GUJARATI PAGE 1021

ਆਪੇ ਕਿਸ ਹੀ ਕਸਿ ਬਖਸੇ ਆਪੇ ਦੇ ਲੈ ਭਾਈ ਹੇ ॥੮॥
તે પોતે જ કોઈના કર્મ પર ક્ષમા-દાન કરે છે અને કોઈને સજા દે છે ॥૮॥ 

ਆਪੇ ਧਨਖੁ ਆਪੇ ਸਰਬਾਣਾ ॥
તે પોતે જ ધનુષ તેમજ બાણ ચલાવનાર છે, 

ਆਪੇ ਸੁਘੜੁ ਸਰੂਪੁ ਸਿਆਣਾ ॥
તે ખૂબ બુદ્ધિમાન, સુંદરરૂપ તેમજ ચતુર છે.

ਕਹਤਾ ਬਕਤਾ ਸੁਣਤਾ ਸੋਈ ਆਪੇ ਬਣਤ ਬਣਾਈ ਹੇ ॥੯॥
તે પોતે જ કહેનાર, વકતા તેમજ શ્રોતા છે અને બધી તેની જ રચના છે ॥૯॥ 

ਪਉਣੁ ਗੁਰੂ ਪਾਣੀ ਪਿਤ ਜਾਤਾ ॥
પવન જગતનો ગુરુ છે, પાણી પિતા છે અને 

ਉਦਰ ਸੰਜੋਗੀ ਧਰਤੀ ਮਾਤਾ ॥
પેટના સંયોગથી ધરતી જગતની માતા છે.

ਰੈਣਿ ਦਿਨਸੁ ਦੁਇ ਦਾਈ ਦਾਇਆ ਜਗੁ ਖੇਲੈ ਖੇਲਾਈ ਹੇ ॥੧੦॥
રાત અને દિવસ બંને ડાબું-જમણું છે અને આખું જગત આના રમાડવાથી રમી રહ્યું છે ॥૧૦॥ 

ਆਪੇ ਮਛੁਲੀ ਆਪੇ ਜਾਲਾ ॥
માછલી તેમજ ફસાવનાર જાળ પરમાત્મા જ છે.

ਆਪੇ ਗਊ ਆਪੇ ਰਖਵਾਲਾ ॥
તે પોતે જ ગાય અને પોતે જ રખેવાળ છે. 

ਸਰਬ ਜੀਆ ਜਗਿ ਜੋਤਿ ਤੁਮਾਰੀ ਜੈਸੀ ਪ੍ਰਭਿ ਫੁਰਮਾਈ ਹੇ ॥੧੧॥
હે પ્રભુ! બધા જીવોમાં તારો જ પ્રકાશ છે, જેવી તારી આજ્ઞા છે, દુનિયા તેમ જ ચાલી રહી છે ॥૧૧॥ 

ਆਪੇ ਜੋਗੀ ਆਪੇ ਭੋਗੀ ॥
યોગી, ભોગી,

ਆਪੇ ਰਸੀਆ ਪਰਮ ਸੰਜੋਗੀ ॥
રસિયા તેમજ પરમ સંયોગી પણ તે જ છે અને 

ਆਪੇ ਵੇਬਾਣੀ ਨਿਰੰਕਾਰੀ ਨਿਰਭਉ ਤਾੜੀ ਲਾਈ ਹੇ ॥੧੨॥
નિરાકાર નિર્ભય પરમાત્માએ પોતે જ સમાધિ લગાવેલી છે ॥૧૨॥ 

ਖਾਣੀ ਬਾਣੀ ਤੁਝਹਿ ਸਮਾਣੀ ॥
હે સર્વેશ્વર! ઈંડાથી, ગર્ભથી, ગરમીથી તેમ જ ડાળીથી ચારેય સ્ત્રોત તેમજ ચારેય વાણીઓ તારામાં જ સમાયેલી છે.

ਜੋ ਦੀਸੈ ਸਭ ਆਵਣ ਜਾਣੀ ॥
જે પણ દ્રષ્ટિમાન છે, બધું નાશવંત છે. 

ਸੇਈ ਸਾਹ ਸਚੇ ਵਾਪਾਰੀ ਸਤਿਗੁਰਿ ਬੂਝ ਬੁਝਾਈ ਹੇ ॥੧੩॥
જેને સદ્દગુરૂએ જ્ઞાન આપ્યું છે, તે જ સત્યના વ્યાપારી તેમજ શાહુકાર છે ॥૧૩॥ 

ਸਬਦੁ ਬੁਝਾਏ ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ ॥
સંપૂર્ણ સદ્દગુરુ જ શબ્દનો રહસ્ય બતાવે છે કે 

ਸਰਬ ਕਲਾ ਸਾਚੇ ਭਰਪੂਰਾ ॥
પ્રભુ સર્વકળા સંપૂર્ણ છે. 

ਅਫਰਿਓ ਵੇਪਰਵਾਹੁ ਸਦਾ ਤੂ ਨਾ ਤਿਸੁ ਤਿਲੁ ਨ ਤਮਾਈ ਹੇ ॥੧੪॥
હે પ્રભુ! તું અચિંત તેમજ મન-વાણીથી પર છે અને તને તલ માત્ર પણ કોઈ લાલચ નથી ॥૧૪॥ 

ਕਾਲੁ ਬਿਕਾਲੁ ਭਏ ਦੇਵਾਨੇ ॥
તેને જોઈને ભયાનક કાળ પણ જાગી જાય છે 

ਸਬਦੁ ਸਹਜ ਰਸੁ ਅੰਤਰਿ ਮਾਨੇ ॥
જે મનુષ્ય મનમાં સરળ જ શબ્દનો રસ પ્રાપ્ત કરે છે.

ਆਪੇ ਮੁਕਤਿ ਤ੍ਰਿਪਤਿ ਵਰਦਾਤਾ ਭਗਤਿ ਭਾਇ ਮਨਿ ਭਾਈ ਹੇ ॥੧੫॥
જેના મનને પરમાત્માની ભક્તિ ગમી ગઈ છે, વરદાતા પરમાત્માએ ખુશ થઈને મુક્તિ-તૃપ્તિ આપી છે ॥૧૫॥ 

ਆਪਿ ਨਿਰਾਲਮੁ ਗੁਰ ਗਮ ਗਿਆਨਾ ॥
હે પરમાત્મા! તું પોતે જ નિર્લિપ્ત રહે છે, પરંતુ તારું જ્ઞાન ગુરુની સંગત કરવાથી જ થાય છે. 

ਜੋ ਦੀਸੈ ਤੁਝ ਮਾਹਿ ਸਮਾਨਾ ॥
જે કાંઈ પણ દેખાઈ દે છે, તે તારામાં જ જોડાઈ જાય છે.

ਨਾਨਕੁ ਨੀਚੁ ਭਿਖਿਆ ਦਰਿ ਜਾਚੈ ਮੈ ਦੀਜੈ ਨਾਮੁ ਵਡਾਈ ਹੇ ॥੧੬॥੧॥
નાનક પોતાને નિમ્ન માનતા સત્યના દરવાજા પર ભિક્ષા માંગે છે કે તેને નામ-દાનની મોટાઈ આપ ॥૧૬॥૧॥ 

ਮਾਰੂ ਮਹਲਾ ੧ ॥
મારુ મહેલ ૧॥ 

ਆਪੇ ਧਰਤੀ ਧਉਲੁ ਅਕਾਸੰ ॥
ધરતી, ધર્મરૂપી બળદ તેમજ આકાશ પોતે પ્રભુ જ છે, 

ਆਪੇ ਸਾਚੇ ਗੁਣ ਪਰਗਾਸੰ ॥
તે પરમ-સત્ય એ પોતે જ પોતાના ગુણોનો પ્રકાશ કર્યો છે.

ਜਤੀ ਸਤੀ ਸੰਤੋਖੀ ਆਪੇ ਆਪੇ ਕਾਰ ਕਮਾਈ ਹੇ ॥੧॥
બ્રહાચારી, સદાચારી, સંતોષી પણ તે જ છે તેમજ પોતે જ કાર્ય કરી રહ્યો છે ॥૧॥ 

ਜਿਸੁ ਕਰਣਾ ਸੋ ਕਰਿ ਕਰਿ ਵੇਖੈ ॥
જેને આ જગત બનાવ્યું છે, તે તેની સંભાળ કરે છે.

ਕੋਇ ਨ ਮੇਟੈ ਸਾਚੇ ਲੇਖੈ ॥
તે પરમ-સત્ય દ્વારા લખેલ કર્મ આલેખને કોઈ મટાડી શકતું નથી, 

ਆਪੇ ਕਰੇ ਕਰਾਏ ਆਪੇ ਆਪੇ ਦੇ ਵਡਿਆਈ ਹੇ ॥੨॥
તે કરે તેમજ જીવોથી કરાવે છે અને પોતે જ ભક્તજનોને મોટાઈ દે છે ॥૨॥ 

ਪੰਚ ਚੋਰ ਚੰਚਲ ਚਿਤੁ ਚਾਲਹਿ ॥
કામ-ક્રોધરૂપી પાંચ ચોર મનુષ્યના ચંચળ મનને ચલાયમાન કરી દે છે. 

ਪਰ ਘਰ ਜੋਹਹਿ ਘਰੁ ਨਹੀ ਭਾਲਹਿ ॥
તે પારકી નારી તરફ જોતો રહે છે પરંતુ પોતાના ઘરની શોધ કરતો નથી.

ਕਾਇਆ ਨਗਰੁ ਢਹੈ ਢਹਿ ਢੇਰੀ ਬਿਨੁ ਸਬਦੈ ਪਤਿ ਜਾਈ ਹੇ ॥੩॥
મનુષ્ય-શરીરરૂપી નગરનો અંત થઈ જાય છે અને શબ્દ-ગુરુ વગર જીવ પોતાની પ્રતિષ્ઠા ગુમાવી દે છે ॥૩॥ 

ਗੁਰ ਤੇ ਬੂਝੈ ਤ੍ਰਿਭਵਣੁ ਸੂਝੈ ॥
જે ગુરુ દ્વારા સત્યનો રહસ્ય સમજી લે છે, તેને ત્રણેય લોકનું જ્ઞાન થઈ જાય છે. 

ਮਨਸਾ ਮਾਰਿ ਮਨੈ ਸਿਉ ਲੂਝੈ ॥
તે પોતાની ઇચ્છાને મારીને મનમાં ઝઝૂમતો રહે છે. 

ਜੋ ਤੁਧੁ ਸੇਵਹਿ ਸੇ ਤੁਧ ਹੀ ਜੇਹੇ ਨਿਰਭਉ ਬਾਲ ਸਖਾਈ ਹੇ ॥੪॥
હે પ્રભુ! જે તારી ભક્તિ કરે છે, તે તારુ જ રૂપ બની જાય છે તું નિર્ભય તેમજ બાળપણનો મિત્ર છે ॥૪॥ 

ਆਪੇ ਸੁਰਗੁ ਮਛੁ ਪਇਆਲਾ ॥
સ્વર્ગલોક, મૃત્યુલોક તેમજ પાતાળ લોક પરમસત્યનું જ રૂપ છે. 

ਆਪੇ ਜੋਤਿ ਸਰੂਪੀ ਬਾਲਾ ॥
તે પોતે જ પ્રકાશસ્વરૂપ તેમજ તરુણ છે. 

ਜਟਾ ਬਿਕਟ ਬਿਕਰਾਲ ਸਰੂਪੀ ਰੂਪੁ ਨ ਰੇਖਿਆ ਕਾਈ ਹੇ ॥੫॥
તે પોતે જ વિકટ જટાધારી તેમજ વિકરાળ સ્વરૂપવાળો છે અને તેની કોઈ રૂપ-રેખા નથી ॥૫॥ 

ਬੇਦ ਕਤੇਬੀ ਭੇਦੁ ਨ ਜਾਤਾ ॥
વેદો તેમજ કુરાને પણ પરમાત્માનો તફાવત સમજ્યો નથી અને

ਨਾ ਤਿਸੁ ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਭ੍ਰਾਤਾ ॥
તેના કોઈ માતા-પિતા, પુત્ર તેમજ ભાઈ નથી. 

ਸਗਲੇ ਸੈਲ ਉਪਾਇ ਸਮਾਏ ਅਲਖੁ ਨ ਲਖਣਾ ਜਾਈ ਹੇ ॥੬॥
તે બધા પર્વતોને બનાવીને પોતાનામાં જ જોડી લે છે અને તે અલખને જોઈ શકાતો નથી ॥૬॥

ਕਰਿ ਕਰਿ ਥਾਕੀ ਮੀਤ ਘਨੇਰੇ ॥
હું અનેક મિત્રો બનાવીને થાકી ગયો છું પરંતુ 

ਕੋਇ ਨ ਕਾਟੈ ਅਵਗੁਣ ਮੇਰੇ ॥
કોઈ પણ મારા અવગુણ કાપનાર નથી. 

ਸੁਰਿ ਨਰ ਨਾਥੁ ਸਾਹਿਬੁ ਸਭਨਾ ਸਿਰਿ ਭਾਇ ਮਿਲੈ ਭਉ ਜਾਈ ਹੇ ॥੭॥
દેવતાઓ, મનુષ્યો તેમજ યોગીઓ બધાનો માલિક ફક્ત પ્રભુ છે, તે ભક્તિ ભાવથી જ મળે છે અને પછી ભય દૂર થઈ જાય છે ॥૭॥

ਭੂਲੇ ਚੂਕੇ ਮਾਰਗਿ ਪਾਵਹਿ ॥
પથભ્રષ્ટ જીવને પોતે જ સાચો રસ્તો બતાવે છે.

ਆਪਿ ਭੁਲਾਇ ਤੂਹੈ ਸਮਝਾਵਹਿ ॥
તે પોતે જ ભુલાવી દે છે અને પોતે જ સત્યનું જ્ઞાન દે છે. 

ਬਿਨੁ ਨਾਵੈ ਮੈ ਅਵਰੁ ਨ ਦੀਸੈ ਨਾਵਹੁ ਗਤਿ ਮਿਤਿ ਪਾਈ ਹੇ ॥੮॥
તારા નામ વગર મને કોઈ સહારો નજર આવતો નથી અને તારી ગતિ તેમજ મર્યાદા નામ દ્વારા જ પ્રાપ્ત થાય છે ॥૮॥

error: Content is protected !!