ਤੇਰੇ ਜਨ ਧਿਆਵਹਿ ਇਕ ਮਨਿ ਇਕ ਚਿਤਿ ਤੇ ਸਾਧੂ ਸੁਖ ਪਾਵਹਿ ਜਪਿ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਨਿਧਾਨ ॥
હે પ્રભુ! ભક્તજન એકાગ્રચિત થઈને તારું ધ્યાન કરે છે પરમાત્માનું નામ સુખોનું ઘર છે આ રીતે સાધુ મહાત્મા જન નામ જપીને સુખ જ મેળવે છે
ਉਸਤਤਿ ਕਰਹਿ ਪ੍ਰਭ ਤੇਰੀਆ ਮਿਲਿ ਸਾਧੂ ਸਾਧ ਜਨਾ ਗੁਰ ਸਤਿਗੁਰੂ ਭਗਵਾਨ ॥੧॥
હે પ્રભુ! ગુરુ-સદ્દગુરુ સાથે મળીને સાધુજન તારી સ્તુતિ કરે છે ॥૧॥
ਜਿਨ ਕੈ ਹਿਰਦੈ ਤੂ ਸੁਆਮੀ ਤੇ ਸੁਖ ਫਲ ਪਾਵਹਿ ਤੇ ਤਰੇ ਭਵ ਸਿੰਧੁ ਤੇ ਭਗਤ ਹਰਿ ਜਾਨ ॥
હે સ્વામી! જેના હૃદયમાં તું રહે છે તે સર્વ સુખ તેમજ ફળ મેળવે છે અને ભક્તો સાથે સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે
ਤਿਨ ਸੇਵਾ ਹਮ ਲਾਇ ਹਰੇ ਹਮ ਲਾਇ ਹਰੇ ਜਨ ਨਾਨਕ ਕੇ ਹਰਿ ਤੂ ਤੂ ਤੂ ਤੂ ਤੂ ਭਗਵਾਨ ॥੨॥੬॥੧੨॥
તેની સેવામાં અમને લગાવી રાખજો હે નાનકના પ્રભુ! તું જ તું તું જ અમારું સર્વસ્વ છે ॥૨॥૬॥૧૨॥
ਕਾਨੜਾ ਮਹਲਾ ੫ ਘਰੁ ੨
કાનડા મહેલ ૫ ઘર ૨॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਗਾਈਐ ਗੁਣ ਗੋਪਾਲ ਕ੍ਰਿਪਾ ਨਿਧਿ ॥
કૃપાનિધિ પ્રભુનું ગુણાનુવાદ કરો
ਦੁਖ ਬਿਦਾਰਨ ਸੁਖਦਾਤੇ ਸਤਿਗੁਰ ਜਾ ਕਉ ਭੇਟਤ ਹੋਇ ਸਗਲ ਸਿਧਿ ॥੧॥ ਰਹਾਉ ॥
તે બધા દુઃખ નષ્ટ કરવાવાળા છે, સુખના દાતા છે, તે જ સાચા ગુરુ છે જેનાથી સાક્ષાત્કાર થવાથી જ સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે ॥૧॥વિરામ॥
ਸਿਮਰਤ ਨਾਮੁ ਮਨਹਿ ਸਾਧਾਰੈ ॥
પ્રભુનું નામ સ્મરણ કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે
ਕੋਟਿ ਪਰਾਧੀ ਖਿਨ ਮਹਿ ਤਾਰੈ ॥੧॥
નામ સ્મરણથી કરોડો અપરાધી પળમાં તરી ગયા છે ॥૧॥
ਜਾ ਕਉ ਚੀਤਿ ਆਵੈ ਗੁਰੁ ਅਪਨਾ ॥
જેને પોતાના ગુરુ યાદ આવે છે
ਤਾ ਕਉ ਦੂਖੁ ਨਹੀ ਤਿਲੁ ਸੁਪਨਾ ॥੨॥
તેને સપનામાં પણ કોઈ દુઃખ સ્પર્શ કરતું નથી ॥૨॥
ਜਾ ਕਉ ਸਤਿਗੁਰੁ ਅਪਨਾ ਰਾਖੈ ॥
જેને પોતાના સદ્દગુરુ બચાવે છે
ਸੋ ਜਨੁ ਹਰਿ ਰਸੁ ਰਸਨਾ ਚਾਖੈ ॥੩॥
તે ભક્ત પોતાની જીભથી પ્રભુનું નામ જાપ કરે છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਗੁਰਿ ਕੀਨੀ ਮਇਆ ॥
નાનક ફરમાવે છે કે ગુરુએ કૃપા કરી છે
ਹਲਤਿ ਪਲਤਿ ਮੁਖ ਊਜਲ ਭਇਆ ॥੪॥੧॥
લોક-પરલોકમાં મુખ ઉજ્જવળ થઈ ગયું છે ॥૪॥૧॥
ਕਾਨੜਾ ਮਹਲਾ ੫ ॥
કાનડા મહેલ ૫॥
ਆਰਾਧਉ ਤੁਝਹਿ ਸੁਆਮੀ ਅਪਨੇ ॥
હે સ્વામી! હું તારી જ આરાધના કરું છું
ਊਠਤ ਬੈਠਤ ਸੋਵਤ ਜਾਗਤ ਸਾਸਿ ਸਾਸਿ ਸਾਸਿ ਹਰਿ ਜਪਨੇ ॥੧॥ ਰਹਾਉ ॥
ઉઠતા-બેસતા, સુતા-જાગતા, શ્વાસે-શ્વાસે તારું જ જાપ કરું છું ॥૧॥વિરામ॥
ਤਾ ਕੈ ਹਿਰਦੈ ਬਸਿਓ ਨਾਮੁ ॥
તેના હૃદયમાં હરિનામ વસે છે
ਜਾ ਕਉ ਸੁਆਮੀ ਕੀਨੋ ਦਾਨੁ ॥੧॥
જેને સ્વામી દાન કરે છે ॥૧॥
ਤਾ ਕੈ ਹਿਰਦੈ ਆਈ ਸਾਂਤਿ ॥
તેના હૃદયમાં શાંતિ પ્રાપ્ત થાય છે
ਠਾਕੁਰ ਭੇਟੇ ਗੁਰ ਬਚਨਾਂਤਿ ॥੨॥
જેનો ગુરુના વચનોથી ઠાકુરજીથી મેળાપ થાય છે ॥૨॥
ਸਰਬ ਕਲਾ ਸੋਈ ਪਰਬੀਨ ॥
તે સર્વ કલાઓમાં પ્રવીણ હોય છે
ਨਾਮ ਮੰਤ੍ਰੁ ਜਾ ਕਉ ਗੁਰਿ ਦੀਨ ॥੩॥
જેને ગુરુ હરિનામ મંત્ર આપે છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਤਾ ਕੈ ਬਲਿ ਜਾਉ ॥
હે નાનક! હું તેના પર બલિહાર જાઉં છું
ਕਲਿਜੁਗ ਮਹਿ ਪਾਇਆ ਜਿਨਿ ਨਾਉ ॥੪॥੨॥
જેને કળિયુગમાં હરિનામ મેળવ્યું છે ॥૪॥૨॥
ਕਾਨੜਾ ਮਹਲਾ ੫ ॥
કાનડા મહેલ ૫॥
ਕੀਰਤਿ ਪ੍ਰਭ ਕੀ ਗਾਉ ਮੇਰੀ ਰਸਨਾਂ ॥
હે મારી જીભ!પ્રભુનું કીર્તિગાન કરો
ਅਨਿਕ ਬਾਰ ਕਰਿ ਬੰਦਨ ਸੰਤਨ ਊਹਾਂ ਚਰਨ ਗੋਬਿੰਦ ਜੀ ਕੇ ਬਸਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥
હે ભાઈ! અનેક વાર સંતપુરુષોની વંદના કરો કારણ કે પ્રભુજીના ચરણ અહીં વસે છે ॥૧॥વિરામ॥
ਅਨਿਕ ਭਾਂਤਿ ਕਰਿ ਦੁਆਰੁ ਨ ਪਾਵਉ ॥
અનેક પ્રયત્ન કરવાથી પણ દરવાજો પ્રાપ્ત થતો નથી
ਹੋਇ ਕ੍ਰਿਪਾਲੁ ਤ ਹਰਿ ਹਰਿ ਧਿਆਵਉ ॥੧॥
જ્યારે કૃપાળુ થાય છે તો મનુષ્ય પરમાત્માનું ધ્યાન કરવા લાગે છે ॥૧॥
ਕੋਟਿ ਕਰਮ ਕਰਿ ਦੇਹ ਨ ਸੋਧਾ ॥
કરોડો કર્મકાંડ કરવાથી પણ શરીર શુદ્ધ થતું નથી
ਸਾਧਸੰਗਤਿ ਮਹਿ ਮਨੁ ਪਰਬੋਧਾ ॥੨॥
પરંતુ સાધુ-પુરુષોની સંગતમાં મનને જ્ઞાન પ્રાપ્ત થાય છે ॥૨॥
ਤ੍ਰਿਸਨ ਨ ਬੂਝੀ ਬਹੁ ਰੰਗ ਮਾਇਆ ॥
માયાના અનેક રંગોમાં પણ તૃષ્ણા મટતી નથી
ਨਾਮੁ ਲੈਤ ਸਰਬ ਸੁਖ ਪਾਇਆ ॥੩॥
પ્રભુનું નામ લેતા જ સર્વસુખ પ્રાપ્ત થઈ જાય છે ॥૩॥
ਪਾਰਬ੍ਰਹਮ ਜਬ ਭਏ ਦਇਆਲ ॥
હે નાનક! જ્યારે પરમાત્મા દયાળુ થાય છે
ਕਹੁ ਨਾਨਕ ਤਉ ਛੂਟੇ ਜੰਜਾਲ ॥੪॥੩॥
સંસારના જંજાળોથી છુટકારો થઈ જાય છે ॥૪॥૩॥
ਕਾਨੜਾ ਮਹਲਾ ੫ ॥
કાનડા મહેલ ૫॥
ਐਸੀ ਮਾਂਗੁ ਗੋਬਿਦ ਤੇ ॥
પ્રભુથી અમારી આ જ કામના છે
ਟਹਲ ਸੰਤਨ ਕੀ ਸੰਗੁ ਸਾਧੂ ਕਾ ਹਰਿ ਨਾਮਾਂ ਜਪਿ ਪਰਮ ਗਤੇ ॥੧॥ ਰਹਾਉ ॥
સંતોની સેવામાં તલ્લીન રહિને હરિનામ જપતો રહું અને આ રીતે પરમગતિ પ્રાપ્ત થઈ જાય ॥૧॥વિરામ॥
ਪੂਜਾ ਚਰਨਾ ਠਾਕੁਰ ਸਰਨਾ ॥
ઠાકુરજીની ચરણ-શરણમાં પૂજા-અર્ચના કરું છું
ਸੋਈ ਕੁਸਲੁ ਜੁ ਪ੍ਰਭ ਜੀਉ ਕਰਨਾ ॥੧॥
જે પ્રભુ કરે છે તે સારું હોય છે ॥૧॥
ਸਫਲ ਹੋਤ ਇਹ ਦੁਰਲਭ ਦੇਹੀ ॥
તેનું દુર્લભ શરીર સફળ થઈ જાય છે