GUJARATI PAGE 1216

ਤਿਨ ਸਿਉ ਰਾਚਿ ਮਾਚਿ ਹਿਤੁ ਲਾਇਓ ਜੋ ਕਾਮਿ ਨਹੀ ਗਾਵਾਰੀ ॥੧॥
મનુષ્ય તેની સાથે પ્રેમ લગાવીને હળી-મળી રહે છે જે મૂર્ખ જરાય કામ આવતા નથી ॥૧॥

ਹਉ ਨਾਹੀ ਨਾਹੀ ਕਿਛੁ ਮੇਰਾ ਨਾ ਹਮਰੋ ਬਸੁ ਚਾਰੀ ॥
હું કંઈ પણ નથી ન તો મારુ કંઈ પોતાનું છે અને અમારો કોઈ વશ ચાલી શકતો નથી

ਕਰਨ ਕਰਾਵਨ ਨਾਨਕ ਕੇ ਪ੍ਰਭ ਸੰਤਨ ਸੰਗਿ ਉਧਾਰੀ ॥੨॥੩੬॥੫੯॥
હે નાનકના પ્રભુ! તું જ બધું કરવાવાળો છે અને સંતોની સંગતમાં જ ઉદ્ધાર થાય છે ॥૨॥૩૬॥૫૯॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਮੋਹਨੀ ਮੋਹਤ ਰਹੈ ਨ ਹੋਰੀ ॥
મોહિની માયા આખા સંસારને મોહિત કરે છે અને કોઈના રોકવા પર રોકાતી નથી

ਸਾਧਿਕ ਸਿਧ ਸਗਲ ਕੀ ਪਿਆਰੀ ਤੁਟੈ ਨ ਕਾਹੂ ਤੋਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥
સાધક, સિદ્ધ પુરુષો બધાની પ્રાણ પ્યારી છે અને કોઈના તોડવા પર પણ તૂટતી નથી ॥૧॥વિરામ॥

ਖਟੁ ਸਾਸਤ੍ਰ ਉਚਰਤ ਰਸਨਾਗਰ ਤੀਰਥ ਗਵਨ ਨ ਥੋਰੀ ॥
જીભથી છ શાસ્ત્રોનું ઉચ્ચારણ કરવા અથવા તીર્થ યાત્રા કરવાથી પણ તેનો પ્રભાવ ઓછો થતો નથી

ਪੂਜਾ ਚਕ੍ਰ ਬਰਤ ਨੇਮ ਤਪੀਆ ਊਹਾ ਗੈਲਿ ਨ ਛੋਰੀ ॥੧॥
પૂજા કરવાવાળા, માથા પર તિલક કરવાવાળા , વ્રત-ઉપવાસ, નિયમ ધારણ કરવાવાળા તેમજ તપસ્વીઓનો પણ સાથ છોડતી નથી ॥૧॥

ਅੰਧ ਕੂਪ ਮਹਿ ਪਤਿਤ ਹੋਤ ਜਗੁ ਸੰਤਹੁ ਕਰਹੁ ਪਰਮ ਗਤਿ ਮੋਰੀ ॥
આ જગત અજ્ઞાનના આંધળા કુવામાં પડીને પતિત થઈ રહ્યા છે હે સંત પુરુષો! મારી પરમગતિ કરી દો

ਸਾਧਸੰਗਤਿ ਨਾਨਕੁ ਭਇਓ ਮੁਕਤਾ ਦਰਸਨੁ ਪੇਖਤ ਭੋਰੀ ॥੨॥੩੭॥੬੦॥
નાનક ફરમાવે છે કે સાચા સાધુઓની સંગતમાં થોડા દર્શન માત્રથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે ॥૨॥૩૭॥૬૦॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਕਹਾ ਕਰਹਿ ਰੇ ਖਾਟਿ ਖਾਟੁਲੀ ॥
હે પ્રાણી! ધન-સંપત્તિ કમાઈને તું શું કરી રહ્યો છે?

ਪਵਨਿ ਅਫਾਰ ਤੋਰ ਚਾਮਰੋ ਅਤਿ ਜਜਰੀ ਤੇਰੀ ਰੇ ਮਾਟੁਲੀ ॥੧॥ ਰਹਾਉ ॥
તારું શરીર હવાથી ભરાયને ફુલાય ગયું છે અને શરીર રૂપી તારી મટુકી ખૂબ જૂની થઈ ગઈ છે ॥૧॥ વિરામ॥

ਊਹੀ ਤੇ ਹਰਿਓ ਊਹਾ ਲੇ ਧਰਿਓ ਜੈਸੇ ਬਾਸਾ ਮਾਸ ਦੇਤ ਝਾਟੁਲੀ ॥
જેમ બાજ માંસને જપટીને લઈ જાય છે તેમ જ તું ધનને છીનવીને કોઈ બીજી જગ્યાએ રાખી દે છે

ਦੇਵਨਹਾਰੁ ਬਿਸਾਰਿਓ ਅੰਧੁਲੇ ਜਿਉ ਸਫਰੀ ਉਦਰੁ ਭਰੈ ਬਹਿ ਹਾਟੁਲੀ ॥੧॥
હે આંધળા! તને દેવાવાળા પરમાત્મા ભૂલી ગયા છે જેમ યાત્રી દુકાનમાં બેસીને પોતાનું પેટ ભરી લે છે પરંતુ ભોજન દેવાવાળાને ભૂલી જાય છે ॥૧॥

ਸਾਦ ਬਿਕਾਰ ਬਿਕਾਰ ਝੂਠ ਰਸ ਜਹ ਜਾਨੋ ਤਹ ਭੀਰ ਬਾਟੁਲੀ ॥
તું વિકારોના સ્વાદ તેમજ અસત્ય રસોમાં જ મસ્ત છે જ્યાં જવું છે તે માર્ગ કહું મુશ્કેલ છે

ਕਹੁ ਨਾਨਕ ਸਮਝੁ ਰੇ ਇਆਨੇ ਆਜੁ ਕਾਲਿ ਖੁਲ੍ਹ੍ਹੈ ਤੇਰੀ ਗਾਂਠੁਲੀ ॥੨॥੩੮॥੬੧॥
નાનક કહે છે કે હે મૂર્ખ! આ તથ્યને સમજી લે આજે અથવા કાલે તારી મૃત્યુ નિશ્ચિત છે ॥૨॥૩૮॥૬૧॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਗੁਰ ਜੀਉ ਸੰਗਿ ਤੁਹਾਰੈ ਜਾਨਿਓ ॥
હે ગુરુ! તારી સંગતમાં પરમ સત્યને જાણ્યું છે

ਕੋਟਿ ਜੋਧ ਉਆ ਕੀ ਬਾਤ ਨ ਪੁਛੀਐ ਤਾਂ ਦਰਗਹ ਭੀ ਮਾਨਿਓ ॥੧॥ ਰਹਾਉ ॥
કરોડો યોદ્ધા ફરી રહ્યા છે કોઈ તેની વાત પૂછતાં નથી તો તે જ પ્રભુ-દરબારમાં યશ અપાવ્યો છે ॥૧॥વિરામ॥

ਕਵਨ ਮੂਲੁ ਪ੍ਰਾਨੀ ਕਾ ਕਹੀਐ ਕਵਨ ਰੂਪੁ ਦ੍ਰਿਸਟਾਨਿਓ ॥
આ કેવી રીતે કહી શકાય કે પ્રાણીનું મૂલ્ય શું છે? ક્યાં રૂપમાં દ્રષ્ટિ ગત થાય છે?

ਜੋਤਿ ਪ੍ਰਗਾਸ ਭਈ ਮਾਟੀ ਸੰਗਿ ਦੁਲਭ ਦੇਹ ਬਖਾਨਿਓ ॥੧॥
જ્યારે માટી રૂપી શરીરમાં પ્રાણ-જ્યોતિનો આલોક થઈ ગયો તો તેને દુર્લભ શરીર કહેવામાં આવે છે ॥૧॥

ਤੁਮ ਤੇ ਸੇਵ ਤੁਮ ਤੇ ਜਪ ਤਾਪਾ ਤੁਮ ਤੇ ਤਤੁ ਪਛਾਨਿਓ ॥
હે સદ્દગુરુ! તારાથી સેવા, જપ-તપ અને સાર-તત્વને સમજ્યું છે

ਕਰੁ ਮਸਤਕਿ ਧਰਿ ਕਟੀ ਜੇਵਰੀ ਨਾਨਕ ਦਾਸ ਦਸਾਨਿਓ ॥੨॥੩੯॥੬੨॥
નાનકનું કહેવું છે કે મને દાસોના દાસના માથા પર હાથ ધરીને તે મૃત્યુની સાંકળ કાપી દીધી છે ॥૨॥૩૯॥૬૨॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਹਰਿ ਹਰਿ ਦੀਓ ਸੇਵਕ ਕਉ ਨਾਮ ॥
પ્રભુએ સેવકને નામ સ્મરણ આપ્યું છે

ਮਾਨਸੁ ਕਾ ਕੋ ਬਪੁਰੋ ਭਾਈ ਜਾ ਕੋ ਰਾਖਾ ਰਾਮ ॥੧॥ ਰਹਾਉ ॥
હે ભાઈ! જેને બચાવવા વાળા પોતે પરમાત્મા છે પછી મનુષ્ય તેનું શું બગાડી શકે છે ? ॥૧॥વિરામ॥

ਆਪਿ ਮਹਾ ਜਨੁ ਆਪੇ ਪੰਚਾ ਆਪਿ ਸੇਵਕ ਕੈ ਕਾਮ ॥
તે પોતે જ પ્રધાન છે પોતે જ પંચ છે અને તે પોતે જ સેવકના કાર્ય સંપન્ન કરે છે

ਆਪੇ ਸਗਲੇ ਦੂਤ ਬਿਦਾਰੇ ਠਾਕੁਰ ਅੰਤਰਜਾਮ ॥੧॥
તે અંતર્યામી માલિકે પોતે જ બધા દુઃખોને સમાપ્ત કરી દીધા છે ॥૧॥

ਆਪੇ ਪਤਿ ਰਾਖੀ ਸੇਵਕ ਕੀ ਆਪਿ ਕੀਓ ਬੰਧਾਨ ॥
તેને પોતે જ પોતાના સેવકની પ્રતિષ્ઠા બચાવી છે અને પોતે જ સ્થિરતા પ્રદાન કરી છે

ਆਦਿ ਜੁਗਾਦਿ ਸੇਵਕ ਕੀ ਰਾਖੈ ਨਾਨਕ ਕੋ ਪ੍ਰਭੁ ਜਾਨ ॥੨॥੪੦॥੬੩॥
હે નાનક!આ તથ્યને જાણી લો કે યુગ-યુગથી પ્રભુ પોતાના ભક્તોની રક્ષા કરી રહ્યો છે ॥૨॥૪૦॥૬૩॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਤੂ ਮੇਰੇ ਮੀਤ ਸਖਾ ਹਰਿ ਪ੍ਰਾਨ ॥
હે પિતા પરમાત્મા! તું જ મારો મિત્ર, હિતૈષી તેમજ પ્રાણ છે

ਮਨੁ ਧਨੁ ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਤੁਮਰਾ ਇਹੁ ਤਨੁ ਸੀਤੋ ਤੁਮਰੈ ਧਾਨ ॥੧॥ ਰਹਾਉ ॥
આ આત્મા, શરીર, મન તેમજ ધન બધું તારું છે તે જ આ શરીર બનાવીને આપ્યું છે ॥૧॥વિરામ॥

ਤੁਮ ਹੀ ਦੀਏ ਅਨਿਕ ਪ੍ਰਕਾਰਾ ਤੁਮ ਹੀ ਦੀਏ ਮਾਨ ॥
તે જ અનેક પ્રકારની વસ્તુ આપી છે તે જ માન પ્રતિષ્ઠા આપી છે

ਸਦਾ ਸਦਾ ਤੁਮ ਹੀ ਪਤਿ ਰਾਖਹੁ ਅੰਤਰਜਾਮੀ ਜਾਨ ॥੧॥
હે અંતર્યામી! હંમેશા તું જ અમારી લાજ રાખે છે ॥૧॥

error: Content is protected !!