GUJARATI PAGE 1299

ਜਾ ਕਉ ਸਤਿਗੁਰੁ ਮਇਆ ਕਰੇਹੀ ॥੨॥
જેના પર પરમાત્મા કૃપા કરે છે ॥૨॥

ਅਗਿਆਨ ਭਰਮੁ ਬਿਨਸੈ ਦੁਖ ਡੇਰਾ ॥
અજ્ઞાન, ભ્રમ તેમજ દુઃખોનો પડાવ તેનો નષ્ટ થાય છે

ਜਾ ਕੈ ਹ੍ਰਿਦੈ ਬਸਹਿ ਗੁਰ ਪੈਰਾ ॥੩॥
જેના હૃદયમાં ગુરુના ચરણ વસી જાય છે ॥૩॥

ਸਾਧਸੰਗਿ ਰੰਗਿ ਪ੍ਰਭੁ ਧਿਆਇਆ ॥
ગુરુ નાનક ફરમાવે છે કે જે સાધુ સંગતમાં એકાગ્રચિત થઈને પ્રભુનું ધ્યાન કરે છે

ਕਹੁ ਨਾਨਕ ਤਿਨਿ ਪੂਰਾ ਪਾਇਆ ॥੪॥੪॥
હે નાનક! તેને સંપૂર્ણ પરમાત્માની પ્રાપ્તિ થાય છે ॥૪॥૪॥

ਕਾਨੜਾ ਮਹਲਾ ੫ ॥
કાનડા મહેલ ૫॥

ਭਗਤਿ ਭਗਤਨ ਹੂੰ ਬਨਿ ਆਈ ॥
ભક્તિ ભક્તજનોને જ શોભા આપે છે

ਤਨ ਮਨ ਗਲਤ ਭਏ ਠਾਕੁਰ ਸਿਉ ਆਪਨ ਲੀਏ ਮਿਲਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
તેનું મન પરમાત્મામાં લીન રહે છે અને તેમાં સમાય જાય છે ॥૧॥વિરામ॥

ਗਾਵਨਹਾਰੀ ਗਾਵੈ ਗੀਤ ॥
આમ તો આખી દુનિયા પરમાત્માના ગીત ગાય છે

ਤੇ ਉਧਰੇ ਬਸੇ ਜਿਹ ਚੀਤ ॥੧॥
પરંતુ તે લોકોનો જ ઉદ્ધાર થાય છે જેના મનમાં વસે છે ॥૧॥

ਪੇਖੇ ਬਿੰਜਨ ਪਰੋਸਨਹਾਰੈ ॥
અલબત્ત ભોજન પીરસવાવાળા અનેક વ્યંજન જોવે છે

ਜਿਹ ਭੋਜਨੁ ਕੀਨੋ ਤੇ ਤ੍ਰਿਪਤਾਰੈ ॥੨॥
પરંતુ તૃપ્ત માત્ર ભોજન કરવાવાળો જ થાય છે ॥ ૨॥

ਅਨਿਕ ਸ੍ਵਾਂਗ ਕਾਛੇ ਭੇਖਧਾਰੀ ॥
વેશધારી અનેક નાટક રચે છે

ਜੈਸੋ ਸਾ ਤੈਸੋ ਦ੍ਰਿਸਟਾਰੀ ॥੩॥
પરંતુ જે વાસ્તવમાં હોય છે તે જ દેખાય છે ॥૩॥

ਕਹਨ ਕਹਾਵਨ ਸਗਲ ਜੰਜਾਰ ॥
વાતો કરવી અથવા કરાવવી બધું જંજાળ છે

ਨਾਨਕ ਦਾਸ ਸਚੁ ਕਰਣੀ ਸਾਰ ॥੪॥੫॥
દાસ નાનકનું અનુરોધ છે કે સત્કર્મ જ સાર છે ॥૪॥૫॥

ਕਾਨੜਾ ਮਹਲਾ ੫ ॥
કાનડા મહેલ ૫॥

ਤੇਰੋ ਜਨੁ ਹਰਿ ਜਸੁ ਸੁਨਤ ਉਮਾਹਿਓ ॥੧॥ ਰਹਾਉ ॥
હે પ્રભુ! ભક્ત તારો યશ સાંભળીને ખુશીથી ખીલી ઉઠે છે ॥૧॥વિરામ॥

ਮਨਹਿ ਪ੍ਰਗਾਸੁ ਪੇਖਿ ਪ੍ਰਭ ਕੀ ਸੋਭਾ ਜਤ ਕਤ ਪੇਖਉ ਆਹਿਓ ॥੧॥
પ્રભુની શોભા જોઈને મનમાં આલોક થઈ જાય છે જ્યાં પણ જોઉં છું ત્યાં તે જ દેખાય છે ॥૧॥

ਸਭ ਤੇ ਪਰੈ ਪਰੈ ਤੇ ਊਚਾ ਗਹਿਰ ਗੰਭੀਰ ਅਥਾਹਿਓ ॥੨॥
તું બધાથી ઉપર છે, મહાન છે, ગહન-ગંભીર તેમજ ગાઢ છે ॥૨॥

ਓਤਿ ਪੋਤਿ ਮਿਲਿਓ ਭਗਤਨ ਕਉ ਜਨ ਸਿਉ ਪਰਦਾ ਲਾਹਿਓ ॥੩॥
તે ભક્તોની સાથે વણવા-ગૂંથવાની જેમ મળી રહે છે અને દાસથી પડદો ઉતારી દે છે ॥૩॥

ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਗਾਵੈ ਗੁਣ ਨਾਨਕ ਸਹਜ ਸਮਾਧਿ ਸਮਾਹਿਓ ॥੪॥੬॥
હે નાનક! ગુરુની કૃપાથી તે પ્રભુના ગુણ ગાય છે અને આધ્યાત્મિક સમાધિમાં લીન રહે છે ॥૪॥૬॥

ਕਾਨੜਾ ਮਹਲਾ ੫ ॥
કાનડા મહેલ ૫॥

ਸੰਤਨ ਪਹਿ ਆਪਿ ਉਧਾਰਨ ਆਇਓ ॥੧॥ ਰਹਾਉ ॥
સંસારનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પોતે સંત-મહાપુરુષો પાસે આવે છે ॥૧॥વિરામ॥

ਦਰਸਨ ਭੇਟਤ ਹੋਤ ਪੁਨੀਤਾ ਹਰਿ ਹਰਿ ਮੰਤ੍ਰੁ ਦ੍ਰਿੜਾਇਓ ॥੧॥
તેના દર્શન કરવા માટે પ્રાણી પવિત્ર થઈ જાય છે અને હરિનામ મંત્ર દ્રઢ કરાવે છે ॥૧॥

ਕਾਟੇ ਰੋਗ ਭਏ ਮਨ ਨਿਰਮਲ ਹਰਿ ਹਰਿ ਅਉਖਧੁ ਖਾਇਓ ॥੨॥
હરિનામ ઔષધિ સેવન કરવાથી બધા રોગ મટી જાય છે અને મન નિર્મળ થઈ જાય છે ॥૨॥

ਅਸਥਿਤ ਭਏ ਬਸੇ ਸੁਖ ਥਾਨਾ ਬਹੁਰਿ ਨ ਕਤਹੂ ਧਾਇਓ ॥੩॥
ત્યારબાદ પ્રાણી નિશ્ચિત થઈને સુખપૂર્વક રહે છે અને ફરી અહીં-તહીં દોડતો નથી ॥૩॥

ਸੰਤ ਪ੍ਰਸਾਦਿ ਤਰੇ ਕੁਲ ਲੋਗਾ ਨਾਨਕ ਲਿਪਤ ਨ ਮਾਇਓ ॥੪॥੭॥
હે નાનક! સંતોની કૃપાથી લોકોની મુક્તિ થાય છે અને તે મોહ-માયામાં લિપ્ત રહે છે ॥૪॥૭॥

ਕਾਨੜਾ ਮਹਲਾ ੫ ॥
કાનડા મહેલ ૫॥

ਬਿਸਰਿ ਗਈ ਸਭ ਤਾਤਿ ਪਰਾਈ ॥
લોકોથી ઈર્ષા-દ્વેષ બધું ભૂલી ગઈ છે

ਜਬ ਤੇ ਸਾਧਸੰਗਤਿ ਮੋਹਿ ਪਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
જ્યારથી મને સાધુ-પુરુષોની સંગતિ પ્રાપ્ત થઈ છે ॥૧॥વિરામ॥

ਨਾ ਕੋ ਬੈਰੀ ਨਹੀ ਬਿਗਾਨਾ ਸਗਲ ਸੰਗਿ ਹਮ ਕਉ ਬਨਿ ਆਈ ॥੧॥
ન કોઈ શત્રુ છે, ન તો કોઈ પારકું છે, મારો બધા સાથે પ્રેમ બની ગયો છે ॥૧॥

ਜੋ ਪ੍ਰਭ ਕੀਨੋ ਸੋ ਭਲ ਮਾਨਿਓ ਏਹ ਸੁਮਤਿ ਸਾਧੂ ਤੇ ਪਾਈ ॥੨॥
જે પ્રભુ કરે છે, તેને સારું માનવું જોઈએ આ સુબુદ્ધિ મેં સાધુથી પ્રાપ્ત કરી છે ॥૨॥

ਸਭ ਮਹਿ ਰਵਿ ਰਹਿਆ ਪ੍ਰਭੁ ਏਕੈ ਪੇਖਿ ਪੇਖਿ ਨਾਨਕ ਬਿਗਸਾਈ ॥੩॥੮॥
બધામાં એક પ્રભુ જ વ્યાપ્ત છે હે નાનક! આ જોઈ-જોઈને મન ખીલી ગયું છે ॥૩॥૮॥

ਕਾਨੜਾ ਮਹਲਾ ੫ ॥
કાનડા મહેલ ૫॥

ਠਾਕੁਰ ਜੀਉ ਤੁਹਾਰੋ ਪਰਨਾ ॥
હે ઠાકુરજી! મને તારો જ આશરો છે

ਮਾਨੁ ਮਹਤੁ ਤੁਮ੍ਹ੍ਹਾਰੈ ਊਪਰਿ ਤੁਮ੍ਹ੍ਹਰੀ ਓਟ ਤੁਮ੍ਹ੍ਹਾਰੀ ਸਰਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥
મારુ મન-મહત્વ તારા પર નિર્ભર છે તારું જ અવલંબન છે તારી શરણમાં આવ્યો છું ॥૧॥વિરામ॥

ਤੁਮ੍ਹ੍ਹਰੀ ਆਸ ਭਰੋਸਾ ਤੁਮ੍ਹ੍ਹਰਾ ਤੁਮਰਾ ਨਾਮੁ ਰਿਦੈ ਲੈ ਧਰਨਾ ॥
મને તારી જ આશા છે તારો જ ભરોસો છે અને તારું જ નામ હૃદયમાં ધારણ કરું છું

ਤੁਮਰੋ ਬਲੁ ਤੁਮ ਸੰਗਿ ਸੁਹੇਲੇ ਜੋ ਜੋ ਕਹਹੁ ਸੋਈ ਸੋਈ ਕਰਨਾ ॥੧॥
મને તારું જ બળ છે, તારી સાથે જ સુખી છું, જે-જે કરો છો હું તે જ કરું છું ॥ ૧॥

ਤੁਮਰੀ ਦਇਆ ਮਇਆ ਸੁਖੁ ਪਾਵਉ ਹੋਹੁ ਕ੍ਰਿਪਾਲ ਤ ਭਉਜਲੁ ਤਰਨਾ ॥
તારી દયાથી જ સુખ મેળવું છું જો તું કૃપાળુ થઈ જાય તો સંસાર-સમુદ્રથી પાર ઉતરી શકું છું

ਅਭੈ ਦਾਨੁ ਨਾਮੁ ਹਰਿ ਪਾਇਓ ਸਿਰੁ ਡਾਰਿਓ ਨਾਨਕ ਸੰਤ ਚਰਨਾ ॥੨॥੯॥
નાનકનું કહેવું છે કે જ્યારે સંતોના ચરણોમાં નતમસ્તક થઈ ગયો તો અભયદાન હરિનામ મેળવી લીધું ॥૨॥૯॥

error: Content is protected !!