GUJARATI PAGE 918

ਬਾਬਾ ਜਿਸੁ ਤੂ ਦੇਹਿ ਸੋਈ ਜਨੁ ਪਾਵੈ ॥
હે બાબા! જેને તું આપે છે, તે જ મનુષ્ય પ્રાપ્ત કરે છે.

ਪਾਵੈ ਤ ਸੋ ਜਨੁ ਦੇਹਿ ਜਿਸ ਨੋ ਹੋਰਿ ਕਿਆ ਕਰਹਿ ਵੇਚਾਰਿਆ ॥
તે જ મનુષ્ય પ્રાપ્ત કરે છે, જેને તું પોતે આપે છે, કોઈ બીજો બિચારો શું કરી શકે છે.

ਇਕਿ ਭਰਮਿ ਭੂਲੇ ਫਿਰਹਿ ਦਹ ਦਿਸਿ ਇਕਿ ਨਾਮਿ ਲਾਗਿ ਸਵਾਰਿਆ ॥
કોઈ ભ્રમમાં ભુલાયેલ છે અને દસે દિશામાં ભટકી રહ્યો છે પરંતુ કોઈએ નામની સાથે લાગીને પોતાનું જીવન સફળ કરી લીધું છે.

ਗੁਰ ਪਰਸਾਦੀ ਮਨੁ ਭਇਆ ਨਿਰਮਲੁ ਜਿਨਾ ਭਾਣਾ ਭਾਵਏ ॥
જેને પરમાત્માની રજા સારી લાગી છે, ગુરુની કૃપાથી તેનું મન નિર્મળ થઈ ગયું છે.

ਕਹੈ ਨਾਨਕੁ ਜਿਸੁ ਦੇਹਿ ਪਿਆਰੇ ਸੋਈ ਜਨੁ ਪਾਵਏ ॥੮॥
નાનક કહે છે કે જેને પ્રેમાળ પ્રભુ આપે છે, તે જ મનુષ્ય પ્રાપ્ત કરે છે ॥૮॥

ਆਵਹੁ ਸੰਤ ਪਿਆਰਿਹੋ ਅਕਥ ਕੀ ਕਰਹ ਕਹਾਣੀ ॥
હે પ્રેમાળ સંતજનો! આવો, આપણે મળીને અકથ્ય પ્રભુની કથા વાર્તા કરીએ.

ਕਰਹ ਕਹਾਣੀ ਅਕਥ ਕੇਰੀ ਕਿਤੁ ਦੁਆਰੈ ਪਾਈਐ ॥
અમે અકથ્ય પરમાત્માની કથા કરીએ અને વિચારીએ કે તેને કઈ વિધિ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

ਤਨੁ ਮਨੁ ਧਨੁ ਸਭੁ ਸਉਪਿ ਗੁਰ ਕਉ ਹੁਕਮਿ ਮੰਨਿਐ ਪਾਈਐ ॥
પોતાનું શરીર, મન, ધન બધું જ ગુરુને સોંપીને તેના હુકમનું પાલન કરીને જ પ્રભુને મેળવી શકાય છે.

ਹੁਕਮੁ ਮੰਨਿਹੁ ਗੁਰੂ ਕੇਰਾ ਗਾਵਹੁ ਸਚੀ ਬਾਣੀ ॥
ગુરુના હુકમનું પાલન કર અને તેની સાચી વાણી ગા.

ਕਹੈ ਨਾਨਕੁ ਸੁਣਹੁ ਸੰਤਹੁ ਕਥਿਹੁ ਅਕਥ ਕਹਾਣੀ ॥੯॥
હે સંતજનો! નાનક કહે છે કે સાંભળ, પરમેશ્વરની અકથ્ય કથા કથન કરીએ ॥૯॥

ਏ ਮਨ ਚੰਚਲਾ ਚਤੁਰਾਈ ਕਿਨੈ ਨ ਪਾਇਆ ॥
હે ચંચળ મન! ચતુરાઈથી કોઈએ પણ પ્રભુને પ્રાપ્ત કર્યો નથી.

ਚਤੁਰਾਈ ਨ ਪਾਇਆ ਕਿਨੈ ਤੂ ਸੁਣਿ ਮੰਨ ਮੇਰਿਆ ॥
હે મન! તું ધ્યાનથી મારી વાત સાંભળ, ચતુરાઈથી કોઈએ પણ પ્રભુને મેળવ્યો નથી.

ਏਹ ਮਾਇਆ ਮੋਹਣੀ ਜਿਨਿ ਏਤੁ ਭਰਮਿ ਭੁਲਾਇਆ ॥
આ માયા એવી મોહિની છે, જેને જીવોને ભ્રમમાં નાખીને સત્યથી ભ્રમિત કર્યા છે.

ਮਾਇਆ ਤ ਮੋਹਣੀ ਤਿਨੈ ਕੀਤੀ ਜਿਨਿ ਠਗਉਲੀ ਪਾਈਆ ॥
આ મોહિની માયા પણ તે પરમાત્માની જ ઉત્પન્ન કરેલી છે, જેને મોહરૂપી ઠગ-બુટ્ટી જીવોનાં મુખમાં નાખેલી છે.

ਕੁਰਬਾਣੁ ਕੀਤਾ ਤਿਸੈ ਵਿਟਹੁ ਜਿਨਿ ਮੋਹੁ ਮੀਠਾ ਲਾਇਆ ॥
હું તે પરમાત્મા પર બલિહાર જાવ છું, જેને નામનો મીઠો મોહ લગાવેલ છે.

ਕਹੈ ਨਾਨਕੁ ਮਨ ਚੰਚਲ ਚਤੁਰਾਈ ਕਿਨੈ ਨ ਪਾਇਆ ॥੧੦॥
હે ચંચળ મન! નાનક કહે છે કે ચતુરાઈથી કોઈએ પણ પરમાત્માને પ્રાપ્ત કર્યો નથી ॥૧૦॥

ਏ ਮਨ ਪਿਆਰਿਆ ਤੂ ਸਦਾ ਸਚੁ ਸਮਾਲੇ ॥
હે પ્રેમાળ મન! તું હંમેશા સત્યનું ધ્યાન કર.

ਏਹੁ ਕੁਟੰਬੁ ਤੂ ਜਿ ਦੇਖਦਾ ਚਲੈ ਨਾਹੀ ਤੇਰੈ ਨਾਲੇ ॥
આ કુટુંબ જેને તું જોવે છે, આને તારી સાથે જવું નથી.

ਸਾਥਿ ਤੇਰੈ ਚਲੈ ਨਾਹੀ ਤਿਸੁ ਨਾਲਿ ਕਿਉ ਚਿਤੁ ਲਾਈਐ ॥
જે કુટુંબે તારી સાથે જવું નથી, તેની સાથે તું શા માટે મન લગાવી રહ્યો છે.

ਐਸਾ ਕੰਮੁ ਮੂਲੇ ਨ ਕੀਚੈ ਜਿਤੁ ਅੰਤਿ ਪਛੋਤਾਈਐ ॥
આવું કામ જરા પણ કરવું જોઈએ નહીં, જેનાથી અંતમાં પસ્તાવું પડે.

ਸਤਿਗੁਰੂ ਕਾ ਉਪਦੇਸੁ ਸੁਣਿ ਤੂ ਹੋਵੈ ਤੇਰੈ ਨਾਲੇ ॥
તું સદ્દગુરૂનો ઉપદેશ સાંભળ, આ જ તારી સાથે રહેશે.

ਕਹੈ ਨਾਨਕੁ ਮਨ ਪਿਆਰੇ ਤੂ ਸਦਾ ਸਚੁ ਸਮਾਲੇ ॥੧੧॥
હે પ્રેમાળ મન! નાનક કહે છે કે તું હંમેશા સત્યનું ધ્યાન કર્યા કર ॥૧૧॥

ਅਗਮ ਅਗੋਚਰਾ ਤੇਰਾ ਅੰਤੁ ਨ ਪਾਇਆ ॥
હે અગમ્ય, અગોચર પરમેશ્વર! તારો અંત કોઈએ પણ પ્રાપ્ત કર્યો નથી.

ਅੰਤੋ ਨ ਪਾਇਆ ਕਿਨੈ ਤੇਰਾ ਆਪਣਾ ਆਪੁ ਤੂ ਜਾਣਹੇ ॥
કોઈએ પણ તારો અંત મેળવ્યો નથી, તું પોતે જ પોતાને જાણે છે.

ਜੀਅ ਜੰਤ ਸਭਿ ਖੇਲੁ ਤੇਰਾ ਕਿਆ ਕੋ ਆਖਿ ਵਖਾਣਏ ॥
આ બધા જીવ-જંતુ તારી રમત લીલા છે, આ સંદર્ભમાં કોઈ શું કહીને વ્યક્ત કરે.

ਆਖਹਿ ਤ ਵੇਖਹਿ ਸਭੁ ਤੂਹੈ ਜਿਨਿ ਜਗਤੁ ਉਪਾਇਆ ॥
જેને આ જગત ઉત્પન્ન કર્યું છે, તું જ બધામાં બોલી રહ્યો તેમજ જોઈ રહ્યો છે.

ਕਹੈ ਨਾਨਕੁ ਤੂ ਸਦਾ ਅਗੰਮੁ ਹੈ ਤੇਰਾ ਅੰਤੁ ਨ ਪਾਇਆ ॥੧੨॥
હે પ્રભુ! નાનક કહે છે કે તું હંમેશા અગમ્ય છે, તારો અંત કોઈએ પણ મેળવ્યો નથી ॥૧૨॥

ਸੁਰਿ ਨਰ ਮੁਨਿ ਜਨ ਅੰਮ੍ਰਿਤੁ ਖੋਜਦੇ ਸੁ ਅੰਮ੍ਰਿਤੁ ਗੁਰ ਤੇ ਪਾਇਆ ॥
જે અમૃતને દેવતા, મનુષ્ય તેમજ મુનિજન પણ શોધે છે, તે અમૃત મને ગુરુથી પ્રાપ્ત થયો છે.

ਪਾਇਆ ਅੰਮ੍ਰਿਤੁ ਗੁਰਿ ਕ੍ਰਿਪਾ ਕੀਨੀ ਸਚਾ ਮਨਿ ਵਸਾਇਆ ॥
ગુરુની કૃપાથી મને અમૃત પ્રાપ્ત થયું છે અને પરમ-સત્યને મારા મનમાં વસાવી દીધું છે.

ਜੀਅ ਜੰਤ ਸਭਿ ਤੁਧੁ ਉਪਾਏ ਇਕਿ ਵੇਖਿ ਪਰਸਣਿ ਆਇਆ ॥
હે પ્રભુ! બધા જીવ-જંતુ તે જ ઉત્પન્ન કર્યા છે, પરંતુ કોઈ દુર્લભ જ ગુરુના દર્શન તેમજ ચરણ-સ્પર્શ કરવા આવ્યો છે.

ਲਬੁ ਲੋਭੁ ਅਹੰਕਾਰੁ ਚੂਕਾ ਸਤਿਗੁਰੂ ਭਲਾ ਭਾਇਆ ॥
તેની લાલચ, લોભ તેમજ અહંકાર દૂર થઈ ગયો છે અને તેને સદ્દગુરુ જ સારો લાગ્યો છે.

ਕਹੈ ਨਾਨਕੁ ਜਿਸ ਨੋ ਆਪਿ ਤੁਠਾ ਤਿਨਿ ਅੰਮ੍ਰਿਤੁ ਗੁਰ ਤੇ ਪਾਇਆ ॥੧੩॥
નાનક કહે છે કે જેના પર પરમાત્મા પોતે ખુશ થઈ ગયો છે, તેને ગુરુથી અમૃત મળી ગયું છે ॥૧૩॥

ਭਗਤਾ ਕੀ ਚਾਲ ਨਿਰਾਲੀ ॥
ભક્તોનું જીવન-આચરણ દુનિયાના બીજા લોકોથી નિરાળું હોય છે.

ਚਾਲਾ ਨਿਰਾਲੀ ਭਗਤਾਹ ਕੇਰੀ ਬਿਖਮ ਮਾਰਗਿ ਚਲਣਾ ॥
ભક્તોનું જીવન-આચરણ એટલે નિરાળું છે, કારણ કે તેને ખૂબ સખત રસ્તા પર ચાલવાનું હોય છે.

ਲਬੁ ਲੋਭੁ ਅਹੰਕਾਰੁ ਤਜਿ ਤ੍ਰਿਸਨਾ ਬਹੁਤੁ ਨਾਹੀ ਬੋਲਣਾ ॥
તે લાલચ, લોભ, અહંકાર તેમજ તૃષ્ણાને ત્યાગીને વધુ બોલવા ઇચ્છતો નથી.

ਖੰਨਿਅਹੁ ਤਿਖੀ ਵਾਲਹੁ ਨਿਕੀ ਏਤੁ ਮਾਰਗਿ ਜਾਣਾ ॥
તેને આ રસ્તા પર જવાનું હોય છે, જે તલવારની ધારથી પણ તીક્ષ્ણ તેમજ વાળથી પણ નાનો હોય છે.

error: Content is protected !!