જ સાચા દરબારમાં નમ્ર થાય છે. 

ਠਾਕੁਰਿ ਮਾਨੇ ਸੇ ਪਰਧਾਨੇ ਹਰਿ ਸੇਤੀ ਰੰਗਿ ਰਾਤੇ ॥
ઠાકોરના સ્વીકાર્ય કરેલ તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને હરિના પ્રેમ રંગમાં લીન રહે છે.

ਹਰਿ ਰਸਹਿ ਅਘਾਏ ਸਹਜਿ ਸਮਾਏ ਘਟਿ ਘਟਿ ਰਮਈਆ ਜਾਤੇ ॥
તે હરિ રસથી તૃપ્ત થાય છે, સરળ સ્થિતિમાં લીન રહે છે અને સર્વવ્યાપક પરમાત્માને તે ઘટ-ઘટમાં જોવે છે.

ਸੇਈ ਸਜਣ ਸੰਤ ਸੇ ਸੁਖੀਏ ਠਾਕੁਰ ਅਪਣੇ ਭਾਣੇ ॥
જે પોતાના ઠાકોરને સારો લાગે છે, તે જ સજ્જન તેમજ સંત સુખી રહે છે. 

ਕਹੁ ਨਾਨਕ ਜਿਨ ਹਰਿ ਪ੍ਰਭੁ ਡਿਠਾ ਤਿਨ ਕੈ ਸਦ ਕੁਰਬਾਣੇ ॥੨॥
નાનકનું કહેવું છે કે જેને હરિ-પ્રભુનું દર્શન કર્યું છે, હું તેના પર હંમેશા બલિહાર જાઉં છું ॥૨॥ 

ਸਲੋਕੁ ॥
શ્લોક॥

ਦੇਹ ਅੰਧਾਰੀ ਅੰਧ ਸੁੰਞੀ ਨਾਮ ਵਿਹੂਣੀਆ ॥
પરમાત્માના નામ વગર આ શરીર સંપૂર્ણપણે અજ્ઞાનપૂર્ણ તેમજ નિર્જન છે.

ਨਾਨਕ ਸਫਲ ਜਨੰਮੁ ਜੈ ਘਟਿ ਵੁਠਾ ਸਚੁ ਧਣੀ ॥੧॥
હે નાનક! જેના અંતર મનમાં સાચા પરમેશ્વરનો નિવાસ છે, તે પ્રાણીનો જન્મ સફળ છે ॥૧॥ 

ਛੰਤੁ ॥
છંદ ॥

ਤਿਨ ਖੰਨੀਐ ਵੰਞਾਂ ਜਿਨ ਮੇਰਾ ਹਰਿ ਪ੍ਰਭੁ ਡੀਠਾ ਰਾਮ ॥
જેણે મારા હરિ-પ્રભુનું દર્શન કર્યું છે, તેના માટે ટુકડા-ટુકડા થઈને બલિહારી થાવ છું. 

ਜਨ ਚਾਖਿ ਅਘਾਣੇ ਹਰਿ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਮੀਠਾ ਰਾਮ ॥
હરિ નામામૃત પીને ભક્તજન તૃપ્ત થઈ ગયા છે.

ਹਰਿ ਮਨਹਿ ਮੀਠਾ ਪ੍ਰਭੂ ਤੂਠਾ ਅਮਿਉ ਵੂਠਾ ਸੁਖ ਭਏ ॥
તેના મનને તો પરમેશ્વર જ મીઠો લાગે છે, પ્રભુ તેના પર મહેરબાન છે, આથી તેના પર અમૃત વરસે છે અને તે સુખ ભોગવે છે.

ਦੁਖ ਨਾਸ ਭਰਮ ਬਿਨਾਸ ਤਨ ਤੇ ਜਪਿ ਜਗਦੀਸ ਈਸਹ ਜੈ ਜਏ ॥
વિશ્વના માલિક જગદીશ્વરનું ભજન તેમજ જય-જયકાર કરવાથી તેના શરીરના બધા દુઃખ તેમજ ભ્રમ નાશ થઈ  ગયા છે અને

ਮੋਹ ਰਹਤ ਬਿਕਾਰ ਥਾਕੇ ਪੰਚ ਤੇ ਸੰਗੁ ਤੂਟਾ ॥
પાંચેય વિકાર-કામવાસના, ક્રોધ, લોભ, મોહ, અહંકારની સંગતિ પર હટી ગઈ છે.

error: Content is protected !!