ਨਿੰਦਕ ਕਾ ਕਹਿਆ ਕੋਇ ਨ ਮਾਨੈ ॥
નિંદક મનુષ્યનું કહ્યું કોઈ માનતું નથી અને
ਨਿੰਦਕ ਝੂਠੁ ਬੋਲਿ ਪਛੁਤਾਨੇ ॥
નિંદક અસત્ય બોલીને પસ્તાય છે,
ਹਾਥ ਪਛੋਰਹਿ ਸਿਰੁ ਧਰਨਿ ਲਗਾਹਿ ॥
તે હાથ પટકતો, માથું ધરતી પર લગાવે છે પરંતુ
ਨਿੰਦਕ ਕਉ ਦਈ ਛੋਡੈ ਨਾਹਿ ॥੨॥
નિંદકને પ્રભુ છોડતો નથી ॥૨॥
ਹਰਿ ਕਾ ਦਾਸੁ ਕਿਛੁ ਬੁਰਾ ਨ ਮਾਗੈ ॥
પ્રભુનો ઉપાસક કોઈનું ખરાબ ઇચ્છતો નથી,
ਨਿੰਦਕ ਕਉ ਲਾਗੈ ਦੁਖ ਸਾਂਗੈ ॥
તેથી નિંદકને દુઃખોના તીર લાગે છે.
ਬਗੁਲੇ ਜਿਉ ਰਹਿਆ ਪੰਖ ਪਸਾਰਿ ॥
તે બગલાની સમાન પાંખ ફેલાવીને ધર્મનિષ્ઠ બને છે પરંતુ
ਮੁਖ ਤੇ ਬੋਲਿਆ ਤਾਂ ਕਢਿਆ ਬੀਚਾਰਿ ॥੩॥
જ્યારે મુખથી બોલે છે તો વિચાર કરી સજ્જન પુરુષ તેને સત્સંગથી બહાર કાઢી દે છે ॥૩॥
ਅੰਤਰਜਾਮੀ ਕਰਤਾ ਸੋਇ ॥
પ્રભુ અંતર્યામી છે,
ਹਰਿ ਜਨੁ ਕਰੈ ਸੁ ਨਿਹਚਲੁ ਹੋਇ ॥
ભક્ત જે કહે છે, તે નિશ્ચય થાય છે.
ਹਰਿ ਕਾ ਦਾਸੁ ਸਾਚਾ ਦਰਬਾਰਿ ॥ ਜਨ ਨਾਨਕ ਕਹਿਆ ਤਤੁ ਬੀਚਾਰਿ ॥੪॥੪੧॥੫੪॥
પ્રભુનો ભક્ત સાચા દરબારમાં પૂજવામાં આવે છે, નાનક સાર વિચારીને આ કહે છે. ॥૪॥૪૧॥૫૪॥
ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥
ਦੁਇ ਕਰ ਜੋਰਿ ਕਰਉ ਅਰਦਾਸਿ ॥
હું બંને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે
ਜੀਉ ਪਿੰਡੁ ਧਨੁ ਤਿਸ ਕੀ ਰਾਸਿ ॥
આ પ્રાણ, શરીર, ધન વગેરે બધું પ્રભુની પૂંજી છે.
ਸੋਈ ਮੇਰਾ ਸੁਆਮੀ ਕਰਨੈਹਾਰੁ ॥
બધું કરનાર તે જ મારો સ્વામી છે અને
ਕੋਟਿ ਬਾਰ ਜਾਈ ਬਲਿਹਾਰ ॥੧॥
કરોડો વાર તેના પર બલિહાર જાવ છું ॥૧॥
ਸਾਧੂ ਧੂਰਿ ਪੁਨੀਤ ਕਰੀ ॥
સાધુની ચરણ-રજે મને પવિત્ર કરી દીધો છે,
ਮਨ ਕੇ ਬਿਕਾਰ ਮਿਟਹਿ ਪ੍ਰਭ ਸਿਮਰਤ ਜਨਮ ਜਨਮ ਕੀ ਮੈਲੁ ਹਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥
પ્રભુ-સ્મરણથી મનના વિકારો મટી ગયા છે અને જનમ-જનમની ગંદકી દૂર થઈ ગઈ છે ॥૧॥વિરામ॥
ਜਾ ਕੈ ਗ੍ਰਿਹ ਮਹਿ ਸਗਲ ਨਿਧਾਨ ॥
જેના ઘરમાં બધા સુખોનાં ભંડાર છે,
ਜਾ ਕੀ ਸੇਵਾ ਪਾਈਐ ਮਾਨੁ ॥
જેની સેવાથી માન-સન્માન પ્રાપ્ત થાય છે,
ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰਨਹਾਰ ॥
બધી ઇચ્છાઓ પૂર્ણ કરનાર તે પરમાત્મા જ
ਜੀਅ ਪ੍ਰਾਨ ਭਗਤਨ ਆਧਾਰ ॥੨॥
ભક્તોના જીવન તેમજ પ્રાણોનો આશરો છે ॥૨॥
ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਸਗਲ ਪ੍ਰਗਾਸ ॥
તે બધાના અંતરમનમાં પ્રકાશ કરે છે,
ਜਪਿ ਜਪਿ ਜੀਵਹਿ ਭਗਤ ਗੁਣਤਾਸ ॥
તે ગુણોના ભંડાર પરમેશ્વરનું નામ જપી-જપીને જ ભક્ત જીવે છે.
ਜਾ ਕੀ ਸੇਵ ਨ ਬਿਰਥੀ ਜਾਇ ॥
તેની સેવા ક્યારેય વ્યર્થ જતી નથી,
ਮਨ ਤਨ ਅੰਤਰਿ ਏਕੁ ਧਿਆਇ ॥੩॥
તેથી મન-શરીરમાં એક પ્રભુનું જ ધ્યાન કર ॥૩॥
ਗੁਰ ਉਪਦੇਸਿ ਦਇਆ ਸੰਤੋਖੁ ॥
ગુરુના ઉપદેશથી દયા, સંતોષ વગેરે શુભ ગુણોની પ્રાપ્તિ થાય છે,
ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਨਿਰਮਲੁ ਇਹੁ ਥੋਕੁ ॥
હરિનામનો ભંડાર ખૂબ પવિત્ર છે.
ਕਰਿ ਕਿਰਪਾ ਲੀਜੈ ਲੜਿ ਲਾਇ ॥
હે પરમાત્મા! નાનકની વિનંતી છે કે કૃપા કરીને પોતાની શરણમાં લઇ લે,
ਚਰਨ ਕਮਲ ਨਾਨਕ ਨਿਤ ਧਿਆਇ ॥੪॥੪੨॥੫੫॥
રોજ તારા ચરણોમાં ધ્યાન કરતો રહું ॥૪॥૪૨॥૫૫॥
ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥
ਸਤਿਗੁਰ ਅਪੁਨੇ ਸੁਨੀ ਅਰਦਾਸਿ ॥
સદ્દગુરૂએ અમારી પ્રાર્થના સાંભળી તો
ਕਾਰਜੁ ਆਇਆ ਸਗਲਾ ਰਾਸਿ ॥
બધા કાર્ય સફળ પૂર્ણ થઈ ગયા.
ਮਨ ਤਨ ਅੰਤਰਿ ਪ੍ਰਭੂ ਧਿਆਇਆ ॥
મન-શરીરમાં ફક્ત પ્રભુનું જ ધ્યાન કર્યું,
ਗੁਰ ਪੂਰੇ ਡਰੁ ਸਗਲ ਚੁਕਾਇਆ ॥੧॥
પૂર્ણ ગુરુએ અમારો બધો ડર દૂર કરી દીધો છે ॥૧॥
ਸਭ ਤੇ ਵਡ ਸਮਰਥ ਗੁਰਦੇਵ ॥
અમારો ગુરુદેવ સૌથી મોટો છે,
ਸਭਿ ਸੁਖ ਪਾਈ ਤਿਸ ਕੀ ਸੇਵ ॥ ਰਹਾਉ ॥
બધું કરવામાં પૂર્ણ સમર્થ છે અને તેની સેવાથી બધા સુખ પ્રાપ્ત થયા છે ॥વિરામ॥
ਜਾ ਕਾ ਕੀਆ ਸਭੁ ਕਿਛੁ ਹੋਇ ॥
જેનું કરેલું બધું થાય છે,
ਤਿਸ ਕਾ ਅਮਰੁ ਨ ਮੇਟੈ ਕੋਇ ॥
તેના હુકમને કોઈ ટાળી શકતા નથી.
ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਰਮੇਸਰੁ ਅਨੂਪੁ ॥
તે પરબ્રહ્મ-પરમેશ્વર અનુપમ છે,
ਸਫਲ ਮੂਰਤਿ ਗੁਰੁ ਤਿਸ ਕਾ ਰੂਪੁ ॥੨॥
તેના દર્શન ફળદાયક છે અને ગુરુ તેનું જ રૂપ છે ॥૨॥
ਜਾ ਕੈ ਅੰਤਰਿ ਬਸੈ ਹਰਿ ਨਾਮੁ ॥
જેના મનમાં પરમાત્માનું નામ વસે છે,
ਜੋ ਜੋ ਪੇਖੈ ਸੁ ਬ੍ਰਹਮ ਗਿਆਨੁ ॥
જે જે જોવે છે, તેમાં બ્રહ્મ-જ્ઞાન જ મેળવે છે.
ਬੀਸ ਬਿਸੁਏ ਜਾ ਕੈ ਮਨਿ ਪਰਗਾਸੁ ॥
જેના મનમાં સંપૂર્ણપણે પ્રકાશ હોય છે,
ਤਿਸੁ ਜਨ ਕੈ ਪਾਰਬ੍ਰਹਮ ਕਾ ਨਿਵਾਸੁ ॥੩॥
તે મનુષ્યના અંતરમાં પરબ્રહ્મનો નિવાસ હોય છે ॥૩॥
ਤਿਸੁ ਗੁਰ ਕਉ ਸਦ ਕਰੀ ਨਮਸਕਾਰ ॥
તે ગુરુને હંમેશા નમન કરું છું,
ਤਿਸੁ ਗੁਰ ਕਉ ਸਦ ਜਾਉ ਬਲਿਹਾਰ ॥
તેના પર હંમેશા બલિહાર જાવ છું.
ਸਤਿਗੁਰ ਕੇ ਚਰਨ ਧੋਇ ਧੋਇ ਪੀਵਾ ॥
હે નાનક! સાચા ગુરુના ચરણ તો ધોઈ-ધોઈને પીવું છું અને
ਗੁਰ ਨਾਨਕ ਜਪਿ ਜਪਿ ਸਦ ਜੀਵਾ ॥੪॥੪੩॥੫੬॥
ગુરુનું જાપ કરી કરીને જીવી રહ્યો છું ॥૪॥૪૩॥૫૬॥