Gujarati Page 576

ਗਿਆਨ ਮੰਗੀ ਹਰਿ ਕਥਾ ਚੰਗੀ ਹਰਿ ਨਾਮੁ ਗਤਿ ਮਿਤਿ ਜਾਣੀਆ ॥
હું ગુરુથી સત્યનું જ્ઞાન માંગુ છું અને મને હરિ-કથા ખૂબ સારી લાગે છે. હરિ-નામ દ્વારા મેં હરિની ગતિને જાણી લીધી છે.

ਸਭੁ ਜਨਮੁ ਸਫਲਿਉ ਕੀਆ ਕਰਤੈ ਹਰਿ ਰਾਮ ਨਾਮਿ ਵਖਾਣੀਆ ॥
રામ-નામનું વખાણ કરવાથી કર્તા-પરમેશ્વરે મારું આખું જીવન સફળ કરી દીધું છે. 

ਹਰਿ ਰਾਮ ਨਾਮੁ ਸਲਾਹਿ ਹਰਿ ਪ੍ਰਭ ਹਰਿ ਭਗਤਿ ਹਰਿ ਜਨ ਮੰਗੀਆ ॥
રામ નામનું સ્તુતિગાન કરીને ભક્તજન હરિ-પ્રભુની ભક્તિ જ માંગે છે.

ਜਨੁ ਕਹੈ ਨਾਨਕੁ ਸੁਣਹੁ ਸੰਤਹੁ ਹਰਿ ਭਗਤਿ ਗੋਵਿੰਦ ਚੰਗੀਆ ॥੧॥
નાનકનું કહેવું છે કે હે સંતજનો! જરાક સાંભળો, ગોવિંદની ભક્તિ જ સારી છે ॥૧॥

ਦੇਹ ਕੰਚਨ ਜੀਨੁ ਸੁਵਿਨਾ ਰਾਮ ॥
આ કંચન શરીર સોનાની સુંદર કાઠીથી શોભાયમાન છે અને આ પરમેશ્વરનાં નામ-રત્નોથી જડેલું છે.

ਜੜਿ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਰਤੰਨਾ ਰਾਮ ॥
આ રીતે નામના રત્નોથી અલંકૃત થઈને આને ગોવિંદને મેળવી લીધો છે. 

ਜੜਿ ਨਾਮ ਰਤਨੁ ਗੋਵਿੰਦ ਪਾਇਆ ਹਰਿ ਮਿਲੇ ਹਰਿ ਗੁਣ ਸੁਖ ਘਣੇ ॥
જ્યારે મને હરિ મળી ગયો તો તેનું ગુણગાન કરીને ખુબ સુખ મેળવ્યુ છે.

ਗੁਰ ਸਬਦੁ ਪਾਇਆ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇਆ ਵਡਭਾਗੀ ਹਰਿ ਰੰਗ ਹਰਿ ਬਣੇ ॥
ગુરુ-શબ્દને પ્રાપ્ત કરીને હરિ-નામનું જ ધ્યાન કર્યું છે. હું ખુબ ભાગ્યવાન છું કે હરિના રંગમાં હરિનું રૂપ બની ગયો છું.

ਹਰਿ ਮਿਲੇ ਸੁਆਮੀ ਅੰਤਰਜਾਮੀ ਹਰਿ ਨਵਤਨ ਹਰਿ ਨਵ ਰੰਗੀਆ ॥
જગતનો સ્વામી અંતર્યામી હરિ મને મળી ગયો છે અને તે હંમેશા જ નતનવીન તેમજ નવરંગ છે.

ਨਾਨਕੁ ਵਖਾਣੈ ਨਾਮੁ ਜਾਣੈ ਹਰਿ ਨਾਮੁ ਹਰਿ ਪ੍ਰਭ ਮੰਗੀਆ ॥੨॥
નાનકનું કહેવું છે કે જે નામને જાણે છે તે પ્રભુથી હરિ-નામ જ માંગે છે ॥૨॥ 

ਕੜੀਆਲੁ ਮੁਖੇ ਗੁਰਿ ਅੰਕਸੁ ਪਾਇਆ ਰਾਮ ॥
મેં શરીરરૂપી ઘોડીના મુખમાં ગુરુના જ્ઞાનના અંકુશની લગામ લગાવી દીધી છે.

ਮਨੁ ਮੈਗਲੁ ਗੁਰ ਸਬਦਿ ਵਸਿ ਆਇਆ ਰਾਮ ॥
આ મનરૂપી હાથી ગુરુના શબ્દ દ્વારા જ વશમાં આવે છે. 

ਮਨੁ ਵਸਗਤਿ ਆਇਆ ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ਸਾ ਧਨ ਕੰਤਿ ਪਿਆਰੀ ॥
જેનું મન વશમાં આવી જાય છે, તે પરમ પદ પ્રાપ્ત કરી લે છે અને તે જીવ-સ્ત્રી પોતાના પ્રભુની પ્રિયતમા બની જાય છે. 

ਅੰਤਰਿ ਪ੍ਰੇਮੁ ਲਗਾ ਹਰਿ ਸੇਤੀ ਘਰਿ ਸੋਹੈ ਹਰਿ ਪ੍ਰਭ ਨਾਰੀ ॥
આવી નારી પોતાના હૃદયમાં પ્રભુથી પ્રેમ કરે છે અને પોતાના પ્રભુના ચરણોમાં સોહામણી લાગે છે.

ਹਰਿ ਰੰਗਿ ਰਾਤੀ ਸਹਜੇ ਮਾਤੀ ਹਰਿ ਪ੍ਰਭੁ ਹਰਿ ਹਰਿ ਪਾਇਆ ॥
હરિના પ્રેમ રંગમાં રંગાઈને તે સરળ જ મસ્ત થઈ જાય છે અને નામની પ્રાર્થના કરીને હરિ-પરમેશ્વરને મેળવી લે છે.

ਨਾਨਕ ਜਨੁ ਹਰਿ ਦਾਸੁ ਕਹਤੁ ਹੈ ਵਡਭਾਗੀ ਹਰਿ ਹਰਿ ਧਿਆਇਆ ॥੩॥
હરિનો દાસ નાનક કહે છે કે અતિભાગ્યથી જ હરિનું ધ્યાન કર્યું છે ॥૩॥ 

ਦੇਹ ਘੋੜੀ ਜੀ ਜਿਤੁ ਹਰਿ ਪਾਇਆ ਰਾਮ ॥
આ શરીર એક સુંદર ઘોડી છે, જેના માધ્યમથી હરિને મેળવ્યો છે.

ਮਿਲਿ ਸਤਿਗੁਰ ਜੀ ਮੰਗਲੁ ਗਾਇਆ ਰਾਮ ॥
સદ્દગુરુથી મળીને ખુશીના મંગલ ગીત ગાવ છું. 

ਹਰਿ ਗਾਇ ਮੰਗਲੁ ਰਾਮ ਨਾਮਾ ਹਰਿ ਸੇਵ ਸੇਵਕ ਸੇਵਕੀ ॥
હરિનું મંગળ ગાન કર્યું છે, રામ નામનું જાપ કર્યું છે અને હરિના સેવકોની સેવા કરી છે.

ਪ੍ਰਭ ਜਾਇ ਪਾਵੈ ਰੰਗ ਮਹਲੀ ਹਰਿ ਰੰਗੁ ਮਾਣੈ ਰੰਗ ਕੀ ॥
હરિના રંગમાં રંગાઇને પ્રભુને મેળવીને આનંદ કરી શકાય છે. 

ਗੁਣ ਰਾਮ ਗਾਏ ਮਨਿ ਸੁਭਾਏ ਹਰਿ ਗੁਰਮਤੀ ਮਨਿ ਧਿਆਇਆ ॥
હું સરળ સ્વભાવ રામનું ગુણગાન કરું છું અને ગુરુ-ઉપદેશ દ્વારા હરિને પોતાના મનમાં સ્મરણ કરું છું.

ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਕਿਰਪਾ ਧਾਰੀ ਦੇਹ ਘੋੜੀ ਚੜਿ ਹਰਿ ਪਾਇਆ ॥੪॥੨॥੬॥
પરમેશ્વરે નાનક પર કૃપા ધારણ કરી છે અને શરીરરૂપી ઘોડી પર સવાર થઈને તેને હરિને મેળવી લીધો છે ॥૪॥૨॥૬॥

ਰਾਗੁ ਵਡਹੰਸੁ ਮਹਲਾ ੫ ਛੰਤ ਘਰੁ ੪
રાગ વડહંસ મહેલ ૫ છંત ઘર ૪ 

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે.

ਗੁਰ ਮਿਲਿ ਲਧਾ ਜੀ ਰਾਮੁ ਪਿਆਰਾ ਰਾਮ ॥
ગુરુથી મળીને મેં પ્રિય રામને શોધી લીધો છે અને 

ਇਹੁ ਤਨੁ ਮਨੁ ਦਿਤੜਾ ਵਾਰੋ ਵਾਰਾ ਰਾਮ ॥
આ શરીર-મન મેં તેના પર બલિહાર કરી દીધું છે.

ਤਨੁ ਮਨੁ ਦਿਤਾ ਭਵਜਲੁ ਜਿਤਾ ਚੂਕੀ ਕਾਂਣਿ ਜਮਾਣੀ ॥
પોતાનું શરીર-મન બલિહાર કરીને હું સંસાર સાગરથી પાર થઈ ગયો છું અને મારો મૃત્યુનો ડર સમાપ્ત થઈ ગયો છે.

ਅਸਥਿਰੁ ਥੀਆ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਆ ਰਹਿਆ ਆਵਣ ਜਾਣੀ ॥
નામામૃતને પીને હું સ્થિર થઈ ગયો છું અને મારું જીવન-મૃત્યુનું ચક્ર મટી ગયું છે.

ਸੋ ਘਰੁ ਲਧਾ ਸਹਜਿ ਸਮਧਾ ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਅਧਾਰਾ ॥
મેં તે નિવાસ શોધી લીધું છે, જ્યાં સરળ સમાધીમાં દાખલ થઈ જાવ છું અને ત્યાં હરિનું નામ જ મારો આધાર છે.

ਕਹੁ ਨਾਨਕ ਸੁਖਿ ਮਾਣੇ ਰਲੀਆਂ ਗੁਰ ਪੂਰੇ ਕੰਉ ਨਮਸਕਾਰਾ ॥੧॥
નાનકનું કહેવું છે કે હવે હું સુખ તેમજ આનંદનો ઉપભોગ કરું છું તેમજ સંપૂર્ણ ગુરુને મારુ શત-શત નમન છે ॥૧॥

ਸੁਣਿ ਸਜਣ ਜੀ ਮੈਡੜੇ ਮੀਤਾ ਰਾਮ ॥
હે મીત રામ! હે સજ્જન! મહેરબાની કરીને સાંભળ, 

ਗੁਰਿ ਮੰਤ੍ਰੁ ਸਬਦੁ ਸਚੁ ਦੀਤਾ ਰਾਮ ॥
ગુરુએ મને સાચા શબ્દની પ્રાર્થનાનો મંત્ર આપ્યો છે.

ਸਚੁ ਸਬਦੁ ਧਿਆਇਆ ਮੰਗਲੁ ਗਾਇਆ ਚੂਕੇ ਮਨਹੁ ਅਦੇਸਾ ॥
સાચા શબ્દનું ધ્યાન કરવાથી મારા મનની ચિંતા દૂર થઈ ગઈ છે અને મંગળ ગીત ગાયા કરું છું.

ਸੋ ਪ੍ਰਭੁ ਪਾਇਆ ਕਤਹਿ ਨ ਜਾਇਆ ਸਦਾ ਸਦਾ ਸੰਗਿ ਬੈਸਾ ॥
મેં તે પ્રભુને મેળવ્યો છે, જે ક્યાંય જતો નથી અને હંમેશા મારી સાથે રહે છે.

ਪ੍ਰਭ ਜੀ ਭਾਣਾ ਸਚਾ ਮਾਣਾ ਪ੍ਰਭਿ ਹਰਿ ਧਨੁ ਸਹਜੇ ਦੀਤਾ ॥
જે પૂજ્ય પ્રભુને સારું લાગ્યું છે, તેણે મને સાચું સન્માન આપ્યું છે, તેને સરળ જ મને નામનું ધન આપ્યું છે.

error: Content is protected !!