GUJARATI PAGE 1043

ਮੋਹ ਪਸਾਰ ਨਹੀ ਸੰਗਿ ਬੇਲੀ ਬਿਨੁ ਹਰਿ ਗੁਰ ਕਿਨਿ ਸੁਖੁ ਪਾਇਆ ॥੪॥
આખા જગતમાં મોહ જ ફેલાયેલ છે અને કોઈ કોઈનો મિત્ર તેમજ શુભચિંતક નથી, પછી ગુરુ પરમાત્મા વગર કોને સુખ પ્રાપ્ત કર્યું છે ॥૪॥

ਜਿਸ ਕਉ ਨਦਰਿ ਕਰੇ ਗੁਰੁ ਪੂਰਾ ॥
પૂર્ણ ગુરુ જેના પર કૃપા-દ્રષ્ટિ કરે છે, 

ਸਬਦਿ ਮਿਲਾਏ ਗੁਰਮਤਿ ਸੂਰਾ ॥
તે શૂરવીર ગુરુમત દ્વારા શબ્દથી મળાવી દે છે. 

ਨਾਨਕ ਗੁਰ ਕੇ ਚਰਨ ਸਰੇਵਹੁ ਜਿਨਿ ਭੂਲਾ ਮਾਰਗਿ ਪਾਇਆ ॥੫॥
હે નાનક! ગુરુ-ચરણોની અર્ચના કર, જેને ભૂલેલા જીવને સન્માર્ગ લગાવી દીધો છે ॥૫॥

ਸੰਤ ਜਨਾਂ ਹਰਿ ਧਨੁ ਜਸੁ ਪਿਆਰਾ ॥
સંતજનોને હરિ-યશરૂપી ધન પ્રાણથી પણ પ્રિય છે.

ਗੁਰਮਤਿ ਪਾਇਆ ਨਾਮੁ ਤੁਮਾਰਾ ॥
હે પરમાત્મા! ગુરુ-ઉપદેશ પ્રમાણે તારું નામ જ પ્રાપ્ત કર્યું છે. 

ਜਾਚਿਕੁ ਸੇਵ ਕਰੇ ਦਰਿ ਹਰਿ ਕੈ ਹਰਿ ਦਰਗਹ ਜਸੁ ਗਾਇਆ ॥੬॥
યાચક હરિના ઓટલા પર પૂજા કરે છે અને તેને દરબારમાં પ્રભુનું જ યશોગાન કર્યું છે ॥૬॥ 

ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਤ ਮਹਲਿ ਬੁਲਾਏ ॥
જેને સદ્દગુરુ મળી જાય છે, પરમાત્મા તેને પોતાના મહેલમાં બોલાવી લે છે.

ਸਾਚੀ ਦਰਗਹ ਗਤਿ ਪਤਿ ਪਾਏ ॥ 
તેને સાચા દરબારમાં જ મુક્તિ તેમજ શોભા પ્રાપ્ત થાય છે. 

ਸਾਕਤ ਠਉਰ ਨਾਹੀ ਹਰਿ ਮੰਦਰ ਜਨਮ ਮਰੈ ਦੁਖੁ ਪਾਇਆ ॥੭॥
પદાર્થવાદી જીવને હરીના મંદિરમાં ઠેકાણું મળતું નથી અને તે જન્મ-મરણમાં જ દુઃખ ભોગવે છે ॥૭॥

ਸੇਵਹੁ ਸਤਿਗੁਰ ਸਮੁੰਦੁ ਅਥਾਹਾ ॥
સદ્દગુરૂની સેવા કર, તે તો પ્રેમનો ઊંડો સમુદ્ર છે અને 

ਪਾਵਹੁ ਨਾਮੁ ਰਤਨੁ ਧਨੁ ਲਾਹਾ ॥
તેનાથી નામ-રત્નરૂપી ધન મેળવીને લાભ પ્રાપ્ત કર. 

ਬਿਖਿਆ ਮਲੁ ਜਾਇ ਅੰਮ੍ਰਿਤ ਸਰਿ ਨਾਵਹੁ ਗੁਰ ਸਰ ਸੰਤੋਖੁ ਪਾਇਆ ॥੮॥
નામ અમૃતના સરોવરમાં સ્નાન કરવાથી વિષય-વિકારોની ગંદકી દૂર થઈ જાય છે અને ગુરુરૂપી સરોવરમાં જ સંતોષ પ્રાપ્ત થાય છે ॥૮॥

ਸਤਿਗੁਰ ਸੇਵਹੁ ਸੰਕ ਨ ਕੀਜੈ ॥
સદ્દગુરૂની સેવા કર; કોઈ સંકોચ ન કર અને

ਆਸਾ ਮਾਹਿ ਨਿਰਾਸੁ ਰਹੀਜੈ ॥
આશા ભર્યા જીવનમાં રહેતા આશાહીન રહે.

ਸੰਸਾ ਦੂਖ ਬਿਨਾਸਨੁ ਸੇਵਹੁ ਫਿਰਿ ਬਾਹੁੜਿ ਰੋਗੁ ਨ ਲਾਇਆ ॥੯॥
શંકા તેમજ દુઃખ વિનાશક પરમાત્માની પૂજા કર; આનાથી ફરી કોઈ રોગ લાગી શકતો નથી ॥૯॥

ਸਾਚੇ ਭਾਵੈ ਤਿਸੁ ਵਡੀਆਏ ॥
જો સત્યસ્વરૂપને સ્વીકાર હોય તો તેને જ યશ આપે છે. 

ਕਉਨੁ ਸੁ ਦੂਜਾ ਤਿਸੁ ਸਮਝਾਏ ॥
બીજું કોઈ આ લાયક નથી જે આને સમજાવી શકે છે. 

ਹਰਿ ਗੁਰ ਮੂਰਤਿ ਏਕਾ ਵਰਤੈ ਨਾਨਕ ਹਰਿ ਗੁਰ ਭਾਇਆ ॥੧੦॥
હે નાનક! પરમાત્મા તેમજ ગુરુ એક જ રૂપ છે અને એકમાત્ર તે જ સર્વવ્યાપક છે, ગુરુ પરમાત્મા જ મનને ગમ્યો છે ॥૧૦॥ 

ਵਾਚਹਿ ਪੁਸਤਕ ਵੇਦ ਪੁਰਾਨਾਂ ॥
પંડિત વેદ-પુરાણને વાંચે છે, 

ਇਕ ਬਹਿ ਸੁਨਹਿ ਸੁਨਾਵਹਿ ਕਾਨਾਂ ॥
કોઈ બેસીને કાનોથી સાંભળે સંભળાવે છે.

ਅਜਗਰ ਕਪਟੁ ਕਹਹੁ ਕਿਉ ਖੁਲ੍ਹ੍ਹੈ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਤਤੁ ਨ ਪਾਇਆ ॥੧੧॥
કહે, અજગર જેવો સખત દરવાજો કઈ રીતે ખુલી શકે છે અને ગુરુ વગર પરમ તત્વ પ્રાપ્ત થતું નથી ॥૧૧॥ 

ਕਰਹਿ ਬਿਭੂਤਿ ਲਗਾਵਹਿ ਭਸਮੈ ॥
કોઈ મનુષ્ય શરીર પર રાખ લગાવે અને વિભૂતિ કરે છે પરંતુ 

ਅੰਤਰਿ ਕ੍ਰੋਧੁ ਚੰਡਾਲੁ ਸੁ ਹਉਮੈ ॥
તેના મનમાં ચાંડાલ રૂપ ક્રોધ તેમજ અહમ જ રહે છે.

ਪਾਖੰਡ ਕੀਨੇ ਜੋਗੁ ਨ ਪਾਈਐ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਅਲਖੁ ਨ ਪਾਇਆ ॥੧੨॥
આવો પાખંડ કરવાથી યોગ પ્રાપ્ત થતું નથી અને ન તો ગુરુ વગર પ્રભુ પ્રાપ્ત થાય છે ॥૧૨॥

ਤੀਰਥ ਵਰਤ ਨੇਮ ਕਰਹਿ ਉਦਿਆਨਾ ॥
કોઈ મનુષ્ય તીર્થ-સ્નાન, વ્રત-પૂજા, નેમનુ પાલન કરે છે અને જંગલોમાં પણ રહે છે. 

ਜਤੁ ਸਤੁ ਸੰਜਮੁ ਕਥਹਿ ਗਿਆਨਾ ॥
કોઈ બ્રહ્મચર્ય, ત્યાગ, ધીરજ તેમજ જ્ઞાનની વાતો કરે છે.

ਰਾਮ ਨਾਮ ਬਿਨੁ ਕਿਉ ਸੁਖੁ ਪਾਈਐ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਭਰਮੁ ਨ ਜਾਇਆ ॥੧੩॥
પરંતુ રામ નામ વગર શું કરી સુખ પ્રાપ્ત થઈ શકે છે, ગુરુ વગર ભ્રમ દૂર થતો નથી ॥૧૩॥ 

ਨਿਉਲੀ ਕਰਮ ਭੁਇਅੰਗਮ ਭਾਠੀ ॥
કોઈ ન્યોલી કર્મ કરે છે, કોઈ કુંડલિની શક્તિને જાગૃત કરે છે,

ਰੇਚਕ ਕੁੰਭਕ ਪੂਰਕ ਮਨ ਹਾਠੀ ॥
કોઈ મનની દ્રઢતાથી પ્રાણાયમની રેચક, પૂરક, કુંભક ક્રિયાઓનો અભ્યાસ કરે છે.

ਪਾਖੰਡ ਧਰਮੁ ਪ੍ਰੀਤਿ ਨਹੀ ਹਰਿ ਸਉ ਗੁਰ ਸਬਦ ਮਹਾ ਰਸੁ ਪਾਇਆ ॥੧੪॥
આ બધા ધર્મ નીરા પાખંડ જ છે અને આનાથી પરમાત્માથી પ્રેમ ઉત્પન્ન થતો નથી, પરંતુ ગુરુના શબ્દથી જ નામના મહરસને મેળવાય છે ॥૧૪॥

ਕੁਦਰਤਿ ਦੇਖਿ ਰਹੇ ਮਨੁ ਮਾਨਿਆ ॥
તેની કુદરતને જોઈને મન સંતુષ્ટ થઈ જાય છે,

ਗੁਰ ਸਬਦੀ ਸਭੁ ਬ੍ਰਹਮੁ ਪਛਾਨਿਆ ॥
ગુરુના શબ્દ દ્વારા બધામાં વ્યાપ્ત બ્રહ્મની ઓળખ થાય છે. 

ਨਾਨਕ ਆਤਮ ਰਾਮੁ ਸਬਾਇਆ ਗੁਰ ਸਤਿਗੁਰ ਅਲਖੁ ਲਖਾਇਆ ॥੧੫॥੫॥੨੨॥
હે નાનક! સદ્દગુરુ જ આત્મામાં વ્યાપ્ત અદ્ર્શષ્ય પ્રભુના દર્શન કરાવનાર છે ॥૧૫॥૫॥૨૨॥ 

ਮਾਰੂ ਸੋਲਹੇ ਮਹਲਾ ੩
મારુ સોલહ મહેલ ૩ 

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਹੁਕਮੀ ਸਹਜੇ ਸ੍ਰਿਸਟਿ ਉਪਾਈ ॥
પ્રભુએ પોતાના હુકમમાં સ્વાભાવિક જ સૃષ્ટિ ઉત્પન્ન કરી અને

ਕਰਿ ਕਰਿ ਵੇਖੈ ਅਪਣੀ ਵਡਿਆਈ ॥
રચના કરી-કરીને પોતે જ પોતાની કીર્તિને જોઈ રહ્યો છે.

ਆਪੇ ਕਰੇ ਕਰਾਏ ਆਪੇ ਹੁਕਮੇ ਰਹਿਆ ਸਮਾਈ ਹੇ ॥੧॥
કરતો કરાવડાવતો તે જ છે અને પોતાના હુકમમાં જ લીન છે ॥૧॥ 

ਮਾਇਆ ਮੋਹੁ ਜਗਤੁ ਗੁਬਾਰਾ ॥
મોહ-માયાનો અંધકાર આખા જગતમાં ફેલાયેલ છે પરંતુ 

ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਕੋ ਵੀਚਾਰਾ ॥
કોઈ દુર્લભ ગુરુમુખ જ સત્યને સમજે છે. જેના પર પ્રભુ પોતાની કૃપા-દ્રષ્ટિ કરે છે, 

ਆਪੇ ਨਦਰਿ ਕਰੇ ਸੋ ਪਾਏ ਆਪੇ ਮੇਲਿ ਮਿਲਾਈ ਹੇ ॥੨॥
તે જ તેને મેળવી લે છે અને તે પોતે જ સાથે મળાવી લે છે ॥૨॥

error: Content is protected !!