ਤਾ ਮਿਲੀਐ ਜਾ ਲਏ ਮਿਲਾਇ ॥
પ્રભુથી ત્યારે જ મેળાપ થાય છે, જયારે તે પોતે જીવને જોડી લે છે.
ਗੁਣਵੰਤੀ ਗੁਣ ਸਾਰੇ ਨੀਤ ॥
ગુણવાન જીવ-સ્ત્રી રોજ પરમાત્માના ગુણોનું ચિંતન કરે છે.
ਨਾਨਕ ਗੁਰਮਤਿ ਮਿਲੀਐ ਮੀਤ ॥੧੭॥
હે નાનક! મિત્ર-પ્રભુ ગુરુ મતપ્રમાણે જ મળે છે ॥૧૭॥
ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਕਾਇਆ ਕਉ ਗਾਲੈ ॥
કામ-ક્રોધ શરીરને એમ આલિંગન દે છે,
ਜਿਉ ਕੰਚਨ ਸੋਹਾਗਾ ਢਾਲੈ ॥
જેમ સુહાગા સુવર્ણને ઓગાળીને રાખી દે છે.
ਕਸਿ ਕਸਵਟੀ ਸਹੈ ਸੁ ਤਾਉ ॥
પહેલા સુવર્ણ કસોટીનું ઘર્ષણ સહે છે અને પછી તે આગની જયોત સહન કરે છે.
ਨਦਰਿ ਸਰਾਫ ਵੰਨੀ ਸਚੜਾਉ ॥
જ્યારે સુવર્ણ સુંદર બની જાય છે તો તે સરાફની નજરમાં સ્વીકાર થઈ જાય છે.
ਜਗਤੁ ਪਸੂ ਅਹੰ ਕਾਲੁ ਕਸਾਈ ॥
આ જગત પશુ છે અને અભિમાનરૂપી કાળ કસાઈ છે.
ਕਰਿ ਕਰਤੈ ਕਰਣੀ ਕਰਿ ਪਾਈ ॥
પરમાત્માએ જીવોને ઉત્પન્ન કરીને કર્મ પ્રમાણે તેના ભાગ્ય લખી દીધા છે અર્થાત જે જેવું કરે છે, તેવું જ ફળ પ્રાપ્ત કરે છે.
ਜਿਨਿ ਕੀਤੀ ਤਿਨਿ ਕੀਮਤਿ ਪਾਈ ॥
જેને જગત-રચના કરી છે, તે જ આની કિંમત કરી શકે છે.
ਹੋਰ ਕਿਆ ਕਹੀਐ ਕਿਛੁ ਕਹਣੁ ਨ ਜਾਈ ॥੧੮॥
બીજું શું કહી શકાય છે, કંઈ પણ કહી શકાતું નથી ॥૧૮॥
ਖੋਜਤ ਖੋਜਤ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਆ ॥
જેને શોધી-શોધીને નામ અમૃત પીધું છે,
ਖਿਮਾ ਗਹੀ ਮਨੁ ਸਤਗੁਰਿ ਦੀਆ ॥
તેને ક્ષમા-ભાવના ગ્રહણ કરીને મન સદ્દગુરુને અર્પણ કરી દીધું છે.
ਖਰਾ ਖਰਾ ਆਖੈ ਸਭੁ ਕੋਇ ॥
હવે દરેક કોઈ તેને શ્રેષ્ઠ અથવા સારો કહે છે,
ਖਰਾ ਰਤਨੁ ਜੁਗ ਚਾਰੇ ਹੋਇ ॥
ચારેય યુગોમાં તે જ શુદ્ધ રત્ન હોય છે.
ਖਾਤ ਪੀਅੰਤ ਮੂਏ ਨਹੀ ਜਾਨਿਆ ॥
જેને પ્રભુને સમજ્યો નથી, તે ખાતા-પીતા જ પ્રાણ ત્યાગી ગયા છે.
ਖਿਨ ਮਹਿ ਮੂਏ ਜਾ ਸਬਦੁ ਪਛਾਨਿਆ ॥
જેને શબ્દના રહસ્યને ઓળખી લીધું છે, તે પળમાં અહમ પ્રત્યે મરી ગયો છે.
ਅਸਥਿਰੁ ਚੀਤੁ ਮਰਨਿ ਮਨੁ ਮਾਨਿਆ ॥
તેનું મન સ્થિર થઈ ગયું છે, જેનું મન મૃત્યુ માટે સહમત થઈ ગયું છે.
ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਨਾਮੁ ਪਛਾਨਿਆ ॥੧੯॥
ગુરુની કૃપાથી જ તેને નામની ઓળખ થઈ છે ॥૧૯॥
ਗਗਨ ਗੰਭੀਰੁ ਗਗਨੰਤਰਿ ਵਾਸੁ ॥
આકાશની જેમ સર્વવ્યાપક ગહનગંભીર પરમાત્માનું નિવાસ આકાશરૂપી હૃદયમાં છે.
ਗੁਣ ਗਾਵੈ ਸੁਖ ਸਹਜਿ ਨਿਵਾਸੁ ॥
જે તેનું ગુણગાન કરે છે, તે સરળ સુખ ભોગવતો રહે છે.
ਗਇਆ ਨ ਆਵੈ ਆਇ ਨ ਜਾਇ ॥ ਗੁਰ ਪਰਸਾਦਿ ਰਹੈ ਲਿਵ ਲਾਇ ॥
આવો જીવ આવકજાવકથી મુક્ત થઈ જાય છે. ગુરુની કૃપાથી તેની પરમેશ્વરમાં જ લગન લાગી રહે છે.
ਗਗਨੁ ਅਗੰਮੁ ਅਨਾਥੁ ਅਜੋਨੀ ॥
સર્વવ્યાપક પ્રભુ અગમ્ય છે, તે જન્મ-મરણના ચક્રથી ઉપર છે, બધાનો માલિક છે.
ਅਸਥਿਰੁ ਚੀਤੁ ਸਮਾਧਿ ਸਗੋਨੀ ॥
તેના ધ્યાનમાં સમાધિ લગાવવી ઉપયોગી છે, જેનાથી મન સ્થિર થઈ જાય છે.
ਹਰਿ ਨਾਮੁ ਚੇਤਿ ਫਿਰਿ ਪਵਹਿ ਨ ਜੂਨੀ ॥
હે પંડિત! હરિ-નામ સ્મરણ કરવાથી મનુષ્ય ફરી યોનિઓમાં પડતો નથી.
ਗੁਰਮਤਿ ਸਾਰੁ ਹੋਰ ਨਾਮ ਬਿਹੂਨੀ ॥੨੦॥
ગુરુમત જ સર્વોપરી છે અને બીજું બધું નામવિહીન છે ॥૨૦॥
ਘਰ ਦਰ ਫਿਰਿ ਥਾਕੀ ਬਹੁਤੇਰੇ ॥
અહીં આત્મા દ્વારા સંબોધન કર્યું છે કે હું અનેક ઘરો-દરવાજાઓ પર ભટકી-ભટકી ખૂબ થાકી ચૂકી છું.
ਜਾਤਿ ਅਸੰਖ ਅੰਤ ਨਹੀ ਮੇਰੇ ॥
મારા જન્મોનો કોઈ અંત નથી, અનેક જાતિઓમાં મારી અસંખ્ય જ યોનિઓ થઈ ચુકી છે.
ਕੇਤੇ ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਧੀਆ ॥
પૂર્વ જન્મોમાં મારા કેટલાય માતા-પિતા, પુત્ર તેમજ પુત્રીઓ થઈ ચુક્યા છે.
ਕੇਤੇ ਗੁਰ ਚੇਲੇ ਫੁਨਿ ਹੂਆ ॥
મારા કેટલાય ગુરુ અને પછી કેટલાય મારા પોતાના ચેલા થઈ ચુક્યા છે,
ਕਾਚੇ ਗੁਰ ਤੇ ਮੁਕਤਿ ਨ ਹੂਆ ॥
પરંતુ કાચા ગુરુના કારણે જ મારી મુક્તિ થઈ નથી.
ਕੇਤੀ ਨਾਰਿ ਵਰੁ ਏਕੁ ਸਮਾਲਿ ॥
આ વાત હંમેશા યાદ રાખ કે જીવરૂપી નારીઓ તો અનેક છે, પરંતુ તે બધાનો માલિક પરમાત્મા જ છે.
ਗੁਰਮੁਖਿ ਮਰਣੁ ਜੀਵਣੁ ਪ੍ਰਭ ਨਾਲਿ ॥
ગુરુમુખ જીવ-સ્ત્રીઓનું જીવન-મરણ પ્રભુની ઈચ્છાથી જ થાય છે.
ਦਹ ਦਿਸ ਢੂਢਿ ਘਰੈ ਮਹਿ ਪਾਇਆ ॥
દસેય દિશા માં શોધી-શોધીને મેં પતિ-પ્રભુને હૃદય-ઘરમાં જ મેળવી લીધો છે.
ਮੇਲੁ ਭਇਆ ਸਤਿਗੁਰੂ ਮਿਲਾਇਆ ॥੨੧॥
મારો પતિ-પરમેશ્વરથી મેળાપ થઈ ગયો છે, પરંતુ આ મિલન સદ્દગુરૂએ કરાવ્યો છે ॥૨૧॥
ਗੁਰਮੁਖਿ ਗਾਵੈ ਗੁਰਮੁਖਿ ਬੋਲੈ ॥
ગુરુ-મુખ પરમાત્માનું કીર્તિ-ગાન કરે છે અને તેનું જ નામ જપે છે.
ਗੁਰਮੁਖਿ ਤੋਲਿ ਤੋੁਲਾਵੈ ਤੋਲੈ ॥
તે જ પરખ કરે-કરાવે છે.
ਗੁਰਮੁਖਿ ਆਵੈ ਜਾਇ ਨਿਸੰਗੁ ॥
તે નીડર થઈને આવે જાય છે અને
ਪਰਹਰਿ ਮੈਲੁ ਜਲਾਇ ਕਲੰਕੁ ॥
મનની ગંદકી દૂર કરીને કલંકને સળગાવી દે છે.
ਗੁਰਮੁਖਿ ਨਾਦ ਬੇਦ ਬੀਚਾਰੁ ॥
ગુરુ-મુખનાં શબ્દ વેદોનું જ્ઞાન તેમજ ચિંતન છે અને
ਗੁਰਮੁਖਿ ਮਜਨੁ ਚਜੁ ਅਚਾਰੁ ॥
આ જ શુભ આચરણ-વ્યવહાર તેમજ તીર્થ સ્નાન છે.
ਗੁਰਮੁਖਿ ਸਬਦੁ ਅੰਮ੍ਰਿਤੁ ਹੈ ਸਾਰੁ ॥
ગુરુ-મુખનાં શબ્દ અમૃતમય સાર તત્વ છે.
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਪਾਵੈ ਪਾਰੁ ॥੨੨॥
હે નાનક! ગુરુ-મુખ સંસાર-સમુદ્રથી પાર થઈ જાય છે ॥૨૨॥
ਚੰਚਲੁ ਚੀਤੁ ਨ ਰਹਈ ਠਾਇ ॥
મનુષ્યનું ચંચળ મન ટકીને બેસતું નથી અને
ਚੋਰੀ ਮਿਰਗੁ ਅੰਗੂਰੀ ਖਾਇ ॥
મનરૂપી હરણ ચોરી-ચોરી વિષય-વિકારરૂપી અંગુરી ખાતું રહે છે.
ਚਰਨ ਕਮਲ ਉਰ ਧਾਰੇ ਚੀਤ ॥
જે મનુષ્ય પ્રભુના ચરણ હૃદયમાં વસાવી લે છે,
ਚਿਰੁ ਜੀਵਨੁ ਚੇਤਨੁ ਨਿਤ ਨੀਤ ॥
તે દીર્ધાયુષ્યવાળો થઈ જાય છે અને રોજ માયાથી ચેતન રહે છે.
ਚਿੰਤਤ ਹੀ ਦੀਸੈ ਸਭੁ ਕੋਇ ॥
દુનિયામાં દરેક કોઈ મનુષ્ય ચિંતિત જ દેખાઈ દે છે,
ਚੇਤਹਿ ਏਕੁ ਤਹੀ ਸੁਖੁ ਹੋਇ ॥
પરંતુ જે પરમાત્માને યાદ કરે છે, તે સુખી થઈ જાય છે.
ਚਿਤਿ ਵਸੈ ਰਾਚੈ ਹਰਿ ਨਾਇ ॥
જે પ્રભુ-નામને મનમાં વસાવી લે છે અને તેમાં જ લીન રહે છે.
ਮੁਕਤਿ ਭਇਆ ਪਤਿ ਸਿਉ ਘਰਿ ਜਾਇ ॥੨੩॥
તેની મુક્તિ થઈ જાય છે અને તે આદરપૂર્વક પ્રભુ-દરબારમાં ચાલ્યો જાય છે ॥૨૩॥
ਛੀਜੈ ਦੇਹ ਖੁਲੈ ਇਕ ਗੰਢਿ ॥
જ્યારે પ્રાણોની એક ગાંઠ ખુલી જાય છે તો શરીર નાશ થઈ જાય છે.
ਛੇਆ ਨਿਤ ਦੇਖਹੁ ਜਗਿ ਹੰਢਿ ॥
જગતમાં ઘૂમીને જોઈ લે, આ રોજ નાશ થઈ રહ્યું છે.
ਧੂਪ ਛਾਵ ਜੇ ਸਮ ਕਰਿ ਜਾਣੈ ॥
જો મનુષ્ય દુઃખ-સુખને એક સમાન સમજે તો
ਬੰਧਨ ਕਾਟਿ ਮੁਕਤਿ ਘਰਿ ਆਣੈ ॥
તે બંધનોને કાપીને મુક્તિ પ્રાપ્ત કરી લે છે.
ਛਾਇਆ ਛੂਛੀ ਜਗਤੁ ਭੁਲਾਨਾ ॥
આ ખોખલી માયાએ પૂર્ણ જગતને કુમાર્ગગામી કરેલ છે.
ਲਿਖਿਆ ਕਿਰਤੁ ਧੁਰੇ ਪਰਵਾਨਾ ॥
જીવોનું નસીબ આરંભથી જ લખેલું હોય છે.
ਛੀਜੈ ਜੋਬਨੁ ਜਰੂਆ ਸਿਰਿ ਕਾਲੁ ॥ ਕਾਇਆ ਛੀਜੈ ਭਈ ਸਿਬਾਲੁ ॥੨੪॥
જ્યારે મનુષ્યનું યૌવન નાશ થઈ જાય છે તો ગઢપણ આવી જાય છે અને મૃત્યુ તેના માથા પર ફરવા લાગે છે. તેનું શરીર પાણીની ઉપર શેવાળની જેમ ક્ષીણ થઈ જાય છે ॥૨૪॥