GUJARATI PAGE 992

ਭਣਤਿ ਨਾਨਕੁ ਜਨੋ ਰਵੈ ਜੇ ਹਰਿ ਮਨੋ ਮਨ ਪਵਨ ਸਿਉ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਜੈ ॥
નાનક વિનંતી કરે છે કે ભક્તજનો, એકાગ્રચિત થઈને હરિનું સ્મરણ કરો અને હરિનામ અમૃતનું સેવન કરો

ਮੀਨ ਕੀ ਚਪਲ ਸਿਉ ਜੁਗਤਿ ਮਨੁ ਰਾਖੀਐ ਉਡੈ ਨਹ ਹੰਸੁ ਨਹ ਕੰਧੁ ਛੀਜੈ ॥੩॥੯॥
આ રીતે ચંચળ માછલી જેવી યુક્તિથી મનને નિયંત્રણ કરવામાં આવે તો આત્મા ભટકતી નથી અને ન તો શરીરરુપી દિવાલ તૂટી પડે છે.॥૩॥૯॥

ਮਾਰੂ ਮਹਲਾ ੧ ॥
મારુ મહેલ ૧॥

ਮਾਇਆ ਮੁਈ ਨ ਮਨੁ ਮੁਆ ਸਰੁ ਲਹਰੀ ਮੈ ਮਤੁ ॥
ન માયાનો લોભ સમાપ્ત થયો ન મનની લાલચ નો અંત થયો.હૃદય રૂપી સરોવર માયા-મોહ રૂપી જળ તરંગોથી ભરપૂર હોય છે અને આ મન માયાના મોહ રૂપી નશામાં મસ્ત બની રહે છે

ਬੋਹਿਥੁ ਜਲ ਸਿਰਿ ਤਰਿ ਟਿਕੈ ਸਾਚਾ ਵਖਰੁ ਜਿਤੁ ॥
જે મનમાં સત્ય-નામ રૂપી સોદો ભરેલો હોય છે તે મન રૂપી જહાજ હૃદય રૂપી સરોવરના પાણીમાં પહોંચીને પ્રભુ-ચરણમાં ટકી જાય છે

ਮਾਣਕੁ ਮਨ ਮਹਿ ਮਨੁ ਮਾਰਸੀ ਸਚਿ ਨ ਲਾਗੈ ਕਤੁ ॥
જે મનમાં નામ  રૂપી માણેક હોય છે, તે મનને વશીભૂત કરી લે છે, પરંતુ સત્યમાં લીન પાવન મનને કોઈ દોષ લાગતો નથી.

ਰਾਜਾ ਤਖਤਿ ਟਿਕੈ ਗੁਣੀ ਭੈ ਪੰਚਾਇਣ ਰਤੁ ॥੧॥
શુભ ગુણોવાળા મનરૂપી રાજા સ્થિર થઈને સિંહાસન પર બિરાજમાન થઈ જાય છે અને સત્યના ડરમાં મગ્ન રહે છે.॥૧॥

ਬਾਬਾ ਸਾਚਾ ਸਾਹਿਬੁ ਦੂਰਿ ਨ ਦੇਖੁ ॥
હે બાબા! સાચા પરમાત્માને દૂર ન સમજો

ਸਰਬ ਜੋਤਿ ਜਗਜੀਵਨਾ ਸਿਰਿ ਸਿਰਿ ਸਾਚਾ ਲੇਖੁ ॥੧॥ ਰਹਾਉ ॥
બધા જીવોમાં જગના જીવન પ્રભુની જ જ્યોતિ હાજર હોય છે અને બધાના માથા પર નસીબના સાચા લેખ લખી દીધા છે  ॥૧॥વિરામ॥

ਬ੍ਰਹਮਾ ਬਿਸਨੁ ਰਿਖੀ ਮੁਨੀ ਸੰਕਰੁ ਇੰਦੁ ਤਪੈ ਭੇਖਾਰੀ ॥
બ્રહ્મા,વિષ્ણુ, ઋષિ- મુનિ, શિવશંકર, દેવરાજ ઇન્દ્ર,તપસ્વી અને ભિખારી,                                  

ਮਾਨੈ ਹੁਕਮੁ ਸੋਹੈ ਦਰਿ ਸਾਚੈ ਆਕੀ ਮਰਹਿ ਅਫਾਰੀ ॥
જે પણ પરમાત્માના આદેશોનું પાલન કરે છે, તે સાચા દરબારમાં શોભાનું પાત્ર બને છે, પરંતુ ઘમંડી વિમુખ જીવ આવાગમનમાં જ પડી રહે છે.

ਜੰਗਮ ਜੋਧ ਜਤੀ ਸੰਨਿਆਸੀ ਗੁਰਿ ਪੂਰੈ ਵੀਚਾਰੀ ॥
સંપૂર્ણ ગુરુએ આ વિચાર કર્યો છે કે જંગમ સાધુ, યોદ્ધા, બ્રહ્મચારી, સંન્યાસી વગેરે

ਬਿਨੁ ਸੇਵਾ ਫਲੁ ਕਬਹੁ ਨ ਪਾਵਸਿ ਸੇਵਾ ਕਰਣੀ ਸਾਰੀ ॥੨॥
કોઈ પણ સેવા વગર પ્રાપ્ત ફ્ળ કરતા નથી, તેથી સેવા જ ઉત્તમ કર્મ છે. ॥૨॥      

ਨਿਧਨਿਆ ਧਨੁ ਨਿਗੁਰਿਆ ਗੁਰੁ ਨਿੰਮਾਣਿਆ ਤੂ ਮਾਣੁ ॥
હે હરિ! તમે ગરીબોની સંપત્તિ છો, ગુરુવિનાના ના ગુરુ છો અને અપમાનિતનું સન્માન છો.

ਅੰਧੁਲੈ ਮਾਣਕੁ ਗੁਰੁ ਪਕੜਿਆ ਨਿਤਾਣਿਆ ਤੂ ਤਾਣੁ ॥
હે હરિ! તું જ નબળાઓની તાકાત છો, મેં જ્ઞાનહીને માણેક રૂપી ગુરુનો પાલવ પકડી લીધો છે

ਹੋਮ ਜਪਾ ਨਹੀ ਜਾਣਿਆ ਗੁਰਮਤੀ ਸਾਚੁ ਪਛਾਣੁ ॥
હે ભાઈ! મેં હોમ, જપ- તપને સમજ્યા જ નથી પરંતુ ગુરુના મત અનુસાર સત્યને ઓળખી લીધું છે

ਨਾਮ ਬਿਨਾ ਨਾਹੀ ਦਰਿ ਢੋਈ ਝੂਠਾ ਆਵਣ ਜਾਣੁ ॥੩॥
પરમાત્માના નામ વગર કોઈને પણ તેના દરવાજા પર સહારો મળતો નથી, અસત્ય મનુષ્ય જન્મ -મરણના ચક્રમાં જ પડી રહે છે. ॥૩॥

ਸਾਚਾ ਨਾਮੁ ਸਲਾਹੀਐ ਸਾਚੇ ਤੇ ਤ੍ਰਿਪਤਿ ਹੋਇ ॥
સાચા નામની પ્રશંસા કરો, કારણ કે માત્ર સત્યથી જ મનને તૃપ્તિ થાય છે.

ਗਿਆਨ ਰਤਨਿ ਮਨੁ ਮਾਜੀਐ ਬਹੁੜਿ ਨ ਮੈਲਾ ਹੋਇ ॥
જ્ઞાન રત્નથી મનને સાફ કરવાથી બીજીવાર ગંદુ થતું નથી                                                                                             

ਜਬ ਲਗੁ ਸਾਹਿਬੁ ਮਨਿ ਵਸੈ ਤਬ ਲਗੁ ਬਿਘਨੁ ਨ ਹੋਇ ॥
જ્યાં સુધી મનમાં પરમાત્મા વસી રહે છે, ત્યાં સુધી કોઈ વિઘ્ન ઉત્પન્ન થતા નથી

ਨਾਨਕ ਸਿਰੁ ਦੇ ਛੁਟੀਐ ਮਨਿ ਤਨਿ ਸਾਚਾ ਸੋਇ ॥੪॥੧੦॥
હે નાનક! જેનું મન અને શરીર માત્ર સત્ય છે, તેણે બધું કુરબાન કરીને મોક્ષ મેળવ્યો હોત. ॥૪॥૧૦॥

ਮਾਰੂ ਮਹਲਾ ੧ ॥
મારુ મહેલ ૧॥

ਜੋਗੀ ਜੁਗਤਿ ਨਾਮੁ ਨਿਰਮਾਇਲੁ ਤਾ ਕੈ ਮੈਲੁ ਨ ਰਾਤੀ ॥
જે યોગીનું યોગ-યુક્તિ પરમાત્માનું નિર્મળ નામ છે, તેના મનમાં અહમ રૂપી ગંદકી થોડી પણ રહેતી નથી

ਪ੍ਰੀਤਮ ਨਾਥੁ ਸਦਾ ਸਚੁ ਸੰਗੇ ਜਨਮ ਮਰਣ ਗਤਿ ਬੀਤੀ ॥੧॥
હંમેશા સત્ય પ્રિય પ્રભુ જેની આજુ-બાજુ છે તેના જન્મ-મરણની ગતિ મટી થઈ ગઈ છે. ॥૧॥

ਗੁਸਾਈ ਤੇਰਾ ਕਹਾ ਨਾਮੁ ਕੈਸੇ ਜਾਤੀ ॥
હે હરિ! તારું નામ કેવું છે, એની કેમ ઓળખ થાય છે,

ਜਾ ਤਉ ਭੀਤਰਿ ਮਹਲਿ ਬੁਲਾਵਹਿ ਪੂਛਉ ਬਾਤ ਨਿਰੰਤੀ ॥੧॥ ਰਹਾਉ ॥
જો તમે મને દસ દરવાજાના મહેલમાં બોલવી લે તો તને મળવાની વાત પૂછી લઉ  ॥૧॥વિરામ॥

ਬ੍ਰਹਮਣੁ ਬ੍ਰਹਮ ਗਿਆਨ ਇਸਨਾਨੀ ਹਰਿ ਗੁਣ ਪੂਜੇ ਪਾਤੀ ॥
સાચો બ્રાહ્મણ એ જ છે,જે બ્રહ્મ જ્ઞાન રૂપી તીર્થમા સ્નાન કરે છે અને હરિ ગુણગાન રૂપી ફૂલોથી પૂજા-અર્ચના કરે છે.

ਏਕੋ ਨਾਮੁ ਏਕੁ ਨਾਰਾਇਣੁ ਤ੍ਰਿਭਵਣ ਏਕਾ ਜੋਤੀ ॥੨॥
પરમાત્મા એક છે, એક તેના નામનું અસ્તિત્વ છે અને ત્રણેય લોકોમાં તેની જ જ્યોતિનો ફેલાવો છે  ॥૨॥

ਜਿਹਵਾ ਡੰਡੀ ਇਹੁ ਘਟੁ ਛਾਬਾ ਤੋਲਉ ਨਾਮੁ ਅਜਾਚੀ ॥
આ જીભ ત્રાજવાની લાકડી છે, આ હૃદય ત્રાજવાનું સંતુલન છે, તેમાં અતુલ નામનું વજન કરો, એટલે કે હૃદયમાં પ્રભુનું ભજન કરો.

ਏਕੋ ਹਾਟੁ ਸਾਹੁ ਸਭਨਾ ਸਿਰਿ ਵਣਜਾਰੇ ਇਕ ਭਾਤੀ ॥੩॥
ક પરમાત્મા બધાના માલિક છે, જેની સંસાર રૂપી દુકાન છે રાવ એક પ્રકારનો જીવ નામનો વ્યાપારી છે  ॥૩॥

ਦੋਵੈ ਸਿਰੇ ਸਤਿਗੁਰੂ ਨਿਬੇੜੇ ਸੋ ਬੂਝੈ ਜਿਸੁ ਏਕ ਲਿਵ ਲਾਗੀ ਜੀਅਹੁ ਰਹੈ ਨਿਭਰਾਤੀ ॥
લોક-પરલોક બંને સ્થાનોમાં સદ્દગુરુ જ જીવોના કર્મોનું નિવારણ કરે છે આ હકીકતને તે જ સમજે છે જે ભ્રમ રહિત થઈને એક પ્રભુમાં ધ્યાન લગાવે છે

ਸਬਦੁ ਵਸਾਏ ਭਰਮੁ ਚੁਕਾਏ ਸਦਾ ਸੇਵਕੁ ਦਿਨੁ ਰਾਤੀ ॥੪॥
તે શબ્દને પોતાના મનમાં વસાવી છે ભ્રમને દૂર કરીને દિવસ-રાત પ્રભુની ભક્તિમાં લીન રહે છે ॥૪॥

ਊਪਰਿ ਗਗਨੁ ਗਗਨ ਪਰਿ ਗੋਰਖੁ ਤਾ ਕਾ ਅਗਮੁ ਗੁਰੂ ਪੁਨਿ ਵਾਸੀ ॥
પૃથ્વી ઉપર આકાશ છે, તે આકાશ પર પ્રભુ રહે કરે છે, પરંતુ આ સ્થાન અગમ્ય છે અને ગુરુ ફરીથી જીવોને તે સ્થાનના રહેવાસી બનાવે છે.

ਗੁਰ ਬਚਨੀ ਬਾਹਰਿ ਘਰਿ ਏਕੋ ਨਾਨਕੁ ਭਇਆ ਉਦਾਸੀ ॥੫॥੧੧॥
હે નાનક! ગુરુના વચનથી આ જ્ઞાન થઈ જાય છે કે શરીર રૂપી ઘર તેમજ બહાર જગતમાં પરમાત્મા જ હાજર છે આ જ્ઞાનથી જીવ નિર્લિપ્ત થઈ જાય છે ॥૫॥૧૧॥

error: Content is protected !!